સાપ્તાહિક રાશી ભવિષ્યઃ તા. 29-07-2018 થી તા. 04-08-2018

ધન : તા. 29ના રોજ આપ આર્થિક બાબતોમાં વધુ ધ્યાન આપશો

તા. 29-07-2018 થી તા. 04-08-2018

મેષ : તા. 29ના રોજ કોઈ મહત્ત્વની ઉઘરાણી આવવાની સંભાવના છે. તા. 29ના રોજ બપોરે પછી અને 30, 31 દરમિયાન લાભદાયક સમય રહેશે. આપની યોગ્યતા અને કુશળતાની કદર થશે. લાંબા સમયથી કોઈ ચિંતા અને પરેશાની હશે તો દૂર થશે. સરકારી કામકાજમાં પણ સફળતા મળશે. મકાન-વાહનથી લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસની બાબતમાં પ્રગતિ થશે. આર્થિક તકલીફોમાં રાહત થતી જણાશે. પરિવાર તેમજ પત્ની સાથેના મુધુર સંબંધો રહેશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. ઘરમાં શુભ પ્રસંગો બનવાની શક્યતા વધારે છે. નવા મહેમાનોની આગમનની પણ શક્યતા છે. તા. 01-08 અને 02-08 તથા તા. 03 દરમિયાન બારમે ચંદ્ર હોવાથી સમય સારો નહીં જાય. ધનના વ્યયથી સંભાળવું. આપના આત્મવિશ્વાસમાં ઉણપ આવી શકે છે. ચારે બાજુ ચિંતાજનક વાતાવરણ રહેશે. આકસ્મિક ખર્ચાઓ વધતા જણાશે. આવક કરતાં જાવક વધારે રહે. તા. 4ના રોજ થોડી રાહત રહેશે. સમય હવે તમારી તરફેણ કરશે. તેના ફળસ્વરૂપ આપની મહેનત રંગ લાવશે અને નકારાત્મક પરિસ્થિતિને પણ તમે સકારાત્મક પરિસ્થિતિમાં ફેરવીનાખશે. આપ પરિવાર સાથે સુખશાંતિથી સારો સમય પસાર કરી શકશો. તમારી મનોકામના પૂર્ણ થશે. ભાગ્ય પણ તમને સાથ આપશે.
————————-.

વૃષભ : લાંબી બિમારીથી પીડાતા જાતકોને શરૂઆતમાં સમસ્યા વધવાથી ઓપરેશન અથવા હોસ્પિટલાઈઝ થવાના યોગો બને છે. માનસિક હતાશાના યોગો બને છે. વાહન ચલાવતી વખતે અક્સ્માતના યોગો બને છે. તારીખ 29મીએ બપોર પછી અને તા. 30 , 31 દરમિયાન સમય સારો છે. તમારી દરેક ઈચ્છા પુરી થશે. તમે પરિવાર સાથે સમય સારી રીતે પસાર કરશો. વ્યવસાયમાં આપ અનુકૂળ થાય તે રીતે પરિવર્તન કરશો. આપની કાર્ય પદ્ધતિમાં પરિવર્તનનું પરિણામ સારું મળશે. સરકારી નોકરીમાં હશો તો આપની આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. તા. 1, 2 અને તા. 3ના રોજ બપોર સુધીનો સમય સારો છે. ગોચરમાં ચંદ્રની સ્થિતિ લાભ સ્થાનમાં હોવાથી અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જોડે મુલાકાત શક્ય છે. સંતાન સંબંધી સારા દમાચાર મળશે. કોઈ વ્યક્તિને આપેલ ઉધાર નાણાં છુટા થશે. તા. 4ના રોજ સમય સમય વિપરીત છે. બારમે ચંદ્ર હોવાના કારણે મનમાં નિરાશાનો અનુભવ કરશો. ઉતાવળમાં કોઈ પગલું ભરવું નહીં. સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી. કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. ઉચ્ચ અધિકારીથી વૈચારિક મતભેદ થઇ શકે છે. આપની માનહાનિનો પ્રસંગ બની શકે છે.
————————-.

મિથુન : તા. 29 સાંજ સુધી બીજાના કારણે આપ ચિંતિત રહેશો. આપના અથાગ પરિશ્રમ કરવા છતાય ધાર્યું પરિણામ નહીં મળી શકે. તા. 29 સાંજ પછી રાહત અનુભવશો. તા. 30અને 31 દરમિયાન કોઈ ઈન્ટરવ્યું આપેલો હોય તો સકારાત્મક પ્રત્યુતર મળશે. કોઈ માંગલિક કાર્યનું આયોજન કરશો. ધાર્મિક સંસ્થાઓના કાર્યોમાં પણ આપને રુચિ વધશે. સંતાનની સગાઇ કે પછી વિવાહની વાત આગળ વધી શકે છે. આપના સાસરીપક્ષમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશો. આપ પોતાની વાત બીજાને સારી રીતે મનાવી શકશો. પિતા સાથે સંબંધોમાં સુધારો આવે. પિતાની તબીયતની વિશેષ કાળજી રાખવી. પિતા તરફથી આર્થિક મદદ મળવાના યોગો છે. તા. 1, 2 અને તા. 3 બપોર સુધી લોકપ્રિયતાની બાબતમાં આપ સૌથી આગળ રહેશો. આ સમય પ્રસન્નતા ભર્યો જણાઈ રહ્યો છે. આપના હાથે કોઈ સારું કાર્ય થશે. જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પણ તમે આગળ આવશો. ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી થતા મન પ્રફુલ્લિત રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગો બને છે. ધંધામાં સારી પ્રગતિ થાય. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 3ના રોજ મધ્યાહનથી તા. 4ની સાંજ સુધી પરિવારોમાં ખાસ કરીને વડીલો સાથે નીકટતા રહેશે અને કામકાજમાં તમે તેમની પાસેથી ઉત્તમ માર્ગદર્શન અને સહકાર મેળવી શકશો. કારકિર્દીને આગળ વધારવા માટે કરેલા અથાગ પ્રયત્નમાં ધાર્યું પરિણામ મેળવશો.
————————-.

કર્ક : સપ્તાહના આરંભે તા. 29ના રોજ સાંજ સુધીના સમયમાં નવા લોકો સાથે ઓળખાણ થઇ શકે છે. તેમની સાથે મૈત્રીના બીજ રોપાશે જેનો તમને ભવિષ્યમાં સારો લાભ થઈ શકે છે. આપની આસપાસના લોકો સાથે સંબંધોમાં મધુરતા અને ઉષ્મા ઉમેરાશે. આપના કાર્ય સારી રીતે સંપન્ન થતા નવું નવું સાહસ ખેડવાની અથવા વર્તમાન કામમાં વધુ આગળ વધવાની તમને ધગશ અને જુસ્સો જાગશે. તા. 29 સાંજ થી 31 સુધીનો સમય ખરાબ છે. ખાસ કરીને આપનું મન બેચેન રહેશે અને ઉદાસીનતા અનુભવાશે. પોતાના પર નિયંત્રણ રાખવું આવશ્યક છે અન્યથા કોઈની સાથે ઝગડો થઇ શકે છે. આપના વિરોધીઓ કે શત્રુઓ આપને નુકસાન પહોંચાડી શકે છે. આપના કાર્યની નિંદા કરી શકે છે. મનમાં ઉચાટ રહેશે. તા. 1 થી 3ની સાંજ સુધીનો સમય અનુકૂળ રહેશે. આપના થકી કોઈ અન્ય વ્યક્તિનું ભલાઈનું કાર્ય થશે. આપ મક્કમતા પૂર્વક નકારાત્મક વિચારોને હડસેલી સકારાત્મકતા કેળવશો. સંતાન દ્વારા કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવાર અને કામના સ્થળે તણાવ હશે તો દૂર થશે. આપ કોઈના માટે ભેટ-સોગાદો ખરીદશો. કામ-કાજનું દબાણ રહશે પણ આપના પર તે હાવી નહીં થાય. તા. 3 સાંજ પછી અને તા. 4 દરમિયાન યશની પ્રાપ્તિ થશે. એકંદરે માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. વડીલોના પ્રયાસો દ્વારા તમે આર્થિક ઉપાર્જન માટે નવા નવા સ્ત્રોતો તૈયાર કરી શકશો. કોઈ નવા કાર્યની શરૂઆત કરશો. આપના ઉપરી અધિકારીઓ આપનાથી ખુશ રહેશે.
————————-.

સિંહ : તા 29, 30 અને 31 દરમિયાન આપ નવા લોકોથી સંપર્ક કરશો. આપના કાર્યોમાં રચનાત્મકતા રહેશે. આપ ભવિષ્યને સુધારવા માટે આજ પર ધ્યાન આપશો. આપ આગળ વધવાની તક શોધશો. આપ કાર્યને સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. રમતગમત અને મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેશો. પરિવારનો સહયોગ મેળવશો. તા 1, 2 અને 3 દરમિયાન આઠમાં ભાવમાં ચંદ્ર અનિષ્ટકારી છે. કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આપની વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. શત્રુ અને વિરોધી આપની પર હાવી થઇ શકે છે. જુના રોગો માથુ ઉંચકે તેવી સંભાવના પણ બને. આપની નિંદા કે આલોચના થઇ શકે છે. મનમાં શંકા –કુશંકા રહેશે. અતિ વ્યસ્તતાના કારણે થાક અનુભવશો. કોઈ મહત્વનો નિર્ણય લેવાનો ટાળવો. તા 4ના રોજ ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરશો. આપના ઉપરી અધિકારી આપનાથી ખુશ રહેશે. આપની સાથે એમનું વર્તન મૈત્રીપૂર્ણ રહેશે.
————————-.

કન્યા : સપ્તાહની શરૂઆત વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ સમય ગણી શકાય. તમારામાં અજંપો વધુ રહેશે. સંતાન સુખ મામલે પણ આપને પ્રતિકૂળતા રહેશે. પ્રેમસંબંધોમાં સાચવવું પડશે. જોકે આ સ્થિતિ ખુબ ટુંકાગાળાની છે. પહેલા દિવસે જ બપોર પછી ગ્રહોની સ્થિતિ બદલાતા આપના પર વડીલવર્ગની પણ કૃપા દૃશ્ટિ રહેશે. નોકરિયાતો ઉત્તમ પરફોર્મન્સ દ્વારા આગળ વધશે અને સહકર્મીઓ તેમજ ઉપરીઓની પ્રસંશા પામશે. તંદુરસ્‍તી જળવાશે. આપ કોઈ વગદાર કે પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવશો અને તેમની સાથેના સંબંધો લાભદાયી પુરવાર થશે. સપ્તાહના મધ્યમાં કોઈ સ્‍ત્રી મિત્ર આપની પ્રગતિમાં નિમિત્ત બને. વિજાતીય આકર્ષણ વધારે રહેશે. દાંપત્યજીવનનું સુખ માણવા માટે સપ્તાહના મધ્યનો સમય ઉત્તમ છે. છેલ્લા ચરણની વાત કરીએ તો આર્થિક લાભ અટકી શકે છે અને તેની સામે ખર્ચનું પ્રમાણ વધશે. તમારામાં અજંપો અને માનસિક ગડમથલ વધુ રહેશે માટે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો. તમારા દૃશ્ટિકોણમાં અચાનક પરિવર્તન આવી શકે છે. આપ કોઇના જામીન થતા પહેલાં બે વાર વિચારજો અને કોઇ સાથે આર્થિક લેવડદેવડ પણ ન કરતા અન્યથા ધરમ કરતા ધાડ પડશે.
————————-.

તુલા : સપ્તાહના આરંભે તા 29ના રોજ ઘર કે કામકાજના સ્થળે નોકરવર્ગ અથવા તમારી હાથ નીચે કામ કરતા લોકોથી પરેશાન રહેશો. આપની મનપસંદ વસ્તુ ખરાબ થઇ શકે છે. તા 30 અને 31 દરમિયાન મહેમાનનું આગમન થશે જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. વિદ્યાર્થીઓ માટે સમય લાભદાયી રહેશે. ભાગ્યનો સાથ મળશે. કામકાજમાં લાભના નવા રસ્તા ખુલશે. વ્યવસાયમાં કોઈ નવી ચીજ અથવા ની કાર્યશૈલીનો પ્રયોગ કરશો. તેમાં આપ સફળ થશો. કોઈ મોટા વિચાર કરશો અને બધાથી અલગ કંઇક અનોખુ કરશો. તા 1 અને 2 દરમિયાન મનમાં નવા વિચારો રહેશે, વડીલોના આશીર્વાદ મેળવશો. જીવનના ઉતાર-ચઢાવને સારી રીતે સમજી શકશો. તા 2 થી શુક્ર આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જે નીચ રાશિમાં ભ્રમણ કરશે જેથી વિવાહિત જીવનનો આનંદ ઓછો મેળવશો. જોકે, તમારું મન અનૈતિક સંબંધો તરફ દોરવાય તેવી સંભાવના હોવાથી સંબંધો બાંધવામાં ખાસ ધ્યાન રાખજો. આપની મહેનત અને આત્મવિશ્વાસ પર વધુ ભરોસો રાખવો. આપના કાર્યથી બીજા કોઈને કોઈપણ પ્રકારનું દુઃખના થાય તે ધ્યાન રાખવું. તા 3 અને 4 દરમિયાન પારિવારિક બાબતમાં થોડો તણાવ થઇ શકે છે. દરેક કાર્ય પર આપ નિયંત્રણ રાખજો.
————————-.

વૃશ્ચિક : તા 29 સવારે સમય સામાન્ય રહેશે. પરંતુ બપોર પછી અને 30, 31 દરમિયાન સમય સારો નથી. આજીવિકાને લઇને પ્રશ્ન આવી શકે છે. તમારા આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ સમાજમાં તમારા દરજ્જા અનુસાર રહેવા માટે વધુ કમાણીના સ્ત્રોતો પર ધ્યાન આપવું પડશે. યુવાનો કેરિયરને લઇને ચિંતિત રહેશે. આપની વિપરિત પરિસ્થિતિ જોઈને દુશ્મનો આનંદ લેશે તેમજ આપની આલોચના થશે. પગના દર્દોની સમસ્યા વધશે. વિદ્યાર્થીઓનું મનોબળ તૂટશે. અત્યારે તમારે ખૂબ એકાગ્રતા રાખીને અભ્યાસ કરવો પડશે. શક્ય હોય તો નિયમિત મેડિટેશન બાદ અભ્યાસની શરૂઆત કરવાની સલાહ છે. સગાસંબંધીથી અણબનાવ થઇ શકે છે. તા 1, 2 અને 3 દરમિયાન સમય સામાન્ય છે. આપની વ્યવહાર કુશળતાને લીધે આપ સમયને પોતાના પક્ષમાં કરી લેશો. કોઈ સારી ઉપલબ્ધિ મેળવશો. વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે કોઈ નવી આશા રાખીને મહેનત કરશે. તા 2 થી શુક્ર આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી પરિવારમાં સુખશાંતિ રહેશે. આપનું દરેક કાર્ય ખુબ સરળતાથી પાર પડશે. મિત્રોથી લાભ થશે તેમજ તેમનો સહયોગ મળશે. તા 4ના રોજ સંપત્તિદાયક તબક્કો રહેશે. તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે.
————————-.

ધન : તા. 29ના રોજ આપ આર્થિક બાબતોમાં વધુ ધ્યાન આપશો અને મર્યાદિત અથવા તો તમારી જરૂરિયાતની તુલનાએ ઘણી ઓછી આવકમાં પણ દરેક કાર્યોનું નિયમન કરવાની કળા તમારે બતાવવી પડશે. આપના આ દૃષ્ટિકોણના કારણે આર્થિક સ્થિતિ એકંદરે સ્થિર રહેશે. તા. 30અને 31 દરમિયાન આર્થિકક્ષેત્રમાં લાભ થશે. નવા કાર્યની શરૂઆત થશે. ભાઈ-બહેનોના સંબંધોમાં સુખ-શાંતિ રહેશે. ટૂંકી મુસાફરીના યોગ છે. પ્રણય પ્રસંગમાં પણ સમય વ્યતીત થાય. બીજા પર આશા ન રાખતા અને પોતાના કાર્ય પોતેજ કરજો જેથી આપને આત્મસંતોષ પણ મળશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. તા. 1,2 અને તા. 3 બપોર સુધી લોકપ્રિયતાની બાબતમાં સૌથી આગળ રહેશો. આપના માટે આ સમય પ્રસન્નતા ભર્યો પસાર થશે. આપના હાથે કોઈ સારું કાર્ય થશે. ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરવાના કારણે મન પ્રફુલ્લિત રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગો બને છે. ધંધામાં સારી પ્રગતિ થાય. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 3 આપે આવક વૃદ્ધિ માટે જે પણ આયોજ્ન કે મનમાં વિચાર હોય તે અમલમાં નહીં મૂકી શકો. આપને યાત્રા દરમિયાન કષ્ટ પડશે. આપને બધી બાજુથી મુસીબતથી ઘેરાયેલા હોવાનો અહેસાસ થશે. જમીન મકાનમાં રોકાણથી ફાયદો થાય. માતાની તબિયત નરમ ગરમ રહે.
————————-.

મકર : શરૂઆતમાં તા. 29 મધ્યાહન સુધીમાં શરીર અને મનથી થોડી અસ્વસ્થતા અનુભવશો. બહારનું ભોજન લેવાનું શક્ય એટલું ટાળવું. શરદી-સળેખમ, ખાંસી, અજીર્ણ જેવી બીમારીઓ હોય તેમને તારીખ 31 સુધી સાચવવું પડશે. નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે સપ્તાહના મધ્યનો સમય અનુકૂળ છે. સરકારી લાભ થવાની પણ શક્યતા છે. તા. 1,2 અને તા. 3ના રોજ વેપારીઓને વ્‍યાવસાયિક લાભ થાય. બિઝનેસમાં નવા ક્લાયન્ટ મળવાની અને નવી કંપનીઓ સાથે જોડાણો થવાની સંભાવના છે. નોકરિયાતોની કામમાં ધગશ અને આવડત જોઈને ઉપરી અધિકારીઓ પીઠ થાબડશે. આપની કારકીર્દિમાં તેનાથી લાંબાગાળાનો લાભ થશે. ઓફિસમાં સહકર્મીઓનો સહકાર મળી રહેશે. તા. 3 સાંજ પછી અને તા. 4ના રોજ આપના વિચારોમાં ઝડપથી ફેરફાર થાય. આમ તો આપ ઘણા આક્રમક અને જિદ્દી સ્વભાવના છો પરંતુ આ સપ્તાહે આપ વધુ પડતા લાગણીશીલ રહેશો જેથી કોઇના આકરા શબ્દોથી આપની લાગણી ઘવાશે. સ્‍થાવર મિલકતની બાબતમાં કોઇ નિર્ણય લેવો યોગ્‍ય નથી. માનસિક વ્‍યગ્રતા અને શારીરિક અસ્‍વસ્‍થતા રહે. સંતાનો સાથે સંબંધો સારા રહેશે તેમજ તેઓ આપની પ્રત્યે આદરભાવ રાખશે. ટૂંકમાં સપ્તાહ મધ્‍યમ ફળદાયી રહેશે.
————————-.

કુંભ : સપ્તાહના આરંભે ઘણી ચુસ્તી- સ્‍ફુર્તિ અને આરોગ્‍ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. પ્રવાસ અને સ્‍વાદિષ્‍ટ ભોજનનો આનંદ માણી શકશો. આપની કલાત્‍મક સૂઝને નિખારી શકશો. વસ્‍ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. ભપકા પાછળ બિનજરૂરી ખર્ચાઓ કરવાના બદલે ભાવિ સુરક્ષિત કરવા માટે લાંબાગાળાના રોકાણ દ્વારા આવકનો સ્ત્રોત ઊભો કરવાની ગણેશજી સલાહ આપે છે. સપ્તાહના મધ્યમાં મનની અસ્થિરતા આપને મહત્વની તકોથી વંચિત રાખશે. નવા કામની શરૂઆત કરવી યોગ્‍ય નથી. વાણી પર સંયમ રાખવો. જોકે, આપ વાકપટુતાથી કોઇને પણ પ્રભાવિત કરવાનું કૌશલ્ય પણ ધરાવો છો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. આ સમયગાળામાં આપના પ્રણય સંબંધો ખીલી ઉઠતા આપ પ્રિય પાત્ર સાથે નજીકના સ્થળે વિકએન્ડ માણો તેવી પણ શક્યતા છે. આપનું કૌશલ્ય અને વાણીની મીઠાશ આપની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવશે. મૃદુવાણી લાંબાગાળે લાભદાયી સંબંધોના બીજ રોપશે. વેપારમાં વૃદ્ધિ અને નવા લાભદાયી સોદાઓ સાથે  આપ સપ્તાહનો પ્રારંભ કરશો. આવકના સ્ત્રોતો વધતા આપને બખ્ખાં થઈ જશે. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ થાય અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દામ્‍પત્‍યજીવનમાં સંતોષ અને આનંદ રહે. અવિવાહિત જાતકોને જીવનસાથીની શોધ પૂર્ણ થવાના તેમજ લગ્‍નના યોગ છે.
————————-.

મીન : આ સપ્તાહે શરૂઆત તમે થોડી અજંપા અને અસ્વસ્થતા સાથે કરશો. ખાસ તો તા. 29 બપોર પછી સમય ખરાબ રહેશે. તા 30 અને 31 દરમિયાન આપના પરિવારના સભ્યો આપની નિંદા કરી શકે છે. નિરર્થક ખર્ચા રહેશે. સંતાનની ચિંતા રહેશે. આપનું મન નિરાશા અનુભવશે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. આપના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવું. તા 1થી આપની મનસ્થિતિ સુખદ નહીં રહે. આપ કામમાં એકાગ્રતા નહીં જાળવી શકો જેથી પરફોર્મન્સ નબળું પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ભાગીદાર સાથેના સબંધોમાં પણ તણાવ આવી શકે છે. તા 1 અને 2 દરમિયાન સ્થિતિ બદલાશે. આપ ઊર્જા અને ઉત્સાહ અનુભવશો. પરિવાર, કામ અને મિત્રો માટે ઉત્તમ સમય છે. પ્રણય સબંધોમાં સુધારો આવશે. નવા પાત્રો તરફ તમે આકર્ષાવ તેવી સંભાવના પણ છે. તા 3 અને 4 દરમિયાન આપના માટે સ્થિતિ આરામદાયક રહેશે. આર્થિક રૂપે આપ સક્ષમ બનશો. જીવનના પડકારનો સામનો નીડરતાથી કરશો. આપને શારીરિક કષ્ટ, ખાસ કરીને આંખોમાં પીડા થવાની સંભાવના છે. આપના વર્તનમાં અચાનક આવેલા પરિવર્તનના કારણે પરિવારજનો કે સગાંસંબંધીઓ સાથે અણબનાવ થાય. લોકોને આપની દ્વિસ્વભાવ પ્રકૃતિનો પરચો મળશે. આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ થાય. આવક કરતાં ખર્ચ વધારે થતા આર્થિક બાબતે બે છેડા ભેગા કરવામાં જ આપનું મગજ સતત વ્યસ્ત રહેશે.
————————-.

સાપ્તાહિક રાશી ભવિષ્ય
Comments (0)
Add Comment