તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

મયંક દેસાઈ, સુરત

રંગભૂમિની વાતઃ રજૂઆત નવરંગભરી... 'અભિયાન'માં 'રંગભૂમિ પર રંગોની અદાકારી' વિષયની કવર સ્ટોરી પરની  રોચક માહિતી જાણવા મળી. 'અભિયાન' કવર સ્ટોરીના વિષયોમાં વિવિધતા લાવે  છે. મલ્ટિપ્લેક્સ સિનેમાવાળી યૂથ જનરેશનમાં રંગભૂમિની વાત રજૂ કરવી આમેય કાઠી…

જિગર સોની, સુરત

રંગોની પ્રસ્તુતિ વગર અભિનય અધૂરો છે... 'રંગભૂમિની વાત ઃ રંગોની અદાકારી' વિષય પર રંગોની પ્રસ્તુતિને લઈ 'અભિયાન'માં તેની મહત્તા વિશે રસપ્રદ વિગતો જાણી. અભિનય  કરતી વખતે કલાકાર પાત્રોના કૉસ્ચ્યુમના રંગો, સ્ટેજસજ્જાના રંગોની પસંદગી અને…

બિજલ દેસાઈ, આણંદ

વિદેશોમાં હોળી-ધુળેટીનો ઉત્સવ... ભારતીયો જ્યાં પણ વસ્યા છે ત્યાં પોતાની સંસ્કૃતિ અને ઉત્સવોને જીવંત કર્યા છે. 'અમેરિકામાં હોળી મચાવે ધૂમ'ની વિગતો વાંચી આનંદ થયો. વિદેશની ધરતી પર ભારતીય તહેવારોની ઉજવણી આટલી મોટી સંખ્યામાં થાય એ ગૌરવની વાત…

નૈષધ પટેલ, ભરૃચ

મૃત્યુ સ્વભાવિક છે અને જીવન આશ્ચર્ય છે.. 'પંચામૃત'માં જીવનની શીખ વાંચવા મળે છે. જિંદગી જીવવાના પાઠ કોઈ કૉલેજ કે શાળામાં  ભણાવાતા નથી. જિંદગીની સાચી શિક્ષા ચિંતન-મનન-અભ્યાસથી જ મળે છે. 'પંચામૃત' એવી કોલમ છે તેમાં જિંદગી જીવવાની જડીબુટ્ટી મળી…

અમરીષ જાદવ, રાજકોટ

હોળીના રંગ, હાસ્ય કવિતાને સંગ... 'અભિયાન'માં રંગોત્સવની ઉજવણીમાં રંગોને કવિતામાં રજૂ કરી ગમતાંનો ગુલાલ કરી દીધો. 'લગન કરી લે યાર....' કાવ્ય મજેદાર રહ્યું. હોળીના રંગોની સાથે કવિઓની રસપ્રદ રચનાઓને માણી.

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

કોંગ્રેસનું સંગઠનઃ ઘણા પિનહૉલ્સ છે... 'સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું સંગઠન નબળું કેમ છે?'માં વિગતો વાંચી. છેલ્લા બે દાયકામાં કોંગ્રેસના કલ્ચરમાં કાર્યકર એટલા નેતા   જેવી પરિસ્થિતિ જોવા મળી. 'હું રાણી, તું રાણી, તો કોણ ભરશે પાણી' જેવો ઘાટ થયો છે.…

ચિરંતન દવે, અમદાવાદ

નહેરુજીને બે હાથ જોડવા જ પડે... ભારત આઝાદ થયાની સાથે સમયાંતરે યોજાતી ચૂંટણીની રસપ્રદ માહિતીનો આનંદ માણ્યો. લોકશાહીમાં ચૂંટણી પ્રચાર માટે તત્કાલીન વડાપ્રધાન જવાહલાલ નહેરુ સાથે જોડાયેલી રોચક વિગતો હટકે રહી. સાત દાયકા પહેલાંનો ચૂંટણીનો માહોલ,…

કિંજલ વઘાસિયા, જૂનાગઢ

ફોર્ટી પ્લસનો આનંદ... 'એન્જોય એટ ફોર્ટી પ્લસઃ ઊર્જાનો નવો રંગ' વિગતો જાણી આનંદ થયો. પ્લસ ફોર્ટીની વય એવી વય છે જેમાં મહિલાઓમાં શરીરની મર્યાદા સામે જીવનનો રંગ ફિક્કો પડતો જાય છે. તે સમયગાળાને આનંદ ઉમંગ અને ઉલ્લાસના રંગોથી ભરી દઈ જિંદગીનો…

મીરાં દેસાઈ, વડોદરા

જામીનાં કાર્ટૂન્સ રંગ જમાવે છે... જામીનાં કાર્ટૂન્સ લાજવાબ હોય છે. ધર્મ, જાતિ, સંપ્રદાય કે રાજકારણીઓની અને અત્યારે ચૂંટણીનો ગરમાવો દેશ આખામાં ચાલતો હોય તેવે સમયે આ તમામ ઘટનાઓની ફરતે બનતા સમાચારોમાંથી સેન્સ ઓફ હ્યુમર જેવું એલિમેન્ટ તારવી…
Translate »