તમારા માટે, તમારી સાથે, સતત…

કર્ણાટકમાં યેદિયુરપ્પા મુખ્યપ્રધાન ન પણ બને!

ગેરકાયદે કૃત્યો કરનારા બેફામ બને છે

0 130

રાજકાજ

Related Posts
1 of 37

ગેરકાયદે કૃત્યો કરનારા બેફામ બને છે
હિમાચલ પ્રદેશના કસૌલીમાં પર્વતીય ક્ષેત્રમાં હોટલોનાં ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણને હટાવવા ગયેલાં મહિલા સરકારી અધિકારી શૈલબાલા શર્માની એક હોટલ માલિકે હત્યા કરી. આ ગોળીબારમાં અન્ય બે લોકો ઘાયલ થયા. શૈલબાલા કસૌલીના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હતાં. અતિક્રમણ સામેની આ કાર્યવાહી સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર થઈ રહી હતી. મૂળભૂત રીતે ગ્રીન ટ્રિબ્યુનલે ૧૩ હોટલોના અતિક્રમણ દૂર કરવા જણાવ્યું હતું. હોટલ માલિકોએ ટ્રિબ્યુનલના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે હોટલ માલિકોની અરજી કાઢી નાખી પંદર દિવસમાં અતિક્રમણ દૂર કરવા જણાવ્યું હતું. આ મુદત પૂરી થવા આવી હતી એટલે સરકારી તંત્ર સમક્ષ તોડફોડ કરીને તેને દૂર કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પર્વતીય ક્ષેત્રમાં જમીન ધસી પડવાની સંભાવનાને કારણે હોટલોને માત્ર બે માળ સુધીના બાંધકામની પરવાનગી અપાઈ હતી, પણ હોટલ માલિકોએ છ માળ સુધી બાંધકામ કરી દીધા હતા. ગેરકાયદે કામ કરનારાઓના દિમાગમાં કાનૂનનો કોઈ ડર રહ્યો નથી અને સરકારી તંત્રના આદેશને ઘોળીને પી જનારા લોકો કોઈને ગાંઠતા નથી. શૈલબાલાની હત્યાની ગંભીર નોંધ સર્વોચ્ચ અદાલતે પણ લીધી છે. એટલે રાજ્ય સરકારે હત્યારા હોટલ માલિક સામે સખ્તાઈથી કામ લીધા સિવાય કોઈ વિકલ્પ નથી.
————————-.

કર્ણાટકમાં યેદિયુરપ્પા મુખ્યપ્રધાન ન પણ બને!
કર્ણાટક ભાજપના લિંગાયત નેતા બી. એસ. યુદિયુરપ્પાને ભલે પક્ષે મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હોય, પરંતુ રાજ્યમાં જો ભાજપ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી વિજયી બનશે તો એ સ્થિતિમાં વાસ્તવમાં યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે એવી કોઈ ગેરંટી નથી. ભાજપની ચૂંટણી પ્રચાર ઝુંબેશ દરમિયાન યેદિયુરપ્પા સાથે જે કાંઈ બની રહ્યું છે તેનો સંકેત પણ આવો જ છે. યેદિયુરપ્પા અત્યાર સુધીમાં માત્ર એક વખત જ વડાપ્રધાન સાથે મંચ પર સ્થાન મેળવી શક્યા છે. એ પછી તેમને જાહેરમાં વડાપ્રધાન સાથે મંચ પર હાજર રહેવાની મનાઈ કરી દેવામાં આવી. એ પછી આવી જ અઘોષિત આચારસંહિતા અમિત શાહે પણ તેમને સંભળાવી છે અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સાથે મંચ શેર કરવાની ના પાડવામાં આવી છે. હવે જ્યારે વડાપ્રધાન અને પક્ષ પ્રમુખ- બંને ટોચના નેતાઓ તેમનાથી અંતર રાખવા માંડે ત્યારે એ સ્થિતિમાં પક્ષ વિજયી થાય તો પણ યેદિયુરપ્પાને જ મુખ્યપ્રધાન બનાવવાનો આગ્રહ કોણ રાખે? ભાજપના ઇતિહાસમાં આ પહેલીવાર આવું બની રહ્યું નથી. આ પહેલાં પણ હિમાચલમાં મુખ્યપ્રધાનપદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ ચૂંટણી હારી જતા તેમને મુખ્યપ્રધાન બનાવાયા ન હતા. એ જ રીતે ઝારખંડમાં અર્જુન મુંડા મુખ્યપ્રધાનપદના ઉમેદવાર હતા, પરંતુ તેઓ પણ ચૂંટણી હારી ગયા અને રાજ્યની લગામ રઘુવરદાસને સોંપાઈ.
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »