ફૂલોના વ્યવસાયમાં કોમી એકતા… ‘અભિયાન’માં દેશ-દર્પણમાં ‘ફૂલોની ખેતી દ્વારા કોમી એખલાસનો સંદેશ આપતું ગામ’ની વિગતો જાણી ગૌરવની લાગણી થઈ. મુસ્લિમ પરિવારો ફૂલોની ખેતી કરી તે વ્યવસાયમાં ફૂલોની માળ બનાવી હિન્દુ મંદિરોમાં શણગાર માટે ઉપયોગમાં લેવાય છે. રામનવમી કે દુર્ગાપૂજા જેવા મોટા ઉત્સવો માટે વિશેષ માળા તૈયાર કરી આપે છે. કોમી એકતાનું ઉમદા ઉદાહરણ ધનબાદના ગામે પ્રસ્થાપિત થયું.