હેમાલી મહેતા, નાસિક
શિલ્પ-સ્થાપત્યોમાં નગ્નતાનો છોછ નથી... 'અભિયાન'માં ન્યૂડ ચિત્રોની અભ્યાસપૂર્ણ અને વિગતે માહિતી જાણવા મળી. આપણા પ્રાચીન શિલ્પ-સ્થાપત્યોમાં સંપૂર્ણ નગ્નતા જોવા મળે છે, પરંતુ તેમાં કોઈને છોછ નથી. સહજ સ્વીકાર્ય બાબત રહી છે.
ચિરંતન દવે, અમદાવાદ
દેહાકૃતિમાં સ્ત્રીદેહનો આગ્રહ જ કેમ? 'અભિયાન' કવર સ્ટોરીના વિષયને લઈ ઘણા પ્રશ્નો થયા. આત્માની શોધનો આડંબર દેખાઈ આવે છે. દેહાભ્યાસમાં કલાકારોની પસંદ સ્ત્રીદેહ પર જ કેમ પડે છે? શું પુરુષનો દેહ આત્માની શોધમાં બાધારૃપ બને છે કે શું? કલાકારોના…
શ્રેયા શ્રોફ, પાલનપુર
'અફવા' સમાજજીવનનું કૅન્સર... 'અભિયાન' 'ચર્નિંગ ઘાટ' કોલમમાં સમાજને આંગળી ચીંધતી ઘટનાનું મનનીય ચિંતન વાંચવા મળે છે. 'અફવા ઃ વિશ્વનો સૌથી ઝેરી વાયુ છે'માં સમાજજીવનના કૅન્સરની જેમ વ્યાપી રહેલા મુદ્દાની ગંભીર ચર્ચા વાંચવા મળી. વિવેકશૂન્ય સમાજ…
વિરેન્દ્ર પંડ્યા, સુરત
વ્યક્તિપ્રશસ્તિઃ ત્રાજવે તુલવવા જેવી નથી... 'અભિયાન' ગુજરાતનાં લોકગીતોના ગાયકો પ્રત્યે સન્માન અને ગૌરવની લાગણી જરૃર થાય. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા કલાકારો ગુજરાતના લોક-સાહિત્યની ધરોહર ગણાય. વ્યક્તિપ્રશસ્તિમાં અન્ય કલાકારોને અન્યાયની…
જાનકી છેડા, હૈદરાબાદ
'અભિયાન' ઈ-એડિશન - ત્વરિત ઉપલબ્ધ 'અભિયાન'ની નેટ એડિશન ત્વરિત મળી જાય છે. વાંચવામાં સરળતા સાથે અને સંપૂર્ણ મેગેઝિનની સોફ્ટ કોપી કમ્પ્યુટર અને મોબાઇલમાં મળી રહે છે.
અશોક દેસાઈ, અમલસાડ
જરૃરિયાતની જનની - ઇનોવેશન સ્કૂલ... 'અભિયાન'ની કવર સ્ટોરી લાજવાબ રહી. વેકેશનમાં યૂથ જનરેશન નવા ઇનોવેશનમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે તેની વિસ્તૃત માહિતી વાંચવા મળી. ગુજરાતમાં આવી સમર સ્કૂલોનું નિર્માણ થવું જોઈએ. સમાજને ઉપયોગી થાય તેવા પ્રોજેક્ટ્સ…
જ્યોતિ કંસારા, સિદ્ધપુર
જીવનપ્રેરક અને ચિંતનાત્મક લેખો વાંચવા ગમે છે. પરિવાર માટે શિષ્ટ વાંચન 'અભિયાન' પીરસતું રહે છે. -
હિમાની ગાંધી, અમરોલી
વેકેશન - નો વેક્યુમ... 'અભિયાન'એ વેકેશનના સમયને કેવી રીતે વિતાવવો તેની સરસ માહિતી આપી. 'ભણતર'થી પણ વધુ ઉપયોગી 'ઘડતર' કરનારી પ્રવૃત્તિ લોકભોગ્ય બની રહે અને આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે આવકારદાયક બની રહેશે.
જયદીપ પઢિયાર, અમરેલી
હિમાંશુ રાય - ટિગર પર લાઇફ ટાર્ગેટ કરી...'પોલીસ ડિપાર્ટમેન્ટનો રશિદ ખોવાયો' લેખ વાંચી હૃદય દ્રવી ઊઠ્યું. એક દબંગ પોલીસ ઓફિસરે વાસ્તવમાં જિંદગીને પોતાના ટિગરથી લાઇફને ટાર્ગેટ કરી. એક જાંબાઝ પોલીસ ઓફિસરે કૅન્સરની બીમારીથી પીડાઈ જિંદગીનો અંત…
સુરેશ જરીવાલા, સુરત
સોફ્ટ એડિશન - ઓનલાઈન માટે ડેસ્કટોપ 'અભિયાન'એ તેના વાચકો માટે ઓનલાઇન સબસ્ક્રાઇબની સગવડ ઉપલબ્ધ કરી છે. નિયમિત રીતે 'અભિયાન'ની સોફ્ટ કોપી અમારા ડેસ્કટોપ પર મળી જાય છે.