હેમા મુલાણી, ભાવનગર
'વિધવા મહિલાઓની પુનઃલગ્ન તરફની એક પહેલ...' - લેખ મનનીય રહ્યો-
જિતેન્દ્ર એમ. શાહ, એર્નાકુલમ, કેરળ
'અભિયાન' ક્યા બાત હૈ...'અભિયાન' મળી ગયું ક્યા બાત હૈ...
રમણભાઈ નાઇક, આઇલ્ફોર્ડ, યુકે
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે એરલાઇન્સની તકેદારી...'વિઝા-વિમર્શ' કોલમમાં વિદેશ જઈ રહેલા નવા પરણેલા યુગલની વાત હેરત પમાડી ગઈ. દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસનું સંક્રમણ થઈ ચૂક્યું છે. આવા સમયે વિદેશ જતા પ્રવાસીઓ માટે એરલાઇન્સ…
ચૌહાણ અમલબહેન, બિલાસપુર-છત્તીસગઢ
'અભિયાન' મેઇલ દ્વારા મળ્યું...'અભિયાન' - 'કોરોના સામેનો જંગઃ નિર્ણાયક તબક્કામાં....'ની કવરસ્ટોરીવાળો અંક મેઇલ દ્વારા મળ્યો. 'હૃદયકુંજ'નો 'કુદરતની નજીક રહો તો શું રોના કે શું કોરોના...' - લેખ મનનીય રહ્યો. આભાર.
ડૉ. કે.ટી. સોની, પોંડીચેરી
ડિજિટલ એડિશન વાંચવી ગમી....'અભિયાન'નો ડિજિટલ અંક મળ્યો. કમ્પ્યુટર પર 'અભિયાન' વાંચવું ગમ્યું. 'મિશન ગગનયાનઃ ભારતના અવકાશયાત્રીઓ રશિયામાં તાલીમ લઈ રહ્યા છે....' વિષયવાળો લેખ વાંચવો ગમ્યો.
સંગીતા દેસાઈ, ઓન્ટારિયો, કેનેડા
'અભિયાન' વહેલું મળી ગયું...'અભિયાન' અમને બાય-ઍર મળતું, પણ આ વખતે અમારા મેઇલ આઇડી પર અભિયાનની ડિજિટલ કોપી મળી. ભારતમાં 'કોરોના' વાઇરસને લઈ બધું બંધ થઈ ગયું છે. 'અભિયાને' સરસ ગોઠવણ કરી તે ગમી. નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 'અભિયાન' આ રીતે…
કેતન શાહ, નંદનમ્, ચેન્નાઈ
'અભિયાન' મળી ગયું...અમારા પરિવારમાં તમામ સભ્યોને વાંચનનો ઘણો શોખ. જ્યારે લૉકડાઉનની જાહેરાત જાણી ત્યારે સમય કેવી રીતે પસાર કરવો તે ચિંતા થઈ. તેવામાં 'અભિયાન'ની ડિજિટલ એડિશન મારા મેઇલમાં આવી. આનંદ થયો.
કાંતિલાલ ચાવડા, વ્યારા, દ.ગુજરાત
ફ્રી-ટુ-ઍરઃ વાચકની સગવડ સાચવી... 'અભિયાન'નું લવાજમ હાર્ડકોપી માટે ભર્યું હતું. હાર્ડકોપી નિયમિત મળતી. લૉકડાઉન જાહેર થયું ત્યારે ચિંતા હતી કે હવે 'અભિયાન' મળશે કે કેમ? - અને ટૂંક સમયમાં જ અમને ડિજિટલ કોપી મળી ગઈ.
કેયૂર પંચોલી, લોરેલ, યુએસ
ડિજિટલ એડિશન.... ભારતમાં લૉકડાઉન જાહેર થયું. 'અભિયાન'ને નિયમિત પ્રકાશિત કરી તેની ડિજિટલ કોપી અમને પહોંચતી કરી તે મળી. પરિવારના તમામ સભ્યોએ વારાફરતી ડેસ્કટોપમાં 'અભિયાન' વાંચી લૉકડાઉનના સમયનો સદુપયોગ કર્યો. સાથે આપની સૂચના વાંચી આનંદ થયો કે…
દેવાંગ ભટ્ટી, સુરેન્દ્રનગર
'કોરોના' સામેનો જંગ... ભૂતકાળમાં નજર નાંખીએ તો દેશ-દુનિયામાં એવા રોગચાળાએ ભરડો લીધો છે જેમાં લાખોની સંખ્યામાં લોકોનાં મોત થયાં છે. કોરોના વાઇરસની રસી શોધાઈ નથી, તેવા સમયે તેનું સંક્રમણ રોકવા લોકોએ જ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યના જાતે જ…