ઑફિસમાં પણ ઊંઘ આવેે છે?

સવારે વહેલા ઊઠીને હળવી કસરત કરો

ફેમિલી ઝોન (હેલ્થ) – ભૂમિકા ત્રિવેદી

ઑફિસમાં થાક ઉતારવા નાનકડી ઝપકી લો તો એ પાવરનેપ ગણાય, પરંતુ આવી કટકે-કટકે લીધેલી ઊંઘથી શરીરની જરૃરિયાત પૂરી થતી નથી. ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં રાત્રે વહેલા સૂવંુ શક્ય બની શકતંુ નથી. તમે રાત્રે મોડા સૂઈને સવારે મોડા ઊઠો છો ત્યારેે કલાકોની ગણતરી પ્રમાણે તમે પૂરતી ઊંઘ લો છો, પરંતુ આવા સમયે સુસ્તીનો અનુભવ થાય છે. આ માટે કેટલાક ઉપાયો એવા છે જે તમને દિવસભર તરોતાજા રાખશે.

ઑફિસમાં પણ ઊંઘ આવેે છે
રાત્રે ઊંઘ પૂરી ન થાય તો શરીર અને મન બંનેને નુકસાન થઈ શકે છેે. જોકે તમારા કામના પ્રકાર અને જીવનશૈલીના આધારે તમારી ઊંઘની જરૃરિયાત નક્કી થાય છે, તેથી દરેક વ્યક્તિ માટે ઊંઘના એકસરખા કલાકો ન હોઈ શકે. ઘણીવાર કેટલાક લોકો ઑફિસમાં પણ ઝપકી લેતાં જોવા મળશે. થાક ઉતારવા નાનકડી ઝપકી લો તો એ પાવરનેપ ગણી શકાય, પરંતુ આવી કટકે કટકે લીધેલી ઊંઘથી શરીરની જરૃરિયાત પૂરી થતી નથી. આદર્શ રીતે સાડા દસથી અગિયાર વાગ્યાની વચ્ચે સૂઈ જવું જોઈએ. જોકે આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં આ વાત શક્ય બની શકતી નથી. તમે રાત્રે મોડા સૂઈને સવારે મોડા ઊઠો છો ત્યારેે કલાકોની ગણતરી પ્રમાણે તમે પૂરતી ઊંઘ લોે છો, પરંતુ આવા સમયેે ઓવરઓલ સ્ફૂર્તિ નહીં, સુસ્તીનો અનુભવ થાય છે. આ માટે કેટલાક ઉપાયો એવા છે જે તમને દિવસભર તરોતાજા રાખશે.

સવારે વહેલા ઊઠીને હળવી કસરત કરો
પથારીમાંથી ઊઠો એટલે બે મિનિટ શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન રાખીને બેસો. ત્યાર બાદ શરીરના તમામ સાંધાઓ કાંડુ, કોણી, ખભા, ગરદન, કમર, ઘૂંટણને સ્ટ્રેચ કરો. આ હળવી ક્રિયાથી ખૂબ ફાયદો થશે.

ચા-કૉફી જેવા પીણાં ત્યાગો
જ્યારે દિવસે ઊંઘ અનુભવાય છે ત્યારે આપણે ચા-કૉફી લઈએ છીએ. શુગર અને કેફીનનું મિશ્રણ પેટમાં જાય એટલે આપણે થોડાક કલાકો માટે એલર્ટ થઈ જઈએ છીએ, પરંતુ થોડા સમય બાદ વધુ સુસ્તી લાગે છે. કેફીનવાળી ચીજોથી સજાગતા લાવવાના પ્રયત્નો કરવાનું ટાળો. ચા કૉફી છોડી ન શકતા હોય તો સાંજે પાંચ વાગ્યા પછી એ પીવાનું બંધ કરો.

નકારાત્મક વિચારો ટાળો
શરીર અને મગજ ઘણીવાર નકારાત્મક વિચારોના કારણે થાકી જાય છે. આવી લાગણીઓ અનુભવાય ત્યારે જાત પર કન્ટ્રોલ કરતા શીખો. સેલ્ફ કન્ટ્રોલ કરવાનંુ અઘરું લાગતું હોય તો ધ્યાન કરતા શીખો. દિવસમાં ૨૦થી ૨૫ મિનિટનું ધ્યાન તમારી કામ કરવાની ક્ષમતા પણ વધારશે અને નકારાત્મક ઊર્જા પણ અટકાવશે.

ભોજનમાં સંતુલન
વારંવાર ખાવું, જંકફૂડનું સેવન, મશીનમાં સાચવેલો જૂનો વાસી ખોરાક શરીર માટે ખૂબ જ નુકસાનકર્તા છે. આપણે ભોજન શરીરને ચલાવવા માટે કરવાનું હોય છે, પરંતુ આજની લાઇફસ્ટાઇલમાં શરીરે ખોરાકને પચાવવા સતત ૨૪ કલાક કામ કરવું પડે છે. આટલો શ્રમ કર્યા બાદ પણ શરીરને પોષણ ઓછું મળે છે. સારી ઊંઘ માટે સૂવાના ત્રણ કલાક પહેલાં ખોરાક લેવાનો બંધ કરી દેવો જોઈએ.

સૂતાં પહેલાં રિલેક્સેશન
રાત્રે આંખ મીંચાઈ ન જાય ત્યાં સુધી મોબાઇલમાં પડ્યા રહેવાની આદતને લીધે મગજને પૂરતો આરામ મળતો નથી. સાઉન્ડ સ્લીપ માટે સૂતાં પહેલાં મગજને સૂવા માટે તૈયાર કરવું પડે છે. આ માટે પથારીમાં પલાંઠી વાળીને બેસો અને મગજને શાંત કરો. આરાધ્યદેવના મંત્રનો જાપ કરો અથવા માત્ર શ્વાસોચ્છ્વાસ પર નિરીક્ષણ રાખો.
———————

ભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment