પરીક્ષાના દિવસોમાં સ્ટ્રેસ ઘટાડી સ્વસ્થ રહો –

પરીક્ષાની સિઝન ચાલુ જ છે

હેલ્થ –  ભૂમિકા ત્રિવેદી
bhumi_2181@yahoo.co.in

પરીક્ષાની સિઝન ચાલુ જ છે. પરીક્ષા માત્ર બાળકોની નહીં, પરંતુ માતાપિતાની પણ હોય તેવું વર્તાતું હોય છે. બાળકની સાથે-સાથે માતાપિતા પણ ટેન્શન અને સ્ટ્રેસ અનુભવે છે. છેલ્લી ઘડીએ બાળકોને વાંચવાનું રહી જાય છે તો ક્યારેક વાંચેલંુ યાદ રહેતું નથી. ક્યારેક બાળકોને સ્ટ્રેસના લીધે તાવ પણ આવી જાય છે. તો રાતોના ઉજાગરાના લીધે ક્યારેક શરદી ઉધરસ પણ થઈ જાય છે. પરીક્ષા દરમિયાન માતાપિતાની સાથે-સાથે બાળકોએ પણ સ્વસ્થ રહેવું જરૃરી છે. જો બાળકોને પરીક્ષા ભારરૃપ લાગવા લાગે તો તેઓ સ્ટ્રેસમાં આવી જાય છે અને ગમે તેટલું વાંચે તો પણ પરીક્ષામાં ગરબડ થઈ જતી હોય છે. સૌથી પહેલાં તો પરીક્ષામાં શાંતિ અને સ્વસ્થતા જાળવવાની જરૃર છે. મગજમાં જાતજાતના વિચારો ન આવે તે માટે મગજને ફ્રેશ રાખવું પણ જરૃરી છે.

તમારા બાળકની પરીક્ષા ચાલી રહી હોય ત્યારે તેની હેલ્થની કાળજી રાખવી તમારી જ જવાબદારી છે. બાળક વાંચવામાં એકાગ્રતા જાળવે એવું વાતાવરણ તેને પૂરું પાડવું જોઈએ. આ જવાબદારી માતાપિતાની હોય છે. કેટલાક મુદ્દાઓનું આ માટે ધ્યાન રાખો.

* સામાન્ય રીતે તો રાત્રે જાગીને વાંચવું ઠીક નથી, પરંતુ બાળકોને જો રાત્રે ફાવતું હોય તો તેમ કરો. તેનું રૃટિન ન તોડો, પરંતુ છ કલાકની સાઉન્ડ સ્લીપ મળી રહે તેની કાળજી રાખો. ઓછી ઊંઘથી યાદશક્તિ નબળી પડશે અને વાંચેલું યાદ નહીં રહે, શરીર પણ તાજગી નહીં અનુભવે.
* બહારનું ભોજન ટાળો. તેનાથી પેટમાં ગરબડ થઈ શકે છે. હલકા-ફૂલકા નાસ્તા પણ ઘરે બનાવીને રાખવા. સેવ, મમરા, સિંગ ચણા, ગોળ તલની ચિક્કી જેવી ચીજો હાજર રાખવી.
* ચા કોફી પીને ઊંઘ ઉડાડવાની કોશિશ ન કરવી. મન થાય ત્યારે લીંબુનું શરબત પીવું. લીંબુ પાણીથી શરીરને પોટેશિયમ, સોડિયમ, વિટામિન સી અને ગ્લુકોઝ મળશે. બરફવાળું શરબત ન પીવું. આર્ટિફિશિયલ સ્વીટનર વાળા શરબત ન પીવા.
* મોડી રાત સુધી જાગીને વાંચતા હો તો ગાયના દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને શતાવરી ચૂર્ણને મેળવીને પી જવું.
* દર પાંચ મિનિટે આંખો પર બંને હથેળીઓ દાબીને પમિંગ કરવું. એમ કરવાથી આંખોને ઓછો થાક લાગશે.
* વાંચતા-વાંચતા થાક લાગે ત્યારે ઊંડો શ્વાસ લેવો. આ ક્રિયા રોજ સવારે ઊઠીને કરવાથી એકાગ્રતા વધશે અને યાદશક્તિ વધશે.
* વાંચવામાંથી સહેજ બ્રેક લઈને અડધો કલાક કોઈ ગમતી પ્રવૃત્તિ પણ કરવી.
* પરીક્ષા ખરેખર માત્ર બાળકોની નથી.સંતાનને મોકળું વાતાવરણ આપવાનું કામ પણ કરવું. બાળકો સાથે વાત પણ કરવી ખૂબ જરૃરી છે.
——————————–.

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment