તુલા : કોઈ નવી જવાબદારી મળી શકે છે.

તા. 10-06-2018 થી તા. 16-06-2018

મેષ :
તા. 10 અને તા. 11 દરમિયાન આવકનું પ્રમાણ વધશે. લગ્નજીવનમાં આનંદ ભર્યો સમય પસાર થશે. આપના વિચારો સકારાત્મક રહેશે અને એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો. એકબીજાની જવાબદારી સાથે મળીને નિભાવશો. આપને ભાગ્યોદયની તક મળશે. ધાર્મિક યાત્રાના યોગો છે. વિદેશગમન માટે આ અનુકૂળ સમય છે. વાહન સાવચેતીથી ચલાવવું કારણ કે અકસ્માતની સંભાવના વધુ રહેશે. પડવા, વાગવાથી કે ઓપરેશનની પણ શક્યતા નકારીના શકાય. માનસિક ઉગ્રતા વધારે રહે જેથી કોઇપણ નિર્ણય લો તો સમજી વિચારીને લેજો. અવિવાહિત લોકો માટે લગ્ન માટેનો સારો સમય છે. વધારે પડતું ગળ્યુ ખાવાથી મેદવૃદ્ધિ ન વધે તેનુ ધ્યાન રાખવું જરુરી છે. તા. 12 અને તા. 13 કુટુંબમાં વાદવિવાદ ટાળવો. આપ આવનાર પરિસ્થિતિ પ્રમાણે વધુ વ્યવહારિક થઈને વર્તશો અને તેના ફળ સ્વરૂપ આવનાર પરિસ્થિતિઓને સારી રીતે સાંભળી શકશો. આંખોમાં તકલીફ થવાના યોગો છે. વાણીમાં સંયમ રાખવાની જરુરી છે. તા. 14 અને તા. 15ના રોજ દ્વિતિય સ્થાનમાં ચંદ્ર હોવાના કારણે આપના માટે આવનારા દિવસોમાં આત્મવિશ્વાસ છલકાશે. આપની દૃઢતાથી આપ ભવિષ્યનું આયોજન સારી રીતે કરી શકશો. તા. 16ના રોજ ઘરમાં વાતાવરણ તણાવ ભર્યું રહેશે. દાંપત્યજીવનમાં વિસંવાદિતા રહેશે. જીવનસાથીને તબિયતની સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. તેમને અકસ્માત કે ઓપરેશનના યોગો પણ નકારી શકાય નહીં.

——————————–

વૃષભ :
તા. 10 અને 11 દરમિયાન ચંદ્ર આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરતા આપે ખાસ મહતવના કામ કરવા નહીં. કામમાં સમય વ્યર્થ જશે. આપ આ દિવસો દરમિયાન કોઈ નિર્ણય લેવામાં દ્વીધા અનુભવશો. આપને પરિવાર સભ્યો અને ઘર સંબંધિત બાબતો માટે ચિંતા રહેશે. વ્યવસાય અને નોકરીમાં પણ ચિંતા રહેશે. તા. 12 અને 13 દરમિયાન ચંદ્ર આપની રાશિમાંથી પસાર થશે જે સૂર્ય સાથે છે. આ સમય દરમિયાન આપનું મન –ચિત કામમાં લાગેલું રહેશે. ઘરપરિવારમાં બધા આપનાથી પ્રસન્ન રહેશે. આપનું ભૂતકાળમાં કરેલું આયોજન આ સમયે અમલમાં મુકવા માટે પ્રયત્નશીલ રહેશો. આપ આપનામાં એક ઊર્જાનો અહેસાસ કરશો. તા. 14 અને 15 દરમિયાન આપના માટે ઘરના અને સંપત્તિ માટેના પ્રશ્નોની વધુ પ્રાથમિકતા રહેશે. દિવસ દરમિયાન આર્થિક પ્રશ્ન પણ આપણને મુંઝવશે. આપનામાં નિરાશા અને આત્મવિશ્વાસનો અભાવ રહેશે. તા. 15 દરમિયાન સૂર્ય આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરતા આ સમય દરમિયાન વ્યાપાર-ધંધામાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. આંખમાં પીડા થઇ શકે છે. સગાસંબંધી તથા મિત્રો સાથે કોઈ વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. તા. 16ના રોજ ચંદ્ર-શુક્ર સાથે આપની રાશિથી ત્રીજા સ્થાનમાં હોવાના કારણે આપને મિત્રો અથવા ભાઈ-બહેન સાથે બહાર હરવા-ફરવા જવાનો અને આનંદ મેળવવાનો પ્રસંગ બનશે.

——————————–

મિથુન :
તા. 10 અને 11 દરમિયાન સમય અતિ શુભ રહેશે. આપના માટે પ્રસન્નતાદાયી દિવસો રહેશે. કાયદાકીય અને કોર્ટ કેસ તથા કાનૂની દાવામાં પરિણામ આપના તરફી રહેશે. આપ સંતાન બાબતમાં રાહત અનુભવશો. આપ સંતાનના ભાવી અભ્યાસ અંગે મહત્ત્વનો નિર્ણય લેશો. જમીન અથવા સ્થાવર મિલકતો અને પૈતૃક સંપત્તિનો ઉકેલ આવે. તા. 12 અને 13 દરમિયાન બારમાં સ્થાનનો ચંદ્ર આપના માટે ચિંતાદાયક રહેશે. ખાસ કરીને માનસિક વ્યાકુળતા આપને કોઈ મહત્વના નિર્ણયો લેતા અવરોધશે. આપ કોઈ જગ્યાએ છેતરામણીનો ભોગ બનશો. કોર્ટ કેસની બાબતમાં આપના માટે નિર્ણય સંતોષકારક પરિણામ નહીં હોય. આંખના રોગના કારણે ઓપરેશન અથવા હોસ્પિટલમાં દાખલ થવાના યોગો બને. સરકારી કામકાજમાં અપજશ મળે. આર્થિક સમસ્યાઓ વધે. ઘરમાં શુભ કાર્યોના આયોજન પાછળ ખર્ચઓનું પ્રમાણ વધે. ભાઇ-બહેના સાથેના સંબંધોમાં તિરાડ આવી શકે છે. તા. 14 અને 15 દરમિયાન આર્થિક બાબતમાં સરળતા મળશે. આપની સ્ફૂર્તિમાં વધારો થશે. તા. 15થી આપની રાશિમાંથી સૂર્ય પસાર થતા આપના સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો આવે. વિદ્વાન લોકો સાથે મુલાકાતની સંભાવના બનશે. તા. 16ના રોજ સમય મધ્યમ ફળદાયી રહેશે. દાંપત્યજીવનમાં વિસંવાદિતા ઉભી થઇ શકે છે. આપ ભૌતિક સુખ-સગવડ પાછળ ખર્ચ વધુ થશે.

——————————–

કર્ક :
તા. 10ના રોજ ધંધામાં નફાનું પ્રમાણ વધે જ્યારે નોકરિયાતોને વધુ આવકના સ્ત્રોતો દેખાશે. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 11 દરમિયાન આપના દૈનિક કાર્યની ગતિ સામાન્ય રહેશે. આપ લાગણીશીલ બનશો. આપનું ઘણા સમયથી અટકેલું કાર્ય પુરું થશે. આપના કાર્યની પ્રસંશા થશે. આપની યશ-કીર્તિ તથા માન –પ્રતિષ્ઠામાં વધારો થશે. નવા કાર્યો કરવાની પ્રેરણા મળશે. તા. 12 અને 13 દરમિયાન લાભદાયી તબક્કો રહેશે. આપ આત્મવિશ્વાસ સાથે કોઈપણ નિર્ણય લઈ શકશો. આપના કાર્યોમાં દેખીતી રીતે ગતિ વધુ રહેશે. આપ સંતાન દ્વારા ખુશી મેળવશો. તેમની સફળતાથી આપની જાહેર કિર્તીમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તેમજ અટવાયેલા પૈસા છુટા થશે. જમીન-મિલકત સંબંધી કાર્યોમાં લાભ મેળવશો. મિત્રોથી લાભના યોગ છે. તા. 14 અને 15 દરમિયાન બારમા સ્થાનમાં ચંદ્ર રહેશે જે શારીરિક, માનસિક અને આર્થિક રીતે હાનિકારક છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બિનજરૂરી ચિંતા તમને પરેશાન કરશે. કોઈ સગા-સંબંધી વિષે અશુભ સમાચાર પ્રાપ્ત થવાની શક્યતા છે. અંગત વ્યક્તિ આપની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તમે જેમને નીકટવર્તી માનો છો તેઓ જ પીઠ પાછળ નિંદા કરશે. તા. 16 થી સૂર્ય આપની રાશિથી બારમે ભ્રમણ કરશે જે ખર્ચનું પ્રમાણ પણ વધારશે. ખાસ કરીને તમારે પ્રતિષ્ઠા સંબંધિત બાબતોમાં ખર્ચ કરવો પડે. આ ઉપરાંત સરકારી અને કાયદાકીય કાર્યોમાં પણ ખર્ચની સંભાવના છે. કોઈની સાથે મોટી લેવડ-દેવડની પણ સંભાવના છે. કોર્ટ કચેરીમાં પરાજયનો સામનો કરવો પડી શકે છે. વિદેશ યાત્રાના યોગ છે.

——————————–

સિંહ :
તા 10 અને 11 દરમિયાન તમે કોઈ જુની સમસ્યામાંથી બહાર આવશો. ભવિષ્ય માટે ધન સંબંધી જરૂરિયાત પુરી કરવાનો પ્રયાસ કરશો. આપના અટકેલા કાર્યો પુરા થતા આત્મવિશ્વાસ વધશે અને આવકમાં વધારો કરવા માટે નવા સ્ત્રોતો અંગે પણ ગંભીરતાથી વિચાર કરશો. સરકારી બાબતમાં વિજયનો યોગ બનશે. આપના ઉપરી અધિકારી તરફથી મૈત્રી પૂર્ણ વ્યવહાર રહેશે. તા 12 અને 13 દરમિયાન કોઈ મોટા અને રાજનીતિક વ્યક્તિનો સાથ મેળવશો જેનાથી આપને ફાયદો થશે. માતાપિતા અને વડીલોનો સ્નેહ અને આશીર્વાદ આપને આગળ વધવામાં મદદ કરશે. વ્યવસાયમાં જરૂર જણયા ત્યાં તેમના તરફથી માર્ગદર્શન ઉપરાંત આર્થિક સહાય પણ મળી શકે છે. આપના માન-સન્માનમાં વધારો થશે. તા 14 અને 15 દરમિયાન આર્થિક લાભ મેળવશો. જે કામ માટે લક્ષ્ય નક્કી કર્યું હશે અને પુરું કરીને જ રહેશો. આર્થિક પરિસ્થિતિ આપના માટે ઘણી સંતોષજનક રહેશે. તા 16 થી સૂર્ય આપની રાશિથી 11 મા સ્થાનમાં ભ્રમણ કરતા આપ વડીલોની કૃપા અને આશીર્વાદ મેળવશો. જાહેરજીવનમાં પણ તમે સક્રીય બનશો. આપના દ્વારા આધ્યાત્મિક અને માંગલિક કાર્ય થશે. પિતા તરફથી પણ લાભ થશે. તા 16 દરમિયાન ચંદ્ર 12 મા સ્થાનમાં હોવાથી આપના માટે સમય સારો નથી. આ સમય મુશ્કેલી વાળો રહેશે.

——————————–

કન્યા :
આ સપ્તાહનો આરંભ આપના માટે થોડો કષ્ટદાયક છે. વેપાર ઉદ્યોગમાં તથા ધન સં૫ત્તિમાં હાનિ અને નુકશાનનો સંકેત મળે છે. વાણી અને વર્તનમાં સ્પષ્ટતા રાખજો જેથી ગેરસમજને અવકાશ ન રહે. આર્થિક ખર્ચ અને શારીરિક કષ્ટનો પણ સંકેત મળે છે. માનસિક દ્વીધા વચ્ચે આપનામાં નિર્ણયશક્તિનો ઘણો અભાવ રહેવાથી કઈ દિશામાં જવું તે સમજાશે નહીં. સગાં સંબંધીઓ મિત્રો સાથે ઝઘડા ન થાય તેની કાળજી લેવી. તાવ, રક્તવિકાર અને છાતીના રોગોનો ઉ૫દ્રવ વધે. ભાઈભાંડુઓ સાથે લાગણીના સંબંધો વધુ ગાઢ બનશે. સપ્તાહના મધ્યમાં દાંપત્યજીવનમાં વધારે નિકટતા માણી શકાય. આધ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ મનને શાંતિ આપશે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વધે તેવી શક્યતા છે. વડીલવર્ગનો પૂરતો સહકાર અને માર્ગદર્શન મળશે જે આપને પ્રગતિની કેડી કંડારવામાં મદદરૂપ થશે. સપ્તાહનું અંતિમ ચરણ એકંદરે શુભ ફળદાયી રહેવાના સંકેતો ગણેશજી જોઈ રહ્યા છે. તમે પ્રોફેશનલ મોરચે ઘણા સક્રીય થશો અને પોતાની પ્રગતી માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો હાથ ધરશો. આ સમયમાં તમને વિરોધીઓ પણ રોકી નહીં શકે. જોકે કેટલાક સંજોગોમાં તમારી અપેક્ષાથી ઓછો  લાભ મળે અથવા ન મળે તેવું બની શકે છે.

——————————–

તુલા :
તા 10 અને 11 દરમિયાન કોઈ નવી જવાબદારી મળી શકે છે. રોજિંદી આવક સારી રહેશે તેમજ ગેરસમજ દૂર થશે. મનનું ધાર્યું કાર્ય પાર પડશે. આપનામાં પહેલાથી વધુ સિદ્ધાંતવાદી અને બહોળો દૃષ્ટિકોણ રહેશે. તમે લોકોની નજીવી ભુલો અવગણીને માફ કરવાની નીતિ પણ અપનાવશો. ખાસ કરીને વ્યવસાયિકોને તેમના કર્મચારીઓ પ્રત્યે આ વર્તનનો અહેસાસ થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. તા 11 થી બુધ આપની રાશિથી નવમાં સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમયમાં કામકાજમાં તમે વ્યસ્ત રહેશો. સગા સ્નેહીઓ સાથે અણબનાવ થઇ શકે છે. મુસાફરીનું આયોજન પણ થઈ શકે છે પરંતુ તેના માટે તૈયારી કરીને જવું હિતાવહ રહેશે અન્યથા રસ્તામાં અવગડતા અને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તા 12 અને 13 દરમિયાન અચાનક કોઈ પરેશાની આવી શકે છે. પોતાના ગુસ્સા અને અજંપા પર નિયંત્રણ રાખવું. મહત્ત્વપૂર્ણ કાર્યમાં આપનાથી ખોટો નિર્ણય લેવાઈ જવાની સંભાવના હોવાથી પ્રોફેશનલ મોરચે અથવા આર્થિક અને રોકાણ બાબતે શક્ય હોય ત્યાં સુધી નિર્ણય ન લેવો. આ સમય શક્ય હોય તો એકાંતમાં વિતાવજો. સમાજમાં તમારી નિંદા થઇ શકે છે. તા 14 અને 15 દરમિયાન ઉત્સાહ અને જોશથી કાર્ય કરશો. રાજકીય કાર્યોમાં પરિસ્થિતિ આપના પક્ષમાં રહેશે. તા 16ના રોજ માંગલિક કાર્યનું આયોજન કરશો. તા 16 થી સૂર્ય આપની રાશિથી નવમાં સ્થાનમાં ભ્રમણ કરશે જે આપનો લાભેશ પણ છે માટે આપના કાર્યમાં પરિશ્રમ વધશે પરંતુ પણ સફળતા પણ મળશે.

——————————–

વૃશ્ચિક :
તા 10 અને 11 દરમિયાન લક્ષ્યની પ્રાપ્તિ માટે પૂરો પ્રયાસ કરશો. પૈસા કમાવવાના નવા રસ્તા શોધશો. સપ્તાહની શરૂઆતમાં તમે વ્યક્તિત્વ વિકાસ તેમજ સૌંદર્ય અંગે વધુ જાગૃત બનશો. તમે કોસ્મેટિક્સ, વસ્ત્રો, આભૂષણોની ખરીદી કરો, સ્પા અથવા અન્ય કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવો તેવી સંભાવના છે. આનંદિત અને અર્થપૂર્ણ સમય રહેશે. જુના મિત્રો સાથે અનઅપેક્ષિત મુલાકાત થતા આપનું મન પ્રસન્ન રહેશે. આપની યોગ્યતા અને કાબેલિયત લોકોના ધ્યાનમાં આવશે. તા 12 અને 13 દરમિયાન પતિ-પત્ની વચ્ચે આત્મીયતા અને પ્રેમમાં વધારો થશે. પારસ્પરિક ગેરસમજનું નિવારણ આવશે. સુખ-સુવિધામાં વધારો થશે. તમે તણાવ રહિત થઇને કામ કરશો. આળસ દૂર જશે અને મન કામમાં લાગશે . તા 14 અને 15 દરમિયાન ઉતાવળમાં પોતાનું નુકસાન કરી બેસશો. આર્થિક તણાવ રહેશે. જરૂર પડે કોઈની સલાહ લેવી હિતાવહ રહેશે વ્યાપાર વ્યવસાયમાં લીધેલા ઓર્ડર સમય પૂરો થવા છતાં પૂર્ણ નહીં કરી શકો. તા 16ના રોજ આપને સત્તાનો લાભ મળશે. તા 16 થી આપની રાશિથી આઠમાં સ્થાનમાં ભ્રમણ કરતા ખર્ચમાં વધારો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

——————————–

ધન :
તા. 10 અને 11 દરમિયાન લોટરી –સટ્ટામાં લાભ થઇ શકે છે. આ સમય આનંદ અને ખુશીઓથી ભરેલો હશે. વ્યવસાયમાં કોઈ નવો સોદો કરશો. નોકરિયાતોને પણ ઉપરીઓ સાથે કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ કે જવાબદારી અંગે ચર્ચા થશે. આ સમયે આપ સપના સાકાર કરવા માટે નાણાં ખર્ચવામાં પાછા નહીં પડો અને સમય પણ આપશો. તા. 12 અને 13 બપોર સુધીનો સમય થાક અને તણાવ અનુભવશો. બીમાર પડી શકો છો. યાત્રા-પ્રવાસ દરમિયાન તકલીફ પડી શકે છે. અજાણી વ્યક્તિ સાથેનો પરિચય પરેશાનીનું કારણ બની શકે છે. આપનું મન નહીં લાગે. આપનું ઋણ સમયસર ચુકવી નહીં શકો. તા. 14 અને 15 દરમિયાન આપના માટે આર્થિક રૂપે લાભદાયી રહેશે. નવા કપડા, ઝવેરાત, કિંમતી સામાનની ખરીદી કરી શકશો. મિત્રોનો સાથ મેળવશો. આપ ઉત્તમ સુવિધા મેળવશો. કોઈ મહત્ત્વપૂર્ણ આર્થિક લેવડ-દેવડ કરશો. નોકરીમાં આવક વૃદ્ધિ થાય. બેંકમાંથી લોન મળવા માટેનો સારો સમય છે. જીવનસાથી જોડે મધુર સંબંધો વધે. અવિવાહિતો માટે વિવાહ માટેનો યોગ્ય સમય છે. તા. 16ના રોજ સમય મધ્યમ ફળદાયી રહેશે. દાંપત્યજીવનમાં વિસંવાદિતા ઉભી થઇ શકે છે. આપ ભૌતિક સુખ-સગવડ પાછળ ખર્ચ વધુ થશે.

——————————–

મકર :
શરૂઆતના બે દિવસ તમને પરિવાર પ્રત્યે અને ખાસ કરીને માતા પ્રત્યે વધુ લાગણી રહેશે. હાલમાં તમારા સ્વભાવમાં ગુસ્સો વધ્યો છે અને ખાસ કરીને જીવનસાથી જોડે નજીવી બાબતે તમે અત્યંત ગુસ્સે થઈ જાવ છો. આ સ્થિતિને અંકુશમાં નહીં લાવો તો આગામી સમયમાં સંબંધોમાં અનઅપેક્ષિત પરિવર્તનો આવી શકે છે. તા. 10ના રોજ જમીન, મકાન વગેરેના દસ્‍તાવેજોમાં છેતરપિંડી થવાની શક્યતા રહે. તા. 11ના રોજ વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. જોકે, કોઈપણ વિષયમાં વધુ ઊંડા ઉતરવાની તમારી ઝંખના પણ વધશે. તા. 12 અને 13દરમિયાન તન અને મનની સ્‍વસ્‍થતાથી આપ તમામ કાર્યો કરશો. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. તા. 14 અને 15 ના રોજ આપ ઉર્જા અને ઉત્‍સાહનો અનુભવ કરશો. પરંતુ ખાવા-પીવામાં બેદરકાર થશો તો આપના આરોગ્‍યમાં ગરબડ ઊભી થાય. દરેક ક્ષેત્રે સમાધાનકારી વલણ અપનાવવું. આ સપ્તાહ મિશ્રફળદાયી જણાય છે. તા. 16 કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાના યોગ છે. નાણાંકીય બાબતોમાં ભવિષ્‍ય માટે સારું પ્‍લાનિંગ કરી શકો. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે.

કુંભ : રૂઢિચુસ્તતા, બેદરકારી, બેફિકરો સ્વભાવ, ગપ્પાં મારવાની ટેવ, આળસ- પ્રમાદ, આ બધા જ અવગુણો નહીં ઘટાડો તો સપ્તાહની શરૂઆતમાં જ અવિચારી નિર્ણય લઈ બેસશો. હઠીલો સ્વભાવ છોડી બીજાના દૃશ્ટિકોણથી પણ દરેક મુદ્દાને જોવાનો પ્રયત્ન કરશો તો કોઇકની સાથે ગેરસમજ ઊભી થતી રોકી શકશો. પરિવારજનો સાથેનો સમય આનંદથી પસાર થાય. જક્કી વલણના કારણે અન્‍ય લોકો સાથે ઘર્ષણ થવાની શક્યતા છે. જીવનસાથીને વાતવાતમાં સંભળાવવાની કે ટોણાં મારવાની વૃત્તિ ન રાખવી. સંતાનોના વિકાસ માટે સમય ફાળવશો. જનરેશન-ગેપ ન રહે તે ખાસ જોશો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મેન્‍સ તેમજ પ્રતિભા બતાવી શકશે. સપ્તાહના અંતે આપની વાણીનો જાદૂ આપને લાભ અપાવશે. વાણીની મૃદુતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. હાલમાં કોઈપણ માંગલિક કે શુભ કામનો પ્રારંભ ન કરવો. કામમાં ધારી સફળતા માટે મહેનત કરવી પડશે. જીવનસાથી કે પ્રિયપાત્ર સાથે સંબંધો સારા જળવાઈ રહેશે. પિત્ત, મંદાગ્નિ, સાંધાનો દુઃખાવો કે સંધિવાની સમસ્યા રહેશે. આપ આપનું કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા પણ મેળવશો. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. સ્ટડી રૂમમાં દિવાલો પર હલકા રંગો લગાવવાથી તેમજ અભ્યાસ માટે લોખંડના બદલે લાકડાનું ટેબલ ઉપયોગમાં લેવાથી લાભ થશે.
——————————–

મીન :
તા 10 અને 11ના રોજ આપના સંબંધો સુધારવા માટે આપ પ્રયત્નશીલ રહેશો. સમય મિશ્ર ફળદાયી છે. મહેનત અને પરિશ્રમ વધુ કરવો પડશે. લાંબા સમયથી ચાલતી ચિંતામાં રાહત અનુભવશો. તા 11થી મન શાંત અને પ્રફુલ્લિત રહેશે. સાંસારિક સુખમાં વૃદ્ધિ થઇ શકે છે. વિદ્વાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. તા 12 અને 13 દરમિયાન આપના કાર્યો તીવ્ર ગતિથી પૂર્ણ થશે, આ તબક્કો એકંદરે આનંદદાયી રહેશે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા વધુ સારી સ્થિતિ રહેશે. તા 14 અને 15 દરમિયાન થાક અને આળસ અનુભવશો. શત્રુ અને વિરોધીઓ આપના પર હાવી થઇ શકે છે. કોઈપણ કામમાં મન નહીં લાગે. તા 16ના રોજ ભાઈઓથી કોઈ વિશેષ સહકાર મળશે. કોઈ વિશેષ કાર્યનો આરંભ કરશો. તા 16થી માનસિક અને શારીરિક કષ્ટ અનુભવશો. જમીન મિલકતને લગતા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. નોકરિયાત વર્ગને શ્રેષ્ઠ કામગીરી બદલ ઉપરીઓ સરાહના કરશે અને તેનો ફાયદો ટૂંકા ગાળામાં જ જોવા મળશે. ઓફિસમાં માન-પ્રતિષ્ઠા વધતા ઘરમાં પણ શાંતિનું વાતાવરણ રહેશે. કદાચ તમને નવી જવાબદારી સોંપવામાં આવે તેવી પણ સંભાવના છે. જીવનસાથી, સંતાનો તેમજ અન્ય સભ્યો સાથે ખુશીથી રહી શકશો. આનંદપ્રમોદમાં સમય પસાર થશે. ફિલ્મ,નાટક કે મનોરંજનની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. નાણાંભીડની સ્થિતિમાં કરજ લેવાનું ટાળજો નહીંતર ચિંતા બમણી થઈ જશે.

——————————–

‘અભિયાન’માં નિયમિત પ્રકાશિત થતી ‘સમસ્યા અને નિરાકરણ’ કોલમમાં તમે પણ તમારી મૂંઝવતી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. પ્રશ્ન મોકલવા માટેનું મેઇલ અાઇડી નીચે મુજબનું છેઃ
abhiyaan@smabhaav.com
પ્રશ્ન મોકલતી વખતે જન્મનો સમય, સ્થળ, જન્મ તારીખની વિગતો સાથે આપનો પ્રશ્ન મોકલી આપો.
આપની ઓળખ ગુપ્ત રાખવા માંગતો હોય તો તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે.
——————————–

સાપ્તાહિક રાશી ભવિષ્ય
Comments (0)
Add Comment