મેડિકલ ક્ષેત્રે અઢળક વિકલ્પો

અઢળક વિકલ્પ તેમના માટે અહીં ઊભા થઈ રહ્યા છે.

નવી ક્ષિતિજ – હેતલ રાવ

મેડિકલ ક્ષેત્રની પસંદગી માત્ર સારા ડૉક્ટર પર પૂર્ણ નથી થતી. આવનારી પેઢી જો મેડિકલ ક્ષેત્રને કારકિર્દી તરીકે પસંદ કરે છે તો એક બે નહીં, પરંતુ અઢળક વિકલ્પ તેમના માટે અહીં ઊભા થઈ રહ્યા છે. જો માતા-પિતાએ પોતાનાં બાળકો માટે મેડિકલ વિભાગની પસંદગી કરી છે તો  વર્તમાન ઉપરાંત આવનારા ભવિષ્યમાં અંદાજે બે ડઝન જેટલા વિકલ્પો ઊભા છે.

રોબોટ કેંપેનિયન ટૅક્નિશિયન
દર્દી બહુ બીમાર હોય, પોતાની જાતે દવા લઈ શકવા માટે સક્ષમ ન હોય ત્યારે તે કોઈ એવી વ્યક્તિની અપેક્ષા રાખે છે જે હંમેશાં તેની સેવામાં હાજર રહે. આ કામ કોઈ નર્સ કે પછી કોઈ અંગત વ્યક્તિ કરી શકે છે, પણ હવે આને માટે કેંપેનિયન ટૅક્નિશિયન રોબોટની મદદ લેવામાં આવે છે, પણ આ રોબોટમાં બેસ્ટ રોબોટ કોણ છે તે જાણવું પણ જરૃરી છે, કારણ કે ઘણીવાર રોબોટમાં અપૂરતી માહિતી ફીલ કરી હોય તો તે દર્દીને મદદની જગ્યાએ નુકસાન પણ કરી બેસે છે. માટે રોબોટ કેંપેનિયન ટૅક્નિશિયન જણાવે છે કે કેવા પ્રકારનો રોબોટ લેવો જોઈએ. રોબોટનો આકાર, પ્રકાર અને ખૂબી કેવી છે, પોતાના દર્દી માટેનો ખાસ બદલાવ કેવી રીતે થાય. આ દરેક બાબતની જાણકારી રોબોટ કેંપેનિયન ટૅક્નિશિયન આપે છે. આ પ્રકારની સેવા ૨૦૪૦ સુધી શરૃ થશે અને તેમાં ઘણી તક આવનારી પેઢીને મળી રહેશે.

ટેલીસર્જરી સ્પેશિયાલિસ્ટ
સર્જિકલ રોબોટ આવી ગયા છે. ૨૦૨૦ સુધીમાં આવા રોબોટની ભારતમાં પણ સંખ્યા વધારે થવાની સંભાવના રહેલી છે. આ રોબોટ સર્જરી કરશે, પરંતુ તેનું સંપૂર્ણ નિયંત્રણ મનુષ્યના હાથમાં રહેશે. માટે આ કામ માટે નિષ્ણાત થવું પડશે, પરંતુ જો રોબોટ કામ કરે અને તે સફળ ન થાય તો તેની માટે ચિકિત્સક સંસ્થા જવાબદાર ગણાય અને કોર્ટ સમક્ષ તેમને જ હાજર થવું પડે. માટે આ કાર્ય માટે નિષ્ણાત બનવું જરૃરી છે. આવનારા દોઢ દાયકામાં આવા રોબોટના હાથમાં કામગીરી વધવાની શક્યતા છે.

ડીપ લર્નિંગ એક્સપર્ટ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ મેડિકલના ક્ષેત્રમાં વધી રહ્યો છે. ભવિષ્યમાં મોટા પ્રમાણમાં આનો ઉપયોગ વધે તેવી શક્યતા છે. કૃત્રિમ બુદ્ધિમત્તા સંખ્યા પર નિર્ભર કરે છે. સંખ્યાના રૃપમાં સૂચનાઓ અને આ સૂચનાઓના ગાણિતિક આંકડાકીય તાર્કિક વિશ્લેષણની પરીક્ષા ખાસ મહત્ત્વ ધરાવે છે. આ વિશ્લેષણ જેના પર આધારિત હશે એ ગાણિતિક આંકડાકીય સૂત્ર અને સમીકરણ કહી શકાય છે.

આવનારા સમયમાં આ એટલું વિકસિત થશે કે આના કૃત્રિમ ન્યૂરલ નેટવર્ક એટલે કે તાંત્રિકીય પદ્ધતિ મનુષ્ય કરતાં વધુ સારું કામ કરે છે. આ બતાવવામાં સક્ષમ હોય છે કે દિમાગમાં શંુ ચાલી રહ્યું છે, હેલ્થ ઇન્સ્યોરન્સથી લઈને ચિકિત્સા વિશે લેવામાં આવનારું ડિસિઝન કૃત્રિમ બુદ્ધિમત્તાના આધાર પર કરેલું વિશ્લેષણ વધારે મદદ કરે છે.

હજારો લાખો ઇમેજ અને સ્વાસ્થ્ય સંબંધી આંકડાઓમાં ખાસ સમીકરણોના મિનિટોમાં નિર્ણય આપી દેવામાં આવે છે. જ્યારે આ માનવીય ક્ષમતાથી પર હશે. બે દશકથી પણ ઓછો સમય લાગશે આ નોકરીને સામાન્ય બનતા.

આર્ટિફિશિયલ ચેટ બોટ ડિઝાઇનર
હૉસ્પિટલ ક્યાં છે અથવા તો કઈ દવા ક્યાં મળશે, કોઈ ખાસ રોગ માટે ક્યાં જવું વગેરે જેવા સવાલોના જો જવાબ ના મળતા હોય તો તેવામાં આ ચેટ ખૂબ ઉપયોગી નિવડે છે. કોઈ નવા શહેર કે પછી આઉટિંગ સમયે તો આ ચેટ બોટ ખૂબ જ મદદગાર બને છે. આ કામ ઇન્ટરનેટ કે ગૂગલ પર સર્ચ કરી શકાય અથવા આ વિશે માહિતી આપતી એપને પણ પૂછી શકાય છે. મેડિકલ ચેટ બોટ નિષ્ણાત વ્યક્તિગત સ્તર પર પણ કામ કરી શકે છે. આમાં  જે રીતે ચિકિત્સા સમાધાન પર વાત કરવા જવાબ આપવાની ખાસિયત એમનામાં હોય તે બીજા કોઈનામાં પણ જોવા નહીં મળે. માટે આ લોકોની માગ વધુ રહેશે અને આવનારાં પાંચ વર્ષમાં આ નિષ્ણાતોની માગ વધી જશે.

મેડિકલ ડ્રોન રૃટ ડિઝાઇનર
કોઈને ઝેરીલો સાપ ડંખે કે હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક આવી જાય જેવી અતિ ગંભીર સમસ્યાઓમાં દવા, લોહી, માનવીય કૃત્રિમ અંગ, ઉપકરણ અથવા તો એવી રીતે અન્ય ચિકિત્સા સહાયતા પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ વર્તમાનમાં થઈ રહ્યો છે. આવનારા સમયમાં આવા જ મેડિકલ ડ્રોનને વિકસિત કરવામાં આવશે. જેને અનેક રીતે વિકસિત કરવામાં આવશે. આ વિશેનું કરિયર આવનારા દાયકાના અંત સુધીમાં થશે.

લાઇફ સ્ટાઇલ સ્ટ્રેટિજિસ્ટ
આશા છે કે આવનારા વર્ષ ૨૦૧૯માં બે કરોડ ૪૫ લાખથી વધારે વિયરેબલ ડિવાઇસેસનું વેચાણ થશે. જેમાં વધારે સંખ્યા હેલ્થ ટ્રેકર જેવી ડિવાઇઝની હશે જે સ્વાસ્થ્ય અને ફિટનેસનું ધ્યાન રાખશે.ડિજિટલ ટેકનિક અને જુદી-જુદી રીતના સેન્સરના આધાર પર તૈયાર ડિવાઇઝ એ બતાવશે કે આપણુ સ્વાસ્થ્ય અને ફિટનેશ કેવાં છે? કયા અવયવોનાં કામ કેવાં છે, એની ક્ષમતા કેટલી છે, સાથે જ કાર્યદક્ષતા પણ તેનાથી જ ખબર પડશે. જો આપણે પૂર્ણ રીતે સ્વસ્થ રહેવું હોય તો કેવી જીવનશૈલી અપનાવી જોઈએ, લાઇફ સ્ટાઇલમાં કેવો બદલાવ જરૃરી છે, કઈ વસ્તુઓનો સમાવેશ કરવો, આ દરેક વાત લાઇફસ્ટાઇલ સ્ટ્રેટિજિસ્ટ કરશે. આવી નોકરીની તકો જલ્દી મળી શકે છે.

મેડિકલ ક્ષેત્રમાં માત્ર ડોક્ટરની સેવાઓ જ ઉપયોગમાં આવે છે તેમ નથી. લાંબાગાળાની આ સેવાઓ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. જે યુવાનો આ પ્રકારના કોર્સિસ કરવા માટે આગળ આવી રહ્યા છે તે સારી સર્વિસની સાથે વ્યક્તિગત કામ પણ કરી શકશે.
—————–

હેતલ રાવ.
Comments (0)
Add Comment