સોશિયલ મીડિયા પર પ્રાયવસીનો મુદ્દો... ‘ફેસબુકની ખોરી દાનત…’માં વિગતો વાંચી. સોશિયલ મીડિયા પરની તમામ એપ્લિકેશન્સ પર રજિસ્ટ્રર્ડ યુઝર્સ થવા માટેની માહિતીમાં તમે જે સિલેક્ટ કરો તે મુજબ તમારું પ્રોફાઇલ બને છે. ફેસબુક આટલી મોટી સોશિયલ મીડિયામાં એપ્લિકેશન પર દોષનો ટોપલો નાંખવો વાજબી નથી. તેની દાનત ‘ખોરી’ ના કહેવાય. આપણા પ્રોફાઇલ બનાવતા આપણી ‘સમજ’ સ્પષ્ટ રાખવી જોઈએ કે કઈ માહિતી આપણે પબ્લિકમાં શેઅર કરીએ છીએ અને કંઈ નથી કરતા. આમ જોવા જઈએ તો ‘ગૂગલ’ એકાઉન્ટ ધરાવનાર તમામ યુઝર્સની રજેરજની માહિતી ગૂગલ પાસે પહોંચી જાય છે.