- યુવા – હેતલ રાવ
ગત વર્ષ વીતી ગયંુ અને નવા વર્ષે દસ્તક મારી છે. જૂના વર્ષને વિદાય આપતા નવા વર્ષમાં ન્યૂ ટ્રેન્ડ, ન્યૂ મસ્તી અને ખુશીઓના ખજાના માટે જુદા-જુદા વેનું લિસ્ટ લખી રાખ્યું છે. આમ તો દર વર્ષે થાય છે, પણ આ વર્ષે યુવાનોએ નવો ટ્રેન્ડ અપનાવ્યો છે, મહિલાઓ અને સિનિયર સિટીઝનની મદદ માટેનો.
દેશમાં રોજબરોજ એવા સમાચારો સાંભળવા મળે છે, જે સાંભળીને કે વાંચીને આપણે ઘટનાની નિંદા કરીએ છીએ. એમ પણ કહી શકાય કે આવા ન્યૂઝના કારણે વગર કારણની ચર્ચાઓમાં રસ લેતા લોકોનો દિવસ પસાર થાય છે. રેપના કેસ વાંચીને પોલીસ તંત્ર પર અને સિનિયર સિટીઝન સાથે થતા અણબનાવો સાંભળીને સમાજ પર રોષ ઉતાર્યા સિવાય આવા પંચાતિયાઓ પાસે બીજું કોઈ કામ નથી હોતું. પરંતુ એવા યુવાનો છે જે સમાજ માટે બહેન-દીકરીઓ માટે અને વડીલો માટે વિચારે છે. એમ પણ કહી શકો કે નવા વર્ષમાં યુવાનોનો નવો ફંડા છે.
થોડા સમય પહેલાં જ એક યુવતીનો રેપ થાય છે અને તેને સળગાવી દેવામાં આવે છે. આ ન્યૂઝ પાણીવેગે સમગ્ર દેશમાં ફેલાય છે, આરોપીને મારી નાંખોની બૂમો ચારેકોર સાંભળવા મળે છે. પાછળથી આરોપી પકડાય છે અને તેમનું એન્કાઉન્ટર કરવામાં આવે છે. રાતોરાત પોલીસતંત્ર હીરો બની જાય છે. થોડા દિવસ પછી સમગ્ર ઘટના ભુલાઈ જાય છે અને રેપનો સિલસિલો યથાવત રહે છે. ત્યારે વડોદરાના જિગર બારોટે એક નાની કહેવાય, પરંતુ મુહિમની શરૃઆત કરી. પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મુકી કે કોઈ પણ મહિલા કે વડીલને મુશ્કેલી સમયે મારી જરૃર હોય તો ચોવીસે ક્લાક મારો ફોન ચાલુ છે. મારો સંપર્ક કરી શકો છો. હું બને એટલી જલ્દી મદદે પહોંચીશ. છ ડિસેમ્બરની આ પોસ્ટ પર ઘણી બધી કોમેન્ટ અને લાઇક આવી. એટલું જ નહીં, પરંતુ યુવાનોએ આગળ આવી બહેન, દીકરી, મહિલાઓ અને વડીલોની મદદ માટે પહેલ કરી. જિગર બારોટ કહે છે, ‘મારાથી બનતી મદદ હું કરીશ. સમાજમાંથી બદી દૂર કરવા પ્રયત્ન આપણે જ કરવો પડશે. મારા આ કામને મારા ગ્રુપમાં પણ સ્વીકરવામાં આવ્યો છે. ધીમે-ધીમે દરેક યુવાન હેલ્પફુલ બનશે તો ચોક્કસથી દેશમાં બનતી અઘટીત ઘટના બંધ થશે. આપણાથી બનતા પ્રસાય કરી પહેલ કરવાની જરૃર છે. મે આવી જ પહેલ કરી છે.” વાત માત્ર મદદ કરવાની નથી. પરંતુ યુવાનોની વિચારધારાની પણ છે. જે ચોક્કસથી સકારાત્મક સુર્યોદય બની રહેશે.
———————————-