તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Reader Feed Back

જયંતી ભરવાડ, પોરબંદર

ધર્મના પાલન માટેનો ગીતાબોધ... શ્રીકૃષ્ણ જન્મોત્સવનો અનેરો આનંદ 'અભિયાને' ઉપલબ્ધ કરાવ્યો. શ્રીકૃષ્ણે ગીતાજ્ઞાન સખા અર્જુનને આપ્યું. અતિ વિકટ પ્રસંગોમાં પોતાના ધર્મનું પાલન કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી જાણવા મળી.

મિત્તલ આહિર, જૂનાગઢ

વાઇલ્ડ લાઇફ અને ફોરેસ્ટ્રી ઃ રોજગારની  ઊભરતી ક્ષિતિજ... રોજગારીની નિતનવી દિશાઓ યૂથ જનરેશન માટે ખૂલતી રહે છે. 'અભિયાન'  તદ્દન નવા જ ક્ષેત્રોમાં રોજગારીની તકો કેવી અને કેટલી ઉપલબ્ધ બની રહે છે અને તેના  માટે સ્કિલ્ડ ડેવલપ કરવાની મુદ્દાસરની…

પ્રો. અશોક ચૌધરી, મહેસાણા

સંસ્કારોનું સિંચન... 'અભિયાન' દ્વારા સંસ્કારોનું સિંચન થાય છે. ધર્મ અને આસ્થાના લેખોની સુંદર રીતે  રજૂઆત થાય છે. આપણી વૈદિક સંસ્કૃતિ અને પૌરાણિક કથાની સરવાણી નિયમિત રીતે વાંચવા મળે છે. ચિંતનાત્મક લેખો અને સ્પેશિયલ આર્ટિકલ આપણી સંસ્કૃતિને…

વીર જાડેજા, ગીરગઢડા

શ્રીકૃષ્ણની યુદ્ધનીતિ... શ્રીકૃષ્ણની યુદ્ધનીતિ અજોડ રહી. મહારથીઓને સામ-દામ-દંડ-ભેદથી મા'ત કરી દીધા. શ્રીકૃષ્ણના જીવન-ચરિત્ર વાંચી આનંદ થયો.

રેખા માંકડ, રાજકોટ

ભુજનું દ્વારકાધીશનું મંદિર... ભુજ ખાતે આવેલું ભગવાન દ્વારકાધીશના મંદિરની વિગતો હટકે રહી. સાડાચાર સદીઓથી કૃષ્ણભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહેલા દ્વારકાધીશ મંદિરના જીર્ણોદ્ધાર અને ભગવાનની મૂર્તિના શણગારની વિગતો હૃદયસ્પર્શી રહી. ભગવાન…

આશુતોષ ધ્રુવ, અમરેલી

સેવાની ધૂણી ધખાવનાર ઃ જીવરાજબાપુ... મહંત જીવરાજબાપુ બ્રહ્મલીન થયા. સેવાની ધૂણી ધખાવનાર સંતના અલખના ઓટલે કંઈ કેટલા જીવો શાતા પામ્યા છે. સતાધાર સ્થિત સૌરાષ્ટ્રની સંત પરંપરા અને આસ્થાના ઓટલેથી જીવરાજબાપુએ સવા બે સદીઓથી ચાલી આવતી આસ્થાને જીવંત…

રામકૃષ્ણ જોષી, ગોંડલ

દ્વારકા સાથે જોડાયેલો ગૂગળી બ્રાહ્મણોનો ઇતિહાસ... જન્માષ્ટમી પર્વને અતીતના સંભારણા સાથે જોડી 'અભિયાને' રોચક અને રસપ્રદ ઇતિહાસની માહિતી પીરસી. દ્વારકાધીશના મંદિર સાથે ગૂગળી બ્રાહ્મણોનો ઇતિહાસ જાણી આનંદ સાથે ગૌરવની લાગણી થઈ.

યતિન એચ. જૈન, ભરૃચ

જામીનાં કાર્ટૂન્સ દરેક વખતે મજા કરાવી જાય છે. દરેક કાર્ટૂન્સના ગર્ભિત-અર્થ મુદ્દાને સ્પષ્ટ વાચા આપી દે છે. -

ઉષા ભટ્ટ, અમદાવાદ

વૃંદાવનથી દ્વારકા ઃ પ્રેમ-કર્મનો પંથ... 'અભિયાન'ની કવર સ્ટોરીમાં શ્રીકૃષ્ણની વૃંદાવનની રાસલીલા અને કુરુક્ષેત્રમાં અર્જુનને આપેલા કર્મયોગની ભાવવાહી વિગતો વાંચવા મળી. શ્રી દ્વારકાધીશ મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી કથાઓ આનંદ પમાડનારી રહી. ભુજના…
Translate »