તા. 04-03-2018 થી તા. 10-03-2018 દરમિયાનનું સાપ્તાહિક રાશી ભવિષ્ય…

વૃષભ : પ્રેમ સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. આપ કલાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરશો અને સામે સમાન પ્રમાણમાં પ્રેમની અપેક્ષા પણ રાખશો.

મેષ :
તા. 4 અને 5 દરમિયાન આપે કરેલુ જૂનું રોકાણ આપને સારો એવો લાભ આપશે. સંપત્તિની પ્રાપ્તિ થવાના પણ યોગ છે. યાત્રાપ્રવાસના યોગ બનશે. આપના દુશ્મન પર વિજય પ્રાપ્ત કરી શકશો. કોર્ટકચેરી કે કાયદાકીય મોરચે આપના પક્ષમાં સુખદ પરિણામ મળી શકે છે. તા. 6 અને 7 દરમિયાન સાતમે ચંદ્ર આપને કામકાજમાં બીજાની મદદ મળશે. આપ ભૌતિક સુખ મેળવવા માટે વધુ ઈચ્છુક રહેશો તથા આ સમયમાં તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. આપને સંતાનનો વિવાહ પ્રસ્તાવ આવી શકે છે. તા 8 થી મંગળ આપની રાશિથી નવમાં સ્થાનમાં ભ્રમણ કરતા ગોચરના શનિ સાથે યુતિ કરશે. આ સમયમાં આપને શત્રુ સામે પરાજય મળશે. આપ દરેક નિર્ણય ગણતરીપૂર્વક લેશો. શરીરમાં નબળાઈ રહેશે. સ્નાયુની પીડા થવાની સંભાવના પણ જણાઈ રહી છે. તા. 8 અને 9 દરમિયાન થોડો સમય ખરાબ રહેશે. આપની રાશિથી આઠમે ચંદ્ર કષ્ટ દાયી રહેશે. દરેક વાતમાં પરેશાની થઇ શકે છે. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં. આપની સાથે દગો થઇ શકે છે. આપને અપચો તથા પેટના રોગોને કારણે સ્વાસ્થ્યમાં તકલીફ થશે. તા. 10 દરમિયાન અપમાન અને જાહેર પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યોથી બચવું. આવકના સ્ત્રોતમાં ઘટાડો થશે.

—————————-.

વૃષભ :
તા. 4ના રોજ આપને મિત્રોનો સાથ મળશે. શેરબજારમાં ટ્રેડીંગ કરવાની લાલચને રોકી નહીં શકો. આપે અગાઉ ક્યાંક નોકરીમાં ઈન્ટરવ્યું આપ્યો હશે તો એમાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. આપ કલાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરશો અને સામે સમાન પ્રમાણમાં પ્રેમની અપેક્ષા પણ રાખશો. નવા સંબંધોની શરૂઆત માટે પણ સમય સાનુકૂળ છે. નિઃસંતાન દંપતી માટે સંતાન પ્રાપ્તિના સારા યોગો બને છે. તા. 5, 6 અને તા. 7ની સાંજ સુધીના સમયમાં નવા કપડા, ઝવેરાતની ખરીદી કરશો. મહિલા જાતકો સૌંદર્ય પ્રસાધનોની ખરીદી કરે અથવા બ્યુટી ટ્રીટમેન્ટ મેળવે તેવી શક્યતા રહેશે. ઘર માટે સાજ-સજાવટના સામાનની ખરીદી થશે. બેન્ક અને ફાઈનાન્સ સંબંધિત કાર્ય સારી રીતે પૂર્ણ થશે. શત્રુ અને વિરોધીઓ સક્રિય થશે પરંતુ આપની આગળ એમનું કાંઈજ ચાલશે નહીં. પાર્ટનરશીપના ધંધાથી લાભ થાય. જીવનસાથી જોડેનાં મધુર સંબંધો બને. આપની જાતીય ઈચ્છા વધશે અને અવારનવાર ચરમ આનંદ મેળવવાની તકો પણ સાંપડશે. સંતાનોને અભ્યાસની બાબતમાં વધુ મહેનત કરવાની જરુર છે. ભાઇ બહેનો સાથે મતભેદો થાય. આરોગ્યની બાબતમાં કાળજી લેવી. તા. 7 બપોર પછી અને તા. 8 અને 9 દરમિયાન આપ આશાવાદી રહેશો. વ્યસ્તતા રહેશે પણ પરિણામ સારું રહેશે જેથી આપને કામના બોજનો અહેસાસ નહીં થાય. વધુને વધુ લાભ મેળવવા માટે આ સમયનો સદુપયોગ કરી શકો છો. બેરોજગારોને નવી તકો મળી શકે છે. તા. 10ના રોજ સુસ્તીનો અનુભવ થશે. આપના માટે સમય કષ્ટદાયી રહેશે. મંગળ આપની રાશિથી આઠમે ભ્રમણ કરતો હોવાથી વાહન સાવધાનીથી ચલાવવું આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. આપને કામમાં અંતરાય આવવાના યોગો બને છે પરંતુ આપના અથાગ મહેનતના જોરે તમે સફળતા સુધી ચોક્કસ પહોંચી શકશો.

—————————-.

મિથુન :
તા. 4 દરમિયાન શત્રુ આપના પર હાવી થશે. લોકો આપના વિરુદ્ધ ષડયંત્ર કરશે જે આપને નુકસાન પહોંચાડી શકે છે માટે એલર્ટ રહેવું. તા. 5 અને 6ના રોજ વિદ્યાર્થીઓ માટે સફળતાદાયક દિવસ છે. આપ કોઈ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશો અને તેમાં સફળ થશો. પ્રણય સંબંધમાં પણ સફળતાના એંધાણ છે. સંબંધોમાં ગેરસમજ દૂર થશે. આપ ઘર-પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરશો. પિત્તના રોગોના લીધે માઇગ્રેન જેવા બિમારીના યોગો બને છે. તા. 7, 8 અને 9 દરમિયાન સંપત્તિની પ્રાપ્તિ થશે. આ સમયનું મહત્ત્વ સમજીને વર્તશો તો આ સમય ખુબ ઝડપથી આપના માટે સુખદ પરિણામ લાવશે. પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે. આર્થિક દૃષ્ટિકોણ અને કારકિર્દીની દૃષ્ટિથી સમય ઉત્તમ છે. આપ કોઈની મદદથી કોઈ મોટું કાર્ય કરશો. તમામ અવરોધ વચ્ચે પણ લક્ષ્ય પ્રાપ્ત કરશો. માનસિક ક્ષમતા અને કુશાગ્ર બુદ્ધિથી ઉંચાઈ પર પહોંચશો . તા. 10ના રોજ ધન સંબંધી બાબતોમાં આપ બહુ સાવધાની પૂર્વક આગળ વધશો. આપ ખુબ ગણતરી પૂર્વકના નિર્ણયો લેશો . શનિ અને મંગળ સાથે હોવાના કારણે ઉઘરાણીનું કાર્ય કે પછી કોઈ નવી વસ્તુની ખરીદી માટે સમય થોડો અનુકૂળ નથી.

—————————-.

કર્ક :
તા. 4ના રોજનો દિવસ ધનપ્રાપ્તિનો છે. આપના માટે સામાજિક મુલાકાત કેન્દ્રમાં રહેશે. લોકો આપની પ્રસંશા કરશે. આપની ભાગ્યોન્નતિ થશે અને કારોબારમાં વધારો થશે. કમિશન કે દલાલીના કામથી ધન લાભ થવાની શક્યતા છે. ભાઇ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવે. તા. 5, 6 દરમિયાન અને તા. 7 સાંજ સુધીનો સમય ચતુર્થ સ્થાનમાં ચંદ્ર હોવાના કારણે મનમાં નકારાત્મકતાનો ભાવ રહેશે. સમય આપના પક્ષમાં નથી. તેથી દરેક કાર્ય સમજી વિચારીને કરવું. કાર્ય પૂર્ણ ન થતા મનમાં ચિંતા રહેશે. પગના દર્દથી સંભાળવું. તા. 7 સાંજ પછી સમય ધીરેધીરે સાનુકૂળ થશે. વિદ્યાભ્યાસમાં સારી પ્રગતિ થાય તા. 8 અને 9 દરમિયાન આપનું વિચારેલું કાર્ય પૂર્ણ થશે. વ્યાપારમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. અવિવાહિતો માટે વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. આપની વિચારધારા તેજ રહેશે. અને નિર્ણયો બુદ્ધિપૂર્વક લેશો. શેરબજારથી આર્થિક લાભ થવાની શક્યતા છે. સંતાન પ્રાપ્તિમાં અચડણ આવી શકે છે. ગર્ભવતી મહિલાઓને આ સમયમાં ખાસ ધ્યાન રાખવું. તા. 10ના રોજ કોઈ જુનો વિવાદ મધ્યસ્થીની મદદથી ઉકેલાશે. મિત્રોનો સાથ મેળવશો. આરોગ્યની કાળજી કરવી.

—————————-.

સિંહ :
તા 4 દરમિયાન આપના કોઈ જુના પરિચિત વ્યક્તિને મળવાથી આપ ખુશ રહેશો. આપનું વલણ દરેક વ્યક્તિ પ્રત્યે સમાન રહેશે. તા 5, 6 અને 7 બપોર સુધીનો સમય પુરા જોશ અને ઉત્સાહથી કાર્ય કરશો. વ્યાપાર-વ્યવસાયમાં કોઈ મોટો ઓર્ડેર આપને મળી શકે છે. આપ કોઈ નવા કાર્યની યોજના બનાવીને કાર્ય શરુ કરશો અને સફળ પણ થશો. કોઈ જૂની સમસ્યાનું સમાધાન થશે. નોકરીમાં પ્રગતી થશે. આપના વ્યક્તિત્વનો વિકાસ થશે. આપ પોતાના સૌંદર્ય અંગે પણ જાગૃત થઈને સ્પા, બ્યૂટી ટ્રીટમેન્ટ વગેરેમાં રુચિ લેશો. તા 8, 9 દરમિયાન સમય પરિવર્તન થશે. આપના કાર્યમાં વિલંબ થશે. આપનામાં આળસનું પ્રમાણ વધી શકે છે. તમારામાં શક્તિનુ સ્તર ઘટ્યું હોય તેવું પણ લાગશે. આપના શત્રુ સક્રીય થશે. આપને સામાનની ખરીદીમાં નુકસાન થઇ શકે છે. કોઈની પર મુકેલો અતિ વિશ્વાસ આપના માટે નુકસાનનું કારણ બની શકે છે. કર્મચારી અને ભાગીદાર પર નજર રાખવી તેમજ આર્થિક વ્યવહારોની લેખિત નોંધ રાખવી. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવું. તા 10 દરમિયાન રાહત અનુભવશો. વિદ્યાર્થી માટે વિશેષ ફળદાયી રહેશે.

—————————-.

કન્યા :
ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથે મતભેદ થાય. કાયદાકીય પ્રશ્નો શક્ય હોય તો ટાળવા. નાણાંની લેવડદેવડમાં સાવધાની રાખવી. નકારાત્‍મક વિચારો આપના મનને અસ્થિર કરશે. ખાવાપીવામાં બેદરકારી નાની-મોટી બીમારીનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે ટેન્શન પૂર્ણ સમય રહેશે. સરસ્વતીના મંત્ર “ૐ ઐં સરસ્વત્યૈ નમઃ ” નો દર ગુરુવારે અને રવિવારે 51 અથવા 108 વખત કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થશે. માનસિક ઉદ્વેગ રહે. ધન અને માનહાનિ થાય. નોકરીમાં કાવાદાવાનો ભોગ બની શકો છો. સપ્તાહના અંતે આપ આનંદ ઉત્‍સાહ અને તન-મનની પ્રફુલ્લિતતા સાથે સમય પસાર કરશો. નવું કામ હાથમાં લેશો તો સફળતા મળશે. પારિવારિક અને દાંપત્યજીવન આનંદમય રહેશે.  સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી. પ્રેમીજનો પ્રિયપાત્રનું સાનિધ્‍ય માણી શકશે. શેર સટ્ટામાં ગણતરીપૂર્વક કામ કરશો તો નસીબ પણ સાથ આપશે. માનસિક સમતુલા સાથે દરેક કાર્યો કરી શકશો. નોકરી-વ્યવસાયમાં આપનું વર્ચસ્‍વ રહે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થશે. વેપારીઓ માટે ખૂબ ઉજળી તકો રહેશે. વ્‍યવસાયમાં ભાગીદારી કરવા માટે પણ શુભ સમય છે.

—————————-.

તુલા :
આ સપ્તાહે પ્રારંભમાં તમને થોડો માનસિક અજંપો રહેશે. તા 4ના રોજ સમય ઠીક નથી. વાહન સાવધાની પૂર્વક ચલાવવું અન્યથા અકસ્માતનો ભોગ બની શકો છો. કારણ વગરની ચિંતા અને તણાવ રહેશે. મહત્ત્વના નિર્ણય લેવાનું ટાળજો. તા 5 અને 6 દરમિયાન આપનો સમય ખુશી અને મનોરંજનમાં પસાર થશે. આજીવિકા સંબંધી સમસ્યાનું નિરાકરણ આવશે. આપનું કાર્ય ચતુરાઈથી પૂર્ણ કરશો. વાહન અને ભૌતિક સુખ સાધનના સમાન પર ખર્ચ થશે. તા 7,8 અને 9 દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, પરંતુ આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. શત્રુ અને ષડયંત્રનો અંત આવશે. તા 8 થી મંગળનું ભ્રમણ આપની રાશિથી ત્રીજા સ્થાનમાંથી થશે જેથી આપના વ્યક્તિગત પ્રભાવમાં વધારો થશે. આપ કોઈ પણ નિર્ણય ગણતરી પૂર્વકનો લેશો. ભાઈ ભાંડુ સાથેના સંબંધોમાં આપે ધીરજથી કામ લેવું. તા 10 દરમિયાન કોઈ વરિષ્ઠ વ્યક્તિના આશીર્વાદ અને પ્રેરણા આપના માટે સહાયક બનશે.

—————————-.

વૃશ્ચિક :
તા 4ના રોજ પારિવારિક પ્રેમ વધશે. પરિવારમાં દરેક વ્યક્તિનું વર્તન અરસપરસ સહયોગાત્મક રહેશે. પરિવારમાં આપનું માન અને વર્ચસ્વ બંને વધશે. જોકે, સાથે કેટલીક જવાબદારીઓ નિભાવવાની પણ તૈયારી રાખવી પડશે. તા 5,6,અને 7 બપોર સુધી ચંદ્રની સ્થિતિ આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી ઘરમાં કોઈનું સ્વાસ્થ્ય આપની ચિંતાનું કારણ બનશે. તમને પણ વ્યાકુળતા અને ઉદ્વેગ રહેશે માટે મન પર અંકુશ રાખવો. અચાનક સંજોગો વિપરિત થતા હોય તેવું લાગશે. ગુપ્ત શત્રુ અને ષડ્યંત્રથી સાવધ રહેવું. આપની આલોચના કે નિંદા થઇ શકે છે. વ્યાપાર વ્યવસાયમાં કોઈની પર કરેલો ભરોસો આપની ભૂલ સાબિત થઇ શકે છે. તા 7 બપોર પછી સમય ધીરે ધીરે સાનુકૂળ રહેશે. તા 8 અને 9 દરમિયાન આપની જીવનશૈલીમાં સુધારો આવશે. કોઈ વિશેષ કાર્ય માટે આપ પ્રયાસરત રહેશો અને એ કાર્ય સારી રીતે પૂર્ણ પણ થશે. જેથી આપ પ્રસન્ન રહેશો. તા 9 થી મંગળ આપની રાશિથી બીજા સ્થાનમાં ગોચરના શનિ સાથે ભ્રમણ કરશે જેથી આપના દરેક નિર્ણયો ગણતરીપૂર્વકના રહેશે. ભાઈ ભાંડુ સાથેના સબંધોમાં અણબનાવ આવી શકે છે. તા 10નારોજ આપની ઈચ્છા પૂર્તિનો સમય રહેશે. વિદ્યાર્થી જાતકોને ભાવી આયોજનો ધીમી ગતિએ આગળ વધશે.

—————————-.

ધન :
તા. 4 દરમિયાન આપ સફળતા પામશો અને સારા ફળ મેળવવામાં સફળ થશો. આપના માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. આપ ધીરે ધીરે માનસિક ચિંતાથી મુક્ત થશો. આપને સામાજિક પ્રસંગે ક્યાંક બહાર જવાનું થશે તા. 5 દરમિયાન લાભની સ્થિતિમાં આવી જશો. કોઈ પુરસ્કાર મળી શકે છે. આપની આવકમાં વધારો થશે. જેના કારણે જૂનું ઋણ ચુકવી શકશો. નોકર,ચાકર, વાહન અને ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે વીમા ,શેર અને બેંકના કાર્યોમાં આપ વ્યસ્ત રહેશો. આ સમય દરમિયાન કરેલ લાંબો પ્રવાસ આપના માટે લાભદાયી રહેશે. તા. 7, 8,અને 9 દરમિયાન બારમે ચંદ્ર હોવાના કારણે છુપા શત્રુ આપની વિરુદ્ધ ષડયંત્ર કરશે. આપની પીઠ પાછળ આપની નિંદા થઇ શકે છે. આ તબક્કો માનસિક તણાવવાળો રહેશે. જીવનસાથી તથા પરિવાર સાથે બિનજરૂરી દલીલ ટાળવી. જે ચીજથી આપ દૂર રહેવામાંગતા હશો તેનો જ આપને સામનો થશે. તા. 10ના રોજ ધન સંબંધી બાબતોમાં આપ બહુ સાવધાની પૂર્વક આગળ વધશો. આપ ખુબ ગણતરી પૂર્વકના નિર્ણયો લેશો . શનિ અને મંગળ અને ચંદ્ર સાથે હોવાના કારણે ઉઘરાણીનું કાર્ય કે પછી કોઈ નવી વસ્તુની ખરીદી માટે સમય થોડો અનુકૂળ નથી.

—————————-.

મકર :
સપ્તાહના પૂર્વાર્ધમાં એટલે કે તા. 4થી 7 દરમિયાન જાહેર જીવનમાં આપની સક્રિયતા વધશે અને જરૂરિયાતમંદો અથવા સમાજના કલ્યાણ માટે કરેલા કાર્યોથી આપના યશમાં વધારો થશે. આપનું જાહેર સન્માન થાય અથવા અન્ય પ્રકારે તમારો જાહેર દરજ્જો વધે તેવી સક્યતા છે. સમયની ગતિનું ચક્ર આપની તરફેણમાં ફરશે. નોકરી-વ્યવસાય કે પછી કાર્યક્ષેત્રમાં આપનું વર્ચસ્વ અને મહત્ત્વ વધશે. જોકે, સાથે સાથે આપના પર કામનો બોજ વધુ રહેશે. જોકે, આ વ્યસ્તતા વચ્ચે આપ પોતાના પરિવાર-સંબંધી પ્રત્યે પ્રતિબદ્ધ રહેશો અને તેમના માટે પણ સમય ફાળવશો. આપના કાર્યની પ્રસંશા થશે. તા. 8 અને 9 આપના માટે એકંદેર આનંદદાયક હશે. મિત્રો તરફથી ભેટ સોગોદો મળશે. સરકાર તરફથી આર્થિક લાભ મળવાના યોગો છે. વિદ્યાર્થીઓને કેરિયર સંબંધી અવરોધ દૂર થશે. મિત્રોનો સહયોગ મળશે. વિચારોમાં સકારાત્મકતા રહેશે. વિકએન્ડમાં તમે કોઈ સમારંભના આયોજનમાં વ્યસ્ત રહેશો. કોઈને ઉધાર આપેલા નાણાં અથવા જુની ઉઘરાણીના નાણાં છુટા થશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત થશે. ભૌતિક સુવિધા માટે નવી વસ્તુની ખરીદી થશે અને તમે તેનો ઉપયોગ કરશો. તા. 10ના રોજ કોઈ જુનો વિવાદ વિચારશીલ અને તટસ્થ મધ્યસ્થીની મદદથી ઉકેલાશે. આરોગ્યની કાળજી કરવી.

—————————-.

કુંભ :
અપરિણિતો માટે લગ્‍ન યોગ છે. જીવનસાથી અને પરિવારજનો સાથે સૂમેળ રહેશે. પરિવારને આરામદાયક અને સુખી જીવન આપવા માટે આપ ગૃહસજાવટમાં ફેરફાર કરો અથવા ફર્નિચર ખરીદો તેવી શક્યતા છે. ભૂલો કાઢવાની ટેવ, ઉતાવળ. અધીરાઈ કે આક્રમક વલણ અથવા આંધળું અનુકરણ આપના મનને સતત નકારાત્મક બનાવશે, જેથી મહત્વના નિર્ણય લેવામાં જ આપ અટકી પડશો. કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની મુસાફરીના યોગ ઊભા થાય. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. પરિવારજનો સાથે આનંદમાં સમય પસાર કરશો. હઠાગ્રહ છોડી વાણીની મીઠાશથી આપ અનેક કાર્યો વગર મહેનતે પતાવી શકશો. સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહેશે. મજાક-મજાકમાં કહેલી વાતો કોઈના દિલને ઠેસ ન પહોંચાડે તેની કાળજી રાખજો. માનસિક વ્‍યગ્રતા અને શારીરિક અસ્‍વસ્‍થતા રહેવાથી મોટા નિર્ણયોમાં આપની વિચાર શક્તિ ટૂંકી પડશે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ સમય છે. અભ્યાસમાં નિયમિતતા નહીં રાખો તો ખાસ કરીને આપના સ્ટડી પ્રોજેક્ટ્સ લટકી જશે. પ્રણય સંબંધો બંધાવાની શક્યતા છે. રોજિંદા કામમાં થોડોક અવરોધ આવે પરંતુ તેને દૂર કરવા માટે આપ સક્ષમ છો. નોકરીના ક્ષેત્રે ઉચ્‍ચ અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો. સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહે. ભૂખ કરતા ઓછું ભોજન લેવું અને નિયમિત યોગ તેમજ કરસત પર ધ્યાન આપવું. આર્થિક અને વ્‍યાવસાયિક દૃશ્ટિએ લાભદાયી શરૂઆત થશે. વ્‍યવસાયમાં નવું આયોજન કરી શકો. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે.

—————————-.

મીન :
તા 4ના રોજ અવિવાહિત માટે વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. આપનું કાર્ય શાનદાર રીતે પૂર્ણ કરશો. જીવનસાથી સાથેના મતભેદ દૂર થશે. તા 5, 6 અને 7 બપોર સુધી સમય વિપરીત રહેશે. આપના બનતા કાર્ય બગડશે. આપનો કોઈ નિર્ણય ખોટો સાબિત થશે. આપનું કોઈ કાર્ય આપના માટે નુકસાનદાયક સાબિત થશે. આપની સાથે દગો થઇ શકે છે. ખાવા પીવામાં સાવધાની રાખવી. અશાંતિ રહેશે. તા 8 થી નોકરી કે વ્યવસાયમાં વિઘ્ન આવશે. મગજમાં ઉશ્કેરાટ રહેશે. સંતાન સંબંધી પ્રશ્નો ઉભા થઇ શકે છે. તા 8 અને 9 દરમિયાન ગ્રહો આપના પક્ષમાં રહેશે. ઘર અને ઓફીસમાં માહોલ સહયોગપૂર્ણ રહેશે. આપની કાર્યકુશળતા અને આયોજનકળામાં વધારો થશે. રોજગારની સારી તક મળશે. તા 10ના રોજ સમય સારો છે. આપનામાં પુરુ જોશ અને ઉત્સાહ રહેશે. આપ બોસને પ્રસન્ન કરી શકશો. અગાઉથી વિલંબમાં પડેલા કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ હજુ પણ આપનો પીછો છોડવાનું નામ નહીં લે. તેના કારણે આપને થોડો થાક કંટાળો અનુભવાશે. જોકે, નાણાંકીય આયોજનો ધીમે ધીમે પાર પડતા આપને ભાગ્ય સામે વધુ પડતી ફરિયાદ નહીં રહે. આપના મનમાં ક્રોધાવેશ રહેશે અને ક્યારેક મન પર અંકુશ નહીં રાખો તો સંબંધોમાં કડવાશ ઊભી થશે. શારીરિક- માનસિક બેચેનીનો અનુભવ થશે. નિરર્થક ધનખર્ચ થાય. વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ ન મળે જેથી કારકિર્દીમાં મહત્વનું વર્ષ હોય તેમણે આ સમયમાં ખૂબ જ મહેનતની તૈયારી રાખવી પડશે.

—————————-.

 

કન્યાકર્કકુંભતુલાધનમકરમિથુનમીનમેષવૃશ્ચિકવૃષભસિંહ
Comments (0)
Add Comment