સમાંતર ‘અલગ વિચારધારા’ ભારે પડી… પ્રવીણ તોગડિયાની મહત્ત્વકાંક્ષા અનેકગણી હતી. વિહિપનાં સાથી સંગઠનો અથવા સપોર્ટેડ હેન્ડવાળી સંસ્થાઓને કિનારે રાખી સમાંતર વિચારધારા અને તેવા જ એજન્ડા પર કામ કરી મહત્ત્વકાંક્ષાને પોષવાની સ્ટ્રેટેજી તેમને ભારે પડી. લોકશાહીમાં સંસ્થાગત ‘નેતાગીરી’માં તેઓ આદર્શ બનવાની તક ચૂકી ગયા.