તમારા માટે, તમારી સાથે, સતત…

દાક્તર – દેવ કે દાનવ

'ભાભીને ડાયેટિંગ કરવું હોય…

અત્યારે તો એક બહેને કસ્ટમર કૅરમાં ફોન કર્યો કે મારું ઇન્ટરનેટ એક કલાકથી બંધ છે

રાશી ભવિષ્યઃ તા. 22-04-2018 થી તા. 28-04-2018

મેષ : આ સપ્તાહની શરૂઆત આપને અંગત અને પ્રોફેશનલ મોરચે કામકાજમાં સફળતાનો અહેસાસ કરાવનારી રહેશે. સપ્તાહના પહેલા દિવસે આપ અંગત જીવનમાં ખુશીનો અનુભવ કરશો. નવા મિત્રો બનશે તેમજ જુના મિત્રો સાથે ઘનિષ્ઠતા વધશે. તા. 23 અને 24 દરમિયાન દિવસ મધ્યમ…

ઉન્નતિ સોલંકી, અમદાવાદ

પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની કલ્પના...'અભિયાન'ના 'ચર્નિંગ ઘાટ' કોલમના લેખક ગૌરાંગ અમીનના લેખો વાંચવા ગમે છે. ખૂબ જ બોલ્ડનેસ સાથે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની કલ્પના જ પુરુષને 'બિચારો'  બનવામાં મજબૂર થઈ ગયો. 'એથ્લિટિક વિલ બી ન્યૂ બ્યુટીફુલ…

શેખર દૅશપાંડે, અમદાવાદ

ગુજ્જુ ખેલાડીઓને વિદેશી કોચની ટ્રેનિંગ... રાજ્યમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે અને યુવાનો શરીરના સર્વાંગી વિકાસ માટે કેળવાય તેવી રમતોને રાજ્ય સરકારનું પગલું આવકારદાયક રહેશે. ફૂટબોલના કોચિંગ માટેના વિદેશી મહિલાની નિમણૂક  ગુજરાતી ખેલાડીઓને…

હેમાંગિની દેરાસરી, સુરત

'હસતાં રહેજો રાજ'... હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીના હાસ્ય લેખો વાંચવા ગમે છે. ગામગપાટા સાથે માર્મિક હાસ્યરસની મઝા માણીએ છીએ...

સ્મિતા વ્યાસ, વડોદરા

'રાઈટ ઍન્ગલ' યુવા લેખિકાની નોવેલ... 'અભિયાન'માં યુવા લેખિકા કામિની સંઘવીની નવી નવલકથા 'રાઈટ ઍન્ગલ' શરૃ થઈ. તેનું પહેલું પ્રકરણ વાંચી આનંદ થયો. વાચકને જકડી રાખે તેવું કન્ટેન્ટ્સ, કથાબીજ અને ઘટનાઓનું રોચક વર્ણન નોંધપાત્ર રહ્યું. ઓલ ધ બેસ્ટ...

હિમાની ગાંધી, અમરોલી

મહિલાને ઉપયોગી માહિતી... ફેમિલી ઝોનમાં રજૂ થતી માહિતી મહિલાઓને ઉપયોગી બની રહે છે. 'માતાના ગર્ભમાં બાળકનું ભ્રૂણ ફરતું રહે તો તેના સાંધા મજબૂત બને'માં ઘણી રોચક માહિતી જાણવા મળી.

શ્રેયા શ્રોફ, પાલનપુર

પ્રાણીપ્રેમી રૃબિન ડેવિડ... અમદાવાદના પ્રાણીસંગ્રહાલયના પ્રણેતા રૃબિન ડેવિડના જીવન-ઝરમર  'અભિયાન'માં વાંચી આનંદ થયો. પ્રાણી પ્રત્યેનો આવો નાતો અકલ્પનીય બની રહે. રૃબિન ડેવિડે જીવન પર્યંત પશુ-પંખીઓની સેવા કરી તે નોંધનીય છે.
Translate »