જયદીપ પઢિયાર, અમરેલી
હિમાંશુ રાય - ટિગર પર લાઇફ ટાર્ગેટ કરી...'પોલીસ ડિપાર્ટમેન્ટનો રશિદ ખોવાયો' લેખ વાંચી હૃદય દ્રવી ઊઠ્યું. એક દબંગ પોલીસ ઓફિસરે વાસ્તવમાં જિંદગીને પોતાના ટિગરથી લાઇફને ટાર્ગેટ કરી. એક જાંબાઝ પોલીસ ઓફિસરે કૅન્સરની બીમારીથી પીડાઈ જિંદગીનો અંત…
સુરેશ જરીવાલા, સુરત
સોફ્ટ એડિશન - ઓનલાઈન માટે ડેસ્કટોપ 'અભિયાન'એ તેના વાચકો માટે ઓનલાઇન સબસ્ક્રાઇબની સગવડ ઉપલબ્ધ કરી છે. નિયમિત રીતે 'અભિયાન'ની સોફ્ટ કોપી અમારા ડેસ્કટોપ પર મળી જાય છે.
ભૌમિક પટેલ, અંકલેશ્વર
નંબર વન - કોન્ગ્રેચ્યુલેશન 'અભિયાન'... 'અભિયાન' રીડર્સ સરવેમાં નંબર વન બન્યું તેના અભિનંદન. ત્રણ દાયકાથી 'અભિયાન' પારિવારિક વાંચનનો પર્યાય બની રહ્યું છે. સાંપ્રત રાજકીય ઘટનાઓનું ત્વરિત અને તટસ્થ મૂલ્યાંકન 'અભિયાન'નું આગવું પાસું રહ્યું છે.…
મયંક છેડા, હૈદરાબાદ
રાજકીય વિશ્લેષણ - તટસ્થ અને ત્વરિત... દેશમાં રાજકીય અને સોશિયો-ઇકો ફિલ્ડમાં બનતી ઘટનાઓનું 'અભિયાન' સરળ રજૂઆત સાથે તટસ્થ વિશ્લેષણ આપે છે તે વાંચવું ગમે છે.
વિનાયક આપ્ટે, નાસિક
આઝાદીના લડવૈયાઓની પ્રેમકથા... 'ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ'માં દેશની આઝાદીની લડાઈના સમયગાળાના સ્વાતંત્ર્યસંગ્રામીઓના અંગત જિંદગીમાં બનેલી પ્રેમ અને દેશદાઝની વિગતો વાંચવી ગમે છે.
હિતેશ ગુર્જર, નડિયાદ
ગુજરાતની સમસ્યા - અંગુલિનિર્દેશ કાફી... 'અભિયાન'માં ગુજરાતમાં બનતી રાજકીય ઘટનાઓનું કવરેજ અભ્યાસપૂર્ણ રીતે રજૂ થાય છે. રાજકીય કે સામાજિક બાબતોના પ્રશ્નોની ચર્ચા સામે કરાતાં અંગુલિનિર્દેશ આવકારદાયક બની રહે છે.
ઉન્નતિ સોલંકી, અમદાવાદ
ફિટનેસ માટે ઘોડેસવારીનો ક્રેઝ... 'ફિટનેસ માટે ઘોડેસવારી શીખવા યુવા પેઢીમાં ક્રેઝ'ની વિગતો રસપ્રદ રહી. નવી જનરેશનમાં ફિટનેસને લઈ અવનવા શોખ વધતાં જાય છે. આવી હોર્સ-ક્લબ દરેક જિલ્લામાં ઊભી થાય તે ઇચ્છનીય છે.
ભાવના પંચાલ, અમદાવાદ
'રાઈટ એન્ગલ' રિલેશનના ટકરાવની કથા... 'અભિયાન'માં પ્રકાશિત થતી નવલકથા 'રાઈટ એન્ગલ' રસપ્રદ બનતી જાય છે. સંસ્કારને અકબંધ રાખતાં પાત્રોના રિલેશનમાં થઈ રહેલા ટકરાવ અને અહમ્ના મુદ્દે કાનૂની જંગે જમાવટ કરી છે.
જયમીન પુરોહિત, ટોરેન્ટો
જામીનાં કાર્ટૂન્સ.... દર અઠવાડિયે જામીનાં કાર્ટૂન્સની મઝા માણીએ છીએ. કાર્ટૂનિસ્ટની સૂઝ-બૂઝને સલામ. કોઈ પણ જાતના અતિરેક વિના ખૂબ જ શાનદાર રીતે કાર્ટૂન્સ રજૂ કરે છે. ધારદાર શૈલી અને ઇફેક્ટિવ ચિત્રો ઘણી હકીકતોને ખુલ્લી પાડે છે.
કુલદીપ નાયર કો પ્રણવદા પર ગુસ્સા ક્યું આતા હૈ?
પત્રકાર કુલદીપ નાયરે…
પ્રણવ મુખરજીનું પ્રવચન સાંભળ્યા પછી તદ્દન શાંત થઈ ગયો