એક સાંસ્કૃતિક આંદોલનનો ઉજાશ… પ્રવીણ તોગડિયાની પ્રમુખપદ પરની હારનાં પરિણામો બાદ ‘વિહિપ’ સામે જનમાનસમાં ઘણા પ્રશ્નાર્થો સર્જ્યા. ‘અભિયાન’એ આ વિષયને કેન્દ્રમાં રાખી તેનું તટસ્થ વિશ્લેષણ કરી એક સાંસ્કૃતિક આંદોલન પર પ્રકાશ પાડ્યો. વિશ્વ હિન્દુ પરિષદની લોકકલ્યાણની પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રવાદી વિચારસરણીની કલ્પનાને દૃઢ બનાવી જનમાનસમાં ઊભા થયેલા તર્કવિતર્કોનો છેદ ઉડાવી દીધો. પ્રવીણ તોગડિયાની ચૂકી ગયેલી ‘તક’નો અહેસાસ કરાવ્યો.