દેવાંગ ભટ્ટી, સુરેન્દ્રનગર
'કોરોના' સામેનો જંગ... ભૂતકાળમાં નજર નાંખીએ તો દેશ-દુનિયામાં એવા રોગચાળાએ ભરડો લીધો છે જેમાં લાખોની સંખ્યામાં લોકોનાં મોત થયાં છે. કોરોના વાઇરસની રસી શોધાઈ નથી, તેવા સમયે તેનું સંક્રમણ રોકવા લોકોએ જ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યના જાતે જ…
ઉષા ભટ્ટ, અમદાવાદ
નાગરિકોની બેજવાબદારી સામે પ્રશ્ન... કોરોના વાઇરસ સંક્રમિત રોગની અસર ઓછી કરવા એક માત્ર ઉપાય તેનો ફેલાવો અટકાવવો એ જ છે. આ પરિસ્થિતિમાં દરેક લોકોએ સાવચેતી રાખવી જરૃરી છે.
મૃદુલા શેઠ, મેંગલોર, કર્ણાટક
કોરોના સામેનો જંગ... 'અભિયાન'નો ડિજિટલ ઇશ્યુ મળ્યો. વાંચી આનંદ થયો. હાલના સમયના સંક્રમિત વાઇરસ વિષય પર વિગતે માહિતી આપી. આ સમયે સરકારની સાથે નાગરિકોએ પણ સહયોગ આપવો રહ્યો. આ પરિસ્થિતિમાં આર્થિક બાબતે સહુને ભોગવવાનું તો આવશે જ. ધીરજ જ તેનો એક…
હિરલ સોલંકી, પાલનપુર
યુએસએમાં પબ્લિક ચાર્જનો ખુલાસો.. વિઝા અને ઇમિગ્રેશનની માટેની વિગતોની લેટેસ્ટ માહિતી 'અભિયાન'માં મળતી રહે છે. પબ્લિક ચાર્જ અંગે છેલ્લું અપડેટ જાણી અને તેના અર્થઘટનની મુદ્દાસરની માહિતી મળી રહી. અમેરિકામાં વસવાટ કે ભણતર માટે આવનારાઓ અમેરિકન…
જયંતી ભરવાડ, પોરબંદર
ધર્મના પાલન માટેનો ગીતાબોધ... શ્રીકૃષ્ણ જન્મોત્સવનો અનેરો આનંદ 'અભિયાને' ઉપલબ્ધ કરાવ્યો. શ્રીકૃષ્ણે ગીતાજ્ઞાન સખા અર્જુનને આપ્યું. અતિ વિકટ પ્રસંગોમાં પોતાના ધર્મનું પાલન કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી જાણવા મળી.
મિત્તલ આહિર, જૂનાગઢ
વાઇલ્ડ લાઇફ અને ફોરેસ્ટ્રી ઃ રોજગારની ઊભરતી ક્ષિતિજ... રોજગારીની નિતનવી દિશાઓ યૂથ જનરેશન માટે ખૂલતી રહે છે. 'અભિયાન' તદ્દન નવા જ ક્ષેત્રોમાં રોજગારીની તકો કેવી અને કેટલી ઉપલબ્ધ બની રહે છે અને તેના માટે સ્કિલ્ડ ડેવલપ કરવાની મુદ્દાસરની…
પ્રો. અશોક ચૌધરી, મહેસાણા
સંસ્કારોનું સિંચન... 'અભિયાન' દ્વારા સંસ્કારોનું સિંચન થાય છે. ધર્મ અને આસ્થાના લેખોની સુંદર રીતે રજૂઆત થાય છે. આપણી વૈદિક સંસ્કૃતિ અને પૌરાણિક કથાની સરવાણી નિયમિત રીતે વાંચવા મળે છે. ચિંતનાત્મક લેખો અને સ્પેશિયલ આર્ટિકલ આપણી સંસ્કૃતિને…
વીર જાડેજા, ગીરગઢડા
શ્રીકૃષ્ણની યુદ્ધનીતિ... શ્રીકૃષ્ણની યુદ્ધનીતિ અજોડ રહી. મહારથીઓને સામ-દામ-દંડ-ભેદથી મા'ત કરી દીધા. શ્રીકૃષ્ણના જીવન-ચરિત્ર વાંચી આનંદ થયો.
કંદર્પ નાગર, દેવભૂમિ દ્વારકા
જય દ્વારકાધીશ... ભગવાન દ્વારકાધીશનો મહિમા અને તેમની લીલાઓ વાંચવી ગમી. જય દ્વારકાધીશ.
રેખા માંકડ, રાજકોટ
ભુજનું દ્વારકાધીશનું મંદિર... ભુજ ખાતે આવેલું ભગવાન દ્વારકાધીશના મંદિરની વિગતો હટકે રહી. સાડાચાર સદીઓથી કૃષ્ણભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહેલા દ્વારકાધીશ મંદિરના જીર્ણોદ્ધાર અને ભગવાનની મૂર્તિના શણગારની વિગતો હૃદયસ્પર્શી રહી. ભગવાન…