સાપ્તાહિક રાશી ભવિષ્ય

સિંહ : તા 12 અને 13ના રોજ પારિવારિક સુખશાંતિમાં વધારો થશે.

તા. 12-08-2018 થી તા. 18-08-2018

મેષ : તા. 12 અને તા. 13 દરમિયાન આપના જે મહત્ત્વના કામમાં મહેનત કરી રહ્યા હતા તે કાર્ય પૂર્ણ થવાની શક્યતા નહીંવત છે. જો સરકારી કામકાજ હોય તેવા કામમોં વિશેષ સાવધાની રાખવાની જરુર છે. આપને ધનહાનિના યોગ છે. આર્થિક તકલીફ વધે. વારસાગત મિલકતની બાબતમાં કોર્ટ કચેરીની સમસ્યા ઉભી થાય. તા. 14, 15 અને તા. 16 બપોર સુધી આવકની પ્રાપ્તિ થશે. નવી વસ્તુની ખરીદી થઇ શકશે. આપ આપના નોકરી કે વ્યવસાયમાં નક્કી કરેલા લક્ષ્ય પાર પાડી શકશો. શરદી, કફ, વાઇરલ ઇન્ફેકશન વગૈરે તબિયતની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડશે. જીવનસાથી જોડેના મતભેદો દૂર થશે. તા. 17 અને તા. 18ના રોજ કોઈ શુભ સમાચાર મળશે. આપના લક્ષ્યપૂર્તિના કારણે મન પ્રફુલ્લિત રહેશે. પરિવાર સાથે સારો સમય વીતાવશો. કોઈને ઉધાર આપેલાનાણાં પાછા મળી શકે છે. પરંતુ વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. જીવનસાથીના સહયોગથી મકાન-વાહનની પ્રાપ્તિના યોગો બને છે. ભાગીદારીના ધંધાથી લાભ થશે. લગ્ન ઇચ્છુક વ્યક્તિ માટે સારા સમાચાર મળે. આ સમયમાં માનસિક સ્વસ્થતા અનુભવશો. સ્વાસ્થની દૃષ્ટિએ પણ સારું રહેશે. ઘરમાં શુભ કાર્યે માટેનો અનુકૂળ સમય રહેશે. વિદેશ રહેતા સંબંધીઓ સાથે મુલાકાતના યોગ બને છે.
————————-.

વૃષભ : આ સપ્તાહે પૂર્વાર્ધના સમયમાં તા. 11, 12 અને 13 દરમિયાન આપની રાશિથી ચતુર્થ સ્થાનમાં ચંદ્ર નુકસાનકારક રહેશે. આપનાથી કોઈ મોટું નુકસાન અથવા તો કોઈ મોટો ઓર્ડર હાથમાંથી જઇ શકે છે. સંતાનની ચિંતા આપને રહેશે. આપને બધી બાજુથી નુકસાનદાયક સમય રહેશે. તા. 14 અને 15 દરમિયાન આપની વિચાર શક્તિમાં શિથીલતા આવશે અને તેના કારણે તમારા કામનું યોગ્ય પરિણામ નહીં મળે. તેના ફળસ્વરૂપે આપના કાર્યક્ષેત્રમાં વિશ્વસનીયતા, માન અને પ્રતિષ્ઠાને ઘટાડો થઇ શકે છે. આ સમય દરમિયાન આપના કાર્યમાં અંતરાય આવે, જેના કારણે આપના કાર્યક્ષેત્રનો વિકાસ ધીમો રહેશે. આપના રોકાણનું યોગ્ય વળતરના મળે. તા. 16, 17 અને તા. 18 દરમિયાન દિવસ ઉત્તમ રહેશે. વ્યવસાય અને કાર્યમાં સફળતા મળશે. નવા સંબંધ લાભદાયક સિદ્ધ થશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. નોકરીમાં કોઈ ઉપરી અધિકારીનો સહયોગ અને સલાહ-સુચન આપની પ્રગતિમાં સહાયક બનશે. આવક વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આપ આપના વ્યવસાયમાં સાહસ કરીને સફળતા મેળવશો. તા. 17ના રોજ સૂર્ય આપની રાશિથી ચોથા સ્થાનમાં ભ્રમણ કરતા ભવિષ્યની યોજનાઓ બનાવવાનો સારો સમય છે. ભૂતકાળને યાદ કરીને વર્તમાન ખરાબ કરવું નહીં. ઘરના વિવાદોનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો.
————————-.

મિથુન : તા. 12 અને 13 દરમિયાન આપ ખરીદીમાં વ્યસ્ત રહેશો તથા પ્રિયજનોને ભેટ-સોગાદ આપશો. ઘર-પરિવારમાં આત્મિયતા, પ્રેમ અને સહયોગ વધશે. આપની આવક અને જાહેર માન-સન્માન તેમજ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જીવનમાં સુખ સાધનની વસ્તુઓ મેળવવાના માટે આ સમય સારો સાબિત થશે. મુસાફરીમાં ચોરી થવાનો ભય રહે. યાત્રા દરમિયાન અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડે. ભાઇ-બહેનો સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે. તા. 14 અને 15 દરમિયાન તબિયત નરમ રહેશે. ભોજનની નિયમિતતા જાળવવાની ખાસ સલાહ છે. આપના નિર્ણયો આ સમય દરમિયાન ખોટા સાબિત થઈ શકે છે. જૂની કોઈ બીમારી ફરી ઉથલો મારવાણી શક્યતા છે તો સાવધાની રાખવી આપના માટે હિતાવહ છે. વિદ્યાર્થી ઓ માટે અભ્યાસમાં સફળતાના યોગો બને છે. તા. 16 અને 17 દરમિયાન યાત્રાનો યોગ છે. આપ વ્યાપાર અને ખરીદી માટે વ્યસ્ત રહેશો. આ સમય પ્રણય માટે સફળ રહેશે. આપ આપના સંતાનના ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન આપી શકશો. તા. 17 દરમિયાન સૂર્ય આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરવાના કારણે વ્યવસાયમાં સફળતા મળશે. નામાંકિત વ્યક્તિ જોડે મુલાકાત થઇ શકે છે. મિત્રો થકી તથા સંતાન દ્વારા ધનલાભ થઇ શકે છે. તા. 18ના રોજ ખર્ચનું પ્રમાણ ઊંચું રહેશે સાથોસાથ આવકનું પ્રમાણ પણ વધશે.
————————-.

કર્ક : સપ્તાહના આરંભે તા. 12અને 13 દરમિયાન આપને લાગશે કે મહેનતનો કોઈ પર્યાય નથી. કામ-કાજમાં કોઈ વિશેષ લાભ કે પ્રગતિ નથી પરંતુ આપ મન લગાવીને કાર્ય કરશો. કોઈ મોટા રોકાણની યોજના કરશો. પ્રણય-સંબંધમાં ગેરસમજનું નિરાકરણ આવશે. આપના ઉપરી અધિકારી દ્વારા આપની કાર્યસિદ્ધિની કદર અને પ્રસંશા થશે. તા. 14 અને 15 દરમિયાન આવકના સાધનમાં વધારો થશે. ધન પ્રાપ્તિની આશા રાખી શકો છો. આપના સકારાત્મક વિચારોનું શુભ પરિણામ મળશે. આપ બળ કરતા બુદ્ધિનો ઉપયોગ વધુ કરશો. લાગણીશીલ થવા કરતા પ્રેક્ટિકલ વધુ બનશો. શેર, વીમા, તથા બેંકના કામકાજ માટે ભાગ-દોડ વધુ થશે. તા. 16 અને 17 દરમિયાન આપ કોઈ સંકટમાં ફસાઈ શકો છો. અપરિચિત તથા અજાણી વ્યક્તિ પર ભરોશો કરવો નહીં. કાયદાકીય બાબતમાં સાવધાની રાખવી. માનહાનિ કે અપમાન થવાના યોગ છે. પારિવારિક વિવાદોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તા. 17ના રોજ સૂર્ય આપના બીજા સ્થાનમાં ભ્રમણ કરતા આર્થિક, કૌટુંબિક પ્રશ્નો ઉભા થઇ શકે છે. આંખના દર્દથી સંભાળવું. તા. 18ના દિવસ દરમિયાન સમય ધીરે ધીરે સમય અનુકૂળ થશે. આપ મનોરંજન અને આનંદ માટે બહાર સિનેમા કેનાટક જોવા જવાનું આયોજન કરશો. પ્રિયજન સાથે સમય પસાર કરી શકશો.
————————-.

સિંહ : તા 12 અને 13ના રોજ પારિવારિક સુખશાંતિમાં વધારો થશે. ક્યાંય ઉધાર આપેલા નાણાં કે ફસાયેલા નાણાં પાછા આવશે. આપ દિલથી મહેનત કરશો અને એનું ફળ પણ આપને સંતોષકારક મળશે. તા 14 અને 15 દરમિયાન વ્યાપાર-વ્યવસાયમાં આપની સુઝબુઝથી અને વિવેકથી નિર્ણય લેશો. જેનો આપને આગળ જતા ફાયદો થશે. લાંબા સમયથી ચાલતી ચિંતામાંથી રાહત મળશે. તા 16 અને 17 દરમિયાન નોકરી અને કામકાજમાં વ્યસ્તતાના કારણે આપને પરિવાર માટે સમય નહીં મળે. ભાગદોડ અને મહેનત વધુ રહેશે. રાજકીય કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થશે. તા 17 થી આપની રાશિનો સ્વામી સૂર્ય સ્વગૃહી થઇ ભ્રમણ કરશે. જે આપના સ્વાસ્થ્યમાં સુધારો આપશે. જોકે, આંખની સમસ્યાથી સાચવવું. આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે. આપના પિતા તરફથી લાભ આપશે. આપની નિર્ણયશક્તિમાં વધારો થશે. તા 18 દરમિયાન ચંદ્રનું ચતુર્થ સ્થાનમાં ભ્રમણ થતુ હોવાથી આ સમય ચિંતાદાયક રહેશે.
————————-.

કન્યા : આ સપ્તાહની શરૂઆતમાં જ ગણેશજીને જરાય મજા નથી આવતી. તમારી રાશિથી બારમા સ્થાનમાં રહેલો ચંદ્ર તમને સતત માનસિક ગડમથલમાં રાખશે માટે પ્રોફેશનલ કાર્યોમાં આયોજન ઉંધુ પડશે અને સમયસર તેમજ સાચો નિર્ણય લેવામાં તમે પાછા પડશો માટે તમારી છબી ખરડાય તેવું બની શકે છે. આર્થિક મોરચે પણ ખર્ચ અથવા ધનહાનિના યોગ છે. આપ આત્મ ચિંતન અને આધ્‍યાત્મિક બાબતોમાં વધુ રુચિ લેશો અને આમ પણ કંઈ નવું કરવાના બદલે તમે શરૂઆતના બે દિવસ લોકોથી અળગા રહો તેમાં જ મજા છે. જોકે સપ્તાહના મધ્યથી આપના માટે પરિવર્તનનો સમય છે. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે. આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવશો. પ્રિયપાત્રનો સહવાસ અને દાંપત્યજીવનમાં વધુ ઘનિષ્‍ઠતા અનુભવાશે. પરિવારને આરામદાયક જીવન આપવા માટે આપ નવા ગેઝેટ્સ ખરીદો અથવા વાહનની ખરીદી કરો તેવી શક્યતા પણ રહે. ગ્લેમર તરફ આપનું આકર્ષણ વધશે. તમે વસ્ત્રાભૂષણો, સૌંદર્યપ્રસાધનો, બ્યુટીટ્રીટમેન્ટ વગેરે પાછળ ખર્ચ કરો તેવી શક્યતા પણ છે. સપ્તાહનો અંતિમ તબક્કો કમાણી કરવાનો છે માટે આ સમયમાં આવક વધારવા માટે તમે કરેલા પ્રયાસો રંગ લાવશે.
————————-.

તુલા : આ સપ્તાહે આરંભમાં તા 12 અને 13 દરમિયાન વિચારોમાં ઉદાર વલણ આપના માટે પ્રગતિકારક રહેશે. તમારામાં પરોપકારની ભાવના વધશે જેથી બીજાને નિઃસ્વાર્થ ભાવે મદદ કરવા માટે તમે આગળ આવશો. સામાજિક કાર્યોમાં સક્રીયતા વધશે. સંતાનને લઇને ચિંતા જરૂર રહેશે પરંતુ એમાંથી પણ આપ શાંતિથી રસ્તો કાઢશો. તા 14 અને 15 દરમિયાન આપની કોઈ અંગત વ્યક્તિ જ આપની સાથે શત્રુતા રાખશે. વ્યવસાયમાં પણ કોઈ આપની સાથે છેતરપીંડી કરી શકે છે. ખર્ચામાં વધારો થશે. કોઈની વાતમાં આવીને પોતાનું અહિત કરો તેવી સંભાવના હોવાથી કોઈપણ પગલું ખૂબ સમજી વિચારીને ભરજો. પરિશ્રમનો યોગ્ય લાભ ન મળવાથી મનોમન થોડો વસવસો રહેશે. તા 16 અને 17 અને 18 દરમિયાન ચંદ્રનું આપની રાશિમાં ભ્રમણ આપના માટે પ્રગતિ દાયક રહેશે. કોઈ વિશેષ કાર્ય કરશો, પારિવારિક સુખશાંતિમાં વધારો થશે. વ્યવસાયમાં વ્યસ્તતા રહેશે તા 17 થી સૂર્યનું આપની રાશિથી 11માં સ્થાનમાં સિંહ રાશિમાં થશે. જેથી તંદુરસ્તી સારી રહેશે. આધ્યાત્મિક અને માંગલિક કાર્ય થશે. સ્વભાવમાં સાત્વિકતા આવશે. વડીલોની કૃપા અને આશીર્વાદ મેળવશો. પિતા તરફથી લાભ મળશે.
————————-.

વૃશ્ચિક : તા 12 અને 13 દરમિયાન સંબંધીઓને મળવાનું થાય તેમજ તમારા ઘરમાં પણ નવા નવા લોકો અથવા મહેમાનનું આવનજાવન રહેશે. કાર્યક્ષેત્રમાં આપની પ્રતિષ્ઠા વધશે. પારિવારિક અને વ્યાવસાયિક જવાબદારીઓમાં વધારો થશે. તા 14 અને 15 દરમિયાન આપના કામની પ્રસંશા થશે. દિવસો એકદમ વ્યસ્ત રહેશે છતાં પણ મનથી પ્રસન્ન હશો અને પરિવાર તેમજ પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન સાધી શકશો. તા 16 ,17 અને 18 બપોર સુધી બારમાં સ્થાનમાં ચંદ્ર હોવાથી સમય પડકારભર્યો રહેશે. તમારામાં અજંપો અને વ્યાકુળતા વધી શકે છે. નિર્ણય શક્તિનો અભાવ પણ તમને પરેશાન કરશે. ઘરના કોઈ સભ્યની ચિંતા આપને સતાવશે. નોકરી ,ઈન્ટરવ્યું માટે પરેશાન રહેશો. આ સમય દરમિયાન ધીરજ સાથે હિંમત રાખશો તો પરિસ્થિતિનો હલ કાઢી શકશો. અજાણી વ્યક્તિ પર ભરોસો કરવો નહીં. ખર્ચા પર નિયંત્રણ રાખવું. તા 17 થી સૂર્ય આપની રાશિથી દસમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી માન ,ગૌરવ અને યશ કીર્તિમાં વધારો થશે. નોકરીમાં ઉચ્ચ હોદ્દો અને બઢતી મળી શકે છે. તા 18 બપોર પછી આપની રાશિમાં ચંદ્ર રહેતા ગ્રહ સ્થિતિ આપના પક્ષમાં રહેશે.
————————-.

ધન : તા. 12 અને 13 સાંજ સુધી આપે સંબંધોને સાચવવા પડશે. ખાસ કરીને તમારા શબ્દોનું ખોટુ અર્થઘટન થતા કોઈને મનદુઃખ થાય અથવા ગેરસમજના કારણે તણાવ વધે તેવી શક્યતા છે. આર્થિક મોરચે આ સમય મધ્યમ ફળદાયી રહેશે. આપ કોઈ મિટિંગમાં ભાગ લેશો. તમે જેમને સૌથી નીકટના માનો છો તેમના પર ભરોસો રાખશો. જોકે, બીજાના ભરોસે રહેવાના બદલે શક્ય હોય તો દરેક બાબતોમાં પોતે પણ રસ લેજો અને દરેક પાસાથી અવગત રહેજો તેવી સલાહ છે. પિતાની તબિયતની કાળજી લેવી પડશે. વિદેશયાત્રામાં તકલીફો આવે. ધાર્મિક યાત્રાના યોગો બને. તા. 14 અને 15 દરમિયાન આપના માટે માન-પ્રતિષ્ઠાના દિવસો રહેશે. અત્યાર સુધી તમે કરેલા કાર્યો અને કામમાં તમારી ચોક્કસાઈની પ્રસંશા થશે. કામમાં વ્યસ્તતા વધુ રહેશે જેથી આપ્તજનોને કદાચ અપેક્ષા કરતા ઓછો સમય આપશો. જોકે, આપની આ વ્યસ્તતા તથા મહેનત આપને અપેક્ષિત સફળતા અપાવશે. ઉઘરાણી માટે અનુકૂળ સમય હોવાથી આ દિશામાં પ્રયાસ આરંભી શકો છો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક પાર પાડી શકશો. તા. 16, 17 અને 18 દરમિયાન સમય અતિ શુભ રહેશે. કોર્ટ -કચેરીના કાર્યો તથા કાનૂની દાવામાં ચુકાદો આપના તરફી રહેશે. સંતાનોની બાબતમાં રાહત અનુભવશો. પૈતૃક સંપત્તિનો વિવાદ ચાલતો હોય તો ઉકેલ આવે.
————————-.

મકર : સપ્તાહની શરૂઆત શારીરિક અસ્વસ્થતા સાથે થશે પરંતુ અંતિમ ચરણમાં તમે ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે પ્રોફેશનલ પ્રગતી કરશો. તા. 12અને 13ના રોજ પેટને લગતી બીમારીઓથી પરેશાન થવાય. સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત અને મેડિટેશન તેમજ યોગથી પણ ફાયદો રહેશે. મુસાફરીમાં અવરોધ આવે તેવી શક્યતા હોવાથી બની શકે તો પ્રવાસ ટાળવો. તા. 14 અને 15ના રોજ ભાગ્યનો સાથ સારો મળે. લાંબા અંતરની મુસાફરી શક્ય બને. આપના આવકના સાધનમાં વધારો થશે. આપના સકારાત્મક વિચારોનું શુભ પરિણામ મળશે. લાગણીઓને બાજુમાં મુકીને આપ વધુ પ્રેક્ટિકલ બનશો. શેર,વીમા,તથા બેંકના કામકાજ માટે ભાગ-દોડ વધશે. તા. 16 અને 17 તમે કામકાદમાં ઘણું વઘારે ધ્યાન આપશો. તા. 17ના રોજ સૂર્ય આપના અષ્ટમ સ્થાનમાં ભ્રમણ કરતા આંખના દર્દથી સંભાળવું. પીઠ અને કરોડરજ્જૂમાં દુખાવો થઈ શકે છે. તા. 18 પછી સમય ધીરે ધીરે અનુકૂળ થશે. આપ મનોરંજન અને આનંદ માટે બહાર સિનેમા કે નાટક જોવા જવાનું આયોજન કરશો. પ્રિયજન સાથે સમય પસાર કરી શકશો. ધનલાભની સાથે સાથે આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકો છો.
————————-.

કુંભ : ખાસ કરીને પ્રોડક્શન સાથે સંકળાયેલા જાતકોએ ગુણવત્તામાં સહેજ પણ ગાફેલિયત ન રાખવી, નહીંતર બજારમાંથી ક્યારે તમારું પત્તું કપાઈ જશે તે ખબર પણ નહીં પડે. પરંપરાગત વ્યવસાય ઉપરાંત આપ આવકના નવા સ્ત્રોત અંગે ગંભીરતાથી વિચારશો. આ મામલે આપને જીવનસાથીને સાથ-સહકાર અને સલાહ-સૂચનો મળી રહેશે. સંતાનોની કારકીર્દિની પસંદગી મામલે આપ થોડી માનસિક ગડમથલમાં રહેશો. આ સંબંધે આપ કોઈ નિષ્ણાત સાથે વિચારવિમર્શ કરો તેવી શક્યતાઓ પણ છે. કલ્પનાશક્તિ અને સર્જનશીલતામાં વધારો થતા કલા-કૌશલ્ય સાથે સંકળાયેલા જાતકો માટે સોનેરી સમય પુરવાર થશે. પારિવારિક બાબતમાં આપ ઊંડો રસ લેશો તેમજ ખોરંભે પડેલા કેટલાક કાર્યો અને વિવાદોનો નીવેડો લાવવા માટે આપ સક્રિય થશો. સપ્તાહના અંતે આપ આપનો આત્‍મવિશ્વાસ પાછો મેળવી શકશો. પિતાની સંપત્તિથી લાભ થવાનો યોગ છે. કુટુંબમાં પણ પિતાના પક્ષે વ્‍યવહાર થાય. પાર્ટી કે સામાજિક મેળાવડામાં ભાગ લેશો, વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે. પાણીથી ભય હોવાથી જળાશયો નજીક જવાનું તેમજ શક્ય હોય તો કોઈપણ પ્રવાસ ખેડવાનું ટાળજો. હાથમાં લીધેલું કામ સમયસર પાર ન પડતાં હતાશા અનુભવશો. સમયસર અને નિર્વિઘ્ને કાર્યપૂર્ણ થાય તે માટે વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કરો.  માનસિક રીતે થોડી હળવાશ રહેશે. સંતાનો પાછળ ખાસ કરીને અભ્યાસ અર્થે ખર્ચ થાય.
————————-.

મીન : તા 12 અને 13ના રોજ ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. આપ આનંદનો અનુભવ કરશો. રોજ બરોજના કાર્યમાં વ્યસ્ત રહેશો. આપની બુદ્ધિ કૌશલ્યના કારણે બોસ આપનાથી પ્રસન્ન રહેશે. કાર્યસ્થળ પર આપનું મનપસંદ કામ થવાના કારણે પ્રસન્ન રહેશો. તા 14 અને 15ના રોજ આપની પ્રતિભામાં વધારો થશે. આપનું પૂરું ધ્યાન આર્થિક પ્રગતિ અને ભવિષ્યની યોજનામાં હશે. શાંતિદાયક દિવસ રહેશે. દાંપત્યજીવન માટે શુભ સમય છે. તા 16થી કાર્યસિદ્ધિ પ્રાપ્ત થશે. યશ કીર્તિમાં વધારો થશે. સરકારી કામોમાં સફળતા અને લાભ મળશે. તા 16 અને 17ના રોજ આપ એકલતા અનુભવશો. આપની લાગણીનો કોઈ ગેરલાભ ઉઠાવી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. કોઈ અનિષ્ટ થઇ શકે છે. તા 19ના રોજ ધનના ઉપાર્જન માટે નવા અવસરની પ્રાપ્તિ થશે. આપનો સમય સુધરશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સુધરતું જાય અને મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. સપ્તાહના અંતે આપ ખોરંભે પડેલાં કાર્યોને આયોજનપૂર્વક પાર પાડી શકશો. શુભ, માંગલિક પ્રસંગોમાં જવાનું થશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે મધ્‍યમ દિવસ છે. વિદ્યામાં રુચિ પેદા કરવા માટે આપ ઘરમાં મહાપુરુષો, પ્રેરણાદાયી લોકો અને આપે અગાઉ મેળવેલી સિદ્ધિઓના સર્ટિફિકેટ આપના અભ્યાસ ખંડમાં મૂકી શકો છો
.————————-.

સાપ્તાહિક રાશી ભવિષ્ય
Comments (0)
Add Comment