તમારા માટે, તમારી સાથે, સતત…

પરાગ વૈદ્ય, સુરત

ફેસબુક પરની જાહેરાત... વિશ્વભરમાં વ્યક્તિગત રીતે સંવાદસેતુ સાધતું ફેસબુક પોતાની રૅવન્યૂ રળવા પોતાના પોર્ટલ પર જાહેરાત મૂકતી હોય છે. તે જોવી ના જોવી તમારી મુનસફીની વાત છે.

વિભા જાની, ખંભાત

જીવનની સેકન્ડ ઇનિંગ્સ... મહિલાઓ ખાસ કરીને ચાલીસી વટાવી લીધા પછી અસમંજસમાં હોય છે.  'અભિયાને' ફેમિલી ઝોનમાં 'અમે પણ રમીશું સેકન્ડ ઇનિંગ્સ...'માં સમાજની એવી મહિલાઓની વિગતો આપી જે અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૃપ બની રહેશે.

દિલીપ પઢિયાર, અમરેલી

પ્રદેશ વિશેષ... 'અભિયાન' અમારા પરિવારનું માનીતું મેગેઝિન છે. પરિવારના સૌ સભ્યો માટે ઉપયોગી માહિતી નિયમિત પીરસે છે. ગુજરાતની નાની-નાની ઘટના જે પ્રદેશ વિશેષમાં અપાતી તે હવે ઓછી અથવા અનિયમિત વાંચવા મળે છે. તે નિયમિત રીતે પ્રકાશિત થાય તેવી…

ચિરંતન દવે, અમદાવાદ

આઝાદીના લડવૈયાની પ્રેમ કથા... 'અભિયાન'માં નિયમિત રીતે 'ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ' વાંચીએ છીએ. ગમતી કોલમ છે. ઘણી વખતે પાત્રોની ઓળખ વગર તેની પ્રેમ કથાની વિગતો અમારી નવી જનરેશન માટે તાળો મેળવવો મુશ્કેલ પડે છે. ઘણી ઘટનાઓ જે આઝાદી વખતે લોકમુખે…
Translate »