ન્યૂડ બોડી લેંગ્વેજ – પરફેક્ટ હ્યુમન સાયન્સ… ‘અભિયાને’ છોછ ગણી અવગણતા બોલ્ડ સબ્જેક્ટની રજૂઆત કરી. સ્વસ્થ સમાજ માટે વસ્ત્રોની જરૃર છે તેમ વસ્ત્રો પાછળ શરીરમાં છુપાયેલા પરફેક્ટ હ્યુમન-સાયન્સને ન્યૂડ બોડી લેંગ્વેજના ‘વિષય’ને ખૂબ જ સંયમિત રીતે તજજ્ઞોના વિચારો સાથે રજૂ કર્યો. ‘નગ્નતા’ ઓબ્જેક્ટ હોઈ શકે, પરંતુ તેનાથી ઉદ્ભવતી ‘વાસના’ વ્યક્તિની વિકૃતિનું પરિમાણ હોઈ શકે. પ્રાચીન મૂર્તિઓમાં સ્ત્રીદેહની પ્રસ્તુતિ હ્યુમન સાયન્સની સાથે સાઇકોલોજીકલી સાચી છે.