આશુતોષ ધ્રુવ, અમરેલી
સેવાની ધૂણી ધખાવનાર ઃ જીવરાજબાપુ... મહંત જીવરાજબાપુ બ્રહ્મલીન થયા. સેવાની ધૂણી ધખાવનાર સંતના અલખના ઓટલે કંઈ કેટલા જીવો શાતા પામ્યા છે. સતાધાર સ્થિત સૌરાષ્ટ્રની સંત પરંપરા અને આસ્થાના ઓટલેથી જીવરાજબાપુએ સવા બે સદીઓથી ચાલી આવતી આસ્થાને જીવંત…
રામકૃષ્ણ જોષી, ગોંડલ
દ્વારકા સાથે જોડાયેલો ગૂગળી બ્રાહ્મણોનો ઇતિહાસ... જન્માષ્ટમી પર્વને અતીતના સંભારણા સાથે જોડી 'અભિયાને' રોચક અને રસપ્રદ ઇતિહાસની માહિતી પીરસી. દ્વારકાધીશના મંદિર સાથે ગૂગળી બ્રાહ્મણોનો ઇતિહાસ જાણી આનંદ સાથે ગૌરવની લાગણી થઈ.
યતિન એચ. જૈન, ભરૃચ
જામીનાં કાર્ટૂન્સ દરેક વખતે મજા કરાવી જાય છે. દરેક કાર્ટૂન્સના ગર્ભિત-અર્થ મુદ્દાને સ્પષ્ટ વાચા આપી દે છે. -
ઉષા ભટ્ટ, અમદાવાદ
વૃંદાવનથી દ્વારકા ઃ પ્રેમ-કર્મનો પંથ... 'અભિયાન'ની કવર સ્ટોરીમાં શ્રીકૃષ્ણની વૃંદાવનની રાસલીલા અને કુરુક્ષેત્રમાં અર્જુનને આપેલા કર્મયોગની ભાવવાહી વિગતો વાંચવા મળી. શ્રી દ્વારકાધીશ મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી કથાઓ આનંદ પમાડનારી રહી. ભુજના…
વિશાલ જોષી, વલસાડ
અવનવા વિષયોની કવર સ્ટોરી... નિયમિત અવનવા વિષયોને લગતી કવર સ્ટોરી, વિષયને સ્પર્શતા તમામ પાસાં સાથે રજૂ થાય છે, વાંચવી ગમે છે.
દીપા બારોટ, નડિયાદ
મહિલા અને યુવાનો માટે ઉપયોગી માહિતી..... 'અભિયાન' નિયમિત રીતે અમારા પરિવારમાં વંચાય છે. મોટા પરિવારને નાતે દરેકની પસંદ અલગ-અલગ હોવા છતાં 'અભિયાન'માં દરેકની પસંદગીની માહિતી વાંચવા મળે છે. મહિલાઓ અને યુવાનો માટે ઇન્સ્પાયર્ડ- નોલેજ બેઝ અને…
યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ
શંકાની સોય 'હકીકત' પર અટકી... 'મચ્છુ સ્પેશિયલ'માં રવિ સાણંદિયાના રિપોર્ટમાં હકીકત વાસ્તવિકતાને ઉજાગર કરે છે. મચ્છુ ડેમ હોનારત ઓગણીસસો ઓગણએંશીમાં બનેલી હોનારત છે. તેમાં ભાજપના કાર્યકર ગુલામભાઈની સેવાકીય કામગીરીનો ઉલ્લેખ જણાવ્યો છે. મચ્છુ…
રમેશ પ્રજાપતિ, પાલનપુર
'રફી સાહબકી યાદેં... 'કોલકાતા કોલિંગ'માં મહમદ રફીના ગીતોને લઈ કોલકાતાના મનિરૃદ્દીન પાનવાળાની વિગતો હટકે રહી. રફી સા'બકી યાદેં દિલકો છૂ ગઈ.
જયદીપ લિંબાચિયા, ભાવનગર
સદ્ગતને અંજલિ ઃ વૃક્ષના રોપા ભેટ આપ્યા...જાણીતા બાળસાહિત્યકાર કુસુમબહેન ભૂપેન્દ્રભાઈ દવેનું નિધન થતાં તેમની શોકસભામાં પરિવારજનોએ વૃક્ષના રોપા ભેટ આપી એક આવકારદાયક ઉદાહરણ સમાજને આપ્યું. નવી પહેલ બદલ વંદન.
જયેન્દ્ર વાઘેલા, વિસનગર
ઇમિગ્રેશન માટેની સ્પષ્ટ સલાહ... 'વિઝા-વિમર્શ' વિઝા અને ઇમિગ્રેશન માટેની લેટેસ્ટ માહિતી જાણવા મળે છે. ઇમિગ્રેશન ઍપ્લિકેશનમાં ભરવાની વિગતોની સ્પષ્ટતાની સરળ અને સાદી ભાષામાં થયેલી રજૂઆત ઉપયોગી બની રહે છે. સાથે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વિઝા…