સંસ્થા સર્વોપરી, વ્યક્તિ નહીં… ‘લોકશાહીમાં વ્યક્તિઓના સમૂહથી સંસ્થાનું નિર્માણ થાય છે. તેમાં વ્યક્તિ સર્વોપરી નથી. પ્રવિણભાઈ એવું માનીને ચાલતા કે સંસ્થાના સંચાલનના પાયામાં લોકશાહી મૂલ્યો કરતાં મારી વિચારસરણી કેન્દ્રસ્થાને રહેવી જોઈએ. તે તેમની મોટી ભૂલ બની રહી. વ્યક્તિ આવે ને જાય, સંસ્થા ટકી રહેવી જોઈએ તે ગણતરી સાથે પ્રવીણભાઈએ કામ કર્યું હોત તો તેમની રહી સહી આબરૃ પણ બચી ગઈ હોત. ‘અભિયાન’એ પ્રવીણ તોગડિયા વિશે તમામ પાસાંઓનું વિશ્લેષણ કરી તેમનું સ્થાન બતાવી દીધું.