કોઈ પાત્ર સારાં-ખોટાં નથી હોતાંઃ તબ્બુ

'મારા એક્સાઇટમૅન્ટને હું શબ્દોમાં નહીં ઢાળી શકું.
  • મૂવીટીવી  – હેતલ રાવ

‘રૃક-રૃક-રૃક અરે બાબા રૃક..’ વિજયપથ ફિલ્મનું આ ગીત આજે પણ લોકોને યાદ છે. તેની સાથે સફળ અભિનેત્રી તબ્બુની ચુલબુલી યુવતી તરીકેની ભૂમિકા પણ તેના ચાહકો યાદ કરે છે. સમય જતા પોતાની અભિનય ક્ષમતાથી તબ્બુએ સાબિત કરી દીધું કે કોઈ પણ રોલમાં ફિટ બેસવાની તેની પાસે કારીગીરી છે. માટે જ તેની ધ નેમસેક જેવી ફિલ્મની આંતરરાષ્ટ્રીય સ્તર પર સરાહના થઈ હતી. હાલમાં પણ બોલિવૂડમાં તેના દરેક અભિનયને લોકો વખાણી રહ્યા છે. પછી તે દ્રશ્યમ ફિલ્મની ડીજીપી હોય કે ગોલમાલ રિટર્નની ભૂત ભગાડતી એના હોય. જય હો માં ભાઈને સપોર્ટ કરતી બહેન. દરેક જગ્યાએ એમ લાગે છે કે આ રોલ તેનાથી બેસ્ટ કોઈ જ ના કરી શકત. આ જ કારણથી તે દરેક પાત્રને બેસ્ટ સમજે છે.

કોઈ પણ કલાકાર માટે ફિલ્મની સ્ટોરી અને પાત્ર મનપસંદ હોય ત્યારે કામ કરવાનો રસ વધી જતો હોય છે અને આ બંને વાત જ્યારે આંતરરાષ્ટ્રીય ફિલ્મનો ભાગ બને ત્યારે સોને પે સુહાગા જેવી સ્થિતિ સર્જાય છે. જે પણ કલાકારને આવી તક મળે તે પોતાની ખુશી છુપાવી નથી શકતા, પરંતુ ઘણા કલાકારો એવા પણ છે જે આવી બધી વાતોથી પર છે. તેમાં એક નામ છે અભિનેત્રી તબ્બુનું.

૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘ધ નેમશેક’ અને વર્ષ ૨૦૧૨ની ફિલ્મ ‘લાઇફ ઓફ પાઇ’માં તબ્બુના અભિનયને વિશ્વફલક પર સરાહના મળી. છતાં પણ તેણે દર્શકો સમક્ષ રજૂ થવા અને ફિલ્મો વિશે વાત કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ. તબ્બુ કહે છે, ‘હું પહેલેથી જ આવી છું. મને મારા વિશે વાત કરવી વધુ પસંદ નથી. જ્યારે જરૃર જણાય ત્યારે જ મારી ફિલ્મ સંદર્ભે વાત કરું છું. તબ્બુ પોતાના હટકે અભિનય માટે હંમેશાં પ્રેક્ષકોની પ્રથમ પસંદ બની રહી છે. તેને જ્યારે પણ કોઈ ખાસ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવે ત્યારે કે સહેલાઈથી આ વાતને પચાવી જાણે છે. એક ઇન્ટરવ્યૂમાં તબ્બુએ કહ્યું હતું કે, જ્યારે હું ‘ધ નેમશેક’ અને ‘લાઇફ ઓફ પાઇ’ જેવી ફિલ્મોમાં કામ કરી રહી હતી ત્યારે પણ જરૃર જણાઈ ત્યારે જ તે બાબતે ચર્ચા કરી હતી. આ ફિલ્મો ઘણી મોટી હતી, જેને મારા નામની જરૃર નહોતી. ફિલ્મની રિલીઝ થતાં જ દર્શકોને ખ્યાલ આવી ગયો કે આ કેવી ફિલ્મ છે. મને લાગે છે કે આ ફિલ્મોમાં મને કામ કરવા મળ્યું તે મારી માટે બેસ્ટ મૂવમેન્ટ હતી અને નસીબ પણ ખરા. જો મને તે સમયે તક મળી હોત તો હું આ ફિલ્મો વિશે કલાકોના કલાકો વાત કરી શકત.’

કોઈ પણ એક ફિલ્મ તમારા જીવનને બદલવા માટે કારણભૂત બની શકે છે. ‘ધ નેમશેક’ ફિલ્મમાં કામ કરવાનો મારો અનુભવ પણ કંઈક એવો જ રહ્યો. સાથે જ ‘મકબૂલ’થી પહેલા અને ત્યાર બાદ કે પછી ‘હૈદર’થી પહેલા અને ત્યાર બાદ મારી કારકિર્દીને જુદા-જુદા ભાગમાં વહેંચી શકાય છે. મારા ફિલ્મી કરિયરમાં આવેલા ટ્વિસ કે બદલાવ માટે આ ફિલ્મો સૌથી મહત્ત્વની છે. એટલંુ જ નહીં, મારા ચાહકો, દર્શકો અને ડાયરેક્ટર, પ્રોડ્યુસર માટે મને જોવાનો અરીસો પણ કહી શકાય.

નિર્દેશક મીરા નાયરની આગામી ફિલ્મમાં તબ્બુ ફરી એકવાર પોતાનું બેસ્ટ પરફોર્મન્સ લઈને આવવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મ વિક્રમ સેઠના ઉપન્યાસ ‘એ સૂટેબલ બોય’ પર આધારિત છે. મીરા સાથે ફરી કામ કરવાને લઈને તબ્બુ કહે છે, ‘મારા એક્સાઇટમૅન્ટને હું શબ્દોમાં નહીં ઢાળી શકું. બસ, એટલું જ કહીશ કે કોઈ પણ પાત્ર સારું કે ખરાબ નથી હોતું. બસ, તેને દર્શાવવાની  કુનેહ અને પરદા પર અભિનય કરવાની ક્ષમતા જરૃરી છે. તમારા ચાહકો તમારા સુધી પહોંચી જ  જાય છે.
————————–

મુવીટીવીહેતલ રાવ.
Comments (0)
Add Comment