હેલ્થકૅર એન્જિનિયરિંગ તેજસ્વી કારકિર્દી

હેલ્થકૅર એન્જિનિયરિંગ માટે એન્જિનિયરિંગ સિદ્ધાંતોનું જ્ઞાન હોવંુ જરૃરી છે

નવી ક્ષિતિજ – હેતલ રાવ

વિશ્વભરમાંથી લોકો ભારતમાં તબીબી સારવાર માટે આવે છે, કારણ કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં તબીબી સારવારનો ખર્ચ ઓછો થાય છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સની માગમાં વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે હેલ્થકૅર એન્જિનિયરિંગ અભ્યાસક્રમ કારકિર્દી માટે નવો વિકલ્પ છે.

તમને જાહેર આરોગ્ય સાથે જોડાયેલા પડકારોમાં રસ છે તો હેલ્થકૅર એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવાનો આ યોગ્ય સમય છે. સંશોધક આજે પણ સંબંધિત સમસ્યાઓની જાણકારી પ્રાપ્ત કરવા અને તેના નિરાકરણ માટે ડૉક્ટરો, સાથીઓ અને દર્દીઓની સાથે કામ કરે છે. આ પ્રોફેશન અનેક વિશેષતાઓથી ભરેલું છે. જેમાં સ્વાસ્થ્ય અને એન્જિનિયરિંગ એમ બંને પ્રોફેશનનો સમાવેશ થાય છે.

યોગ્યતા ઃ

હેલ્થકૅર એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીએ જીવ વિજ્ઞાન, ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાન જેવા સાયન્સના વિષયો સાથે ધોરણ બારની પરીક્ષા આપવાની હોય છે. બાયોમેડિકલ અને ક્લિનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય એ જ હેલ્થકૅર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકે છે, એવી ધારણા બિલકુલ ખોટી છે. રસાયણિક, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, પર્યાવરણ, ઔદ્યોગિક, સૂચના, સામગ્રી, મિકેનિકલ, સોફ્ટવેર અને સિસ્ટમ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ આ વિષયની પસંદગી કરી શકે છે.

બાયોમિકેનિક્સ યાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરી ઓર્ગેનિક પ્રણાલીઓના મિકેનિકલ પાસાંઓની સંરચના, કાર્ય અને ગતિનો અભ્યાસ કરવાનું કાર્ય કરે છે.

જિનેટિક એન્જિનિયરિંગ અને સ્વાસ્થ્ય સૂચના વિજ્ઞાન કોષના અનુવંશિક રૃપમાં ફેરફાર કરવા માટે ઉપયોગમાં લેવાતી તકનીકીઓનું જ્ઞાન છે, જેમાં પ્રજાતિઓમાં સુધારો કરે તેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓને એવા સાધનો વિષેની જાણકારી હોવી જોઈએ જેના માધ્યમથી દર્દીઓને સ્વાસ્થ સેવાઓનું નિદાન અને સારવાર કરવામાં સહાય કરે છે. જેના કારણે તેમના જીવનની ગુણવત્તામાં સુધારો આવે છે.

ઇમર્જન્સી મૅનેજમૅન્ટ ઃ વિશ્વસ્વાસ્થ સંગઠન (ડબ્લ્યુએચઓ) પ્રમાણે ઇમર્જન્સી એવી સ્થિતિ છે જેમાં સામાન્ય પ્રક્રિયાઓ થવી શક્ય નથી. આપત્તિમાં પરિવર્તન થનારા વિક્ષેપથી બચવા માટે ઇમર્જન્સી મૅનેજમૅન્ટ મહત્ત્વપૂર્ણ છે.

ભવિષ્ય પણ તેજસ્વી

વર્તમાન સમયની વાત કરીએ તો હેલ્થકૅર એન્જિનિયરિંગમાં કારકિર્દીનો વિચાર કરવો ઉમદા છે, કારણ કે આવનારા સમયમાં એટલે કે ભવિષયમાં આ કરિયરમાં કામ કરનારા પ્રોફેશનલ્સનું ભાવિ ઉજ્જ્વળ છે. જાહેર આરોગ્યને ભવિષ્યનું ક્ષેત્ર પણ માનવામાં આવે છે જેમ કે મહામારી વિજ્ઞાનનો અભ્યાસ, મશીન શીખીને ડેટા વિઝયુલાઇઝેશનના સંદર્ભમાં મોડલ ડિઝાઇન કરવી અને માન્ય કરવાની બાબતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

હેલ્થકૅર દખલ માટે એન્જિનિયરિંગ

કોઈ પણ ઉપચાર, નિવારણ, દેખરેખ અને પરીક્ષણ માટે હેલ્થકૅરમાં દખલ કરવામાં આવે છે. જેના માધ્યમથી સ્વાસ્થ્યમાં સુધારો કે કોઈ પણ વિશેષ સ્વાસ્થ્ય સમસ્યાની સાથે મદદ અથવા પરીક્ષણ કરી શકે છે.

હેલ્થકૅર સિસ્ટમ માટે જરૃરી

સંગઠનો, એજન્સીઓ, સુવિધાઓ, સૂચના, પ્રણાલી, વ્યવસ્થા પ્રણાલી અને સ્વાસ્થ્ય સેવાઓ આપતાં દરેક તાલીમ મેળવેલા કર્મચારીઓના પૂર્ણ નેટવર્કમાં હેસ્થકૅર એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.

આવડત ઃ

*           વિશ્લેષણાત્મક ક્ષમતા

*           ડિઝાઇન માટે દૂરંદેશી

*           વિભિન્ન રોગો માટે સંપૂર્ણ જાણકારી

તકનીકી જ્ઞાન ઃ

હેલ્થકૅર એન્જિનિયરિંગ માટે એન્જિનિયરિંગ સિદ્ધાંતોનું જ્ઞાન હોવંુ જરૃરી છે, જે સ્વાસ્થ્ય દેખરેખ અને સમાધાન માટે પ્રોફેશનલ્સને સક્ષમ બનાવે છે. ઘણીવાર આ સિદ્ધાંત સારવારના ઉત્પાદન વિકાસ અને ડિઝાઇનથી પણ સંબંધિત હોય છે

……………………………

 

નવી ક્ષિતિજ - હેતલ રાવ
Comments (0)
Add Comment