જિજ્ઞેશ સુરાણા, મુન્દ્રા

લોકશાહીના ઇતિહાસનું પાનું… ‘અભિયાન’ની કવર સ્ટોરી ‘૨૬ જાન્યુઆરી ૧૯૩૦ અને… કેવું હતું વૈશાલીનું ગણતંત્ર?’ પર્વપ્રસંગને વાચા આપતી વિગતો વાંચવા મળી. ભારતની આઝાદીનો ઇતિહાસ અને વૈશાલીનગરના ‘ડેમોક્રસી સ્ટ્રક્ચર’ની વિગતો હટકે રહી. ભારતના પૂર્ણ સ્વરાજનો ઇતિહાસની અભ્યાસપૂર્ણ વિગતો રસપ્રદ રહી. હિન્દુસ્તાનના સ્વરાજનો ટંકારવ ૧૯૩૦માં ગુંજ્યો તે પછીના બે દાયકાના ઘટનાક્રમની વિગતો આશ્ચર્યકારક રહી. આઝાદ દેશ માટેનું બંધારણ ૧૯૩૦માં તૈયાર કરી દેવામાં આવ્યું તે વિગતોએ લોકશાહીના ઇતિહાસના એક પાનાને અચૂક ઉજાગર કર્યું તે બાબત ગૈરવપ્રદ રહેશે.

Comments (0)
Add Comment