શું માસ્ક ખરેખર કામ કરે છે ખરાં?

માસ્ક ચેપી રોગ સામે ૮૫ ટકા જેટલું રક્ષણ આપવાની ક્ષમતા રાખે છે

માત્ર ચીન જ નહીં ભારત, અમેરિકા, યુરોપ, હોંગકોંગ વગેરે દેશોએ સતર્કતા દાખવીને પગલાં લેવાના શરૃ કરી દીધા છે ત્યારે ચીન જ નહીં, પણ અન્ય દેશોમાં પણ લોકોને મોઢા પર માસ્ક પહેરીને ફરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સૂચને ચર્ચા જગાવી છે કે શું માસ્ક ખરેખર આવા સંક્રમિત રોગો સામે રક્ષણ આપી શકવા સક્ષમ છે ખરાં.

તાજેતરમાં કોરોના વાઇરસે મચાવેલા હાહાકારે સમગ્ર વિશ્વનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે. ચીનના વુહાન પ્રાંતમાંથી ઇમ્પોર્ટ થયેલા આ વાઇરસે અન્ય દેશોમાં પગપેસારો કર્યો છે. કોરોના વાઇરસ શરદી, ખાંસી અને પ્રદૂષિત હાથ દ્વારા શરીરમાં પ્રવેશે છે. વ્યક્તિના શ્વસનતંત્ર પર અસર કરે છે. મહામારી જાહેર થયેલા એવા સાર્સ વાઇરસ, મર્સ વાઇરસ તેમજ હવે કોરોના વાઇરસનું એપિસેન્ટર ચીન રહ્યું છે. ચીનના હુબેઇ પ્રાંતના પાટનગર વુહાનને અન્ય શહેરોથી છેટું કરી દેવામાં આવ્યું છે, કારણ કે કોરોના વાઇરસને કારણે આ શહેરની સ્થિતિ ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ચૂકી છે. કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં તો વધારો નોંધાઈ જ રહ્યો છે. જેઓ આ વાઇરસનો શિકાર બન્યા છે તેમને સારવાર આપવામાં આવી જ રહી છે. માત્ર ચીન જ નહીં ભારત, અમેરિકા, યુરોપ, હોંગકોંગ વગેરે દેશોએ સતર્કતા દાખવીને પગલાં લેવાના શરૃ કરી દીધા છે ત્યારે ચીન જ નહીં પણ અન્ય દેશોમાં પણ લોકોને મોઢા પર માસ્ક પહેરીને ફરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સૂચને ચર્ચા જગાવી છે કે શું માસ્ક ખરેખર આવા સંક્રમિત રોગો સામે રક્ષણ આપી શકવા સક્ષમ છે ખરાં. ઘણા ડૉક્ટરો અને સંક્રમિત રોગોના નિષ્ણાતોનું માનવું છે કે સસ્તા ડિસ્પોઝેબલ માસ્ક કે જે નાક અને મોઢાને ઢાંકે છે તે, આ પ્રકારના ચેપી રોગને ફેલાતો અટકાવવામાં મદદરૃપ થાય છે, પણ એ માસ્ક ત્યારે જ અસરકારક નીવડે છે, જ્યારે તેને યોગ્ય રીતે પહેરવામાં આવ્યા હોય અને સતત પહેરવામાં આવ્યા હોય. જોકે, આ માસ્ક અસરકારક રીતે કામ કરે છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી મળ્યા નથી. માસ્કની અસરકારકતાને લગતાં જેટલાં પણ સંશોધનો અને અભ્યાસો થયા છે તે સર્જિકલ માસ્ક ઉપર જ થયા છે. આ માસ્ક હૉસ્પિટલમાં કામ કરતાં હેલ્થકૅર વર્કરને કેટલું રક્ષણ આપી શકવા સક્ષમ છે તેના પર થયા છે અને આ સર્જિકલ માસ્ક મહદઅંશે મદદરૃપ પુરવાર થાય છે તેવું આ અભ્યાસમાં જણાવાયું છે. કેટલાક ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે માસ્ક મોટે ભાગે મદદરૃપ થાય છે તેથી તે પહેરવા જરૃરી છે. તે સાચી રીતે અને સતત પહેરવામાં આવે તે પણ મહત્ત્વનું છે. માસ્ક પહેરવાની સાથે હાથને સતત સ્વચ્છ પાણીથી ધોતા રહેવામાં આવે તો પણ મોટા ભાગે ચેપી રોગના સંક્રમણથી રક્ષણ મેળવી શકાય છે. આ ઉપરાંત જેઓ બીમાર હોય તેમનાથી દૂરી બનાવી રાખવાથી પણ ચેપી રોગોનો શિકાર થતાં રક્ષણ મેળવી શકાય છે. સર્જિકલ માસ્કને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે આ માસ્ક બરાબર સીલ નથી કરવામાં આવતાં તેમજ તે મોઢા અને નાકને ફીટ થાય એ રીતે નિર્માણ નથી કરવામાં આવતાં તેથી તેમાં જગ્યા રહે છે. આ જગ્યામાંથી વિષાણુઓ નાક અને મોઢા વાટે શરીરમાં પ્રવેશી શકે છે. તેઓ હવાને યોગ્ય રીતે ફિલ્ટર કરવાની ક્ષમતા નથી રાખતા. આમછતાં માસ્કને કારણે શ્વસનતંત્ર અને ફેફસાંને ચેપ લગાડે તેવા વિષાણુઓ સામે રક્ષણ આપવાની તાકાત તો રહેલી છે. જો કોઈ વ્યક્તિ છીંક કે ઉધરસ ખાય તો તેના જંતુઓ સીધા આપણા શરીરમાં ન પ્રવેશે તે માટે પણ માસ્ક પહેરવું જરૃરી છે.

સમસ્યા એ છે કે લોકો માસ્કને સાચી રીતે ઉપયોગ નથી કરતા અને સતત ઉપયોગ નથી કરતા. લોકો તેમના મોઢામાં કશુંક મૂકવા માટે અથવા નાક સાફ કરવા માટે માસ્કની અંદર વારંવાર હાથ નાખ્યા કરે છે. પરિણામે કેટલીક વાર માસ્ક પહેરવા છતાં રોગનો શિકાર બની જવાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે માસ્ક ચેપી રોગ સામે ૮૫ ટકા જેટલું રક્ષણ આપવાની ક્ષમતા રાખે છે. જો તેને સતત પહેરવામાં આવે તો રોગનો શિકાર થવાની શક્યતામાં ઘટાડો થાય છે. શ્વસનતંત્રને અસર કરનારા વાઇરસ ત્વચા દ્વારા શરીરમાં નથી પ્રવેશતા. તે

નાક, મોઢા અને આંખો દ્વારા શરીરમાં પ્રવેશે છે. તેથી જ્યારે પણ કોઈ ચેપી રોગ થયો હોય કે શરદી-ખાંસી જેવી સમસ્યા સતાવતી હોય તો તેને આગળ વધતા અટકાવવાના શ્રેષ્ઠ ઉપાયો – જાહેર સ્થળોની મુલાકાત લેવાનું ટાળવું, લોકોને મળવાનું ટાળવું, હાથ સતત પાણીથી ધોતા રહેવું અને માસ્ક પહેરવા છે.
————————-

હેલ્થ સ્પેશિયલ
Comments (0)
Add Comment