સપ્ટેમ્બર-2019 સાપ્તાહિક ફળકથન

મિથુન : પતિ- પત્નીુ વચ્ચે દાંપત્યમજીવનમાં નિકટતા વધે.

સપ્ટેમ્બર-2019 સાપ્તાહિક ફળકથન

1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2019
મેષ : શરૂઆતમાં તમારા રોજિંદી આવકના સ્ત્રોતોમાંથી કમાણીની શક્યતા રહેશે. પૂર્વાર્ધમાં દરેક કાર્ય આપની ધારણા મુજબ પાર પડતા અને તેમાં અપેક્ષિત લાભ મળતા આનંદ અનુભવશો. નોકરિયાતને ઉપરી અધિકારીઓનું પ્રોત્સાેહન મળતા તેમનો ઉત્સા હ બેવડાશે. વેપારીઓને પણ લાભદાયી સોદા તેમ જ આવકમાં વૃદ્ધિ થાય. ઉઘરાણીના નાણાં છૂટા થતા આર્થિક પાસું સબળ થશે. પિતા તેમ જ વડીલવર્ગથી લાભ થાય. સરકાર તરફથી વિશેષ લાભ થઈ શકે છે. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્ય્માં લાભદાયક નીવડે. પ્રેમસંબંધો માટે તમારામાં આકર્ષણ રહે પરંતુ સાથે સાથે સ્વભાવમાં અહંને ગુસ્સો રહેવાથી સંબંધો પર અસર પડી શકે છે. ઉત્તરાર્ધમાં તમારું મન થોડુ વ્યાકુળ થશે અને તમને એકાંતમાં રહેવાની વધુ ઇચ્છા થશે. આ તબક્કો આધ્યાત્મિક ઉન્નતિ માટે બહેતર રહેશે. દૂરના અતંરની મુસાફરી અથવા વિદેશગમનને લગતા કાર્યોમાં વિલંબ પછી સફળતા મળે. સંતાનો અને પ્રિયપાત્ર તરફથી શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી જ પડશે કારણ કે તમારું મન વારંવાર વ્યાકુળ થશે જેની વિપરિત અસર સ્વાસ્થ્ય પર પડશે. અપચો અથવા પેટને લગતી કોઇ ફરિયાદની શક્યતા વધશે.
————————————-.

વૃષભ : સપ્તાહની શરૂઆતમાં તમે પ્રેમસંબંધોમાં વધુ ડુબેલા રહેશો. લગ્નોરત્સુરક યુવક યુવતીઓને લગ્ના આડેથી અવરોધો દૂર થશે. સપ્તાહના મધ્યમાં પણ તમે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે બહેતર સમયવ વિતાવી શકશો. તે પછીના બે દિવસમાં મનની દૃઢતા અને આત્મિવિશ્વાસ આપના કાર્યો સફળ બનાવશો. નોકરિયાતો પોતાના તરફથી શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકશે. મહત્વના મુદ્દે નિર્ણય લેવા માટે યોગ્ય સમય છે. આપની સર્જનાત્મ ક અને કલાત્મ ક શક્તિમાં વૃદ્ધિ થાય. સહોદરો સાથે સંબંધો સારા રહે અને તેમનાથી લાભ થાય. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. છેલ્લા દિવસે આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકાવ રહે. શક્ય હોય ત્યાં સુધી કોઇની સાથે પૈસાનો વહેવાર ન કરવો. મનને શક્ય હોય એટલું એકાગ્ર અને અંકુશિત રાખવાની કોશિષ કરજો. વિદ્યાર્થીઓ માટે સામાન્ય સમય રહેશે. અભ્યાસમાં ધારી સફળતા મેળવવા શરૂઆતમાં સંજોગો આપની તરફેણમાં હોવાથી સમયનો લાભ લઇ લેવો. છેલ્લા દિવસે મહેનત વધારે કરવી પડશે. આપના ઘરમાં ધાર્મિક કાર્યો થાય. બીજા અને ત્રીજા દિવસે આપને આરોગ્યની કાળજી લેવી પડશે. આ ઉપરાંત છેલ્લા દિવસે આપને દોડધામના કારણે શરીરમાં તાજગી અને સ્ફુ ર્તિનો થોડો અભાવ રહેશે. નકારાત્મ્ક વિચારો મનમાંથી દૂર કરવાની સલાહ છે.
————————————-.

મિથુન : પતિ- પત્નીુ વચ્ચે દાંપત્યમજીવનમાં નિકટતા માટે અત્યારે તમારે એકબીજાની લાગણીને પુરતું માન આપવું પડશે અને સંબંધોમાં આધિપત્યની ભાવના રાખવાના બદલે તેમને પુરતો અવકાશ આપવો પડશે. અત્યારે તમારી વચ્ચે વિશ્વાસ સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. છતાં પણ સપ્તાહનો બીજો અને ત્રીજો દિવસ સંબંધો માટે એકંદરે સાનુકૂળ રહે. સપ્તાહના મધ્યમાં મિત્રો- સ્નેાહીજનો સાથેની મુલાકાત મનને આનંદિત કરશે. નોકરિયાતોને કામકાજના સ્થળે સફળતા અને કાર્ય સિદ્ધિ જાહેર જીવનમાં યશ-કીર્તિ અને પ્રસિદ્ધિ અપાવશે. જો કે આકસ્મિક ધનખર્ચ માટે તૈયાર રહેવું પડશે. અત્યારે તમે નવા કાર્યોની શરૂઆત કરવા માટે અથવા પ્રોફેશનલ મોરચે સાહસ ખેડવા માટે તૈયાર થશો. જોકે, ભાગીદારીના કાર્યો અથવા જ્યાં ટીમવર્કમાં પ્રોજેક્ટ પાર પાડવાના હોય ત્યાં બીજાના ભરોસે રહેવું ઠીક નથી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અત્યારે વધુ ઊંડા ઉતરવાની ઇચ્છા થાય અને તેમાં પણ ખાસ કરીને બીજો અને ત્રીજો દિવસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ઘણો સારો છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર પકડે. છતાં પણ છેલ્લા દિવસે તમારી સ્થિતિમાં થોડો સુધારો આવશે.
————————————-.

કર્ક : આપને વેપાર-વ્ય વસાયમાં ધારી સફળતા મળે. તમે પ્રભાવી અને કલાત્મક વાણીથી પ્રોફેશનલ મોરચે ખૂબ સારી રીતે વાટાઘાટો કરી શકો. અત્યારે નોકરીનો ઇન્ટરવ્યુ આપવામાં પણ સાનુકૂળતા રહે. જોકે આ બધા વચ્ચે તમારે પોતાની વાણીમાં ઉગ્રતા અથવા ઉતાવળ ના દેખાય તેનું ધ્યાન રાખવું પડશે. તમારા મોટાભાગના કાર્યોમાં આર્થિક લાભને કેન્દ્ર સ્થાને રહેશે જેથી આપની આવક વધે. જોકે, નોકરિયાતોને પોતાના હાથમાં રહેલા કાર્યો પાર પાડવા માટે અત્યારે થોડી મહેનત વધારવી પડશે. સાથે સાથે, મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય પસાર થાય. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. શરૂઆતમાં આપ્તજનો સાથે રમણીય સ્થ ળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. વિદેશ અથવા દૂરના અંતરે વસતા સ્ને હીજનના સમાચાર મળે અથવા તેમની સાથે તમારું કમ્યુનિકેશન વધશે. અપરિણિતો માટે ઉત્તરાર્ધમાં લગ્ની અથવા યોગ્ય પાત્ર મળવાના યોગ છે. પ્રેમપ્રસંગોમાં ઉત્તરાર્ધમાં સફળતાની શક્યતા વધશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી રુચિ રહેશે. તમે ભાવિ અભ્યાસ અંગે ક્ષેત્ર પસંદ કરવા માટે કોઇ વિદ્વાન વ્યક્તિ સાથે ચર્ચા કરો તેવી સંભાવના પણ બનશે. છેલ્લા દિવસે શરદી, કફ, તાવના કારણે આરોગ્યી બગડશે. ગજા બહારનું કામનું ભારણ લેવાનું ટાળજો.
————————————-.

સિંહ : શરૂઆતમાં આપની આર્થિક અને વ્યાાવસાયિક સ્થિતિ સારી રહેશે. ધનલાભની સાથે સાથે આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકો છો. જો આપ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો તેમાં વિસ્તરણ કે નવા પ્રોજેક્ટનું આયોજન પણ શક્ય બનશે. તમારા પ્રોફેશનલ વર્તુળમાં વધારો થઇ શકે છે. શરૂઆતમાં તમારી વાણીનો પ્રભાવ તમને અનેક કાર્યો પાર પાડવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થી જાતકોને અત્યારે અભ્યાસમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. તમે ભણવા સંબંધે કોઇ વિદ્વાન વ્યક્તિ સાથે ચર્ચા કરો પરંતુ વાસ્તવમાં અભ્યાસ કરવાનો હોય ત્યારે આળસના કારણે સ્થિરતાપૂર્વક આગળ ના વધી શકો. આ ઉપરાંત, કેટલાક વિષયોમાં વારંવાર અન્યોના માર્ગદર્શનની પણ જરૂર પડે. પ્રણય સંબંધોમાં અત્યારે સાચવવું જરૂરી છે. તમારામાં વિજાતીય આકર્ષણ રહે પરંતુ સાથે સાથે અહં અને સ્વભાવની ઉગ્રતા તમારી વચ્ચે તણાવનું કારણ બનશે. દાંપત્યજીવનમાં પણ આવી જ સ્થિતિ રહેશે. અત્યારે કોઇ ધાર્મિક કે પુણ્ય કાર્ય અથવા પરમાર્થની કામગીરીમાં આપને રસ વધશે. આ સપ્તાહમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહે પરંતુ લોહીનું પરિભ્રમણ, વીજકરંટ, આકસ્મિક ઇજા અથવા શરીરની ગરમીને લગતી કોઇ સમસ્યા હોય તેમણે થોડુ સાચવવું જરૂરી છે.
————————————-.

કન્યા : સપ્તાહની શરૂઆતમાં તમે માનસિક રીતે નવા વિચારોથી ઘેરાયેલા હોવાથી નવી દિશામાં આગળ વધવાની તૈયારી કરશો પરંતુ અત્યારે ખાસ કરીને તમારે બૌદ્ધિકપ્રતિભાની જરૂર હોય તેવા કાર્યોમાં સાચવવું પડશે. નોકરિયાતોને કામકાજના સ્થળે ઉપરીઓ તરફથી સહકાર અપેક્ષા કરતા ઓછો મળે માટે કેટલાક કાર્યો પોતાની આવડત પ્રમાણે આગળ વધારવાની તૈયારી રાખવી. મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય પસાર થાય. પૂર્વાર્ધમાં તમે આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો પરંતુ વાહન, સરકારી લાભ, પૈતૃક મિલકતોથી થતા લાભ વગેરેમાં સમસ્યા થઇ શકે છે. પ્રેમસંબંધો અને દાંપત્યજીવનમાં તમે શરૂઆતમાં ખૂબ સારું સુખ માણી શકશો. તમારામાં વિજાતીય આકર્ષણ પણ ઘણું રહેશે પરંતુ ખાસ કરીને સંબંધો પ્રત્યે વધુ કટિબદ્ધ થવાની જરૂર પડશે. સામાજિક પ્રસંગે બહાર જવાનું થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં આગળ વધવાની ઇચ્છા થશે પરંતુ કોઇપણ વિષય સમજવામાં તકલીફ થાય તેમજ યાદશક્તિનો અભાવ પણ વર્તાઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે અત્યારે ખાસ કાળજી લેવી જરૂરી છે. તેમાં પણ આકસ્મિક ઈજા, લોહીના પરિભ્રમણને લગતી સમસ્યા, કમરમાં દુખાવો પરેશાન કરી શકે છે.
————————————-.

તુલા : આ સપ્તાહની શરૂઆતમાં તમારું મન વિચારોમાં ખોવાયેલું રહે અથવા અનિદ્રા કે કોઇ ટેન્શનના કારણે તમે પૂર્ણ એકાગ્રતા સાથે કામ ના કરી શકો. આવી સ્થિતિમાં તમે કંઇપણ નવું કામ કરો અથવા સંબંધોમાં ઘનિષ્ઠતા વધારવાનો પ્રયાસ કરો તેના બદલે શાંતિ ચિત્તે આધ્યાત્મિક ઉન્નતિનો પ્રયાસ કરો અથવા આત્મખોજ પર ધ્યાન આપો તે વધુ બહેતર રહેશે. ત્રીજા દિવસથી તમને ગ્રહોનો સાથ મળી રહ્યો છે. આ સમયમાં આપ પરિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્યેની ચર્ચા વિચારણા કરશો. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. વડીલો, મિત્રો અને કામકાજના સ્થળે ઉપરીઓ તરફથી લાભની આશા રાખી શકો છો. કામની સાથે સાથે શરીર માટે થોડો આરામ પણ જરૂરી છે એ વાતને ધ્યાનમાં રાખીને તમે છેલ્લા દિવસે પરિવાર ટૂંકા પ્રવાસનું આયોજન કરી શકો છો. જોકે તેમાં વિલંબનો સામનો કરવો પડશે. જો પ્રવાસ થાય તો તેમાં પણ તમારે સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે. અપરિણિતો માટે અત્યારે લગ્નવ યોગ છે. વિદેશ વસતા સ્નેાહીના સમાચાર મળે તેમજ વિદેશગમનના પ્રયાસોમાં સકારાત્મક ગતિવિધિ જોવા મળે. શરૂઆતના બે દિવસને બાદ કરતા મોટાભાગે તમે સ્વાસ્થ્ય સુખાકારી માણી શકશો.
————————————-.

વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતમાં તમે પ્રેમસંબંધો સહિત લગભગ તમામ સંબંધો તરફ વધુ ઝુકેલા રહેશો. અવિવાહિતોને લગ્ન અથવા સગાઇ અંગેનો કોઇ નિર્ણય લેવાઇ શકે છે. પ્રથમ બે દિવસમાં તમારી સામાજિક અને જાહેર જીવનની સક્રિયતા વધશે. લાભની આશા રાખી શકો છો. તે પછીના બે દિવસમાં મનની ચંચળતા વધે. વિદ્યાર્થીવર્ગ તેમ જ જે જાતકોના સંતાનોને કારકિર્દી પસંદ કરવાની હશે તેઓ ખૂબ દ્વિધા અનુભવશે. નોકરી – ધંધામાં તમે આખુ સપ્તાહ ધ્યાન આપી શકો પરંતુ આ બે દિવસમાં તમારું મન વિચારોના આટાપાટામાં અટવાયેલું રહેવાથી મહત્વના નિર્ણયો લેવામાં તકલીફ પડે. વધારે લાગણીશીલતા આપને માનસિક રીતે નબળા બનાવશે. ટેન્શનની સ્થિતિમાં વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. તા. 5થી આપની સ્થિતિમાં સુધારો આવી જશે. તમે પોતાની જાત માટે વધુ સમય ફાળવો અને પોતાના માટે ખર્ચ કરો તેવી શક્યતા છે. વિવાહિતોને દાંપત્યજીવનમાં સામીપ્ય વધશે. અગાઉ કોઈ રોગ અથવા શારીરિક સમસ્યાઓ ઉભી થઇ હોય તેમાં રાહત આવી શકે છે. જોકે, છેલ્લા દિવસે ખાસ કરીને આર્થિક બાબતે તમારે ખેંચતાણ આવી શકે છે. ખાસ કરીને તમારી આવકમાં અનિશ્ચિતતા વધશે.
————————————-.
ધન : પ્રોફેશનલ મોરચે સપ્તાહનો પ્રારંભ આપના માટે બહેતર છે. તમે અત્યારે કામકાજમાં કંઇક નવું શીખવા માટે અથવા ગુણવત્તા સુધારવા માટે તૈયારી કરશો. દેશાવર કાર્યોમાં સફળતાની શક્યતા વધુ રહેશે. તા. 3 અને 4ના રોજ તમને કોઇને કોઇ લાભ મળવાના સંકેત છે. આ બંને દિવસમાં તમે સમાજ, પરિવાર અને ખાસ કરીને પ્રિયપાત્ર સંબંધિત બાબતોમાં વધુ સક્રિય થશો અને પ્રેમસંબંધોમાં હશો તો લગ્ન માટે પણ વિચાર કરશો. વિદ્યાર્થીઓ માટે પણ આ બંને દિવસ સારા છે. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને કોઇ સારી સિદ્ધિ મળી શકે છે. તા. 5 અને 6ના રોજ તમારા વિચારોમાં નકારાત્મકતા વધી શકે છે. તેની અસર તમારા કામ અને સ્વાસ્થ્ય બંને પર પડશે. આપના હિતશત્રુઓ તેમની ચાલમાં ફાવી ન જાય તે માટે સાવધ રહેવું પડશે. નવા કાર્યની શરૂઆત ટાળવી. શક્ય હોય તો લાંબી મુસાફરી મોકૂફ રાખવી. તબિયતના ભોગે વધુ પડતુ કામ ન કરતા. ભાગદારીના કાર્યોમાં વિલંબ અને અનિશ્ચિતતાની શક્યતા વધશે. આપને સહકર્મચારીઓનો સાથ સહકાર ઓછો મળે. છેલ્લા દિવસે તમારી સ્થિતિમાં આંશિક સુધારો આવશે.
————————————-.
મકર : નોકરિયાતોને ઓફિસમાં હિતશત્રુઓ હાનિ ન પહોંચાડે તેની કાળજી લેવાની છે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર અથવા કાયદાકીય અવરોધ આવી શકે છે. જોકે અત્યારે તમે પોતાની કર્મનિષ્ઠાથી વિરોધીએને પછાડવામાં સફળ રહેશો માટે બહુ ચિંતા કરવાના બદલે કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધશો તો સારું ફળ મળશે. ખાસ કરીને તા. 3 અને 4ના રોજ તમે કામકાજમાં વધુ સમય આપી શકશો. છેલ્લા દિવસે મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો. વિવાહિતોને જીવનસાથીને લગતા કેટલાક પ્રશ્નોની ચિંતા રહે. છતાં પણ તમે તા. 5 અને 6ના રોજ રોમાન્સની બાબતો તરફ વધુ ઝુકેલા રહેશો. તમને વાતવાતમાં ગુસ્સોત આવે જેની અસર પારિવારિક સંબંધો પર પડી શકે છે. આ સમયમાં કોઇક ધાર્મિક સ્થિળે જવાનું આયોજન શક્ય બને. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં એકાગ્રતા વધારવી પડશે કારણ કે તમે અભ્યાસ તો કરો પરંતુ તે વિષયોને સમજવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી પડી શકે છે. આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે તમારે ઘણી કાળજી લેવાની છે. આથી ભૂખ કરતા ઓછું ભોજન લેવું અને નિયમિત યોગ તેમજ કરસત પર ધ્યાન આપવું.
————————————-.

કુંભ : કોઇ વ્યક્તિ આપનાથી વાત છુપાવે તે ગમતું નથી. તેમાં પણ પ્રેમસંબંધોમાં આ બાબત સૌથી વધુ લાગુ પડે છે. આથી જ વર્તમાન સમયમાં તમારા સંબંધોમાં થોડો તણાવ રહેશે. તમે પ્રિયપાત્ર તરફ આકર્ષાયેલા રહો પરંતુ નજીવી બાબતે તમારી વચ્ચે ટકરાવની શક્યતા પણ વધુ રહેશે. પહેલા બે દિવસ તમે સંબંધોથી વિમુખ રહેવાનું પસંદ કરશો. પ્રોફેશનલ મોરચે પણ શરૂઆત થોડી વિપરિત છે પરંતુ ત્રીજા દિવસથી તમે કામકાજમાં વધુ એકચિત્ત થશો. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતા હોય તેમને ત્રીજા અને ચોથા દિવસે પ્રગતિની તક મળી શકે છે. શેરબજાર કે ગેમ્બલિંગને લગતા કોઇપણ કાર્યોથી અત્યારે દૂર રહેવું. તા. 5 અને 6ના રોજ તમે પ્રોફેશનલ કાર્યોમાં સૌથી વધુ ધ્યાન આપી શકશો. ભાગીદારીના કાર્યો માટે સમય આપની તરફેણમાં છે પરંતુ ક્યારેક તમારા ભાગીદાર તરફથી ગુસ્સાનો સામનો કરવો પડે. પહેલા બે દિવસ તમને ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં વધુ ઊંડો અભ્યાસ કરવાની ઇચ્છા થશે જ્યારે તે પછીના બે દિવસમાં ખાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં તમે વધુ ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય બાબતે શરૂઆત નબળી છે પરંતુ ઉત્તરાર્ધ ઉત્તમ રહેશે.
————————————-.
મીન : નોકરિયાતોને ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે અગત્યેના મુદ્દાઓ અંગે વિચારવિમર્શ થાય. આપના કોઇ કાર્ય કે પ્રોજેકટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અર્થે પ્રવાસનો યોગ છે. જોકે, પ્રોફેશનલ કાર્યોમાં અત્યારે ધીમી પરંતુ એકધારી ગતિ એ આગળ વધવાના મૂડમાં દેખાશો. આ ઉપરાંત, તમારી કાર્યશૈલી અથવા કાર્યક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરવાનો વિચાર પણ આવી શકે છે. પરિવારમાં દરેક સભ્યો સાથે વિનમ્રતા રાખવી પડશે. ઘરની જરૂરિયાતો સંતોષવા માટે અત્યારે કરેલા ખર્ચ માટે યશપ્રાપ્તિની આશા રાખવી નહીં. વિજાતીય પાત્ર સાથેના સંબંધોમાં શરૂઆત સારી છે પરંતુ ત્રીજા અને ચોથા દિવસે કોઇપણ બાબતે તમારી વચ્ચે અંતર વધશે. ઉત્તરાર્ધમાં તમે ફરી એકબીજાનો સંગાથ માણી શકશો. વિદ્યાર્થી જાતકોને આ સપ્તાહમાં જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાની ઇચ્છા થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં આપને અનુકૂળતા રહેશે. સપ્તાહની શરૂઆતમાં આપની તંદુરસ્તી સારી રહે પરંતુ ખાસ કરીને તા. 5 અને 6ના રોજ પૂરતો આરામ કરવો, નિયમિત કસરત અને પ્રાણાયામ તેમ જ યોગ કરવા.
————————————-.

8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2019

મેષ : શરૂઆતમાં સગાં સ્ને્હીઓ અને મિત્રો, પ્રિયપાત્ર સાથે મિલન મુલાકાતનો અવસર પ્રાપ્ત થાય. જોકે, તમારે ગુસ્સાને અંકુશમાં રાખવો પડશે અન્યથા નજીવી બાબતે તણાવ થઇ શકે છે. આ સપ્તાહમાં તમે ઘણો સમય પ્રોફેશનલ બાબતોમાં પણ ફાળશો તેમ છતાં ખાસ કરીને 12 અને 13મી તારીખ સંબંધોમાં આગળ વધવા માટે બહેતર છે. છેલ્લા ચરણમાં તમે મોજશોખ પાછળ ખર્ચ કરશો. આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે લાંબા ગાળાનું રોકાણ અથવા અન્ય નાણાંકીય આયોજનો હાથ ધરવા માટે અત્યારે શક્ય હોય ત્યાં સુધી બીજાની સલાહ લઇને આગળ વધવું. વિદ્યાર્થીઓ પ્રગતિ કરી શકશે. આપ નવા શૈક્ષણિક કાર્યોનો આરંભ કરી શકશો. પ્રોફેશનલ મોરચે સપ્તાહના મધ્યમાં વૈચારિક સ્થિરતા સાથે અગત્ય ના નિર્ણયો લઇ શકશો. હરીફો અને શત્રુઓ સામે વિજય મેળવશો. ભાગ્યરના ભરોસે અત્યારે વધુ પડતા રહેવું નહીં. છેલ્લા દિવસે મધ્યાહન પછી માનસિક ઉદ્વેગ આપને બેચેન રાખશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ખાસ કરીને ગુપ્તભાગોને લગતી કોઇ સમસ્યા, ચેતાતંત્રને લગતી ફરિયાદો થઇ શકે છે. જેમને અગાઉ આવી કોઇ તકલીફ હોય તેમને સમસ્યા ફરી માથુ ઊંચકી શકે છે.
————————————-.
વૃષભ : આ સપ્તાહે શરૂઆતમાં તમારું મન થોડુ વ્યાકુળ રહેશે. બીજા દિવસે બપોર સુધીનો સમય આપે શાંતિથી પસાર કરવો. ત્યારપછી આખા સપ્તાહ દરમિયાન, કુટુંબમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. બીમાર વ્ય્ક્તિની તબિયતમાં સુધારો થશે. વ્યુવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. નવા વસ્ત્રોઅ આભૂષણો કે વાહનની ખરીદી થાય. વ્યવસાયિક ક્ષેત્રે હિતશત્રુઓ, પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં ઓછુ મન લાગે પરંતુ ગૂઢવિદ્યાઓ જાણવા માટે અનુકૂળ તબક્કો છે. બીજા દિવસે બપોર પછી, આપને વિદેશ વસતા મિત્ર કે સ્નેઅહીજનના સમાચાર મળે અથવા વિદેશને લગતા કાર્યોમાં ગતિવિધિ તેજ થાય. પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે તમારે ગુસ્સાને અંકુશમાં રાખવો પડશે. આ સપ્તાહે ત્રીજા દિવસથી તમારામાં પ્રેમની લાગણી વધુ પ્રબળ થશે માટે સંબંધોમાં આગળ વધવા અથવા નવી શરૂઆત કરવા માટે ઉત્તરાર્ધનો સમય સારો છે. સપ્તાહના મધ્યમાં લાંબા અંતરની મુસાફરી કે ધા‍ર્મિક સ્થ્ળની મુલાકાતનો યોગ છે. પહેલા દિવસને બાદ કરતા મોટાભાગના સમયમાં શરીરમાં સ્ફુર્તિ અને ઉત્સાહ જળવાઇ રહેશે.
————————————-.
મિથુન : સપ્તાહનો પૂર્વાર્ધ આપના માટે સંબંધો, આર્થિક અને પ્રોફેશન સહિત લગભગ તમામ બાબતે સાચવવા જેવો છે કારણ કે તમારું મન વ્યાકુળ અને વિચારોમાં ખોવાયેલું રહેશે. બીજા દિવસે મધ્યાહન સુધી પ્રેમસંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. આ પછીના સમયમાં તા. 11ની સાંજ સુધી તમે એકલા રહેવાનું વધુ પસંદ કરશો. તમારામાં વિરક્તિની ભાવના વધશે. જોકે, તે પછીનો સમય આપના માટે બહેતર હોવાથી નિરાશ થવાની જરૂર નથી. શરૂઆતમાં મનના ઊંડાણમાં ક્યાંક બેચેની અનુભવાય. ઘર-પરિવાર માટે અત્યાર સુધી સખત મહેનત કરવાથી હવે થાક લાગવાથી અસ્વસ્થતા, શરદી કે સામાન્ય તાવ આવવાની શક્યતા છે. જો કે ખાવા-પીવામાં અને આરામ કરવામાં ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. ઉત્તરાર્ધમાં તમે ઘરની બાબતોમાં વધારે ધ્યાનન આપશો. કુટુંબના સભ્યોઆ સાથે બેસીને મહત્વીની ચર્ચા-વિચારણા કરશો તથા ઘરની કાયાપલટ કરવા માટે કંઈક નવી ગોઠવણ અંગે વિચારશો. ખરીદીના યોગ હોવાથી ખિસ્સું હળવું કરવા તૈયાર રહેજો. ઉત્તરાર્ધમાં તમે કામકાજમાં પણ વધુ ધ્યાન આપશો અને તેની સકારાત્મક અસર તમારી કારકિર્દી પર પડશે.
————————————-.
કર્ક : સપ્તાહના પૂર્વાર્ધમાં વાણી પર અંકુશ રાખવો અન્યથા નજીવા કારણોસર કોઈની સાથે વાદ-વિવાદમાં ઉતરી જશો. અત્યારે તમારી પાસે નાણાંની આવક રહેશે માટે આર્થિક બાબતે ચિંતા જેવું નથી પરંતુ જો તેનું યોગ્ય આયોજન નહીં હોય તો તમારા નિયમિત ખર્ચ કાઢવા માટે પણ દેવું કરવું પડશે. આવી સ્થિતિ શક્ય હોય ત્યાં સુધી ટાળવી. નોકરી કે વ્યાવસાયમાં સ્પડર્ધાત્માક વાતાવરણ રહે. તમારે પોતાના કાર્યો બીજાના ભરોસે છોડવા નહીં. નોકરિયાતોને શરૂઆતમાં કાર્યસ્થળે થોડી ટાંટિયા ખેંચ રહે પરંતુ કામ પ્રત્યે સમપર્ણના કારણે તમે કોઈની પણ ચાલ સફળ થવા દેશો નહીં. સપ્તાહના મધ્યમાં તમે ભાગીદારીના કાર્યોમાં અથવા નવા કરારો માટે આગળ વધી શકો છો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે રોકાણ બાબતે વધુ સક્રિય થશો. આ ઉપરાંત મિત્રો સાથે વધુ સમય વિતાવો તેવી પણ સંભાવના છે. છેલ્લા ચરણમાં મનની ઉદાસી આપનામાં નકારાત્મમક વિચારો લાવશે, પરંતુ તેને હટાવી દેવાની સલાહ છે. મનની દ્વિધાના કારણે હાલ પુરતા મહત્વતના નિર્ણયો લેવાનું ટાળજો. ઋતુ પરિવર્તનના કારણે કેટલીક સમસ્યાઓ અને ખાસ કરીને શરદી, સળેખમ કે ઠંડીના કારણે તાવ આવવાની શક્યતા નકારી ન શકાય.
————————————-.
સિંહ : જમીન, મકાન, વાહનો, મશીનરી વગેરેના કાર્યોમાં પ્રગતિની તકો મળી રહે. સરકારી અધિકારીઓ અથવા વિદ્વાનો સાથે કામકાજ અર્થે ચર્ચા કરવા અથવા તમારા પરિચિતોનું વર્તુળ વધારવા માટે ઉત્તરાર્ધનો સમય અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્વરસ્થવતાથી આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ પણ ખૂબ જ સારી રીતે કરી કરશો. નોકરિયાતો સપ્તાહના મધ્યમાં ઘણું સારું પરફોર્મન્સ આપી શકે. ભાગીદારીના કાર્યો માટે ઉત્તરાર્ધનો તબક્કો બહેતર જણાઈ રહ્યો છે. પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે સપ્તાહના મધ્યનો તબક્કો સારી રીતે વીતાવો તેમ છતાં અત્યારે સંબંધોમાં થોડી નરસતા અને થોડી અનિશ્ચિતતાનો માહોલ ચોક્કસ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે થોડો કપરો સમય છે. વધુ મહેનત કરવી પડશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઊજાગરા પણ થશે. સંતાનોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. છેલ્લા દિવસે તમે આધ્યાત્મિક બાબતોમાં વધુ ઊંડા ઉતરાવાની ઇચ્છા રાખશો. અત્યારે મુસાફરી શક્ય હોય તો ટાળવી તેમ જ વાહન ચલાવતી વખતે બેદરકારી ન રાખવી. ત્રીજા અને ચોથા દિવસે ઋતુગત બીમારીઓ સામે સાચવવાની સલાહ છે. સપ્તાહના છેલ્લા દિવસે બપોર પછી ખાવા-પીવામા બેદરકાર રહેશો તો, આપનું આરોગ્યર બગડશે.
————————————-.
કન્યા : સપ્તાહની શરૂઆતના તબક્કામાં તમારે ખાસ કરીને પારિવારિક જીવનમાં વધુ ધ્યાન આપવું પડશે. કેટલાક મહત્વના મુદ્દાઓ પર સમાધાનની નીતિ પણ અપનાવવી પડશે. પ્રેમસંબંધોમાં તા. 9ના મધ્યાહનથી 11ની સાંજ સુધીનો સમય ઘણો સારો છે પરંતુ અત્યારે તમે વધુ પડતા વિજાતીય આકર્ષણમાં કોઇ અનૈતિક સંબંધોમાં આગળ ના વધો તેનું ધ્યાન રાખવું પડશે. દાંપત્યીજીવન માટે સારો તબક્કો છે. જીવનસાથી સાથે સારી ક્ષણો વિતાવી પ્રેમનો સુખદ અનુભવ માણી શકો. મન પ્રફુલ્લિત થાય તે માટે આપ્તજનો સાથે પ્રવાસની શક્યતા છે. સપ્તાહના મધ્ય પછી તમારા વિચારોમાં સર્જનાત્મકતા આવશે અને બૌદ્ધિકપ્રતિભા પણ વધુ ખીલી ઉઠશે. આવી સ્થિતિમાં તમે પ્રોફેશનલ મોરચે બહેતર પરફોર્મન્સ આપી શકશો. નોકરીમાં પણ તમારું પરફોર્મન્સ સારું રહેશે. આપ જાહેરક્ષેત્રના કાર્યોમાં જોડાઓ અને તેમાં આપના કામની પ્રશંસા પણ થશે. જોકે પિતા અથવા વડીલો સાથે તમારે હજુ પણ સંબંધોમાં સાચવવું પડશે. અત્યારે કાયદા કે સરકાર વિરોધી કોઇપણ કાર્યો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વિદ્યાર્થી જાતકોને શરૂઆતનો સમય થોડો મુશ્કેલ રહે, ત્રીજા દિવસથી તેમાં નોંધપાત્ર સુધારો આવશે. સ્વાસ્થ્યમાં માથામાં દુખાવો, આંખોમાં બળતરા, હૃદયના ધબકારાની અનિયમતતા અથવા કમરમાં દુખાવાની ફરિયાદ થઇ શકે છે.
————————————-.
તુલા : આપને આર્થિક લાભની શક્યતા છે. પરિવાર સાથે ફરવાનું, તીર્થયાત્રાએ જવાનું કે મોલમાં શોપિંગ અને સીનેમાઘરની મુલાકાતે જવાનું પણ થાય. આ સપ્તાહે પ્રોફેશનલ મોરચે પોતાના વર્તમાન કાર્યોમાં એકધારી ગતિએ આગળ વધી શકશો પરંતુ કંઇક નવી શરૂઆત કરવામાં વિલંબ થઇ શકે છે. વિદ્યાર્થી જાતકોને શરૂઆત થોડી નબળી છે પરંતુ ઉત્તરાર્ધમાં અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. પ્રેમસંબંધો માટે પહેલા દિવસને બાદ કરતા એકંદરે સમય સારો છે પરંતુ ઉત્તરાર્ધમાં શક્ય હોય ત્યાં સુધી કોઇની લાગણી સાથે રમત કરવાની કોશિષ કરવી નહીં. જાહેર કાર્યક્રમોમાં તમે ભાગ લો અથવા ઘરમાં જ કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં બધાને મળો તેવી શક્યતા છે. છેલ્લા દિવસે આપને મોસાળપક્ષ તરફથી લાભ થાય અથવા તો સારા સમાચાર મળે. શરૂઆતના સમયમાં જો મુસાફરીનું આયોજન કરો તો બદલાતા માહોલમાં સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. તા. 9ના મધ્યાહનથી 11ની સાંજ સુધી ખાસ કરીને કફ, છાતિમાં બળતરા અથવા દુખાવો, ફેફસાને લગતી ફરિયાદો થઇ શકે છે. બાકીના સમયમાં તમે સ્વાસ્થ્ય સુખાકારી માણી શકો. અંતિમ ચરણમાં ભોજનમાં શક્ય હોય તો પ્રવાહી વધુ લેવું.
————————————-.
વૃશ્ચિક : જો આપ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો તેને વધારવા અંગે વિચારશો. પહેલા દિવસે તમને આર્થિક બાબતોમાં થોડી ખેંચતાણ રહે પરંતુ બીજા દિવસના મધ્યાહનથી સ્થિતિમાં સુધારો આવતા પ્રોફેશનલ મોરચે નાણાંના કારણે તમે અટકો તેવી શક્યતા ઓછી છે. સામાજિક અને જાહેરક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે. કુટુંબ સાથે સપ્તાહના મધ્યમાં સારો સમય વિતાવી શકો અને તેમની ખુશી માટે કોઇ નવી ખરીદી કરો તેવી પણ સંભાવના રહેશે. સપ્તાહના મધ્ય પછી દાંપત્યજીવનમાં સુખ સંતોષ અને રોમાન્સનો અનુભવ કરશો. અવિવાહિતોને પણ પ્રેમસંબંધોની શરૂઆત થવાની શક્યતા છે અથવા કોઇ ખાસ પાત્ર તરફ તમે આકર્ષિત થાવ. મોજમજા અને મનોરંજનમાં સમય વીતે તથા ભાગીદારીમાં લાભ થાય. નવા કરારો કરવા માટે પણ તમે આગળ વધી શકો છો. આયાત- નિકાસના ધંધામાં સપ્તાહના મધ્યમાં સફળતા મળશે. વિદ્યાર્થી જાતકોને સપ્તાહના મધ્ય પછી અભ્યાસમાં રુચિ વધશે પરંતુ સાથે સાથે તમે ઇતરપ્રવૃત્તિઓમાં વધુ પડતા ગુંચવાઇ ના જાવ તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય સુખાકારી બાબતે હાલમાં ચિંતા તેવું નથી. માત્ર પહેલા દિવસે ખભા કે ગરદનના સ્નાયુઓમાં દુખાવો અથવા દાંત અને જીભને લગતી કોઇ સામાન્ય પીડા થઇ શકે છે.
————————————-.
ધન : સપ્તાહના પહેલા દિવસે તમે પોતાની જાત પર વધુ ધ્યાન આપશો. તમને આત્મમંથન કરવાની પણ ઇચ્છા થશે. જોકે, સંબંધો બાબતે થોડુ સાચવવું કારણ કે તમારી વચ્ચે સંબંધો ધીમી ગતિએ આગળ વધે. કદાચ પારસ્પરિક વિશ્વાસની કસોટી થઇ શકે છે. પ્રોફેશનલ મોરચે ભાગીદારી અથવા નવા કરારોમાં સતર્ક રહેવું. ભાગીદાર અને જીવનસાથી જોડે આર્થિક વ્યવહારમાં મનદુઃખનો પ્રસંગ ના આવે તેનું ધ્યાન રાખવું. આર્થિક મોરચે તા. 9ના મધ્યાહનથી 11ની સાંજ સુધીનો સમય સારો છે. ખાસ કરીને તમારી આવકમાં વૃદ્ધિ કરવા માટે તમે આ સમયમાં પ્રયાસ કરી શકો છો. ઉઘરાણીના કાર્યોમાં વિલંબ પછી ઉકેલ આવી શકે છે. તા. 12થી 14ના મધ્યાહન દરમિયાન સામાજિક પ્રસંગે અથવા કામકાજમાંથી થોડી રાહત મેળવવા માટે બહાર જવાનું થાય. આવા પ્રવાસોમા ખર્ચનું પ્રમાણ વધશે. વિદ્યાર્થીઓને અત્યારે આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. સપ્તાહના છેલ્લા દિવસે મધ્યાહન પછી તમે પરિવારને આરામદાયક અને સુખી જીવન આપવા માટે ગૃહસજાવટમાં ફેરફાર કરો અથવા ફર્નિચર ખરીદો તેવી શક્યતા છે. પહેલા બે દિવસને બાદ કરતા મોટાભાગના સમયમાં તમારી સ્વાસ્થ્ય સુખાકારી જળવાશે.
————————————-.
મકર : પ્રોફેશનલ બાબતોમાં શરૂઆતમાં તમે ઓછુ ધ્યાન આપી શકો પરંતુ બીજા દિવસે મધ્યાહન પછી તમારા કાર્યોમાં દેખીતો સુધારો આવશે. અત્યારે ટેક્સ, સરકારની નિયમોનું પાલન વગેરેમાં ક્યાંય ગાફેલ ના રહેતા અન્યથા ધંધા પર તેની વિપરિત અસર પડી શકે છે. સ્થાસવર મિલકત બાબતમાં હાલ નિર્ણય મોકૂફ રાખવો. કૃષિ અને તે સંબંધિત કામકાજોમાં થોડી મહેનત વધારવી પડશે. સપ્તાહના ઉત્તરાર્ધના તબક્કામાં વિજાતીય પાત્રો સાથે તમારી નીકટતા વધશે અને વાણીના પ્રભાવથી તમે પ્રેમસંબંધોની શરૂઆત કરવામાં સફળ રહેશો. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થવાની શક્યતા છે. છેલ્લા દિવસે મિત્રવર્તુળ સાથે ક્યાંક નજીકમાં ફરવાનું આયોજન થઇ શકે છે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે. વિદ્યાભ્યાકસ માટે શરૂઆતનો તબક્કો બાદ કરતા સમય સારો છે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો પ્રોજેક્ટ વર્કમાં વ્યસ્ત રહેશે. ઉત્તરાર્ધમાં કોઇ સર્જનાત્મક વિષયમાં ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળી શકે છે. સપ્તાહની શરૂઆતમાં માનસિક વ્યજગ્રતાને દૂર કરવા આધ્યાત્મિકતા યોગનો સહારો લેવો. શરૂઆતમાં આપ શારીરિક અને માનસિક થાક અનુભવો જેથી કામમાં મન નહીં ચોંટે પરંતુ બીજા દિવસે મધ્યાહન પછી સ્થિતિમાં ઘણો સુધારો આવશે.
————————————-.
કુંભ : પ્રોફેશનલ મોરચે તમે પહેલા દિવસે સારી શરૂઆત કરો. તા. 10 અને 11ના રોજ તમે કોઇપણ કામમાં સંપૂર્ણ એકચિત્ત નહીં થઇ શકો. ઉત્તરાર્ધમાં તમારા કાર્યો ધીમે ધીમે પાર પડશે જેમાં તમે મોટાભાગે આવકમાં વૃદ્ધિ પર ધ્યાન આપશો. નવા કામની શરૂઆત કરવા માટે પણ તમે સક્રિય થશો. ભાગીદારીના કાર્યોમાં શરૂઆતમાં આગળ વધી શકો છો પરંતુ આખા સપ્તાહ દરમિયાન ખાસ કરીને કોઇપણ નિર્ણય લેતી વખતે તમારા ભાગીદાર સાથે વિચાર-વિમર્શ કરવાની ખાસ સલાહ છે. પ્રેમસંબંધોમાં અત્યારે તમે આગળ વધશો પરંતુ વર્તમાન સંબંધોના ભાવિ અંગે અનિશ્ચિત રહેશો. વિવાહિતોને શરૂઆતમાં વાંધો નહીં આવે પરંતુ ઉત્તરાર્ધમાં તમારી વચ્ચે નજીવી બાબતે ખટરાગ થવાની શક્યતા નકારી શકાય નહીં. સપ્તાહના ઉત્તરાર્ધમાં પરિવારજનો સાથે બેસીને આપ અગત્યીની ચર્ચા વિચારણા કરશો. ઓફિસ કે વ્યતવસાયમાં ઉપરી અધિકારીઓ સાથે ભાવિ પ્રોજેક્ટ કે અગત્યેના મુદ્દે ચર્ચા વિચારણા થાય. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસનો યોગ્ય માહોલ ના મળવાની ફરિયાદો વધી શકે છે. આ સપ્તાહે પહેલા દિવસે તમે સ્ફુર્તિ અનુભવો પરંતુ તા. 9ના મધ્યાહનથી 11ની સાંજ સુધી કામના બોજના કારણે શરીરમાં થાક, આળસ અને કંટાળા પણ અનુભવાશે. સ્વાધસ્ય્ ચ નરમગરમ રહે.
————————————-.

મીન : પારિવારિક બાબતોમાં અહં સંતોષવા કે પછી પોતાની વાત સાચી ઠેરવવાના પ્રયાસથી પરિવારમાં મનદુ:ખના પ્રસંગ થાય. શક્ય હોય ત્યાં સુધી સમાધાનકારી વલણ અપનાવવું. આપના વિચારોમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવશે. પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે સપ્તાહના મધ્યનો તબક્કો આપના માટે સૌથી યોગ્ય રહેશે. આ સમયમાં નોકરી- ધંધાના ક્ષેત્રે સ્પર્ધાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. એમ છતાં નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળે અને કાર્યારંભ કરો પણ ખરા. નાના પ્રવાસની શક્યતાઓ પણ જણાય છે. બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમયને અવકાશ મળે. ઉત્તરાર્ધમાં આપ માનસિક અજંપો વધારે અનુભવશો પરંતુ છેલ્લા દિવસે બપોર પછીનો સમય અનુકૂળતાનો અહેસાસ કરાવશે. વાહન ચલાવતા ધ્યાન રાખવું. નોકરિયાતોને ખાસ ટકોર કરવામાં આવે છે કે, આપના સ્વ.ભાવમાં ગુસ્સો અને જિદ્દીપણું વધારે રહેશે જેથી કામકાજના સ્થળે તેના વિપરિત પરિણામો ના આવે તેનુ ધ્યાન રાખવું. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં શરૂઆત સારી રહે.ઉત્તરાર્ધમાં તમારું મન ચંચળ રહેવાથી ઓછુ ધ્યાન આપી શકો. નિયમિત કસરત, મેડિટેશન તેમ જ યોગથી ફાયદો થશે.
————————————-.

15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2019

મેષ : શરૂઆતના બે દિવસ સાચવવા જેવા છે કારણ કે તમારા વિચારોમાં થોડી નકારાત્મકતા રહે તેમજ તમે કોઇપણ કામ કરો તેમાં પાસા ઉલટા પડતા હોય તેવું પણ લાગે. અપેક્ષા કરતા ઓછુ ફળ મળવાથી થોડી નિરાશા પણ રહે અને સ્વાસ્થ્યની ફરિયાદો તમારી બચેની વધારશે. જોકે, માત્ર આ બે દિવસના કારણે નિરાશ થવાની જરૂર નથી કારણ કે તે પછીનો તબક્કો ઘણો સારો છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. પ્રેમીજનો પ્રિયપાત્રનું સાનિધ્યક માણી શકે. તમારા ચહેરા પર તેજ વધશે જેથી વિજાતીય પાત્રોને આકર્ષવામાં સફળ રહેશો. શેર સટ્ટામાં લાભ લેવો હોય તો કોઇપણ ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. સપ્તાહના છેલ્લા ચરણમાં આવકમાં વધારો થાય જેથી આપનામાં મનની દૃઢતા અને આત્મેવિશ્વાસ છલકાશે માટે દરેક કાર્યમાં આપના પ્રયાસો ફળશે. આપનો દરેક કાર્ય પૂર્વાયોજન પ્રમાણે પાર પડશે. બીમાર વ્યદક્તિની તબિયતમાં સુધારો થશે. તન અને મનથી સ્વોસ્થા રહેશો. નવા વસ્ત્રો આભૂષણો કે વાહનની ખરીદી થવાના યોગો પણ નકારી શકાય નહીં. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. ઘરમાં સજાવટ, ફર્નિચર કે રંગરોગાન જેવા કાર્યોમાં ખર્ચ કરશો.
————————————-.
વૃષભ : સપ્તાહની શરૂઆતમાં આપ રોજિંદા કાર્યો આત્મવિશ્વાસપૂર્વક સારી રીતે પાર પાડી શકશો. ઘરમાં સુખશાંતિ અને આનંદનો માહોલ રહેશે. જાહેર કાર્યક્રમો અથવા સમાજને લગતા કાર્યોમાં તમે ભાગ લો અથવા કોઇ જાહેર મેળાવડામાં પણ જવાનું પસંદ કરશો. પ્રોફેશનલ મોરચે અત્યારે તમારી સક્રિયતા સારી રહે અને તેમાં પણ શરૂઆત અને અંતિમ તબક્કામાં કોઈ મહત્વની વ્યક્તિ સાથે વાટાઘાટો થાય અથવા ભાગીદારીના કાર્યો કે સહિયારા સાહસો અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે. કોઈપણ મહત્વના નિર્ણય માટે શક્ય હોય ત્યાં સુધી સપ્તાહના મધ્યનો સમય ટાળવો. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાવસમાં સારો દેખાવ કરી શકે. જોકે અભ્યાસની સાથે સાથે તમારું મન ઇતરપ્રવૃત્તિઓ તરફ પણ ઝુકેલું રહેશે. ખાસ કરીને તા. 17 થી 19ના મધ્યાહન સુધી તમારે અભ્યાસમાં વધુ એકાગ્રતા જાળવવી પડશે. શરૂઆતમાં આપના સ્વ ભાવમાં ભાવુક્તા વધારે રહે. આ કારણે તમે પ્રેમસંબંધોમાં વધુ ઝુકેલા રહેશો. જોકે સપ્તાહના મધ્યમાં તમે સંબંધોમાં આગળ વધવાના બદલે એકાંત પસંદ કરશો. લગ્નોત્સુક જાતકો માટે શરૂઆત અને અંતિમ તબક્કો કોઇપણ નિર્ણય લેવા માટે શુભ પુરવાર થશે. સપ્તાહના મધ્યમાં પેટના દર્દની શક્યતા હોવાથી ખાવા-પીવામાં થોડું ધ્યાન રાખવું.
————————————-.

મિથુન : સપ્તાહની શરૂઆત સ્ફૂર્તિ અને તાજગી સાથે થશે. તમે પ્રોફેશનલ બાબતોમાં ઘણું ધ્યાન આપશો. પ્રોફેશનલ વર્તુળમાં બૌદ્ધિક કે તાર્કિક વિચાર-વિનિમયને અવકાશ મળશે. હરીફો તમને ટક્કર આપવાનો પ્રયાસ કરશે પરંતુ આ સ્પર્ધાત્મક માહોલમાં જ તમે બહેતર પરફોર્મન્સ આપીને પોતાની આવડત પુરવાર કરી શકશો. સપ્તાહના મધ્યનો તબક્કો પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે સારો છે. તમે કોઇ નવા પાત્ર સાથે સંબંધોની શરૂઆત કરી શકશો. જોકે, તમારી વચ્ચે પારસ્પરિક વિશ્વાસ જળવાય તે વધુ મહત્વપૂર્ણ છે. ઘરમાં મિત્રો અને સગાં સ્નેબહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. આપને આર્થિક લાભ મળવાની પણ શક્યતા પણ નકારી શકાય નહીં. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. છેલ્લા ચરણમાં આપના મનની એકાગ્રતા ઓછી રહેતા મન વિહવળ બનશે. મહત્વછના દસ્તાેવેજો પર સહી-સિક્કા કરતાં ધ્યા ન રાખવું. શુભ કે માંગલિક કાર્યો ન કરવા. આપને નાણાકીય બાબતોમાં સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. આપને તાવ, સંધિવા, અજીર્ણ, પેટનો દુઃખાવો જેવી સમસ્યા થવાની શક્યતા છે. આપ કોઇપણ નિર્ણય લાગણીઓના પ્રવાહમાં તણાયા વગર લેજો.
————————————-.
કર્ક : ગત સપ્તાહના અંતમાં તમે થોડી બેચેની સાથે સમય પસાર કર્યો હશે પરંતુ આ સપ્તાહની શરૂઆત તમે નવી તાજગી અને ઉત્સાહ સાથે કરશો. આ કારણે જુની આળસ, જુના વિચારો બધુ જ ભુલીને તમે નવી સકારાત્મકતા સાથે આગળ વધશો. આર્થિક અને વ્યાીવસાયિક દૃષ્ટિએ લાંબાગાળાના નાણાંકીય આયોજનો પાર પડશે. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. વેપારીઓ તેમના વેપારનું વિસ્તપરણ અને આયોજન કરી શકશે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં અત્યારે સારું પરિણામ મળી શકે છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં તમે અભ્યાસ પ્રત્યે વધુ ગંભીર થશો. વિવાહિતોને જીવનસાથીના શોખ ભિન્ન પ્રકારના રહેશે પરંતુ આપ પૂરતો સમય નહીં આપી શકો કારણ કે આ સપ્તાહમાં મોટાભાગનો સમય તમે પ્રોફેશન માટે ફાળવશો. જોકે, છતાં પણ પ્રેમસંબંધો અથવા દાંપત્યજીવનમાં છેલ્લા ચરણમાં આત્મીયતા વધુ રહેશે માટે આખુ સપ્તાહ ખૂબ વ્યસ્તતામાં પસાર કર્યા પછી તમે આપ્તજનો અને પ્રિયપાત્ર સાથે વિકએન્ડ ખુશી ખુશી સાથે પસાર કરી આત્મસંતોષનો અહેસાસ કરશો. વિકએન્ડમાં સ્વાસ્થ્ય પણ આપને સાથ આપશે. બીમાર વ્યમક્તિને તબિયતમાં સુધારો જણાશે. છેલ્લા ત્રણ દિવસમાં સતત જનસંપર્કમાં રહેવાનું થાય.
————————————-.

સિંહ : આ સપ્તાહની શરૂઆતમાં બે દિવસ તમારું મન કોઇપણ કાર્યો કે સંબંધોમાં ઓછુ કેન્દ્રિત થશે પરંતુ પછીના સમયમાં પ્રોફેશનલ મોરચે ખાસ કરીને આયાત- નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. તમારી કલાત્મક અને મીઠી વાણીથી પ્રોફેશનલ કાર્યો ઉકેલવામાં ઘણી મદદ મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સપ્તાહના મધ્યનો સમય અનુકૂળ છે. ધંધાર્થે મુસાફરીની શક્યતા પણ રહે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્યરના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. આ સમયમાં તમે પરિવારની બાબતમાં ઊંડો રસ લઇ ઘરના સભ્યોઉ સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે પણ આયોજન કરશો. સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં આપનો મોટાભાગનો સમય વીતશે. પ્રેમસંબંધો ધીમી ગતિએ આગળ વધશે. તમારી વચ્ચે ક્યારેક સામાન્ય બાબતોમાં થોડો તણાવ પણ થઇ શકે છે. આવી સ્થિતિમાં તમારે પોતાના અહંને ભુલવો પડશે. વિદ્યાર્થી જાતકો માટે શરૂઆત ધીમી થશે પરંતુ જેમ સમય વિતશે તેમ સ્થિતિમાં સુધારો આવે. સ્વાસ્થ્ય બાબતે પહેલા બે દિવસને બાદ કરતા મોટાભાગનો સમય બહેતર છે.
————————————-.
કન્યા : આ સપ્તાહે જો પ્રોફેશનલ બાબતોની વાત કરીએ તો શરૂઆત તમે સારી જ કરશો. સપ્તાહના મધ્ય બાદ ખાસ કરીને કમ્યુનિકેશન, ટેલિકોમ, શિક્ષણ, કન્સલ્ટન્સિ જેવા કાર્યોમાં તમે વધુ સારું પરફોર્મન્સ આપી શકશો. પૂર્વાર્ધમાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. સરકારી લાભ થવાની પણ શક્યતા છે. વેપારીઓને વ્યા્વસાયિક લાભ થાય. બિઝનેસમાં નવા ક્લાયન્ટ મળવાની અને નવી કંપનીઓ સાથે જોડાણો થવાની સંભાવના છે. નોકરિયાતોની કામમાં ધગશ અને આવડત જોઈને ઉપરી અધિકારીઓ પીઠ થાબડશે. આપની કારકીર્દિમાં તેનાથી લાંબાગાળાનો લાભ થશે. ઓફીસમાં સહકર્મીઓનો સહકાર મળી રહેશે. સપ્તાહના મધ્યમાં તમે પરિવાર અને પારિવારિક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આપના વિચારોમાં ઝડપથી ફેરફાર થાય. આપ ઘણા આક્રમક અને જિદ્દી સ્વભાવના બની શકો છે. આવી સ્થિતિમાં તમારે સંબંધો સાચવવા પડશે. પ્રેમસંબંધો અને દાંપત્યજીવનમાં પણ તમારી વચ્ચે આકર્ષણ હોવા છતાં સ્વભાવની ઉગ્રતા અથવા અહં સંબંધોમાં તણાવ ઉભો કરી શકે છે. સપ્તાહની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય સારું રહે પરંતુ ઉત્તરાર્ધમાં શરદી-સળેખમ, ખાંસી, અજીર્ણ જેવી બીમારીઓ સતાવે જ્યારે છેલ્લા દિવસે મનની ઉદાસીનતા આપનામાં નકારાત્મમક વિચારો પેદા કરી શકે છે.
————————————-.
તુલા : સપ્તાહની શરૂઆત તમે પ્રોફેશનલ મોરચે સક્રિયતા સાથે કરશો જેમાં ખાસ કરીને નોકરિયાતો તેમના કાર્યોમાં વધુ સમર્પિત થશે. વેપારીઓ તેમના વેપાર-ધંધામાં વિસ્તરરણ અને નવી પ્રોજેક્ટનું આયોજન કરી શકશે. આપને સહકાર્યકરો અને ઉપરી અધિકારીઓનો સારો સાથ સહકાર મળશે અને પ્રશંસા કરશે. બઢતી તેમ જ પગાર વધારાની શક્યતા છે. ભાગીદારો સાથે આપના સંબંધો સુમેળભર્યા રહેશે. વિજાતીય આકર્ષણ વધશે તેમ જ પ્રણય સંબંધો બંધાય પરંતુ સંબંધોમાં તમારે કટિબદ્ધતા રાખવી પડશે. સપ્તાહના મધ્યમાં તમે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો. જોકે, છેલ્લા ચરણમાં તમારું મન થોડું વ્યાકુળ રહેશે અથવા તમને એકાંતમાં રહેવાનું વધુ પસંદ પડશે. છેલ્લા ત્રણ દિવસ સંબંધોમાં નવી શરૂઆત કરવા માટે ઠીક નથી. વિદ્યાર્થીઓ શરૂઆતમાં અભ્યાસમાં ધ્યાન આપી શકશે પરંતુ છેલ્લા બે દિવસમાં તમારું શિડ્યુલ ખોરવાઇ શકે છે. સપ્તાહના અંતિમ ચરણમાં આપની ધાર્મિક વૃત્તિમાં પણ વધારો થશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે. જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરશો. અંતિમ બે દિવસમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે.
————————————-.
વૃશ્ચિક : પ્રોફેશનલ મોરચે આ સપ્તાહે નોકરી અથવા ધંધામાં આપ અગ્રતાક્રમ અનુસાર કામ હાથ ધરશો અને નિર્ધારિત સમયમાં તમામ કામો પૂર્ણ કરી વિરોધીઓની બોલતી બંધ કરી દેશો. આપ જે પણ કાર્ય કરો તેમાં સંતોષ અનુભવશો. વાહનો, પ્રિન્ટિંગ, રસાયણ, કૃષિ અને તેને લગતી ચીજોના કાર્યોમાં અત્યારે સફળતાની ઘણી સારી શક્યતાઓ છે. અત્યારે તમારા કામના ફળરૂપે અથવા અન્ય પ્રકારે આર્થિક લાભની આશા રાખી શકો છો. સ્ત્રીીઓ તરફથી લાભ મળવાની શક્યતા છે. શરૂઆતના બે દિવસમાં રોમાન્સની લાગણી તમારામાં સૌથી વધુ રહેશે આ ઉપરાંત છેલ્લા બે દિવસ પણ પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવવા માટે ઉત્તમ છે. આ સમયમાં વડીલો કે પૂજનીય વ્યવક્તિઓને મળવાનું પણ થાય. સંતાનોના શુભ સમાચાર મળે. આર્થિક મોરચે ઝડપથી કમાણી કરવા માટે શોર્ટકટ શોધવા લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્યાભન રાખવું. સ્વાસ્થ્ય સુખાકારી માટે શરૂઆત અને અંતિમ ચરણ સારું છે પરંતુ ખાસ કરીને સપ્તાહના મધ્યમાં કામનો બોજ અથવા ઋતુગત સમસ્યાઓના કારણે તમે થાકી જાવ, શરીરમાં સુસ્તિ રહે તેવી શક્યતા છે. કામની સાથે આરામને પણ પૂરતું મહત્વ આપવું.
————————————-.
ધન : સપ્તાહની શરૂઆતમાં ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. પરિવારજનો સાથે આનંદમાં સમય પસાર કરશો. તમે પરિવારની ખુશી માટે અથવા તેમને આરામદાયક જીવન આપવા માટે કોઇ ચીજવસ્તુ ખરીદો તેવી સંભાવના રહેશે. પ્રોફેશનલ મોરચે આખુ સપ્તાહ આપની તરફેણમાં જ છે જેમાં ખાસ કરીને ઉત્તરાર્ધમાં નોકરિયાતો તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકશે. ભાગીદારીના કાર્યોમાં અત્યારે સાવચેતીપૂર્વક આગળ વધવું. જેમને ઉપરીઓ તરફથી સહકાર ના મળતો હોવાની ફરિયાદ હોય તેમને પણ સપ્તાહના મધ્ય પછી સ્થિતિમાં સુધારો આવશે. કામકાજમાં કાયદાકીય અને સરકારી નિયમોની ગુંચવણો ઉકેલાઇ શકે છે. પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે તા. 17 થી 19ના મધ્યાહન સુધીનો તબક્કો આપની તરફેણમાં છે. જોકે, પહેલાથી સંબંધોમાં છે તેમણે પોતાના સાથીને સંબંધોમાં નિરસતા ના વર્તાય તે માટે કામકાજમાંથી વિરામ લઇને તેમની સાથે સમય વિતાવવો. આ ઉપરાંત તેમને વિશેષ મહત્વ આપવાનો પ્રયાસ કરવો. વિદ્યાર્થીઓ માટે સમય એકંદરે સારો છે પરંતુ અભ્યાસમાં વધુ મહેનત સાથે આયોજનપૂર્વક આગળ વધવું જરૂરી છે. સ્વાસ્થ્ય સુખાકારી બાબતે તા. 19ના મધ્યાહનથી સપ્તાહના અંત સુધીનો સમય થોડો સાચવવો પડશે.
————————————-.
મકર : સપ્તાહની શરૂઆતમાં નાણાંકીય બાબતોમાં સાવધ રહેવું અને લેવડદેવડમાં ચેતીને ચાલવું. બીજા દિવસે મધ્યાહન પછી તમે કમાણી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આવકના સ્ત્રોતો વધારવા માટે અથવા ક્યાંકથી નાણાં લેવાના હોય તો ઉઘરાણીમાં તમે વાકપટુતાથી કામ પાર પાડી શકશો. અત્યારે તમે જીવનમાં નાણાંનું સાચું મહત્વ સમજશો અને તેના કારણે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે રોકાણ અંગે આયોજન કરશો. ધાર્મિક બાબતોમાં ખર્ચની શક્યતા નકારી શકાય નહીં. પ્રોફેશનલ મોરચે સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે ઘણું સારું ધ્યાન આપી શકો. ખાસ કરીને તમારા વિચારોમાં સર્જનાત્મકતા વધુ રહેવાથી કંઇક નવું કરવાની ઝંખના જાગશે. તમે પોતાની પ્રોડક્ટ અથવા સેવાની ગુણવત્તા વધારવા માટે ખર્ચ કરી શકો છો. ઉત્તરાર્ધમાં ઓફિસમાં સ્ત્રીપ કર્મચારીઓથી આપને લાભ થાય. વિકએન્ડમાં કોઈ નવા કામનું આયોજન કરવાની પ્રેરણા મળશે. વિદ્યાર્થી જાતકોને પહેલો દિવસ બાદ કરતા સમય સારો છે. સ્વાસ્થ્ય સુખાકારી પણ આ સપ્તાહમાં જળવાઇ રહેશે. પરંતુ, કમરમાં દુખાવો, આંખોની બળતરા અથવા હરસ-મસા, પિત્ત જેવી સમસ્યાઓ થોડી પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી નહીં.
————————————-.
કુંભ : સપ્તાહની શરૂઆતમાં તમારી વાણીમાં મીઠાશ રહેવાથી પ્રોફેશનલ મોરચે તમે તેનો સદુપયોગ કરી શકશો. તા. 17 થી 19ના મધ્યાહન દરમિયાન પ્રવાસ, આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. નોકરિયાતોને શરૂઆતમાં ખાસ વાંધો નહીં આવે પરંતુ ઉત્તરાર્ધમાં ઉપરીઓ તરફથી સહકારનો અભાવ વર્તાઇ શકે છે. આ ઉપરાંત વ્યવાસાયિકોને સરકારી નિયમો, કાયદાને લગતા અવરોધો, ટેક્સ સંબંધિત બાબતોમાં તમારો સમય ખર્ચાઇ જતા કામમાં ઓછુ ધ્યાન આપી શકો. વિદ્યાર્થી જાતકો શરૂઆતમાં અભ્યાસમાં વધુ રુચિ લઇ શકે પરંતુ વ્યાપક ચિત્ર જોવામાં આવે તો અત્યારે ઇચ્છિત પરિણામ માટે અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. આપ રહસ્ય મય બાબતો તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. જીવનની વાસ્તવિકતા સમજવાના પ્રયાસરૂપે આપ આધ્યાત્મિકતા તરફ વળશો. ઉત્તરાર્ધમાં પરિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. પ્રેમસંબંધોમાં અત્યારે ખૂબ સાચવીને આગળ વધજો. અત્યારે સંતાનોના અભ્યાસ અંગેના પ્રશ્નો મૂંઝવશે. ખાસ કરીને તેમના અભ્યાસને લગતી બાબતોમાં તમારે વધુ વ્યસ્ત રહેવું પડશે. મોટાભાગના સમયમાં આપના તન-મનનું સ્વા્સ્ય્ આ જળવાશે. છતાં પણ, ઉત્તરાર્ધમાં ખાસ કરીને પીઠ દર્દ અને બ્લડપ્રેશરની તકલીફો હોય તેમણે વધુ સાચવવું પડશે.
————————————-.
મીન : સપ્તાહની શરૂઆતમાં જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે નિકટતા માણી શકશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની ખ્યાતિ વધશે. ભાગીદારો સાથે સંબંધો સુમેળભર્યા રહેશે. પ્રોફેશનલ મોરચે નવા કરારો કરવામાં પણ અનુકૂળતા રહેશે. તમે વાણીના પ્રભાવથી પણ આ સપ્તાહના પૂર્વાર્ધમાં તમારા સંખ્યાબંધ કાર્યો પાર પાડી શકશો. કમાણી વધારવામાં પણ તમારી મીઠી વાણી ઉપયોગી પુરવાર થશે. તમને કામકાજમાં કેટલાક ફેરફારો કરવાની ઇચ્છા થાય પરંતુ તેનો નિર્ણય સમજી વિચારીને લેવો. આયાત- નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્તુ્ પાછી મળવાની સંભાવના છે. અત્યારે કાર્યસ્થળ અથવા ઘરે આપનું વલણ ન્યા ય ભરેલું રહેવું જરૂરી છે. ખાસ કરીને પરિવારના સભ્યો જોડે મહત્વની બાબતે ચર્ચા કરતી વખતે તમારો હઠાગ્રહ છોડવો પડશે. શરીરમાં ગરમી સંબંધિત સમસ્યાઓ કે ત્વચાની તકલીફો થઈ શકે છે. કમરમાં દુખાવો અથવા પિત્તની તકલીફ હોય તેમને ઉત્તરાર્ધમાં રાહત થવા લાગશે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં અનુકૂળતા રહે. જેઓ ભાવિ અભ્યાસ અંગે કોઈની સાથે ચર્ચા કરવા માંગતા હોય તેમના માટે પણ સમય સારો છે.
————————————-.
22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2019

મેષ : પરિવારમાં પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આર્થિક લાભ અને પરિવારમાં આનંદ છવાય. સરકાર તરફથી લાભ, જાહેર માન સન્માઈનમાં વૃદ્ધિ અને ગૃહસ્થરજીવનમાં સુખશાંતિથી ધન્યછતા અનુભવશો.આપની સામાજિક સક્રિયતા વધતા સમાજમાં આગવું સ્થા ન મેળવી શકો. વડીલ વ્યખક્તિઓ અને મિત્રોનો પૂરો સાથ સહકાર મળે. સંતાનો અને પત્નીા તરફથી લાભ થાય. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથી મળવાની પ્રબળ શક્યતા છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ શકે છે. શરૂઆતમાં આર્થિક બાબતોનું આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્યાતન રાખશો તો ફાયદામાં રહેશો. ધાર્મિક કાર્યો, પરોપકાર, જનસેવા પાછળ ખર્ચ થશે પરંતુ તેનાથી આપને અલગ પ્રકારનો આનંદ મળશે. લાલચવૃત્તિમાં આવીને ખોટા કાર્યોમાં હાથ ન નાખતા. પ્રેમસંબંધોમાં નજીવી બાબતોમાં તકરાર ના થાય તેનું ધ્યાન રાખવું. નોકરિયાતોને કામકાજમાં સર્જનાત્મકતા આવે અને તમારી બૌદ્ધિક પ્રતિભા પણ સાથ આપી રહી હોવાથી નવીન શૈલીથી કામ કરીને સૌને પ્રભાવિત કરી શકો. અત્યારે સ્વાસ્થ્યમાં થોડુ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને માથામાં દુખાવો, આંખોની બળતરા, ત્વચાને લગતી ફરિયાદો થઇ શકે છે.
————————————-.
વૃષભ : સપ્તાહની શરૂઆતમાં બે દિવસ તમારે વાણી અને કમ્યુનિકેશનમાં થોડી સ્પષ્ટતા રાખવી જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય. સેલ્સ અને માર્કેટિંગ, શિક્ષણ, કન્સલ્ટન્સિ જેવા કાર્યોમાં જોડાયેલા હોય તેમને શરૂઆતનો તબક્કો થોડો કઠણ છે પરંતુ નોકરિયાતોને પરિસ્થિતિમાં તબક્કાવાર સુધારો થશે. વ્યાપારમાં ઉઘરાણીના નાણાં છૂટા થતા આર્થિક રાહત થશે પરંતુ આ નાણાં કદાચ તમારી અપેક્ષા કરતા ઓછી હોઇ શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થવાની શક્યતા છે. પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહેશે. સરકાર તરફથી લાભ થાય. દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળતા આપને માનસિક હળવાશનો અહેસાસ થશે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વધે તેવી શક્યતા છે. સપ્તાહના મધ્યમાં વડીલવર્ગનો પૂરતો સહકાર અને માર્ગદર્શન મળશે જે આપને પ્રગતિની કેડી કંડારવામાં મદદરૂપ થશે. પ્રેમસંબંધોમાં તમે ઝુકેલા રહેશો પરંતુ શરૂઆતના બે દિવસમાં પ્રેમની અભિવ્યક્તિ કરવામાં થોડુ સાચવવું અન્યથા તમારી વાતનું ખોટુ અર્થઘટન થઇ શકે છે. મુલાકાતો અથવા લગ્ન માટે પાત્ર જોવા જવાનું હોય તો છેલ્લો દિવસ બહેતર રહેશે. અત્યારે સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહેશે પરંતુ શરૂઆતના બે દિવસમાં ખભાના સ્નાયુઓ, ગરદન અથવા કાનમાં દુખાવો થઇ શકે છે.
————————————-.
મિથુન : આ સપ્તાહે શરૂઆતમાં તમે વૈચારિક રીતે થોડા ગુંચવાયેલા રહેશો. તેના કારણે પારિવારિક અને પ્રોફેશનલ બંને પ્રકારના સંબંધોમાં વિપરિત અસર પડી શકે છે. આવી સ્થિતિમાં સ્વાનભિમાન ઘવાતાં મનમાં ગ્લાેનિ અનુભવશો. શક્ય હોય ત્યાં સુધી પરિસ્થિતિને સ્વીકારવાનો આગ્રહ રાખવો કારણ કે, ત્રીજા દિવસથી તમારા માટે ઉત્તમ તબક્કો શરૂ થશે જે અગાઉના વિપરિત સંજોગો ભુલવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે. ત્રીજા અને ચોથા દિવસે તમે પોતાની આવક વધારવા પર ધ્યાન આપશો અને આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટે પણ સક્રિય થશો. અત્યારે તમારામાં સાહસવૃત્તિ સારી રહેવાથી સપ્તાહના મધ્યમાં કોઇ એડવેન્ટર ટૂર અથવા સ્પોર્ટ્સમાં જોડાવ તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. ભોજન અને ઉંઘમાં અનિયમિતતા રહેવાથી પેટ સંબંધિત નાની-નાની સમસ્યાઓ કે માથામાં દુઃખાવાની ફરિયાદ રહે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી તમને ભોજનની અતિશયોક્તિ અથવા ડાયાબિટિસ અને મેદસ્વીતાને લગતા પ્રશ્નો સતાવી રહ્યા છે માટે અત્યારે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ચાલે તેમ નથી. મનની શાંતિ માટે આદ્યાત્મિકતા શ્રેષ્ઠા ઉપાય રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાના કે આધ્યાત્મિક ગુરુને મળવાના યોગો પણ છે.
————————————-.

કર્ક : સપ્તાહની શરૂઆતમાં તમારું મન થોડુ બેચેન રહેશે. પહેલા બે દિવસમાં શક્ય હોય ત્યાં સુધી આધ્યાત્મનો માર્ગ અપનાવીને માનસિક શાંતિ અને સ્થિરતાનો પ્રયાસ કરવો. શરૂઆતમાં રાગદ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સંભાળવું. ઝડપથી વાહન ન ચલાવવું. બહારનું ખાવા-પીવાનું ટાળવું તેમ જ નિયમિત કસરત કરવી. ત્રીજા દિવસથી તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેથી તમે કામ, વ્યક્તિગત અને પ્રોફેશનલ જીવન પ્રત્યે તન-મનથી સમર્પિત થશો. તમે આત્મવિકાસ અને આત્મનિખાર માટે સક્રિય થશો. તમારા ચહેરા પર વધુ તેજ જોવા મળે. આ ઉપરાંત ઉત્તરાર્ધનો તબક્કો આવકમાં વૃદ્ધિ થવાનો સંકેત આપે છે જેથી તમારામાં આત્મવિશ્વાસ પણ વધશે. ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. છેલ્લા દિવસે આપ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે અથવા મન પ્રફુલ્લિત કરવા માટે ફરવાનાના પ્રવાસ થાય અને એમાં લાભ થાય. સામાજિક પ્રસંગોમાં સગાંસ્ને હીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. સંતાનોના શુભ સમાચાર મળે. દૂર વસતા વડીલો સાથે સંપર્ક વ્યોવહાર થાય.
————————————-.
સિંહ : સપ્તાહની શરૂઆતમાં તમે સંબંધો તરફ થોડા ઝુકેલા રહેશો પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો કે અત્યારે શરૂ થયેલા નવા સંબંધોનું ભાવિ અનિશ્ચિત હોઇ શકે છે. જો પહેલાંથી સંબંધો હશો તે તેમાં પણ તમને નિરસતા વર્તાઇ શકે છે. ખાસ કરીને પૂર્વાર્ધના તબક્કામાં તમે શાંતિ જાળવો એ જ મહત્વનું છે. ઉત્તરાર્ધમાં પણ છેલ્લા દિવસને બાદ કરતા તમારામાં ગુસ્સાનું પ્રમાણ રહેશે. પ્રોફેશનલ મોરચે સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં આપને મહત્વપૂર્ણ વાટાઘાટોમાં સફળતા મળશે. પરિવાર અને સંતાનો સાથે પ્રવાસ-પર્યટનનું આયોજન થાય. તા. 24 અને 25ના રોજ આપ માનસિક રીતે સ્વ સ્થપ ન હોવ તેમ જ શારીરિક રીતે પણ માંદગીનો અનુભવ કરશો. ખાસ કરીને અનિદ્રા, માથાનું દર્દ, કમળો કે તાવના ભોગ ન બનો તેનું ધ્યાન રાખજો. ઉત્તરાર્ધમાં મૂડીરોકાણમાં લાંબાગાળાનું આયોજન કરશો તો ફાયદો થશે. છેલ્લા ચરણમાં તમે પોતાની જાત માટે વધુ સમય અને નાણાં ખર્ચશો. અત્યારે તમારામાં રહેલી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરશો તો ફાયદો ઉઠાવી શકશો અન્યથા તેના કારણે જ મુશ્કેલીમાં મુકાઇ શકો છો. છેલ્લા દિવસે આવકમાં વૃદ્ધિ કરવા માટેના પ્રયાસો સફળ થઇ શકે છે.
————————————-.
કન્યા : શરૂઆતમાં નોકરી- વ્યકવસાયના ક્ષેત્રે સ્પસર્ધાયુક્ત વાતાવરણ રહેશે. પરંતુ ચિંતાની જરૂર નથી કારણ કે તેમાંથી બહાર આવવાના આપના પ્રયત્નોા કામયાબ નીવડશે. તમે નવું કાર્ય કરવા પ્રેરિત થશો. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે અને તેમનાથી લાભ થાય. તા. 26 અને 27ના રોજ તમારું મન થોડા અજંપામાં અટવાશે. આ બંને દિવસ નકારાત્મ ક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વિચારોની અસ્થિરતા આપને દ્વિધામાં મૂકશે. મનમાં ડામાડોળ સ્થિતિના કારણે કોઈ બાબતે નિર્ણય લેવાનું મુશ્કેલ લાગશે. છેલ્લા દિવસે તમારામાં ગજબનો ઉત્સાહ અને બૌદ્ધિકતાનો સમન્વય રહેશે. આ સ્થિતિમાં તમે ઘણા કાર્યો, સમસ્યાઓ અનઅપેક્ષિત રીતે ઉકેલી શકો છો. પ્રણય સંબંધો તરફ તમે શરૂઆતથી જ ઝુકેલા રહેશો અને તેનો ખાસ પ્રભાવ તા. 24 અને 25ના રોજ વધુ જોવા મળે. જોકે, તે પછીના બે દિવસમાં તમને કોઇપણ નવા સંબંધોમાં આગળ ના વધવાની સલાહ છે. છેલ્લા દિવસે તમે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ઉત્તમ સમય વિતાવી શકશો. તા 26 અને 27ના રોજ શરીરની ગરમીના કારણે થતી ફરિયાદો વધી શકે છે. અપચો કે પેટને લગતાં દર્દ, શરદી, ખાંસી સતાવે.
————————————-.

તુલા : પ્રોફેશનલ મોરચે વિદેશને લગતા કાર્યો અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી, આયાત-નિકાસ વગેરે કાર્યોમાં તમને સફળતા મળી શકે છે. વિદેશ અથવા દૂરના અંતરની મુસાફરી માટે પણ બહેતર સમય છે. સપ્તાહના મધ્યમાં તમે પ્રોફેશનલ મોરચે ઘણા સક્રિય થશો. છેલ્લા દિવસે શક્ય હોય ત્યાં સુધી કોઇપણ મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો. જોકે, અત્યારે ભાગ્યના ભરોસે બહુ રહેવું નહીં. ઑફિસમાં અગત્યઇના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. આ સમયમાં ટૂંકા અંતરની મુસાફરીના આયોજનમાં વિલંબ થઇ શકે છે. આર્થિક બાબતે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મોજશોખ અને વૈભવી જીવનશૈલી પાછળ વધુ પડતો ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું. સરકારી સબસિડી, ટેક્સ લાભ વગેરેમાં અત્યારે અપેક્ષા કરતા ઓછો ફાયદો થાય. વિદેશમાં અભ્યાસ માટે પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થી જાતકોને આ દિશામાં આરંભેલા કાર્યોમાં શરૂઆતમાં સફળતા મળી શકે છે. પ્રણયસંબંધોમાં અત્યારે તમારે ગુસ્સા પર અંકુશ રાખવો જરૂરી છે. તા. 26 અને 27ના રોજ આપ સગાં સ્નેધહીઓ, મિત્રવર્તુળ સાથે સામાજિક કાર્યોમાં રચ્યાતપચ્યાછ રહેશો. છેલ્લા દિવસે આપને અસ્વ સ્થનતા અને બેચેની વર્તાશે. તબિયતમાં શરદી, કફ, તાવનો ઉપદ્રવ રહે.
————————————-.
વૃશ્ચિક : આ સપ્તાહની શરૂઆત લગભગ દરેક મોરચે ધીમી રહેશે. તેની પાછળ સૌથી વધુ તો તમારામાં મનમાં જન્મેલી એકાંતની ભાવના જવાબદાર રહેશે. પહેલા બે દિવસમાં તમને કંઇપણ કામ કરવાની અથવા સંબંધોમાં આગળ વધવાની ઇચ્છા ઓછી થશે. જોકે, તે પછીના સમયમાં આપના દરેક કાર્યમાં ઉત્સાાહ અને ઉમંગ છલકાતો લાગે. તન-મનમાં ફરી સ્ફૂમર્તિ અને તાજગીનો અનુભવ કરશો. અત્યારે કમ્યુનિકેશન અથવા કોઇની સાથે ચર્ચા દરમિયાન તમારા શબ્દોમાં પારદર્શકતા રાખવાની સલાહ છે. જન્મભૂમિથી દૂરના અંતરે થતા કાર્યો બાબતે ક્લાયન્ટ સાથે અથવા દૂર વસતા સ્વજનો સાથે સંપર્ક-વ્યવહાર વધશે. સપ્તાહનો મધ્ય તબક્કો પ્રોફેશનલ મોરચે આગળ વધવા માટે સૌથી અનુકૂળ છે. તમારામાં ઉત્સાહ અને જોશ બંને રહેવાથી ઝડપથી કાર્યો પાર પાડી શકશો. વિદ્યાર્થીઓને શરૂઆતના બે દિવસ બાદ કરતા સમય સારો છે. અત્યારે પ્રિયપાત્રની ખુશી માટે નવા વસ્ત્રો કે દાગીનાની ખરીદી થાય. તમે પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે તૈયારી કરશો. સ્વાસ્થ્ય બાબતે શરૂઆતના બે દિવસમાં ખાસ કરીને શરીરની નબળાઇ, આંખોમાં ઝાંખપ અથવા કોઇ જુની બીમારીના કારણે સમસ્યા રહે પરંતુ પછીનો સમય બહેતર છે.
————————————-.
ધન : પ્રોફેશનલ મોરચે સરકાર કે તેને સંબંધી કાર્યોથી લાભ અને સફળતા મળે. પહેલા બે દિવસમાં ભાગીદારીના કાર્યોમાં સાચવેતી સાથે આગળ વધવું. તા. 24 અને 25ના રોજ તમે કોઇપણ નવું કાર્ય કરવાના બદલે તમારી વર્તમાન સ્થિતિ જાળવી રાખવાનું પસંદ કરશો. અત્યારે ખાસ કરીને બૌદ્ધિકતા અને સર્જનાત્મકતાની જરૂર હોય તેવા કાર્યોમાં તમે બહેતર પરફોર્મન્સ આપી શકશો. વિદ્યાર્થીઓ માટે પૂર્વાર્ધનો સમય મધ્યમ છે. અભ્યાસમાં નિયમિતતા નહીં રાખો. જોકે, તમે આધ્યાત્મિક અભ્યાસ માટે સક્રિય રહેશો. અત્યારે પ્રણય સંબંધો બંધાવાની શક્યતા છે પરંતુ તેનો સંપૂર્ણ આનંદ માણી ના શકો. ખાસ કરીને એક તબક્કે તમારી વચ્ચે વિશ્વાસનો અભાવ હોય તેવું મનોમન થાય જેથી સંબંધોમાં અસર પડે. તા. 24 અને 25ના રોજ તમારામાં થોડી વિરક્તી પણ આવી શકે છે. આ બંને દિવસમાં પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. ધાર્મિક વૃત્તિ વધશે. જોકે, ઉત્તરાર્ધનો તબક્કો સંબંધો માટે બહેતર છે. શરૂઆતમાં સ્વાસ્થ્યને લગતી થોડી ફરિયાદો હોય પરંતુ ઉત્તરાર્ધમાં આપનું શારીરિક સ્વાબસ્ય્ી સારું રહેશે તેમ જ મન પણ આનંદિત રહેશે.
————————————-.
મકર : સપ્તાહની શરૂઆતમાં નોકરિયાતોને ઓફિસમાં અગત્યેના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે પરંતુ તેનાથી પ્રગતિના દ્વાર ખુલતા હોવાથી તમે જુસ્સા સાથે આગળ વધશો. સપ્તાહના મધ્યમાં તમે પરિવારની બાબતમાં ઊંડો રસ લઇ સભ્યોી સાથે વિચાર વિમર્શ કરવાનો થશે. વિવાહિતો જીવનસાથીને વધુ સમય આપી શકશે. લગ્નોત્સુક જાતકોને પણ યોગ્ય પાત્ર સાથે મુલાકાતની શક્યતા વધશે. જોકે, તા. 26 અને 27ના રોજ તમારું મન સંબંધોથી વિમુખ રહેવાની શક્યતા છે. આ બે દિવસમાં તમે દુનિયાની પળોજણથી છુટા પડીને આધ્યાત્મના માર્ગે આગળ વધવાનું ઇચ્છશો. જોકે, છેલ્લા દિવસે તમે ફરી પ્રિયજનો અને નજીકના લોકો સાથે કમ્યુનિકેશન વધારી સંબંધોમાં રુચિ લેશો. દેશાવર કાર્યો માટે છેલ્લો દિવસ બહેતર રહેશે. વિદ્યાર્થીઓને તા. 26 અને 27 સિવાયના દિવસોમાં અભ્યાસમાં સાનુકૂળતા રહેશે. સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે થોડુ સાચવવું જરૂરી છે કારણ કે, તા. 22-23 અને 26-27ના રોજ આપને થાક, સાંધામાં દુખાવો, ફેફસા સંબંધિત ફરિયાદો, પેટમાં બળતરા, કબજિયાત વગેરે થઇ શકે છે.

————————————-.
કુંભ : આ સપ્તાહની શરૂઆતમાં તમે સંબંધોમાં થોડા અટવાયેલા રહેશો. ખાસ કરીને પ્રેમસંબંધોમાં તમે ઘણી અસમંજસમાં રહો. નવા સંબંધોની શરૂઆત કરવા માટે અથવા લગ્ન અંગેનો કોઇપણ નિર્ણય લેવા માટે અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ બહેતર રહેશે. વિવાહિતોને પણ જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે. તમારી રોજિંદી આવકના સ્ત્રોતોમાંથી ખાસ કરીને તા. 24 અને 25ના રોજ કમાણીની તકો પ્રાપ્ત થશે. નોકરિયાતોને આ તબક્કામાં પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે તેમજ કૌશલ્ય બતાવવા માટે તકો મળી શકે છે પરંતુ ખાસ કરીને તમારી બૌદ્ધિક પ્રતિભા અને કલ્પનાશક્તિ ઓછો સાથ આપશે અને ઉપરીઓનું માર્ગદર્શન પણ અપેક્ષાકૃત ના રહેવાથી તમને થોડી નિરાશા પણ રહે. વિદ્યાર્થીઓ માટે મધ્યપમ સપ્તાહ રહેશે. મહેનત નહીં કરો તો કારકિર્દી પર નબળી અસર પડી શકે છે. ઉત્તરાર્ધમાં તમારે કેટલાક ખર્ચનો સામનો કરવો પડે આ ઉપરાંત વારસાગત મિલકતોથી થતા લાભો પણ અટવાઇ શકે છે. સ્વાસ્થ્ય મામલે અત્યારે તમારે સાચવવું પડશે જેમાં ખાસ કરીને તા. 24 -25 અને તા. 28ના રોજ તમારું મન નકારાત્મક વિચારોમાં ખોવાયેલું રહેવાથી સ્વાસ્થ્ય પર તેની અસર પડતા વાર નહીં લાગે.
————————————-.
મીન : પ્રોફેશનલ મોરચે અત્યારે તમે ખાસ કરીને પારિવારિક કામકાજોમાં જોડાયેલા હોવ તો શરૂઆતમાં થોડુ ધ્યાન રાખવું પડશે. જેઓ શેરબજાર, વાયદા અથવા કરન્સીને લગતા કાર્યોમાં છે તેઓ તા. 24 અને 25ના રોજ ગણતરીપૂર્વકના સોદા કરી શકે છે. જોકે, અતિ લાલચમાં આવવાનું ટાળજો. નોકરિયાતોમાં કામનો ઉત્સાહ વધુ રહેવાથી તમે પોતાના કાર્યો ઝડપથી પાર પાડી શકશો. સંબંધો બાબતે શરૂઆત થોડી નબળી છે પરંતુ. તા. 24 અને 25 પ્રેમસંબંધો માટે ઘણી સારી છે. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથી મળવાના ઘણા સારા યોગ છે. છેલ્લા દિવસે પણ તમે પ્રિયપાત્રનો ઉત્તમ સંગાથ માણી શકો પરંતુ ક્યારેક તેમનો અહં સહન કરવાની તૈયારી રાખવી. સમાજમાં આપ યશ-કીર્તિ મેળવો. વિદ્યાર્થી જાતકોને પહેલા બે દિવસમાં અભ્યાસમાં થોડી રુચિ ઘટી શકે છે પરંતુ તે પછીના બે દિવસ શૈક્ષણિક કાર્યો માટે ઉત્તમ રહેશે. આ સપ્તાહે પૂર્વાર્ધમાં આપ તન અને મનની સ્વ સ્થ તાથી તમામ કાર્યો કરશો પરંતુ ઉત્તરાર્ધમાં તંદુરસ્તી થોડી કથળવાની શક્યતા છે. ખાવા-પીવામાં બેદરકાર રહેવું નહીં. માથામાં દુખાવો, આકસ્મિક ઇજા, દાઝવું વગેરે શક્યતા વધશે.
————————————-.

રાશી ભવિષ્યસપ્ટેમ્બર-2019 ફળાદેશ
Comments (0)
Add Comment