તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

રાજશ્રી જયસ્વાલ, સુરત

આંતરજ્ઞાતીય લગ્નોની હકીકત... 'અભિયાન'ની કવર સ્ટોરી 'વેલેન્ટાઇનની વસંતમાં આંતરજ્ઞાતીય લગ્નોની વ્યથા-કથા...' સમયોચિત રહી. વેલેન્ટાઇન ડે બે  પ્રેમીઓને જોડતું સેલિબ્રેશન ફેસ્ટિવલ ભલે હોય, પરંતુ બે ઘણા કિસ્સામાં કપલમાંનાં બંને પાત્રોનાં…

અશોક દેસાઈ, અમલસાડ

આઝાદીનાં પુણ્યતીર્થોનો કાયાકલ્પ... દેશની આઝાદીના સંગ્રામને લઈ રાજ્યની ઘણી એવી ઇમારતો વિષે નવી પેઢી જાણતી થાય તે ઉદ્દેશથી તેનો કાયાકલ્પ થવો એ આવકારદાયક છે. આપણા સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસથી નવી પેઢી અવગત થાય તે જરૃરી છે. આપણા…

કેતન મહેતા, અમદાવાદ

ધર્મનો વિસ્તારવાદ ઃ સભ્ય સમાજનું કલંક... 'અભિયાન'માં 'અહીં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે'માં વિગતો વાંચી. ધર્મના વિસ્તારવાદની વરવી હકીકતો જાણવા મળી. ગરીબ આદિવાસી સમુદાયમાં ધર્માંતરણ પ્રવૃત્તિ શરૃથી જોવા મળતી રહે છે. હવે ગરીબ…

ડો. પ્રશાંત મુકદમ, અમદાવાદ

ધર્માંતરણ ઃ આરક્ષણ નીતિ સામે પડકાર... ખ્રિસ્તી મિશનરીની કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ 'અભિયાને' આપ્યો. આદિવાસીઓ તેમની સરનેમ નથી બદલતા અને આરક્ષણના લાભો મેળવતા રહે છે, જે આરક્ષણ નીતિ સામે ખતરો છે.

ડો. મિલિંદ આણેરાવ, વડોદરા

'વેલેન્ટાઇન' ક્રેઝ.!! 'યુવાનોમાં ફેવરિટ છે ફેબ્રુઆરી' લેખમાં વેલેન્ટાઇન ડેની વિગતો જાણી.  તેમાં હકીકત કંઈ ઓર જ છે. ખરેખર પશ્ચિમના દેશોના યુવાનોમાં આ પ્રકારનો ક્રેઝ હવે નથી. વેસ્ટર્ન યૂથ તેમનો સમય આવા સેલિબ્રેશનમાં બગાડતો નથી. અથાક પરિશ્રમથી…

જિજ્ઞા શ્રોફ, પાલનપુર

મહિલાઓ વેલેન્ટાઇન ડેની કરી રહી છે હટકે ઉજવણી... 'વિમેન્સ વેલેન્ટાઇન - ડે ઃ મજા, મસ્તી અને આનંદ...'માં વેલેન્ટાઇન ડેની ઉજવણીનું નવું જ સ્વરૃપ જોવા મળ્યું. વેલેન્ટાઇન ડેની જાણે કે વ્યાખ્યા જ બદલી નાંખી હોય તેવી પ્રવૃત્તિઓ સાથે મહિલાઓ પરિવાર…

ડૉ. મિલાપ ભાવસાર, અમદાવાદ

યુનિવર્સિટીએ ચલાવ્યું સ્ટિંગ ઑપરેશન...  'વિદ્યાર્થી વિઝાનું મૃગજળ'માં વિગતો આંખ ખોલનારી રહી. અમેરિકા જેવો દેશ ત્યાંની સિક્યૉરિટી એજન્સી સાથે નકલી યુનિવર્સિટી ખોલી તેના દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ થતા વિદ્યાર્થીઓને પકડવા માટેનું તંત્ર ગોઠવે તે…

નિલેશ સોનવણે, વડોદરા

પરિવારમાં 'પિતા'નું મહત્ત્વ..! 'ચર્નિંગ ઘાટ' કોલમમાં 'પિતાએ શું કરવાનું બાકી નથી રહેતું?...' લેખ વાંચી આનંદ થયો. પૌરાણિક અને આધુનિકતાના સમન્વય સાથે પરિવારમાં 'પિતા'ના પાત્રની પ્રસ્તુતિ મનનીય રહી. પૌરાણિક કથાઓની વિગતો રોચક રહી.

હિતેશ બ્રહ્મભટ્ટ, નડિયાદ

પાકિસ્તાનની વરવી વાસ્તવિકતા... 'ઇમરાન પાસે ભીખ માગવા સિવાય કોઈ વિકલ્પ નથી'માં પાકિસ્તાનની વરવી વાસ્તવિકતા જોવા મળી. દેશમાં આર્થિક સંકટ હોય, જેહાદી તત્ત્વો શાસક પર હાવી હોય અને લશ્કર પ્રશાસનને દબોચી પોતાની મનમાની કરી રહ્યું હોય તેવા…
Translate »