કુંભ : આપનામાં આવેશ, આક્રમકતા, ઉતાવળ, ઝડપ જેવા શબ્દો વર્તમાન સમયમાં પ્રભાવી રહેશે.

સાપ્તાહિક રાશી ભવિષ્ય.  ( તા.16-12-2018 થી તા. 22-12-2018 )

મેષ : તા. 16 અને 17ના રોજ પત્ની અને પરિવાર સાથે મનદુઃખ થઇ શકે છે. દિવસો નિરર્થક રહેશે. આપની પાછળ આપના વિશે ખરાબ વાત થઇ શકે છે. આપની સાથે વિશ્વાસઘાત થઇ શકે છે. આજનો દિવસ આપની માટે નિરાશાજનક રહેશે. વિદેશના કામોમાં નિષ્ફળતા મળે. વડીલો સાથે મતભેદો ઉભા થાય. લાંબી મુસાફરીમાં તકલીફના પડે તેનું ધ્યાન રાખવું જરુરી છે. જમીન – મકાનમાં ઇન્વેસ્ટેમેન્ટ કરવાથી લાભ થાય. તા. 18 અને 19ના દિવસો સફળ પસાર થશે. આપ પતિપત્નીના સંબંધોમાં આત્મિયતા વધશે. આપ આપના વ્યવસાય માટે કંઈક વધારે સારું પરિણામ મેળવવા માટે કોઈ નવું પરિવર્તન લાવશો જે પ્રયત્ન આપના માટે સારો અને સફળ નિર્ણય પુરવાર થશે. અવિવાહિતો માટે વિવાહ માટેનો અનુકૂળ સમય. સામાજિક માન-સન્માન વધે. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 20, 21 અને તા. 22 બપોર સુધી આપના પોતાના માટે સમય કાઢશો અને આપ પરિવારજનોના સંબંધોમાં મજબૂતી લાવવા માટે પ્રવૃત્ત થશો. આપને આપના ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપવું. અન્યથા આપના તબિયત માટે તકલીફ ઉભી થઇ શકે છે. તા. 22 બપોર પછીનો સમય સારો રહેશે. આ દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે.
—————————.

વૃષભ : તા. 16થી સૂર્ય આપની રાશિથી આઠમાં સ્થાનમાં શનિ સાથે ભ્રમણ કરતો હોવાના કારણે આપની વિચારધારા નકારાત્મક અને નિરાશાવાદી થાય. સરકાર સંબંધી કાર્યો તેમજ સરકારી કર્મચારી સાથે સંઘર્ષ થાય. કોઈ સારો હોદ્દો ધરાવતા વ્યક્તિ માટે આ સમય તકલીફદાયક રહી શકે છે. વડીલો સાથે મનદુઃખ થઇ શકે છે. આરોગ્યની બાબતમાં કાળજી લેવી જરુરી છે ઓપરેશનના યોગો બને છે. તા. 16 અને 17 દરમિયાન ચંદ્ર અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરતા દિવસ લાભદાયી રહે. ધનની પ્રાપ્તિ થાય. વ્યાપાર-ધંધામાં ફાયદો થાય. સંતાન સાથે સારી રીતે સમય પસાર કરશો. સંતાન તરફથી ખુશી મળે. ઘર માટે કોઈ વસ્તુની ખરીદી થાય. તા. 18 અને 19 દરમિયાન બારમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શારીરિક રૂપે આપને કષ્ટદાયક રહેશે. કોર્ટ-કચેરીના કાર્યમાં નિષ્ફળતા મળે. કોઈ જગ્યાએ માનહાનિ થઇ શકે છે. તા. 20, 21 અને 22 દરમિયાન દિવસો શાંતિદાયક પસાર થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ તરફથી કિંમતી ભેટ-સોગાદ મળી શકે છે. કિંમતી વસ્ત્રાભૂષણ પ્રાપ્ત થશે. આપના દાંપત્યજીવનમાં આનંદ પ્રાપ્ત થશે. જીવનસાથી જોડે તાલમેલ સારો રહેશે. કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે.
—————————.

મિથુન : તા. 16ના રોજ સૂર્ય આપની રાશિથી સાતમાં સ્થાનમાં શનિ સાથે ભ્રમણ કરતા આપના ભાગીદારી વ્યવસાયમાં વિધ્ન આવે. પેટ તથા માથાના દર્દની સમસ્યા સર્જાય આપની વિચારધારા નિરાશાવાદી રહેશે. ધંધામાં પ્રગતિ થાય અને સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 16, 17 દરમિયાન આપને કોઈની પાર્ટી કે સમારંભમાં જવાનું થશે. વ્યવસાયમાં આપની અથાગ મહેનતનું ફળ આ સમયે મળશે. આપ માતા-પિતા સાથે આનંદદાયક સમય પસાર કરશો. તા. 18, 19 દરમિયાન આપ કોઈ જુના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશો. તેમની સાથે મુલાકાતથી જુની યાદો વાગોળવાની તક મળે. આપ સારી રીતે કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. આપનું ધ્યાન ભાગીદારી પર કેન્દ્રિત કરશો. તા. 20, 21 તથા તા. 22 બપોર સુધીનો સમય સારો નથી. માનસિક અજંપો વધશે. આર્થિક બાબતો આપના મગજમાં સતત ઘુમરાતી રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે અન્યથા આપના માટે તકલીફદાયક બની શકે છે. કોઈ પ્રકારનો ઉતાવળ લીધેલો નિર્ણય ખોટનો સોદો પુરવાર થશે. ઘરની વ્યક્તિઓ સાથે મન-દુઃખના પ્રસંગ ઉદ્ભવી શકે છે. તા. 22 બપોર પછીનો સમય રાહત ભર્યો રહેશે. કોઈ કાર્યના સંદર્ભમાં બહાર જવાનું બની શકે છે.
—————————.

કર્ક : સપ્તાહના પ્રારંભનો દિવસ તમારા માટે નિરાશાજનક રહેશે. આકસ્મિક ઈજાથી અસ્થિ ભંગની શક્યતા છે માટે વાહન ચલાવવામાં તેમજ કોઈપણ કાર્ય કરવામાં બિનજરૂરી ઉતાવળ ટાળવી. તા. 17 દરમિયાન આપ આધ્યાત્મિક ચિંતન કરશો. તા. 16 થી સૂર્ય આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં આવતાં કાર્ય સિદ્ધ થશે અને સુખની પ્રાપ્તિ થશે. નોકરિયાતો અને છુટક કામમાં જોડાયેલા જાતકો શત્રુઓ પર વિજય મેળવશે. સરકારી કાર્યમાં સફળતા અને લાભ મળી શકે છે. આપ પરોપકાર તથા સેવાના કાર્ય કરશો. સંતાનને લગતી કોઈ ખુશખબર પ્રાપ્ત થવાની સંભાવના છે. વિવાદોની વચ્ચેથી આપ કુનેહપૂર્વક બહાર આવશો. આપના ઉપરથી મુસીબતો દૂર થશે. આપના કોઈ રાજકીય અથવા સરકારી કે કાયદાકીય કાર્ય કોઈપણ વિધ્ન વગર પુરા થશે. આ બધી વ્યસ્તતા વચ્ચે પણ આપ પરિવાર માટે સમય કાઢશો. તા. 18 અને 19 દરમિયાન કોઈ જુની પરિચિત વ્યક્તિ જોડે અણધારી મુલાકાત થશે. કારકિર્દી સંબંધી કોઈ કાર્ય થશે. આપની જીંદગીમાં એક જબરદસ્ત બદલાવ આવી શકે છે. કોઈ નવા કાર્યની શરૂઆત કરશો જેમાં પરિવારનો પુરો સહયોગ મળશે. આપના વ્યક્તિત્વમાં બદલાવ આવશે. તમારા દિલમાં રહેલી મહત્વાકાંક્ષા પુરી થવાની શક્યતા છે. તા. 20 થી 22 ના મધ્યાહન સુધીનો સમય આપ તેજ-ગતિથી આગળ વધશો. વ્યવસાય માટે મુસાફરી –યાત્રા પર જવાનું થાય.
—————————.

સિંહ : સપ્તાહના પ્રથમ દિવસે તા 16 થી સૂર્ય આપની રાશિથી પંચમ સ્થાનમાં ગોચરના શનિ સાથે યુતિ કરે છે, જેથી આપની વિચારધારા નકારાત્મક અને નિરાશાવાદી વલણ રહેશે. આપને સરકાર સંબંધી કાર્યોમાં તકલીફ આવે. પ્રેમસંબંધો ધીમી ગતિએ આગળ વધે અને તેમાં પણ અવારનવાર અહંનો પ્રશ્ન આવી શકે છે. સંતાનો સંબંધિત ગતિવિધીઓ ધીમી પડશે. વિદ્યાર્થીઓ કોઈપણ વિષયમાં ઊંડા ઉતરે પરંતુ ધીમી ગતિએ સફળતાની નજીક પહોંચશે. મહેનતની પુરી તૈયારી રાખવી પડશે. આપ કોઈ સારા હોદ્દા પર હશો તો આપના માટે આ સમય આફતરૂપ થઇ શકે છે. તા 16 અને 17 દરમિયાન કંકાસ, વાદ વિવાદથી દૂર રહેવું. સંતાન કે પરિવારના કોઈ સભ્યના કારણે આપ ચિંતામાં રહેશો. આપનામાં આત્મવિશ્વાસની ઉણપ રહેશે. તા 18 અને 19 દરમિયાન અધિકારીઓથી મુલાકાત ફાયદાકારક રહેશે. નોકરીમાં આપનો પ્રભાવ વધશે. નવી તકો અંગે તમે ગંભીરતાથી વિચારશો. તા 20 અને 21 દરમિયાન વ્યવસાયમાં કોઈ મોટી તક મળી શકે છે. વિરોધીઓ આપની સામે ટકી નહીં શકે. આપ ઘર અને પરિવારને પ્રાથમિકતા આપશો. તા 22ના રોજ ગ્રહોની સ્થિતિ આપના માટે લાભદાયક છે.
—————————.

કન્યા : સપ્તાહના આરંભમાં માતૃ પક્ષમાં માંગલિક પ્રસંગ બને અથવા તેમનાથી લાભ થાય. દાંપત્યજીવનનું સુખ માણી શકશો. તમને જાતીય સુખ માણવા માટે પણ યોગ્ય તકો મળી રહેશે. નવી ભાગીદારીની શરૂઆત માટે તેમજ સહિયારા સાહસો ખેડવા માટે આ સમય ઘણો સારો જણાઈ રહ્યો છે. નવા કરારો કરવા માટે આ દિશામાં તમે પ્રયાસો કરશો તો ગણેશજીના આશીર્વાદથી ચોક્કસપણે સારું ફળ મેળવી શકશો. સપ્તાહના મધ્યમાં આપની પાસે નાણાંની આવક વધુ તેજ થતા આપ રોકાણ અને વિસ્તરણની યોજના પણ ઘડશો. જોકે, ગણેશજી આપને આવા કોઈપણ આયોજનમાં નફા-નુકસાનનો વિચાર કરીને જ આગળ વધવાની સલાહ આપી રહ્યા છે. કૌટુંબિક બાબતોમાં આપને કોઈને કોઈ પ્રકારે પ્રશ્નનો ઉકેલ લાવવામાં વિલંબ થાય. આપે રજૂ કરેલી વાતમાં શબ્દોનું ખોટુ અર્થઘટન થતા પારસ્પરિક કડવાશ પણ આવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી વાણી અને વર્તનમાં વિનમ્રતા તેમજ શબ્દોમાં સ્પષ્ટતા રાખવી. ગૂઢ વિષયો અને રહસ્યમય પ્રયોગોમાં આપને રુચિ વધશે. જીવનના સત્યો શોધવા માટે આપ આધ્યાત્મિક ગુરુની શોધમાં નીકળો તેવી શક્યતા પણ રહે. સપ્તાહના અંતિમ ચરણમાં આપને સામાજિક માન-સન્માન મળે. વિદેશગમન અથવા દૂરના અંતરના પ્રવાસની શક્યતા બનશે. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસનું સપનું સાકાર થઈ શકે છે. આ સંબંધે પાસપોર્ટ કે વિઝા સહિતના કાર્યોમાં ગતિવિધી તેજ થશે.
—————————.

તુલા : તા 16 થી સૂર્ય આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે જે આપના માટે શુભ રહેશે. તમારામાં સાહસ અને પરાક્રમની ભાવનામાં વધારો થશે. પ્રોફેશનલ મોરચે પણ તમે કંઈક નવું કરવા અથવા વર્તમાન કાર્યોમાં વિસ્તરણ કરવા અંગે વિચાર કરશો. ટુંકા અંતરની મુસાફરીના યોગ છે. તમને સુખશાંતિનો અનુભવ થશે. સંતાન અને મિત્રોથી ધનલાભ થશે. શત્રુઓ અને હરીફોનો પરાજય થશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તા 16 અને 1 ના રોજ કોર્ટકેસમાં સફળતા મળશે. રોજબરોજના કાર્યોમાં જરૂરી બદલાવ લાવશો. આર્થિક પરેશાની દૂર થશે. લાંબા સમયથી ચાલી આવતી ચિંતા સમાપ્ત થશે. તા 18 અને 19 દરમિયાન શાંતિથી ઘરના કાર્ય પૂર્ણ કરશો. ઘરમાં આપના કાર્યની પ્રસંશા થશે. ભાતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થશે. વડીલોના આશીર્વાદ મેળવશો. પતિ પત્નીના સબંધોમાં આત્મીયતા રહેશે. તા 20 ,21 અને 22 બપોર સુધી મનમાં અશાંતિ અને ક્રોધની સ્થિતિ રહેશે. ખુબ વિચારીને અને શાંતિથી નિર્ણય લેવા. લાગણીથી લીધેલા નિર્ણયો ખોટા પડી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી દિલના બદલે દિમાગની વાત સાંભળજો. કોઈ મિત્ર તરફથી દગો થઇ શકે છે.
—————————..

વૃશ્ચિક : આ સપ્તાહની શરૂઆતમાં જ તા 16 થી એક મહિના સુધી સૂર્ય આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરતા આર્થિક અને કૌટુંબિક પ્રશ્નો ઉભા થશે. સગા સંબંધી સાથે વિવાદ થઇ શકે છે. વાણીમાં અહંનું પ્રમાણ વધશે. ખભાના ભાગમાં સ્નાયુમાં દુખાવો થઈ શકે છે. આપના વિચારો અને મનોવૃત્તિમાં ફરક આવશે. તા 16 અને 17 દરમિયાન સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. નવા મિત્રો બનાવશો. પ્રણય સબંધોમાં સફળતા મળશે. મહેનતના પ્રમાણમાં સકારાત્મક ફળ મળશે. વિદ્યાર્થીઓ કેરિયરને મહત્ત્વ આપીને તે દિશામાં મહેનત કરશે. તા 18 અને 19 દરમિયાન ક્યાંકથી શુભ સમાચાર મળશે. સંતાન અને પરિવારની નાની-મોટી જરૂરિયાતનું તમે ધ્યાન રાખશો. કોઈ મહત્ત્વની લેણ-દેણ કરશો. લાંબા ગાળાનું રોકાણ કરવા માટે પણ ઉત્તમ સમય છે. તા 20 અને 21 દરમિયાન આવકની પ્રાપ્તિ થશે. અચાનક લાભની આશા રાખી શકો છો. જીવનસાથી જોડે ક્યાંય બહાર જવાનું થશે. માનસિક શાંતિ અને હળવાશના કારણે તમે પારિવારિક અને પ્રોફેશનલ મોરચે અદભુત સંતુલન રાખી શકશો. ઘર અને ઓફિસની જવાબદારી ખુબ સારી રીતેનિભાવશો. તા 22 બપોર પછી સમય પ્રતિકુળ છે.
—————————.

ધન : સપ્તાહના આરંભે તા. 16ના રોજ સૂર્ય આપની રાશિથી 12માં સ્થાનમાં શનિ સાથે ભ્રમણ કરતા આપના ભાગીદારીના વ્યવસાયમાં વિધ્ન આવે. આ સમય આપના માટે સરકારી અથવા કાયદાકીય ખર્ચ વાળો તેમજ વધુ પડતા ટેક્સ કે અન્ય પ્રકારના ભારણ વાળો છે. વગદાર અને ઉચ્ચ હોદ્દેદાર લોકો સાથે સંબંધો તણાવ આવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ તથા માથાના દર્દની સમસ્યા સર્જાય. કરોડરજ્જૂમાં પણ દુખાવો થઈ શકે છે. આપની વિચારધારા નિરાશાવાદી રહેશે. તા. 16,17 દરમિયાન કોઈ પાર્ટી કે સમારંભમાં જવાનું થશે. આપ માતા-પિતા સાથે આનંદદાયક સમય પસાર કરશો. તા. 18,19 દરમિયાન આપ જુના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશો. તા. 20,21 તથા તા. 22 બપોર સુધીનો સમય સારો નથી. ખાસ કરીને માનસિક અજંપો અને વૈચારિક ગડમથલના કારણે મહત્ત્વના નિર્ણયો લેવામાં તમારી પાછી પાની પડશે જેની અસર આર્થિક અને કારકિર્દી સંબંધિત બાબતો પર પડી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે અન્યથા આવશ્યક ખર્ચને પહોંચી તમારે કોઈની સામે હાથ લંબાવવો પડશે. કોઈપણ પ્રકારનો ઉતાવળમાં લીધેલો નિર્ણય ખોટનું કારણ બની શકે છે. ઘરની વ્યક્તિઓ સાથે મન-દુઃખના પ્રસંગ ઉદ્ભવી શકે છે. તા. 22 બપોર પછીનો સમય રાહત ભર્યો રહેશે. કોઈ કાર્યના સંદર્ભમાં બહાર જવાનું બની શકે છે.
—————————.

મકર : તા. 16 નો દિવસ તમારા માટે નિરાશાજનક રહેશે. અકસ્માતથી અસ્થિભંગના યોગો છે. 17 દરમિયાન આધ્યાત્મિક ચિંતન કરશો. તા. 16 પછી શત્રુઓ પર વિજય મેળવશો. સરકારી કાર્યમાં સફળતા અને લાભ મળી શકે છે. પરોપકાર તથા સેવાના કાર્ય કરશો. સંતાનને લગતી કોઈ ખુશખબર પ્રાપ્ત થવાની સંભાવના છે. વિવાદોની વચ્ચેથી આપને આપ સુખરૂપ બહાર લાવશો. આપના ઉપરથી મુસીબતો દૂર થશે. આપના કોઈ રાજકીય કાર્ય વિધ્ન વગર પુરા થશે. આ બધી વ્યસ્તતા વચ્ચે પણ આપ પરિવાર માટે સમય કાઢશો. તા. 18 અને 19 દરમિયાન કોઈ પરિચિત વ્યક્તિ જોડે મુલાકાત થશે. કેરિયર સંબંધી કોઈ કાર્ય થશે. નોકરિયાતોને શત્રુ અને હરીફો તરફથી સંભાળવું પડશે પણ તમારા કામ પ્રત્યેના સમર્પણ અને આવડતાના કારણે તેઓ પોતાની ચાલમાં ફાવી શકશે નહીં. આપના વ્યક્તિત્વમાં બદલાવ આવશે. કોઈ જૂની મહત્વાકાંક્ષા પુરી થવાની શક્યતા છે. તા. 20,11 દરમિયાન તથા તા. 22 બપોર સુધીનો સમય આપ તેજ-ગતિથી આગળ વધશો. વ્યવસાય માટે મુસાફરી –યાત્રા પર જવાનું થાય. તા. 22 બપોર પછીનો સમય મધ્યમ રહેશે.
—————————.

કુંભ : આપનામાં આવેશ, આક્રમકતા, ઉતાવળ, ઝડપ જેવા શબ્દો વર્તમાન સમયમાં પ્રભાવી રહેશે. કોઈપણ કાર્યમાં ઝડપથી નીવેડો લાવવાની આપનામાં તત્પરતા જાગશે. મિત્રો એક વાત યાદ રાખજો કે “ઉતાવળે આંબા ન પાકે”, માટે જ્યાં ધીરજ ધરવાની જરૂર હોય ત્યાં તમારે શાંતિ રાખવી જ પડશે નહીંતર પોતાની સિદ્ધિઓ પર જાતે જ પાણી ફેરવો તેવી સ્થિતિ સર્જાશે. તમે થોડા ધીમે- ધીમે આગળ વધો તેવું ગણેશજી કહેવા માગે છે. આપનામાં કંઈક નવું કરવાની કે મોટુ સાહસ ખેડવાની આપનામાં ગણી તાલાવેલી જાગશે. પરંતુ અત્‍યારે કોઇપણ પ્રવૃત્તિ કરો આંખો અને કાન ખુલ્‍લા રાખીને કામકાજ કરજો. ઉંમરલાયક યુવક- યુવતીઓ જીવનસાથીની શોધમાં સફળ રહેશે. વિવાહિત જાતકો લગ્‍નસુખનો ભરપુર આનંદ માણી શકશે એમ ગણેશજી કહે છે. વિદ્યાર્થીવર્ગ માટે સારો સમય છે છતાં ઈતરપ્રવૃત્તિઓના બદલે અભ્યાસમાં વધુ ધ્યાન આપો તેવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. દરરોજ સવારે ઈષ્ટદેવ અને વિદ્યાની દેવી માતા સરસ્વતીનું સ્મરણ કરીને વિદ્યાભ્યાસનો પ્રારંભ કરશો તો આપનામાં નોંધપાત્ર એકાગ્રતા આવશે.
—————————.

મીન : આ સપ્તાહે શરૂઆતમાં આપના હર્ષોલ્‍લાસમાં વધારો થશે. પરિવારમાં સંતાનો સારા અને લાભદાયક સમાચાર આપશે. મિત્રો સાથેની મુલાકાત આપને આનંદાયક અને લાભદાયક રહેશે. નોકરી- વ્‍યવસાયમાં પણ સારો લાભ થાય. આવકમાં વૃદ્ધિ થતાં આપ મનોમન હરખાશો. જીવનસાથીની શોધ કરનારાઓને યોગ્‍ય પાત્રની પસંદગીમાં ક્યાંક છેતરપિંડીનો ભોગ ન બનો તેની કાળજી લેવી પડશે. સપ્તાહના મધ્યનો સમય આર્થિક દૃષ્ટિએ આપના માટે લાભકારક પુરવાર થશે. આપ આવકના સ્ત્રોતો વધારવા માટે સક્રીય બનશો. આ સમયમાં જીવનસાથી કે શ્વસુર પક્ષથી કોઈ પ્રકારે લાભની આશા રાખી શકો છો. ઉત્તરાર્ધના સમયમાં તમે આર્થિક ભાવી સુરક્ષિત કરવા માટે શેર-મ્યુચ્યુઅલ ફંડ કે સોના-ચાંદીમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માટે વિચાર કરશો. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે ટુંકી મુસાફરી થઈ શકે છે. તમારામાં સાહસવૃત્તિ સારી હોવાથી પ્રોફેશનલ મોરચે કોઈ નવી શરૂઆત કરવા માટે સારો તબક્કો જણાઈ રહ્યો છે. સપ્તાહના છેલ્લા દિવસે તમે પરિવાર પર વધુ ધ્યાન આપશો અને તેમની જરૂરિયાતો સંતોષવા માટે મોટો ખર્ચ કરવાની પણ તૈયારી રાખશો.
—————————.

સાપ્તાહિક રાશી ભવિષ્ય
Comments (0)
Add Comment