તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Readers feed back

જયદીપ ગજેરા, સુરત

તમામ મનોરંજન ઈવેન્ટનો 'અવેન્જર્સ' 'બાપ રે, આટલા બધા સુપરહીરો એકસાથે એક જ ફિલ્મમાં...' વિગતો રોચક રહી. વાંચવી ગમી. 'અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર' ફિલ્મને લઈ તેની આશ્ચર્યજનક માહિતી વાંચી એવું લાગ્યું કે હાલના તમામ એન્ટર્ટેઈનમૅન્ટ ઈવેન્ટનો બદલો લઈ…

અશોક દેસાઈ, અમલસાડ

બાળકોની ગળથૂથીમાંથી વાર્તા ક્યાં ગઈ.. 'ગુજરાતી બાળસાહિત્યનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે'માં વિગતો અભ્યાસપૂર્ણ રહી. બાળકોને ગળથૂથીમાં જે 'જ્ઞાન' આપવાનું હતું તે અદ્રશ્ય બની ગયું. કુમળા માનસ પર મોબાઇલ-એપ્સ, કમ્પ્યૂટર જેવા ડિવાઇસિસે ભરડો લઈ લીધો…

શ્રેયા શ્રોફ, પાલનપુર

નવા વિચારોની લહેર... 'અભિયાન'માં 'ચર્નિંગ ઘાટ' નવી જનરેશન માટે વાંચવાનું ભાથું પીરસે છે. નવી સોચ અને નવા વિચારોની પ્રતીતિ થાય છે.

બિમલ દેસાઈ, સુરત

કાર્ટૂન્સ - સો વાતનું એક તીર... 'અભિયાન'માં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. સો વાતની એક વાત કરી તાતાતીર ઠોકે છે. સાંપ્રત ઘટનાઓનું દર્પણ બની રહે છે.

ઉષા ભટ્ટ, અમદાવાદ

સમાજજીવનના પ્રશ્નોને વાચા... 'ધરતીનો છેડો ઘર, તેને તરછોડવાનો અનુભવ સારો નથી'માં વિગતો ઉપયોગી બની રહી. 'અભિયાન' સમાજજીવનના પ્રશ્નોને વાચા આપી મહિલાઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.

ડો. મુકેશ વાઘેલા, સુરત

વિદ્યાર્થીઓને તબીબી જ્ઞાન... કચ્છના અંતરિયાળ વિસ્તારોની શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય અંગેનું તબીબી જ્ઞાન આપી નવી પેઢીને નિરામય આરોગ્ય મળી રહે તે દિશામાં થઈ રહેલાં કાર્યો આવકારદાયક છે. 'વિદ્યાર્થીઓના આરોગ્યના રક્ષક બન્યા ગાંધીધામનાં બાળકો'નો…

અશોક દેસાઈ, અમલસાડ

ચરખો આઝાદી સંગ્રામનું અહિંસક શસ્ત્ર... 'અભિયાન'માં ચરખા વિશેના બે લેખો મનનીય રહ્યા. સાબરમતીના સંતનું ચરખા દર્શન'માં દેશના કરોડો લોકોમાં નારાયણના દર્શન' અને 'ચરખાનાં ૧૦૦ વર્ષ'ની વિગતો રોચક રહી.

ખંજન અંતાણી, હૈદ્રાબાદ

હર ઘરમાં 'અભિયાન' 'અભિયાન'... અમને હજી યાદ છે કે ૧૯૮૫માં માતબર મૅગેઝિન સામે જે મધ્યાહ્નના સૂર્યની જેમ તપતાં હોય ત્યાં કેવી રીતે ટકશે અને ઊંચકાશે એ વિચારતા હતા... અને આજે જે-તે કારણોસર 'અભિયાન' એ મેદાનમાં આવવું પડ્યું તેને ડંકે કી ચોટ પે…
Translate »