એક કુશળ રિપોર્ટર હોવાને કારણે જાગૃતિને એના પ્રત્યે અહોભાવ જાગે એ શક્ય હતું. જેમ એક વિદ્યાર્થીની એના ટીચરના પ્રેમમાં પડી જાય એમ જાગૃતિ પણ એના પ્રેમમાં પડી ગઈ હશે.
પોતે તૈમૂરના કહેવાથી પાર્ટીના ભૂતપૂર્વ ટ્રેઝરર સાથે મળીને એક હજાર સાતસો કરોડ રૃપિયાનો ગફલો કર્યો છે, એ બધા પૈસા જુદાં જુદાં બેન્ક એકાઉન્ટ તેમ જ સેફ ડિપોઝિટ લૉકરોમાં અને મોટા ભાગના પરદેશમાં ટ્રાન્સફર કર્યા છે.
આપ દુનિયાના સૌથી મોટા શહેરમાં આવ્યાં છો. કોઈ રણ કે જંગલમાં નથી આવ્યાં. પહેરવા માટેનાં કપડાં તમે જરૃરથી અહીંની ઑક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલ અનેક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ખરીદી શકો છો,