તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Reader Feed Back

ચંદ્રશેખર દેશપાંડે, અમદાવાદ

રિયલ ઍડિક્શન - 'અભિયાન'ની કવર સ્ટોરી 'પબજી ગેમનું ડ્રગ્સ જેવું ઍડિક્શન'માં વિગતો અર્થસભર બની રહી. મોબાઇલ પર રમાતી આ ગેમ માનસિક બદલાવમાં ગંભીર પરિણામો આપી રહ્યાની હકીકતો જાણવા મળી. મોબાઇલ અને કમ્પ્યુટર પર રમાતી આ ગેમનું વળગણ એટલી હદે વધી…

અમરીષ વાઘેલા, અમરેલી

સાવજની સુરક્ષામાં લાપરવાહી... - એશિયાટિક લાયન માટે એકમાત્ર અભયારણ્ય ગુજરાતનું ગીર છે. ગીરમાં સિંહના સાગમટે થયેલાં મોતની વિગતો અકળાવનારી રહી. સિંહ દર્શન અને લાયન શૉનું થતું ગેરકાયદે આયોજન, અપૂરતો પેટ્રોલિંગ સ્ટાફ અને સિંહના મારણની અછત…

દશરથ પટેલ, અમદાવાદ

ગાંધી હૅરિટેજ - ડેવલપમેન્ટ વિથ પ્રાઈડ... - ગાંધીજીનાં સ્મારકોના રિડેવલપમેન્ટની કામગીરી રાજ્ય સરકાર કરી રહી છે તે સારી વાત છે, પરંતુ ગાંધીજી સાથે જોડાયેલાં મોટા ભાગનાં સ્મારકોમાં ગાંધીમૂલ્ય અને તેની ગરિમા સચવાતી નથી. ગાંધીજીના મૂળ…

વિભા છાયા, વડોદરા

ગ્લોબલ મીડિયમથી શિક્ષણ...!!! - સુરતમાં બાળકોને ગ્લોબલ મીડિયમથી શિક્ષણ આપવાની શરૃઆત થઈ છે. સારી વાત છે, પરંતુ બાળકનો ઉછેર અને તેના ઘરના વાતાવરણથી વિપરીત શિક્ષણ સરવાળે બાળકની મૌલિક બુદ્ધિ અને ચાતુર્યને વિકસિત નથી થવા દેતી. માતૃભાષામાં બાળક…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

ગાંધી સ્મારકોની અવદશા... - ગાંધી જયંતી વિશેષમાં 'અભિયાને' મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્યની લડત દરમિયાન જે સ્થળોએ આંદોલન કર્યા તે સ્થળ અને ત્યાંના સ્મારકોની માહિતી આપી. મોટા ભાગે ગાંધી સ્મારકો એક મૃતઃપ્રાય અવસ્થામાં છે. ગાંધીજી સાથે જોડાયેલાં આ…

 અનીશ વોરા, ભરૃચ

પબજી ગેમની બાળકો પર ખરાબ અસર - 'અભિયાને' પબજી ગેમ વિશે અભ્યાસપૂર્ણ અહેવાલ રજૂ કર્યો. ખાસ તો આ ગેમમાં  કોઈ પણ પ્રકારના કાયદા-કાનૂન હોતા નથી. બાળકોના મન આ ગેમ રમતી વખતે  'ટેન્ડન્સી ઑફ વાયોલન્સ' બની રહે છે જે ગંભીર બાબત છે. 'અભિયાને' પબજી…

હિના સાગર, કાંદિવલી

આપણે ખોરાક સાથે ઝેર ખાઈ રહ્યા છીએ?! - 'અમૃત સાથે વિષ ગ્રહણ કરીએ તો?' આજના જમાનામાં જે ખોરાક ખાઈએ છીએ તે ખરેખર પોષણક્ષમ છે કે ઝેરનો પર્યાય બની રહે છે. આ હકીકત પ્રમાણો સાથે વાંચવા મળી. આપણે જે પેકિંગ કરેલા ફ્રોઝન ફૂડનો ઉપયોગ કરીએ છીએ તે…

ડો. મુકેશ વાઘેલા, સુરત

ન્યૂડ બોડી લેંગ્વેજ - પરફેક્ટ હ્યુમન સાયન્સ... 'અભિયાને' છોછ ગણી અવગણતા બોલ્ડ સબ્જેક્ટની રજૂઆત કરી. સ્વસ્થ સમાજ માટે વસ્ત્રોની જરૃર છે તેમ વસ્ત્રો પાછળ શરીરમાં છુપાયેલા પરફેક્ટ હ્યુમન-સાયન્સને ન્યૂડ બોડી લેંગ્વેજના 'વિષય'ને ખૂબ જ સંયમિત…
Translate »