હરિકૃષ્ણ પંડિત, વડતાલ
શાશ્વત સંદેશ - 'એકલા જ આવ્યા ને....' એકલા જ આવ્યા સંતો, એકલા જવાના...' હેડિંગમાં છપાયેલો લેખ મનનીય રહ્યો. હૃદયકુંજમાં જીવનની શીખ સરળ રીતે રજૂ કરી છે. સંસારમાં 'રામઘેલા' મળવા મુશ્કેલ છે.
અશોક દેસાઈ, અમલસાડ
સ્ટિફન હોકિંગ- અદ્વિતીય વ્યક્તિત્વ...બ્રિટિશ સાયન્ટિસ્ટ સ્ટિફન હોકિંગના જીવનને લગતી વિગતો 'અભિયાન'માં વાંચી. વિજ્ઞાનથી પર હટકે એવાં તથ્યો અને હકીકતોથી દુનિયાને અવગત કર્યા. 'શરીર મૃત બની શકે આત્મા નહીં' તે વિચાર તેમણે ચરિતાર્થ કર્યો.…
આરતી કોષ્ટિ, વડોદરા
ભારતમાં થિયેટર ઑલિમ્પિક...દુનિયાભરના રંગમંચ પર કામ કરતા રંગકર્મીઓ દ્વારા યોજાતા થિયેટર ઑલિમ્પિકની વિગતો રસપ્રદ રહી.
મીનાક્ષી રાવ, હૈદરાબાદ
ઑલિમ્પિકમાં ગેમ નહીં, પણ પ્લે...'થિયેટર ઑલિમ્પિક'નું હેડિંગ વાંચી આશ્ચર્ય થયું. નાટકોના પણ ઑલિમ્પિકનું આયોજન થાય છે તે કુતૂહલ પેદા કરનારું બની રહ્યું.
જયદીપ પઢિયાર, અમરેલી
જેલના કેદીઓ દ્વારા ભજવાતું નાટક.. જેલમાં સજા ભોગવી રહેલા કેદીભાઈઓ દ્વારા નાટકની રજૂઆત થઈ તે વિગતો વાંચી આશ્ચર્ય થયું. જેલમાં માનવીય અભિગમ સાથે જેલ પ્રશાસન આવા પ્રયોગો કરી કેદીના જીવનમાં બદલાવ લાવી શકે તે આવકારદાયક છે.
ખ્યાતિ ભાવસાર, અમદાવાદ
વૈશ્વિક રંગમંચની અનુભૂતિ...
'અભિયાન'ની કવર સ્ટોરી 'ભારતમાં થિયેટર ઑલિમ્પિક'ની વિગતો જાણી આનંદ થયો. આટલા મોટાપાયે દુનિયાભરના નાટ્યકારો તેમની કલા પ્રદર્શિત કરી રહ્યા છે તેની 'અભિયાન' દ્વારા જાણકારી મળી તે અમારા માટે આનંદની વાત બની રહી.…
ચામડાંને પકવવાની પ્રક્રિયા બંધ થતાં ચર્મ ઉદ્યોગ સીમિત બન્યા
કચ્છમાં મૃત પશુઓનું ચામડું…
ચર્મ ઉદ્યોગના વળતાં પાણી જ્યારે થઈ રહ્યા છે ત્યારે આ કલા અને કારીગરોને જીવંત રાખવા વિવિધ સ્તરેથી પ્રયત્નો થવા જરૃરી છે. મોટા ભાગના કારીગરો અસંગઠિત છે.
લો બોલો, સત્ર પૂર્ણ થયું પણ પાઠ્યપુસ્તકો ન મળ્યાં
આણંદ જિલ્લાના આંકલાવ…
ચાલુ વર્ષે શાળાનું બીજું સત્ર અને હવે તો પરીક્ષા પણ પૂર્ણ થવા આવી છતાં ધોરણ ૬ અને ૮ના મહત્ત્વનાં કહેવાય તેવાં પુસ્તકોથી બાળકો વંચિત રહ્યાં.
કલોલનું સરકારી તંત્ર ‘ગટેહરા’ને ગળી જશે
સમસ્યા - નરેશ મકવાણા
ગાંધીનગરના કલોલ નજીક આવેલું ગટેહરા પક્ષી ક્ષેત્ર તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યાની વાત નવી નથી. દાયકા અગાઉ યાયાવર પક્ષીઓથી હર્યુંભર્યું રહેતું આ તળાવ આજે કલોલની કેમિકલ ફેક્ટરીઓના સતત ઠલવાતાં રહેતાં ગંદા પાણીના કારણે નર્ક…
વેળાવદર નેશનલ પાર્ક-કાળિયારની વસતી વધીને ૫ હજાર થઈ
ભારતમાં એક માત્ર ગુુજરાતમાં…
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી અને રાજવી પરિવારનું મોટું યોગદાન કાળિયાર બચાવવામાં રહ્યું છે