તમારા માટે, તમારી સાથે, સતત…

શ્રેયા શ્રોફ, પાલનપુર

ગણેશજીની રોચક વૈશ્વિક વંદના... - 'ગણેશનું અથથી ઇતિ'માં શ્રી ગણેશજી વિશેની રોચક માહિતી જાણવા મળી. ભારત સિવાય દુનિયાના અન્ય દેશોમાં શ્રીગણેશજીની થતી પૂજા-અર્ચનાની અદ્ભુત વિગતો વાંચી અચરજ થયું. પુરાણોના અને વૈદિક અનુસંધાનમાં શ્રી ગણેશજીની…

ડૉ.દેવધર યાજ્ઞિક, વેરાવળ

કુપોષણનો કારગર અને નિર્દોષ ઉપાય... - 'અભિયાન'ની કવર સ્ટોરી 'કુપોષણ નાબૂદી માટે રામબાણ વનસ્પતિ ઃ સરગવો'માં અભ્યાસપૂર્ણ વિગતો જાણવા મળી. સરગવો એક એવી વનસ્પતિ છે જેના ઉપયોગ દ્વારા શરીરને સ્વસ્થ રાખવા માટેનાં તમામ પોષકતત્ત્વો મળી રહે છે અને…

ડો. મુકેશ વાઘેલા, સુરત

યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સંભારણાં... - 'અભિયાન'ની કવર સ્ટોરીએ અતીતનાં સંભારણાંને જીવંત કર્યા. શિકાગોમાં સ્વામી વિવેકાનંદજીએ વિશ્વ ધર્મ પરિષદમાં આપેલાં પ્રવચનોની માહિતી અને વિવેકાનંદજીના અનુભવોની વિગતો પીરસી. હિન્દુ સનાતન ધર્મની વિશ્વસ્તરે…

મેહુલ અધિકારી, શિકાગો

આજે પણ તે શબ્દો જીવનને ઝંકૃત કરે છે.. - 'અભિયાને' સ્વામી વિવેકાનંદજીનાં પ્રવચનો સાથે સંકળાયેલા ઇતિહાસને તાજો કર્યો. સ્વામીજીએ ભારતનું પ્રતિનિધિત્વ કરી સર્વ ધર્મ સમભાવની ભારતીય હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખી તે આપણા માટે ગૌરવપ્રદ ઘટના બની…

વિનાયક દેશમુખ, નાસિક

ધાર્મિક કટ્ટરવાદના વિરોધી... - 'અભિયાને' સ્વામી વિવેકાનંદજીના જીવનનાં એવાં પાસાંઓની છણાવટ કરી જે આજની યુવા પેઢી કદાચ તેનાથી વંચિત રહી હોય. સ્વામીજી સનાતન ધર્મવાદથી પ્રેરિત અન્ય ધર્મોના આદરની અપેક્ષા ધરાવતા, પરંતુ ધાર્મિક કટ્ટરવાદની અવગણના…

ડો. મુકેશ મહેતા, જૂનાગઢ

'અભિયાન' ઇઝી ટુ રીડ ઓન ડેસ્કટોપ... - 'અભિયાન'નું ઓનલાઇન સબસ્ક્રિપ્શન ભર્યા બાદ નિયમિત 'અભિયાન' મળતું રહે છે. વિવિધ વિષયો સાથેના લેખો વાંચવા મળતા રહે છે. વાંચવાનો આનંદ રહે છે.

ઘનશ્યામ એચ. ભરૃચા, મુંબઈ

વિશ્વમાં વિવેકાનંદનાં પ્રવચનો અજોડ... - 'અભિયાને' દિગ્વિજયી પ્રવચનોનાં સવાસો વર્ષની ઉજવણી નિમિત્તે સ્વામી વિવેકાનંદજીનાં કાર્યોનાં વિવિધ પાસાંઓનો ઉલ્લેખ કરી તેમનાં સંસ્મરણો તાજા કર્યાં. વિદેશમાં ખાસ કરીને શિકાગોમાં યુવાનોનું દિલ જીતનાર…

વિભૂતિ નાગર, સિદ્ધપુર

ગોલ્ડન ગર્લ સરિતા - કોન્ગ્રેચ્યુલેશન... - ગુજરાતના ડાંગ જિલ્લાના કરાડી આબા ગામની સરિતાએ વિશ્વસ્તરે દેશનું નામ ઉજ્જવળ કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. એશિયાડ ગેઇમ્સની રીલે દોડમાં બેસ્ટ પરફોર્મન્સ સાથે ગોલ્ડ મેડલ જીત્યો તે બદલ અભિનંદન. સરિતાની…
Translate »