માતા-પિતા નહીં, એપ્ટિટ્યૂડ ટેસ્ટ નક્કી કરશે બાળકનું ભાવિ

બાળકની રુચિ અને ક્ષમતા જાણી શકાય તે માટે પ્રોજેક્ટ 'તમન્ના'
  • ફેમિલી ઝોન – હરીશ ગુર્જર

દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે, પોતાનું બાળક બોર્ડની પરીક્ષાઓમાં સારા ગુણ મેળવે અને સારી ડિગ્રી મેળવે. આ ઇચ્છામાં મોટે ભાગે બાળકની મરજી કે તેની બુદ્ધિક્ષમતાનો વિચાર કરવામાં આવતો નથી. માતા-પિતા જે ક્ષેત્રમાં કારકિર્દી ન બનાવી શક્યા હોય, એ ક્ષેત્રમાં પોતાનું બાળક કારકિર્દી બનાવે એવી પણ ઘેલછા જોવા મળે છે. બાળક શું વિચારે છે? એવો પ્રશ્ન ભાગ્યે જ તેને પૂછવામાં આવે છે. તો બીજી તરફ સાચો નિર્ણય ન લઈ શકતાં કેટલાંક માતા-પિતા બાળક પાસે બધી જ પ્રવેશ પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે. માતા-પિતા અને બાળકની આ સ્થિતિનો ઉકેલ આપી રહી છે – એપ્ટિટ્યૂડ ટેસ્ટ.

ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સીબીએસસી બોર્ડ અને એનસીઈઆરટી દ્વારા બાળકની રુચિ અને ક્ષમતા જાણી શકાય તે માટે પ્રોજેક્ટ ‘તમન્ના’ શરૃ કર્યો છે. તમન્ના એટલે આમ તો ઇચ્છા પણ, તેનું મૂળ અંગ્રેજી ફુલ ફોમમાં આ પ્રોજેક્ટનો મર્મ સમાયેલો છે. ્સ્છછદ્ગછ એટલે ્િઅ છહઙ્ઘ સ્ીટ્ઠજેિી છૅંૈંેઙ્ઘી છહઙ્ઘ દ્ગટ્ઠંેટ્ઠિઙ્મ છહ્વૈઙ્મૈંૈીજ. તમન્ના પ્રોજેક્ટ અંતર્ગત બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતાં બાળકોની એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે અને તે આધારે માતા-પિતાને બાળકે ધોરણ ૧૧માં ક્યાં વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો જોઈએ તેની માહિતી આપવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, વૈજ્ઞાનિક પદ્ધતિ બાળકની ઇચ્છા અને ક્ષમતા જાણવાનો પ્રયાસ એટલે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. શું માતા-પિતા કરતાં પણ એપ્ટિટ્યૂડ ટેસ્ટ બાળકના ભવિષ્યનો સારો નિર્ણય લઈ શકે? એવો વિચાર પોતાની ઇચ્છાઓ બાળક પર થોપતાં વાલીઓને ચોક્કસ જ આવશે. તો કેટલાકના મનમાં એવો પણ પ્રશ્ન ઉદ્દભવે કે, એક પરીક્ષા આખી કારકિર્દી કઈ રીતે નક્કી કરી શકે? આવા જ પ્રશ્નોના જવાબો જાણવા માટે એપ્ટિટ્યૂડ ટેસ્ટ સાથે સંકળાયેલી શાળા, ટ્રેનર અને વાલીઓ સાથેની ચર્ચાનો નિચોડ આપને પણ આ ટેસ્ટ તરફ વાળશે.

પ્રોજેક્ટ તમન્ના એટલે કે એપ્ટિટ્યૂડ ટેસ્ટ, માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ શરૃ કરી દીધી છે. નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ શરૃ કરવામાં આવશે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ બાબતે વાલીઓમાં જાગૃતિ નહીં હોવાથી હાલમાં તેને ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે મરજિયાત રાખવામાં આવી છે. જોકે, ગુજરાતની કેટલીક શાળાઓ વર્ષોથી વાલીઓ સાથે સંકલન કરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ લઈ રહી છે અને તેના સારા પરિણામો મળ્યાં છે.

સુરતની ભુલકા વિહાર શાળા દ્વારા છેલ્લાં ૧૫ વર્ષથી ધોરણ ૯ અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે છે. શાળાનાં આચાર્ય મિતાબહેન વકીલ માને છે કે, આ ટેસ્ટના કારણે તેમની શાળાના વિદ્યાર્થીઓને વિદ્યાશાખા અને કારકિર્દીની પસંદગીમાં ઘણો ફાયદો થયો છે, તેઓ કહે છે, ‘૧૦માં ધોરણ તરફ બાળક આગળ વધે એટલે માતા-પિતા બાળકને એન્જિનિયર, ડૉક્ટર, સીએ કે પોતે જે પ્રોફેશનમાં હોય તે જ પ્રોફેશન તરફ વાળવાની શરૃઆત કરી દે છે. ખરેખર એ ખોટું છે. આ સ્થિતિમાં બાળકની સરખામણી તેના વર્ગનાં અન્ય બાળકો કે સગા-સંબંધીઓનાં બાળકો સાથે પણ થવા માંડે છે. પરિણામે બાળકના કુમળા મન-મગજ પર અસર થવાની શક્યતા રહેલી છે. આ સ્થિતિના ઉકેલ માટે અમે ૧૫ વર્ષ પહેલાં ૯માં ધોરણમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો હતો. સાડા ચાર કલાકની આ ટેસ્ટનો તમામ ખર્ચ શાળાએ ભોગવ્યો. ટેસ્ટ પહેલાં અમે પરીક્ષા લેનાર એક્સપટ્ર્સની સાથે બાળકો અને વાલીઓની મુલાકાત કરાવી અને સમજાવ્યું કે આ ટેસ્ટનું પરિણામ પાસ કે નાપાસ ના રૃપમાં નથી આવવાનું, માટે કોઈ પણ પ્રકારના દબાણ વગર પરીક્ષા આપો. પરીક્ષા બાદ તેનું પરિણામ પણ અમે વાલી અને બાળકને શાળામાં બોલાવી એક્સપર્ટ સાથે બેસાડીને આપ્યું. ૯મા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીએ – આટ્ર્સ, કોમર્સ કે સાયન્સમાંથી શું પસંદ કરવું જોઈએ તેની માહિતી પરીક્ષાના પરિણામની વિસ્તૃત છણાવટ સાથે આપી. ત્યાર બાદ આજ વિદ્યાર્થીઓની ધોરણ ૧૧માં ફરી એક વાર એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવી અને ત્યારે તેમણે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી જોઈએ તેની માહિતી આપી. જેના ખૂબ જ સારાં પરિણામો અમને મળ્યાં છે. પરિણામે છેલ્લાં ૧૫ વર્ષથી ભુલકા વિહાર શાળાના ધોરણ ૯ અને ૧૧ના તમામ વિદ્યાર્થીઓની એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે છે.’

અમદાવાદની સેપ્ટ કૉલેજમાંથી આર્કિટેક્ટની ડિગ્રી મેળવનાર આયુષી મોદી સુરતની ભુલકા વિહાર શાળાની વિદ્યાર્થિની હતી. આયુષીને એન્જિનિયરિંગમાં રસ હતો, પરંતુ તેની એપ્ટિડ્યૂડ ટેસ્ટનું પરિણામ આર્કિટેક્ટના સંકેત આપતા હતા. આ વિષે વાત કરતાં આયુષીના પિતા વત્સલ મોદીએ જણાવ્યું કે, ‘ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પહેલાં આયુષીને ફિઝિક્સમાં થોડો ડર લાગતો હતો, પણ ગણિત તેનો ગમતો વિષય હતો. જ્યારે શાળાના સંચાલકોએ અમને તેના એટિટ્યૂડ ટેસ્ટ વિશે વાત કરી ત્યારે અમારો પહેલો સવાલ હતો કે દીકરીની કારકિર્દીનો સવાલ છે, આ ટેસ્ટ પર કેટલો વિશ્વાસ મુકાય, ત્યારે મિતાબહેન વકીલ અને ટેસ્ટ લેનાર એક્સપર્ટ સાથે ટેસ્ટનાં તમામ પાસાંઓની ચર્ચા બાદ અમારો પણ વિશ્વાસ બેઠો. અમે આયુષીને આર્કિટેક્ટ માટેની નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર – દ્ગછ્છ અપાવડાવી. આયુષી મેરિટમાં આવી અને સેપ્ટમાં ઍડ્મિશન મળ્યું. શરૃઆતમાં આયુષીને પણ એન્જિનિયરિંગને બદલે આર્કિટેક્ટમાં મુકી હોવાથી ગમતું ન હતું, પણ જ્યારે તે –નાટા- ના ક્લાસીસમાં જવા માંડી ત્યારે તેને ખૂબ રસ પડ્યો અને તેનું પરિણામ પણ મળ્યું. આજે આયુષી આર્કિટેક્ટ તરીકે કામ કરવાની સાથોસાથ નર્મદ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભણાવવા માટે પણ જાય છે. પહેલી દીકરીની સફળતા બાદ અમે આંખ બંધ કરીને બીજી દીકરી નૂતી મોદીની કારકિર્દી માટે એપ્ટિટ્યૂડ ટેસ્ટને જ ફોલો કરી. નૂતીની ટેસ્ટના પરિણામે અમને ડિઝાઇનિંગ ક્ષેત્રની કારકિર્દીના સંકેત આપ્યા હતા. ૧૦ અને ૧૧મા ધોરણમાં અમે તેને અભ્યાસની સાથે ડિઝાઇનિંગના ક્લાસ કરાવ્યા. ૧૨માની બોર્ડની પરીક્ષાની સાથે તેણે દ્ગૈંડ્ઢ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન)ની ડિઝાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ ડ્ઢછ્ પાસ કરી દેશની નંબર ૧ અમદાવાદ એનઆઈડીમાં ૧૭મા વર્ષે પ્રવેશ મેળવી લીધો. અત્યારે તે છેલ્લા વર્ષમાં છે. મારી બંને દીકરીઓની કારકિર્દીના ઘડતરમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાયાનો પથ્થર બન્યો છે અને હું દરેક માતા-પિતાને તેની સમજ મેળવી ટેસ્ટ ફરજિયાત કરાવાની સલાહ આપું છું. હું મોટી દીકરી આયુષીના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરાવાનો છું, તેનો રસ હવે મૅનેજમૅન્ટ ક્ષેત્રમાં જવાનો છે, પણ કરીશું એ જ જે ટેસ્ટનું પરિણામ આવશે.’

વધુ પડતી માહિતી પણ ક્યારેક મુશ્કેલીનું કારણ બને છે, ધોરણ ૧૦ અને ૧૨માં વધુ પડતાં જાગૃત વાલીઓની સ્થિતિ કંઈક આવી જ હોય છે. તેઓ પોતાના બાળકની ઉજ્જવળ કારકિર્દીનાં સપનાં જોતાં જોતાં બાળક પાસે બિનજરૃરી પ્રવેશ પરીક્ષાઓની તૈયારીઓ કરાવડાવે છે. આ સ્થિતિમાં વાલી અને વિદ્યાર્થી બંને અસમંજસની સ્થિતિમાં હોય છે. આ પ્રકારના વાલીઓ માટે પણ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આશીર્વાદ રૃપ છે. છેલ્લા ૧૭ વર્ષથી એપ્ટિટ્યૂડ ટેસ્ટનું રાજ્યની જાણીતી શાળાઓમાં આયોજન કરતાં નેશનલ ટ્રેનિંગ એન્ડ કન્સલટન્સીના ફાઉન્ડર મહેશ રામમૂર્તિ જણાવે છે, ‘એપ્ટિટ્યૂડ ટેસ્ટ એ વૈજ્ઞાનિક માપદંડોના આધારે લેવાતી બાળકની શિખવાની ક્ષમતાની પરીક્ષા છે. ૧૪ વર્ષની ઉંમર પછી બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે, એટલે પહેલા ધોરણ ૯ અને ત્યાર બાદ ધોરણ ૧૧માં આ ટેસ્ટ લેવાનો શ્રેષ્ઠ સમય છે. બાળકની સાચી બુદ્ધિક્ષમતા જાણવા માટે ટેસ્ટને પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. ૧. ન્યૂમેરિકલ એપ્ટિટ્યૂડ – એટલે કે બાળકની આંકડા સાથે કામ કરવાની ક્ષમતા, ૨. વર્બલ એપ્ટિટ્યૂડ – શબ્દોનું કૌશલ્ય જાણવાની પરીક્ષા, ભાષા, શબ્દ ભંડોળ વગેરે વિષેની માહિતી આ ટેસ્ટથી મળે છે, ૩. સ્પશિયલ એપ્ટિટ્યૂડ – ટૅક્નિકલ ડ્રોઇંગ, થી-ડી વિઝન, એક જ વસ્તુને જુદા-જુદા આયામોથી જોવાની ક્ષમતાની પરીક્ષા, ૪. એબસ્ટ્રેક્ટ એપ્ટિટ્યૂડ – સિદ્ધાંતોને સમજવાની ક્ષમતા અને ૫. ક્લેરિકલ એપ્ટિટ્યૂડ -ચીવટવાળા કામો, એક જ સ્થળે બેસીને કામ કરવાનાં કામોની ક્ષમતા ચકાસવાની પરીક્ષા. આ પાંચે પ્રકારની પરીક્ષાઓને આધારે વિદ્યાર્થી ક્યા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકશે તેના સંકેતો મળે છે. ઉપરાંત અમે વિદ્યાર્થીની ઇચ્છા અને સ્વભાવને સમજવા ૧. ઇન્ટરેસ્ટ ટેસ્ટ, ૨. પર્સનાલિટી ટેસ્ટ, ૩. વર્ક વેલ્યુ ટેસ્ટ અને ૪. વર્ક પેફરન્સ ટેસ્ટમાં પસંદગીના કામોની યાદી મેળવીએ છીએ. આ બન્નેને કંપાઇલ કરીને બાળકની કારકિર્દીનું શ્રેષ્ઠ ક્ષેત્રનું પરિણામ મળે છે. ધોરણ ૯માં આ ટેસ્ટ સાડા ચાર કલાકની અને ધોરણ ૧૧માં અઢી કલાકની હોય છે. ૧૭ વર્ષના મારા અનુભવોના આધારે હું કહી શકું છું કે, બાળકના પસંદગીના ક્ષેત્ર સમયાંતરે બદલાઈ શકે છે. પણ એપ્ટિટ્યૂડ ટેસ્ટનું પરિણામ ક્યારેય નહીં બદલાય. બીજું એ પણ છે કે, આપણી પરીક્ષા પદ્ધતિમાં આવતા માર્ક્સ તેની બુદ્ધિની ક્ષમતા કરતાં તેની યાદ રાખવાની ક્ષમતા વધુ દર્શાવે છે. પરિણામે ધોરણ ૧૦માં ૯૦ ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓએ એપ્ટિટ્યૂડ ટેસ્ટના પરિણામ બાદ સાયન્સને બદલે કોમર્સમાં પ્રવેશ મેળવી અણધાર્યા પરિણામ મેળવ્યાના ઉદાહરણ અમારી પાસે છે.’

ેપ્ટિટ્યૂડ ટેસ્ટ આપનાર, લેનાર અને તેનું સંચાલન કરનારના અનુભવો પરથી એટલું ચોક્કસ કહીં શકાય કે, એપ્ટિટ્યૂડ ટેસ્ટથી બાળકની કારકિર્દીનો રોડ મેપ મળે છે, અને એ માતા-પિતાની પસંદગીનો ન પણ હોય તો પણ, બાળકની ‘તમન્ના’ મુજબનો તો ચોક્કસ જ હશે.

————————–

હરિશ ગૂર્જર
Comments (0)
Add Comment