કલંક નથી લાલ ‘નિ’શાનઃ માસિકધર્મ છે સ્ત્રીઓનું સ્વાભિમાન

ઋતુકાળ દરમિયાન કેમ અછૂત જેવો વ્યવહાર?

મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડતા સમાજના ઠેકેદારો સામે તમારો અવાજ બુલંદ કરો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માસિકધર્મને લઈ મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તેવી કોશિશ કરાઈ રહી છે ત્યારે VTVGujarati.com આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી નાખે છે અને અમે આ માટે મહિલાઓની પડખે છીએ એટલે જ લઈને આવ્યા છીએ કેમ્પેન લાલ ‘નિ’શાન. તમે પણ અમારી સાથે કોમેન્ટ કરી શકો છો અને શેર કરી શકો છો. તમારા વિચારો અમારા સુધી પહોંચાડવા માટે તમે અમને ઈ-મેઇલ પણ કરી શકો છો.

માસિકધર્મ એ એટલી જ કુદરતી ઘટના છે જેટલી બીજી બધી ઘટનાઓ છે. જમવું, ઊંઘવું, શારીરિક ક્રિયાઓ કે અન્ય કોઈ પણ ક્રિયા. તો આ રીતે મહિલાઓને પશુની જેમ જીવન જીવવા મજબૂર કરીને અમુક બની બેઠેલા સમાજના ઠેકેદારો સમા સ્વામી કે સાધુસંતો વિરુદ્ધ મહિલાઓએ મોરચો માંડવો જ રહ્યો.

ઋતુકાળ દરમિયાન કેમ અછૂત જેવો વ્યવહાર?
હજુ આજે પણ મહિલાઓ જ્યારે ઋતુકાળમાં હોય ત્યારે તેમની સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવે છે. ગર્લ્સને પિરિયડ આવવા એ એટલી જ સાહજીક વાત છે જેટલી બીજી સામાન્ય વાત છે. એક બાજુ એવો રિવાજ છે કે પહેલા માસિકને ઉત્સવ તરીકે મોઢું મીઠું કરવા લાપસી બનાવવામાં આવે છે અને બીજી બાજુ એ જ સ્ત્રી સાથે આવો વ્યવહાર કેમ?

મહિલાઓ પિરિયડ્સ દરમિયાન અશક્ત હોવાથી હતી છૂટ
માસિકધર્મ દરમિયાન મહિલાઓ શારીરિક રીતે અશક્ત થઈ જાય છે અને માનસિક રીતે પણ હોર્મોન્સના કારણે મૂડ અપ-ડાઉન થતાે રહે છે એટલે તેમને એ પાંચ દિવસ દરમિયાન આરામની જરૂર હોય છે એટલે જ મહિલાઓને ઘરનાં કામકાજ, પૂજા કે હવનનાં કામકાજ વગેરેમાં છૂટ મળી હતી, પરંતુ આ રિવાજને રૂઢિ બનાવી તેને મહિલાઓ ઉપર થોપવો કેટલું યોગ્ય?
અમારી સાથે જોડાવ અને તમે પણ ઉઠાવો તમારો અવાજ. પ્રથમ ‌િપરિયડ્સ, માસિકધર્મની અંધશ્રદ્ધા, સમાજની ગેરમાન્યતાઓ વિશે તમારા વિચારો આર્ટિકલ કે વીડિયો સ્વરૂપે અમને મોકલવા bit.ly/LaalNiShaan લિંક પર ક્લિક કરો.

ઋુતુકાળમહિલા સન્માનમાસિકધર્મરજસ્વલા
Comments (0)
Add Comment