વૃષભ : જમીન મકાનમાં લાંબા રોકાણથી ફાયદો થાય.

તા. 13-05-2018 થી તા. 19-05-2018 (સાપ્તાહિક રાશી ભવિષ્ય)

મેષ :
તા. 13ના રોજ બપોર સુધીનો સમય થોડો અસ્વસ્થતા ભર્યો જશે. તા 13 બપોર પછી અને તા. 14 અને 15 દરમિયાન ઈચ્છાપૂર્તિનો સમય રહેશે. આપને ભેટસોગાદ મળી શકે. આપના કાર્યો યોજનાપૂર્વક પાર પડશે. આપને નોકરી-વ્યવસાયમાં કામથી આત્મસંતોષ મળશે. તા 15 થી સૂર્ય આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરતા આપને દાંતની સમસ્યા થઇ શકે છે. આપના ક્રોધમાં વધારો થશે. આપના વ્યવસાયમાં વિસ્તરણની યોજના પાર પડી શકે છે. આપની કામકાજની સ્થિતિ સારી રહેશે. તા 15 થી શુક્ર આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરતા આપના સંપર્કોમાં વધારો થશે. નવા નવા લોકો સાથે મુલાકાત થશે. આ સમય આર્થિક રીતે લાભદાયી રહેશે. આપને નોકરીમાં નવા કામકાજની જવાબદારી સાથે પગારવૃદ્ધિને બઢતી મળી શકશે. ધનલાભની સંભાવના પણ પ્રબળ છે. ભાઈઓથી લાભ થશે. તા. 16 અને 17 દરમિયાન આપ આપના ધાર્યા કાર્ય પાર નહીં પાડી શકો પરંતુ ધીરજ જાળવી કાર્ય કરતા રહેવું. તા. 18, 19 દરમિયાન આપના કાર્યનું ફળ મળવાની શક્યતા છે. સપ્તાહનું અંતિમ ચરણ તમે ભાઈબહેનો અને મિત્રો સાથે પસાર કરવાનું વધુ પસંદ કરશો.

—————————-.

વૃષભ :
તા. 13 બપોર સુધીનો સમય સારો રહેશે. કમિશનના કે દલાલીના વ્યવસાયથી લાભ થાય. ભાઇ-બહેનના સંબંધો સુધરે. મોટા ભાઇની તબિયત નરમ ગરમ રહે. જમીન મકાનમાં લાંબા રોકાણથી ફાયદો થાય. તા. 13 બપોર પછી અને તા. 14 અને 15 દરમિયાન સમય ધીરેધીરે પ્રતિકૂળ થશે. અશુભ સ્થિતિમાં વધારો થતો હોય તેવો અહેસાસ થશે. આપની પ્રગતિમાં એકાએક અવરોધ આવશે. આપને કામમાં અજાણતા ભૂલ થાય. મનમાંને મનમાં દુઃખની અનુભૂતિ થયા કરે. વગર વિચારે કોઈ કાર્ય કરવું નહીં. વિદેશના પ્રવાસમાં સફળતા મળે. ધાર્મિક કાર્યો માટે અનુકૂળ સમય છે. તા. 15ના રોજ સૂર્ય આપની રાશિમાં ચંદ્ર સાથે યુતિ કરશે. જેના ફળસ્વરૂપ આપના ઉપરી અધિકારી સાથેને સંબંધોમાં તણાવ રહેશે આપને આપની તબિયત પર વધુ ધ્યાન આપવું પડશે. આપે વાણી અને ગુસ્સા પર કાબુ રાખવો. પત્ની સાથે વિવાદ ટાળવો. ઘરમાં શુભ કાર્યોના લીધે ખર્ચાઓનું પ્રમાણ વધી જશે. તા 18 અને 19 દરમિયાન આપના માટે દિવસ મધ્યમ રહેશે. ચંદ્રની શુક્ર સાથે યુતિ હોવાથી બહાર ફરવા જવાનું કે ફિલ્મ જોવા જવાનું થશે. કોઈ નવી વસ્તુની ખરીદી થશે. આપ થોડા લાગણીશીલ થશો તેમજ રોમેન્ટિક મૂડમાં રહેશો.

—————————-.

મિથુન :
તા. 13થી 14ના બપોર સુધીનો સમય સર્વ પ્રકારે લાભકારી રહેશે. નોકર-ચાકર, વાહન અને ભૌતિક સુખ સાધનમાં વધારો થશે. વીમા જેવી કોઈ આર્થિક રોકાણની પરિયોજનામાં આપ વ્યસ્ત રહેશો. જે કાર્યમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. મિત્રોથી લાભ રહેશે. આ સમય આપના પક્ષમાં રહેશે. તા. 15થી આપની રાશિથી બારમાં સ્થાનમાં સૂર્યનું ભ્રમણ થતું હોવાના કારણે આપનું ધન ખર્ચનું પ્રમાણ વધશે. કોર્ટ-કચેરીના કેસમાં પરાજય મળી શકે છે. મિત્રો સાથે મનદુઃખના બનાવો બની શકે. વિદેશ યાત્રાનો યોગ છે. આ સમયમાં તમારામાં ભોગવિલાસની ભાવના વધારે રહેશે. અતિશય વિજાતીય આકર્ષણ તમારી પ્રતિષ્ઠા ખંડિત ન કરે તેનું ધ્યાન રાખવું. તા. 15 બપોર પછી અને તા. 16 અને 17 દરમિયાન દિવસો તણાવભર્યા પસાર થાય. ઘર-પરિવારમાં મનદુઃખનો પ્રસંગ બની શકે. કોઈ અપ્રિય ઘટના ઘટી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ઉઘરાણી માટે આ તબક્કો આશાસ્પદ જણાતો નથી. તમારી મહેનત નિષ્ફળ જાય તેવી સંભાવના છે. પતિ-પત્નીના સંબંધોમાં કટુતા આવી શકે છે. તા. 18 અને 19 દરમિયાન ઘર માટે કોઈ નવી વસ્તુ ખરીદશો. આપના નોકરી તથા વ્યવસાયમાં સુધારો થશે. આપના ઘરના કામ-કાજમાં પણ સરળતા રહેશે. આપના યશ, માન, પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિસ્થિતિ સંપૂર્ણ પણે આપની તરફેણમાં રહેશે.

—————————-.

કર્ક :
આ સપ્તાહના આરંભે તા. 13 અને 14 દરમિયાન સમાજમાં આપની માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. આપના આત્મવિશ્વાસમાં દેખીતો વધારો થશે. નોકરીમાં આપનું વર્ચસ્વ વધશે. ઘણી બધી બાબતોમાં આપ વડીલોનું માર્ગદર્શન મેળવશો. આપને કામકાજને અનુલક્ષીને યાત્રા-પ્રવાસ કરવો પડશે, જે આપને સફળતા અપાવશે. આપને અત્યાર સુધી કરેલી મહેનતનું ફળ મળતા મનોમન હર્ષિત થશો. જીવનસાથી જોડે મતભેદ થવાના યોગો છે. ધંધામા પાર્ટનરશીપ હોય તો ભંગાણની શક્યતા છે. તા. 15 દરમિયાન સૂર્ય આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરતો હોવાના કારણે આપને લાભદાયી ફળ આપશે. આપને વડીલોની દુઆ તથા આશીર્વાદ મળશે. આપના સ્વભાવમાં સાત્વિકતા આવશે. પિતા તરફથી લાભ મળશે. તા. 15 થી 17ના મધ્યાહન સુધીના સમયમાં આપ ખુબ મહેનત કરશો અને તેનું ધાર્યું પરિણામ મેળવશો. આ તબક્કો પ્રસન્નતાદાયક પસાર થશે. શત્રુઓ તથા વિરોધીઓ આપની સમક્ષ ટકી નહીં શકે. સમાજમાં માન-સન્માન મેળવશો. આપના વ્યવહાર કુશળતાપૂર્વક લીધેલા મક્કમ નિર્ણયો આપને વેપાર-ધંધામાં સફળતા અપાવશે. તા. 17 બપોર પછીથી 19ની સાંજ દરમિયાન આપના માટે હાનિકારક સમય છે. આપની પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે. આર્થિક તંગીનો અનુભવ કરશો. સમય નિરાશા ભર્યો રહેશે.

—————————-.

સિંહ :
સપ્તાહના આરંભે તા 13ના રોજ બપોર સુધીનો સમય થોડો અજંપા અને મુશ્કેલી ભર્યો જણાઈ રહ્યો છે પરંતુ બપોર પછીનો સમય આપના માટે સારો રહેશે. તા 13 બપોર પછી થી 15ની સાંજ સુધીના સમયમાં નોકરિયાતોને ઉચ્ચ અધિકારીનો સહયોગ મળશે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિથી સંપર્ક થશે જે આપને આગળના સમયમાં લાભદાયી રહેશે. તા 14 થી સૂર્ય આપની રાશિથી દસમાં સ્થાનમાં ભ્રમણ કરશે. સૂર્યનું ગોચર કામકાજમાં આપના માટે શુભ ફળદાયી રહેશે. આપને નોકરીમાં બઢતી મળી શકે છે. આપના માન અને ગૌરવમાં વધારો થશે. પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે તા 16, 17 દરમિયાન કારકિર્દી અને ધન સંબંધી કાર્યો ગતિ પકડશે. આપના અટકેલા કાર્ય પુરા થશે. તા 18 અને 19 દરમિયાન આપ પોતાની ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો. ક્યાંય બહાર જવાનો કાર્યક્રમ બનાવશો. આપના માટે આર્થિક લાભનો માર્ગ ખુલશે. આપ પોતાના કાર્યને ગંભીરતાથી લેશો અને તેનું સકારાત્મક ફળ મળશે. આપ માનસિક રૂપથી ઉન્નતિ મેળવશો. આપની દરેક સમસ્યાથી આપને મુક્તિ મળશે.

—————————-.

કન્યા :
સપ્તાહની શરૂઆતમાં તમને આંશિક પ્રમાણમાં માનસિક પ્રફુલ્લિતા રહેશે પરંતુ આ સમય ખૂબ ટુંકો રહેશે. પહેલા દિવસે જ બપોર સુધીમાં આપ માનસિક વ્‍યગ્રતા અનુભવશો. કોઈ કારણસર કદાચ સ્‍વજનોથી દૂર જવાનું થાય. કોર્ટ કચેરીના કામમાં તેમજ કોઇના જામીન થવાની બાબતમાં ખૂબ કાળજીથી કામ લેવાની સલાહ છે. મૌનવ્રત ઘણી ઉપાધિઓથી દૂર રાખશે. સપ્તાહના મધ્યમાં વેપારીઓને નફાકારક સોદા થશે. પુત્ર અને ૫ત્‍નીથી લાભ થવાની પણ શક્યતા છે. પ્રવાસ ૫ર્યટનનું આયોજન થશે તેમ જ લગ્‍નોત્‍સુક પાત્રો માટે લગ્‍ન આડેથી અવરોધો દૂર થશે. સપ્તાહના અંતિમ તબક્કામાં ફરી આપની ગાડી પાટે ચડવા લાગશે. આપનાં કાર્યો પાર પડવાથી આનંદ ઉત્‍સાહમાં વધારો થશે. મન તાજગી અને પ્રફુલ્‍લિતતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ ૫ર્યટનનો કાર્યક્રમ ઘડાય. આપના પર લક્ષ્મીજીના ચાર હાથ રહેશે. આર્થિક લાભ થાય. આપ તમામ કાર્યો સ્‍વસ્‍થતા અને સરળતાથી પાર પાડી શકશો. આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે સપ્તાહનો અંતિમ તબક્કો ઉત્તમ છે. જોકે ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ છોડી દેજો.

—————————-.

તુલા :
તા 13,14 અને 15 બપોર સુધીનો સમય આપના અનુભવથી નોકરી અને વ્યવસાયમાં સારો નિર્ણય લઇ શકશો જે ઘણું લાભકર્તા રહેશે. દરેક વિઘ્ન પાર પાડીને આગળ વધશો. આપને ઈશ્વરમાં આસ્થા વધશે અને તેનાથી તમારું મનોબળ તેમજ આત્મવિશ્વાસ પણ વધશે. આ કારણે તમે કોઈપણ નિર્ણય વધુ સ્પષ્ટ માનસિકતા સાથે લઈ શકશો. તા 15 થી સૂર્ય આપની રાશિથી આઠમાં સ્થાનમાં ભ્રમણ કરતા શત્રુ આપની વિરુદ્ધમાં ષડ્યંત્ર કરી શકે છે. કોઈપણ કામ ધીરજથી કામ લેવું. આ સમયમાં ખાસ કરને બ્લડપ્રેશર, હૃદય સંબંધિત બીમારી, પીઠદર્દ હોય તેમને સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે. દાંપત્યજીવન માટે મધ્યમ રહેશે. સાસરી તરફથી કોઈ અશુભ સમાચાર મળી શકે છે અથવા શ્વસુર પક્ષની કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ શકે છે. તા 16 થી શુક્ર નવમાં સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમયમાં અપેક્ષા કરતા વધુ ધન લાભ થશે. લાંબા પ્રવાસનું આયોજન થશે. તા 15 બપોર પછી અને 16,17 દરમિયાન ઘરની બાબતને લઇને ચિંતા રહેશે. બેચેનીભાર્યા દિવસ રહેશે. આપનું કોઈ કાર્ય સમય પર પુરું નહીં થાય. આપની પોતાની વ્યક્તિ શત્રુ બનતી લાગે. તા 18 ,19 દરમિયાન કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળશે. સ્વ-પરાક્રમથી સફળતા મેળવશો.

—————————-.

વૃશ્ચિક :
તા 13 અને 14 દરમિયાન પરિવાર સાથે સમય આનંદ પૂર્વક પસાર થશે. શત્રુઓનો પરાજય થશે. પરિવારના સભ્યો પાછળ ખર્ચ રહેશે. પરિવારની ખુશી માટે તમે વાહન, ઈલેક્ટ્રોનિક ચીજો, ગેઝેટ્સ અથવા ફર્નિચર જેવી ચીજોમાં ખર્ચ કરી શકો છો. તેમની સાથે નાના કે મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય છે. તા 15 થી સૂર્ય આપની રાશિથી સાતમાં સ્થાનમાં ભ્રમણ કરશે પત્ની તથા સંતાનની તબિયતનું ધ્યાન રાખવું. આ સમય દરમિયાન કરેલ પ્રવાસમાં તકલીફ આવી શકે છે. આપના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. શુક્ર આપની રાશિથી અષ્ટમ સ્થાનમાં ભ્રમણ કરશે જેથી સાસરી તરફથી તેમજ ભાગીદાર અને પત્ની દ્વારા ધનલાભ થશે. વિલ વારસા દ્વારા આકસ્મિક લાભ થશે. વિદ્યાભ્યાસમાં સ્થિતિ સામાન્ય રહેશે. તા 15,16 અને 17 દરમિયાન ક્યાંયથી કોઈ શુભ સમાચાર મળશે. આપ કોઈને મદદરૂપ થશો. દરેક અધૂરા કાર્ય પૂરા થશે. તા 18 અને 19 દરમિયાન અષ્ટમ ચંદ્ર ઘાતક રહેશે. વૈવાહિક જીવન મધ્યમ રહેશે. યુવાનો માટે સમય નિરુત્સાહી રહેશે. નોકરીમાં પણ પ્રતિકુળ વાતાવરણ રહેશે. ભાગીદાર પર નજર રાખવી હિતાવહ રહેશે.

—————————-.

ધન :
સપ્તાહના આરંભે તા. 13 અને 14ના બપોર સુધીનો સમય સર્વ રીતે લાભકારી રહેશે. નોકર-ચાકર, વાહન અને ભૌતિક સુખ સાધનમાં વધારો થશે. વીમા જેવી કોઈ આર્થિક રોકાણની યોજનામાં આપ રોકાણ કરશો. જે કાર્યમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. મિત્રોથી લાભ રહેશે. સમય આપના પક્ષમાં રહેશે. તા. 15ના રોજ આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં સૂર્યનું ભ્રમણ થતું હોવાના કારણે આપના ખર્ચનું પ્રમાણ વધશે. કોર્ટ-કચેરીના કેસમાં સાચવવાનો સમય છે. વારસાગત મિલકતોના પ્રશ્નો પણ હાલમાં છંછેડવા જેવા નથી. મિત્રો સાથે સંબંધો સુધરે વિદેશ યાત્રાનો યોગ છે. તા. 15 બપોર પછી અને તા. 16 અને 17 દરમિયાન દિવસો તણાવભર્યા પસાર થાય. ઘર-પરિવારમાં દુઃખનો પ્રસંગ બની શકે. કોઈ અપ્રિય ઘટના ઘટી શકે છે. નોકરિયાતોને પણ બીજાની ભુલના કારણે ઉપરીનો ઠપકો સાંભળવાની નોબત આવી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ઉઘરાણીના કાર્યોમાં અપેક્ષિત સફળતા નહીં મળે. પતિ-પત્નીના સંબંધોમાં કટુતા આવી શકે છે. તા. 18 અને 19 દરમિયાન ઘર માટે કોઈ નવી વસ્તુ ખરીદશો. આપના નોકરી તથા વ્યવસાયમાં સુધારો થશે. આપના ઘરના કામ-કાજમાં પણ સરળતા રહેશે. આપના યશ,માન,પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિસ્થિતિ સંપૂર્ણ પણે આપની તરફેણમાં રહેશે.

—————————-.

મકર :
સપ્તાહની શરૂઆતમાં તારીખ 13 અને 14ના રોજ ભાગ્‍ય સાથ ન આપતું હોય તેમ લાગે. કોઈને કોઈ કારણોસર કામ ખોરંભે પડે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. તા. 15 કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઊંડો રસ લઇ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરવાનો થશે. એટલે કે બંને મોરચે લડવું પડશે. ટેન્શનપૂર્ણ સમયમાં અકસ્‍માતથી સાચવવું. પત્નીનું આરોગ્‍ય ચિંતા કરાવે. સપ્તાહના મધ્યમાં આપ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો. તા. 15,16 તથા તા. 17 તેમના તરફથી ભેટસોગાદો મળે અને આપ પણ મિત્રો પાછળ ધનખર્ચ કરો. નવા મિત્રો પણ બનશે જે ભવિષ્‍યમાં લાભદાયક સાબિત થાય. સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. સંતાનોથી લાભ થાય. રોજિંદી જીવનશૈલીથી દૂર થઈ સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. તા. 17 બપોર પછી અને તા. 18,19 દૂર વસતા સ્‍વજનના સમાચાર મળે અથવા તેમના સંપર્ક થાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં. પારકી કડાકૂટમાં પડશો તો સામે ચાલીને મુસીબત વહોરી લેશો. ઝડપથી નાણાં રળવા શેર-સટ્ટો, જુગાર કે અનીતિનો માર્ગ અપનાવશો તો લાખના બાર હજાર થશે. કોર્ટ- કચેરીમાં ન પડવાની કે કોઇના જામીન ન બનવાની સલાહ છે. આપના મનની એકાગ્રતા ઓછી રહેવાથી અનિદ્રાના ભોગ બનો. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય બગડે. નાણાંની લેવડદેવડ કરતાં ધ્‍યાન રાખવું. ટૂંકમાં આ સપ્તાહ સાચવીને પસાર કરી દેવાની સલાહ છે.

—————————-.

કુંભ :
આ સપ્તાહે તમે પડતર કામો ફટાફટ પતાવતા જશો અને તમારી કાર્યક્ષમતા પણ વધશે. આપને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઇચ્છા થશે. કદાચ આપ શેર- સટ્ટા, લોટરીમાં પણ નસીબ અજમાવશો. સાવધાન! આપની જન્મ કુંડળીમાં યોગ ન હોય તો આ બધી વસ્તુઓથી દૂર રહેવું. રોકાણમાં હંમેશા લાંબાગાળાનું જ આયોજન કરવું. જો આપના ઘરમાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા આખા મીઠાના ગાંગડાને પાણીમાં નાખી તે પાણીના પોતા કરવાથી ઘરમાં રહેલી નેગેટીવ એનર્જી ધીરે- ધીરે દૂર થશે અને ઘરનું વાતાવરણ પોઝિટીવ થતું જશે. વિદેશ સંબંધિત કામો ગતિ પકડશે પરંતુ સફળતા પહેલા અવરોધોનો સામનો કરવો પડશે. આવા સમયે તમે ધ્યાન, મેડીટેશન, તંત્ર-મંત્ર, યજ્ઞો, અનુષ્ઠાનનો સહારો લેશો. તમારામાં ઉદારતા વધશે. વાહન ખરીદવાનું આયોજન કરતા જાતકોએ શક્ય હોય તો વ્હાઇટ, ચમકીલું, ઓફ વ્હાઇટ વાહન લેવું. ગણેશજી આપને સપ્તાહના અંતિમ ચરણમાં થોડો આરામ કરવાની સલાહ આપે છે. જો આપ એવું નહીં કરો તો તબિયત બગડતા વાર નહીં લાગે. ઘડીમાં આનંદ અને ઘડીમાં દુ:ખ થાય. આમ આત્મા અને મન વચ્ચે આપ અટવાયા કરશો. આવા સમયે તમને શરીરમાં સ્ફુર્તિનો અભાવ પણ વર્તાય. બધું હોવા છતાં ચહેરા પર રોનક ન દેખાય.

—————————-.

મીન :
તા 13 અને 14ના રોજ સફળતાનો ક્રમ ચાલુ રહેશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. કોઈ સંબંધીને ત્યાં મળવા જવાનું થશે. ત 15થી ભાગ્યનો સાથ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. ભાઈઓથી લાભ રહેશે. આપના સાહસમાં વધારો થશે. ઘરમાં નવી સાજ સજાવટ થશે. ભૌતિક સુખ ઉપલબ્ધ થશે. માતાનું સુખ મળશે. જાહેરજીવનમાં માનસન્માન મેળવશો. તા 15, 16 અને 17 દરમિયાન ઘરમાં કોઈ માંગલિક કાર્ય થશે. લાંબા સમયથી ચાલતી ચિંતાનો અંત આવશે. સફળતા એટલી નહીં મળે પણ સફળતા માટે કરેલા પ્રયાસો આપને સંતોષ આપશે. તા 18 અને 19 દરમિયાન મહેનત કરવા છતાં સફળતા નહીં મળે. આપના આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. આપની પ્રતિષ્ઠાને નુકસાન થઇ શકે છે. આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સ્‍ત્રી મિત્રોથી આપને વિશેષ લાભ થાય. દાંપત્‍યજીવનના માધુર્યને માણી શકશો. આવકવૃદ્ધિની શક્યતા છે. વિદ્યાર્થી વર્ગ માટે સામાન્ય સપ્તાહ રહેશે. અભ્યાસમાં એકાગ્રતા માટે સ્ટડીરૂમમાં અભ્યાસનું ટેબલ એવી રીતે ગોઠવવું કે જેથી વાંચતી વખતે મોં ઉત્તર-પૂર્વ, ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે. આપને મિત્રો થકી લાભ મળશે. નવા મિત્રો થાય જે ભવિષ્‍યમાં તમને લાભદાયી પુરવાર થશે.

—————————-.

સાપ્તાહિક રાશી ભવિષ્ય
Comments (0)
Add Comment