તમારા માટે, તમારી સાથે, સતત…

અશોક દેસાઈ, અમલસાડ

વૃક્ષ બચાવો આંદોલન...'અભિયાન'નો વાર્ષિક વિશેષાંક 'વૃક્ષોપનિષદ'ના વિષયો રસપ્રદ રહ્યા. દેશમાં વૃક્ષને બચાવવા માટે થયેલાં આંદોલનોની ઝાંખી વૃક્ષની ઉપયોગિતાને લઈને જનસમૂહ માટે ઉપયોગી બની રહેશે. વૃક્ષો આપણા આર્થિક જગતમાં અને જનસમૂહના આરોગ્ય માટે…

હરીશ સોની, ભરૂચ

'અભિયાન'નો વૃક્ષોપનિષદ એક દસ્તાવેજી પ્રમાણ બની રહેશે, વૃક્ષની મહત્તા વિશે લોકજાગૃતિનો પર્યાય બની રહેશે.

ડૉ.મુકેશ વાઘેલા, સુરત

પાંદડે-પાંદડે વૃક્ષ મહિમા... 'અભિયાન'નો વાર્ષિક વિશેષાંક વિશેષ કરીને વૃક્ષના મહિમાગાનથી હર્યો-ભર્યો રહ્યો. અક્ષરબીજથી  વટવૃક્ષના મહિમાગાન સુધીની વાંચનસામગ્રી વાંચવી ગમી. વૃક્ષ સાથે જોડાયેલી વિવિધ વિષયો સાથેની રોચક માહિતી રસપ્રદ રહી. વૃક્ષ…

મયંક વોરા, ગાંધીધામ

'મિશન ક્લિનલીનેસ'માં દરેકનું યોગદાન... આપણા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની કામગીરીમાં સરકારી મશીનરીઓ તો કામ કરે છે, તેમાં દરેક નાગરિકોએ મદદગાર થવું જોઈએ. સ્વચ્છતા ફક્ત સરકારની જવાબદારી નથી આપણા સૌની છે.

હિના પુરોહિત, ગોંડલ

'સ્વચ્છતા' રેટિંગ આપવા પડે તે કમનસીબી  દેશમાં સ્વચ્છતા અભિયાન અમલમાં આવ્યું. કયું રાજ્ય સ્વચ્છતામાં અગ્રેસર છે અને કયું પાછળ છે તેના રેટિંગની વિગતો 'અભિયાન'માં જાણી. 'સ્વચ્છતા' સ્વયં અપનાવવાની વાત છે જે તમામ નાગરિકોની જીવનશૈલીનો ભાગ બની…

હિના જોષી, પોરબંદર

સ્વરક્ષણનાં હાથિયારો સલામત નથી રહ્યાં... પોતાના રક્ષણ માટે લાઇસન્સવાળા હાથિયારો રાખવાનો શોખ ભારે પડી જાય છે. ઘણા સમયથી સમાચારોમાં એવી ઘટના જોવા મળે છે કે સ્વરક્ષણ માટે રાખેલાં હથિયારો પોતાના જ સ્વજનની હત્યાનું કારણ બની રહ્યાં છે. 'અભિયાન'એ…

પ્રદીપ સોની, ભરૂચ

યુનિવર્સિટીઓ - યુવાશક્તિ કયા માર્ગે... યુનિવર્સિટીઓમાં યુવાનો કાયદો હાથમાં લઈ ગમે તેવા મુદ્દે તોફાનો કરી રહ્યાની ઘટના નિંદનીય છે. 'રાજકારણનો અખાડો બની રહેલી કચ્છ યુનિવર્સિટી'ની ઘટના ભદ્ર સમાજ માટે આંખ ખોલનારી છે.

મિતેશ પરમાર, હિંમતનગર

સ્વચ્છતા - નિરંતર ચાલતી પ્રક્રિયા બને... 'અભિયાન'એ સ્વચ્છતા ઝુંબેશને લઈ અભ્યાસપૂર્ણ માહિતી આપી. કયો જિલ્લો પ્રથમ આવ્યો અને કયો પાછળ રહી ગયો તે માનસિકતાને બદલે તમામ જિલ્લાઓ સ્વચ્છતામાં નંબર વન બની રહે તેવા પ્રયાસો થવા જોઈએ. સ્વચ્છતા કોઈ એક…

જિતેન્દ્ર મકવાણા, ભરૂચ

સિવિક સેન્સ - આપણામાં ક્યારે આવશે? 'અભિયાન' સાંપ્રત સમસ્યાઓને લઈ ગંભીર મુદ્દા પર કવર સ્ટોરીના વિષયો પસંદ કરે છે. વિષયની માવજત અને તેનું વિશ્લેષણ મનનીય રહે છે. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર પ્રશાસન એજન્સીઓ પર આંગળી ચીંધે છે તો જનમાનસની લાપરવાહી…
Translate »