સાપ્તાહિક રાશી ભવિષ્ય….

તા. 06-05-2018 થી તા. 12-05-2018

મેષ : તા. 6, 7 અને તા. 8 દરમિયાન નવું કાર્ય કરવાની પ્રેરણા મળશે. સાથોસાથ બાકી રહેલા જુના કાર્યો પૂર્ણ કરવાના સંજોગો ઉભા થશે. આર્થિક જરૂરિયાત પ્રમાણે પૈસાની વ્યવસ્થા થઇ જશે. અગાઉ કરેલા રોકાણમાં સારું વળતર મળશે. આપના ધંધાકીય કામકાજ માટેનાની મુસાફરી થશે અને તે ફાયદાકારક રહેશે. નોકરી – ધંધામાં ઉતાવળે લીધેલા નિર્ણયના કારણે આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. તા. 9, 10 દરમિયાન આપનું કામ સરળતાથી પાર પડશે. આ સમય લાભદાયી હોવાથી તેનો મહત્તમ ફાયદો ઉઠાવવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. પ્રેમસંબંધોમાં સફળતા મળશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. આપનું કાર્ય સામાન્ય ગતિ કરતા ઝડપથી થશે. આપ નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. તા 10થી બુધ આપની રાશિમાં સૂર્ય સાથે ભ્રમણ કરતા વેપાર-ધંધા અને નોકરી માટે સારું રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા આપશે. તા. 11, 12ના રોજ આપના માટે કોઈ કંકાસ તથા ઝગડાનું કારણ ઉદ્ભવી શકે. માનસિક ચિંતામાં વૃદ્ધિ થાય. નકામાં કાર્યોમાં તમારો કિંમતી સમય વેડફાય તેવી સંભાવના હોવાથી કામનું શિડ્યુલ અગાઉથી નક્કી કરવાની સલાહ છે. સપ્તાહના અંતિમ ચરણમાં વ્યવસાયમાં નુકસાનની સંભાવના હોવાથી નવી ખરીદી, વિસ્તરણ કે અન્ય કોઈપણ આયોજનમાં સાવધાની રાખવી. સેલ્સ અને માર્કેટિંગ, શિક્ષણ, કન્સલ્ટન્સિ વગેરેમાં જોડાયેલા જાતકોએ વાણી પર સંયમ રાખવો, અન્યથા આપના માટે નુકસાનકર્તા રહેશે.
———————————.

વૃષભ : તા. 6, 7 અને તા. 8 દરમિયાન આપનું મન અસમંજસની પરિસ્થિતિમાં રહેશે માટે આર્થિક બાબતે ધીરજ પૂર્વક અને ખૂબ સાવચેતી સાથે લેવડદેવડ કરવી. નાના ભાઈબહેનો સાથે દલીલોમાં પડવું નહીં. આપ વિદેશયાત્રાનું આયોજન કરો તેવી સંભાવના છે. વિદેશયાત્રામાં તકલીફ ન પડે તેની સાવચેતી રાખવી ખુબજ જરુરી છે. તાત્કાલિક લાભ લેવાના ચક્કરમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. તા. 9 અને 10ના રોજ ધીરેધીરે સમયની ચાલ આપના પક્ષમાં રહેશે. વ્યવસાય કે નોકરીમાં કાર્યક્ષેત્રમાં આપને કોઈ નવું પદ મળે અથવા પગારવૃદ્ધિ સાથે બઢતી મળે તેવી સંભાવાન છે. બોસ સાથે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આપના વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિ દેખાશે. આપના માન-પ્રતિષ્ઠામાં વધારો સૂચવે છે. આપના કાર્યો બહુ સારી રીતે પાર પડશે. ધંધામાં કરેલી પરિવર્તનથી લાભ થાય. વડીલ વ્યક્તિઓ સાથે વાદવિવાદ થાય. તા. 11 અને 12ના રોજ આપને મિત્રો, પરિવારથી પૂરો સાથસહકાર મળશે. આપના માટે આ સમય મહત્ત્વના કાર્યો પાર પાડવા અનુકૂળ રહેશે. વ્યવસાયમાં આપ નવી પદ્ધતિ અપનાવશો જેના ફળસ્વરૂપ ફાયદાનું પ્રમાણ ખુબ ઊંચું રહેશે. આ સમયને તમે પ્રબળ તકમાં લાભ ફેરવી શકશો. આળસ દૂર થતા આપનું મન વધુ કાર્યશીલ રહેશે. જેથી કામકાજ અને આજીવિકાની બાબતમાં વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ થશે.
———————————.

મિથુન : તા 6, 7, 8 દરમિયાન અષ્ટમ ચંદ્ર હોવાથી આપના માટે ઘાતક રહેશે, તેમજ કોઈ દુર્ઘટના થઇ શકે છે. તમારું મન અશાંત રહેશે અને કોઈ કામમાં એકાગ્રતા નહીં જળવાય. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં ગરબડ થઇ શકે છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું. કાર્યમાં વિધ્ન આવી શકે છે. શત્રુઓથી સાવધાન રહેવું. આપના ગુસ્સા પર નિયંત્રણ રાખવું તા. 9 અને 10 દરમિયાન સરકારી કાર્યોમાં સફળતા મળશે. આપના આત્મવિશ્વાસના કારણે આપ આપની સમક્ષ આવેલી મુશ્કેલીમાંથી રસ્તો કાઢી લેશો. આપની અથાગ મહેનતને કારણે આપના અટકેલા કાર્યો પુરા થશે. આપ આધ્યાત્મિકતા તરફ ખેંચાણ અનુભવશો અને ધર્મ સ્થળની મુલાકાત લેશો તથા પૂજા-પાઠમાં સમય વ્યતિત કરશો. તા. 11 અને તા. 12 દરમિયાન આપને સગા સંબંધી, મિત્રોના સંબંધમાં અને આત્મિયતામાં વધારો થયાની અનુભૂતિ થશે. પ્રણય પ્રસંગમાં સફાળતા પ્રાપ્ત થશે. આપ બહાર હરવા-ફરવામાં ખર્ચો વધશે. વ્યવસાય-વ્યાપાર માટે કરેલી મહેનત હાલમાં સફળ થતી દેખાશે. કોઈ નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે પણ શુભ સમય છે. આપના વ્યવસાય સંબંધી યાત્રા કરવી પડશે જે આપના માટે ફળદાયી રહેશે.
———————————.

કર્ક : તા. 6, સરકારી કામકાજમાં સફળતા મળે. ધંધામાં સારી પ્રગતિ થાય. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે. નોકરીમાં પ્રમોશનની આશા રાખી શકો છો. આરોગ્યની કાળજી લેવી જરૂર છે. ખાસ કરીને સંધીવા અને સ્નાયુઓમાં દુખાવાના રોગ થવાની શક્યતા છે. કોર્ટ કચેરીને કારણે માનસિક ડિપ્રેશનનો ભોગ પણ બની શકો છો. માનસિક શાંતિ માટે યોગ કરવાથી લાભ રહે. તા 7 અને 8 ના બપોર સુધીનો સમયમાં પતિ-પત્ની વચ્ચેની ઉભી થયેલી ગેરસમજ દૂર થશે. જેના કારણે આપ રાહત અનુભવશો. આપ પૈતૃક-વારસાગત મિલકતની દેખરેખમાં વ્યસ્ત રહેશો. આપનું ધૈર્યબળ આપને સફળતા અપાવશે. આપ કોઈ વિશેષ આયોજનની તૈયારી કરશો પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું છે. તા. 8 બપોર પછી થી તા. 10ની સાંજ સુધી આર્થિક રૂપે નિષ્ફળતાનો સામનો કરવો પડશે જેથી આપને નિરાશા થઈ શકે છે. ગરમી કે લૂ લાગવાથી સાચવવું. સ્વાસ્થ્યના કારણે દવાખાનાના ચક્કર કાપવાનો વારો આવી શકે છે. કોઈ અશુભ સમાચાર મળી શકે છે. રૂપિયા-પૈસાની બાબતમાં કોઈની ઉપર ભરોસોના મુકવો. તા. 11 અને 12 દરમિયાન સમય ફરીથી બદલાશે. વેપાર-ધંધામાં લાભ મેળવશો. બેરોજગાર જાતકોને કામ મળવાની શક્યતા છે. કોર્ટ-કચેરીમાં નિર્ણય આપની તરફેણમાં રહે. આપ સ્વબળે સફળતા મેળવશો.

———————————.

સિંહ : સપ્તાહના પૂર્વાર્ધમાં આપને સંપત્તિ સંબંધી શુભ સમાચાર મળશે. આપની માનસિક અને શારીરિક ક્ષમતામાં સુધારો આવશે. ક્યાંયથી શુભ સમાચાર મળશે. પારિવારિક સુખ શાંતિમાં વધારો થશે. મુસીબતના સમયમાં આપ પરિવારને આપની સાથે જોશો જેથી આપનું મનોબળ પણ વધશે . તા 9, 10 દરમિયાન આપની નોકરીમાં આપના માટે સમય લાભદાયી રહેશે. નોકરીમાં આપ આપનું લક્ષ્યાંક મેળવશો. નવા લોકો સાથે સંપર્ક થશે અને તેમની સાથે હાલમાં બંનેલા સંબંધો ભવિષ્યમાં પ્રોફેશનલ મોરચે ખુબ લાભદાયી રહેશે. હાલના પ્રોફેશનલ સંબંધોને તમે પારિવારિક સંબંધોમાં પરિવર્તિત કરવાનો પણ પ્રયાસ કરશો. કામકાજમાં કદાચ કોઈ તબક્કે પરિણામ આપની તરફેણમાં નહીં મળે પણ આપ પ્રયત્નશીલ રહેશો. તા 11 અને 12 દરમિયાન આપના માટે તણાવપૂર્ણ દિવસ રહેશે. સંતાનની કારકિર્દીની દિશા નક્કી કરવા માટે આપ ચિંતિત રહેશો. આપની કોઈ વસ્તુ ગુમ થઇ શકે છે અથવા ચોરી થઇ શકે છે. જીવનસાથી જોડે તકરાર થઇ શકે છે. આપ મહેનત તો ખુબ કરશો પણ તેના પ્રમાણમાં આપને ફળ નહીં મળે. ભાગીદારની દરેક વાત પર નજર રાખવી આપના માટે હિતાવહ રહેશે.
———————————.

કન્યા : પરિવારના સભ્યો સાથે વ્યવહારમાં કાળજી લેવી. શરદી, કફ, છાતીમાં દુખાવો, શ્વાસની બીમારી, આંખની સમસ્યા હોય તેમણે કાળજી રાખવી. નકારાત્‍મક વિચારો આપના મન પર હાવિ ન થાય તેનું ધ્‍યાન રાખવું. જોકે આ તબક્કો ટુંકો રહેશે. તુરંત આપની ગ્રહદશામાં સુધારો આવશે. વિચારોમાં દૃઢતાથી કાર્યો સારી રીતે પાર પાડી શકશો તેમ જ મહત્વના નિર્ણયો લેવા માટે પણ યોગ્ય સમય છે. આપની સર્જનાત્‍મક અને કલાત્‍મક શક્તિમાં વૃદ્ધિ થાય. પ્રેમીજનોનો રોમાન્‍સ વધુ ગાઢ બનશે. મિત્રો સ્‍વજનો સાથે મિલન મુલાકાત થાય. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે. ઉત્તમ દાંપત્ય સુખ માણી શકશો. વેપારધંધાના ક્ષેત્રે કોઈ નવી શરૂઆત માટે લાભદાયી સમય છે. મોસાળપક્ષ તરફથી લાભની અપેક્ષા રાખી શકો છો. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ આપની કામગીરીથી સંતુષ્ટ થશે. બઢતી મળવાની શક્યતા છે. વ્યવસાયિક અને પારિવારિક જીવનમાં કોઈ મહત્વના મુદ્દે ચર્ચાવિચારણા થાય. નોકરિયાત વર્ગને ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓએ સ્ટડી ટેબલ પર સ્ફટિકનો દડો અથવા લાકડાનો પિરામિડ લટકાવવો. તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધશે અને તમામ વિઘ્નો દૂર થશે.
———————————.

તુલા : તા 6 ,7 અને 8 દરમિયાન આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેશે. અતિ વ્યસ્તતાના કારણે ઉતાવળમાં નુકસાન કરી લેશો. ઉપરી અધિકારીનો ઠપકો સાંભળવો પડે. તા 9 અને 10 દરમિયાન વ્યવસાયના નિર્ણયો ગંભીરતાથી લેશો જેનું પરિણામ સકારાત્મક આવશે. મકાન સંબંધી કાર્ય આગળ વધશે. આપની લાગણીઓનો લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. આપની બુદ્ધિ અને વિવેકથી આપનું કાર્ય ધર્યા કરતા જલદી પૂર્ણ થશે. તા 10થી બુધ આપની રાશિથી સાતમાં સ્થાનમાં ભ્રમણ કરતા પારિવારિક સબંધો સારા રહેશે. ખર્ચાનું પ્રમાણ વધશે. પ્રણય સંબંધમાં આપ ખુશી અને આનંદ મેળવશો. તા 11 અને 12 દરમિયાન ઉપરી અધિકારી સાથે શાણપણથી કામ લેવું હિતાવહ છે. નવા વાહનની ખરીદી કરશો. તમે પોતાની આસપાસના માહોલને વધુ અનુકૂળ બનાવવા ગેઝેટ્સ અથવા સુશોભનની ચીજો પાછળ ખર્ચ કરો તેવી શક્યતા પણ છે. પ્રણય પ્રસંગમાં સફળતા મળશે પણ પરંતુ લગ્નેતર સંબંધ હશે તો જાહેર થતા જીવનસાથી જોડે આપને અણબનાવ થઈ શકે છે. આ સમયમાં કોઈપણ કામ ધૈર્યથી કરવાની સલાહ છે.
———————————.

વૃશ્ચિક : આ સપ્તાહના પૂર્વાર્ધમાં તમારી સામાજિક સક્રીયતા વધશે. તા 6 ,7 અને 8 ના રોજ આપ કોઈ કાર્યક્રમમાં જવાનું થશે. ઘર-પરિવાર અને કામકાજ વચ્ચે સારો તાલમેલ રાખશો. કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થશે. આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે. રોજિંદી આવકમાં વધારો કરવા માટે તમે સક્રીય થશો અને કંઈક નવું આયોજન કરો તેવી સંભાવના પણ છે. વ્યવસાયમાં ઉચિત લાભ મળશે. રોજગારની સારી તક મળશે. તા 9 અને 10ના રોજ માતાપિતા સાથે મનદુઃખ થશે. જીવન લક્ષ્યહીન લાગશે. વ્યવસાયમાં નુકસાન થઇ શકે છે માટે સાવચેતી રાખવી અને કામની ગુણવત્તામાં ક્યાંય બાંધછોડ ન કરવી. વધુ પડતો વિચાર કરવામાં કોઈ સારી તક ચુકી જશો. સંતાનની વાતને લઇને ચિંતા રહેશે. પોતાની વ્યક્તિઓ વિશ્વાસઘાત કરી શકે છે. સાવધાન અને સતર્ક રહેવું. તા 10થી બુધ આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે સમય મધ્યમ રહેશે. પ્રણય સંબંધમાં ગેરસમજ થઇ શકે છે. પરિવારના સભ્યો સાથે કારણ વગરનો વિવાદ ટાળવો. વિદેશગમનના યોગ બની શકે છે. નોકરી ધંધા માટે પણ સારો સમય રહેશે. તા 11 અને 12ના રોજ સ્વાસ્થ્ય સારું રહશે. પરિવારમાં વાતાવરણ ખુશીનું રહેશે.

———————————.

ધન : તા 6 ,7, 8 દરમિયાનના રોજ ધન પ્રાપ્તિનો યોગ છે. અગાઉના રોકાણમાંથી કમાણી થવાની શક્યતા બનશે. તમારી મહેનતનું ફળ મળવાથી આત્મસંતોષ અનુભવશો. નવા શુભ કાર્ય કરવા માટે એકદમ અનુકૂળ સમય છે. તા. 9 અને તા. 10 દરમિયાન સમય ખરાબ છે. આપને પરેશાનીનો સામનો કરવો પડશે. સમય ચિંતાદાયક પસાર થશે. કોઈ સગા-સંબંધીની ખબર કાઢવા હોસ્પિટલની મુલાકાત લેવી પડે. આપનો સમય નિરર્થક કાર્યમાં વેડફાઈ જશે. તા. 11 અને તા. 12 દરમિયાન માનસિક શાંતિ રહેશે. પરંતુ મનમાં અંદરથી એક અસમંજસ પૂર્ણ પરિસ્થિતિ રહેશે. કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થાય. ઘર માટે કોઈ નવી ખરીદી કરશો. આપને સગા સંબંધી, મિત્રો સાથે સંબંધમાં આત્મીયતામાં વધારો થયાની અનુભૂતિ થશે. પ્રણય પ્રસંગમાં સફળતા પ્રાપ્ત થશે. આપ બહાર હરવા-ફરવામાં વધુ નાણાં ખર્ચશો. આપના વ્યવસાય-વ્યાપાર માટેની કરેલી મહેનત સફળ થતી દેખાશે. કોઈ નવા કાર્યની શુભ શરૂઆત કરવા માટે પણ સારો સમય છે. આપના વ્યવસાય સંબંધી યાત્રા કરવી પડશે જે આપના માટે ફળદાયી રહેશે.
———————————.

મકર : મનની ચંચળતા સાથે સપ્તાહની શરૂઆત થાય પરંતુ સપ્તાહના મધ્ય બાદ મનમાં દૃઢતા વધે અને આપ ચોક્કસ દિશામાં મનોમંથન કરો. માનસિક થાક વર્તાય. સ્વભાવમાં લાગણીશીલતા રહેશે. સ્‍થાવર મિલકત બાબતમાં હાલ નિર્ણય મોકૂફ રાખવો. અકસ્માતના યોગ હોવાથી રસ્તા પર જતી વખતે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું. તા.7 તથા 8 માનસિક વ્‍યગ્રતાને દૂર કરવા આધ્યાત્મિકતા યોગનો સહારો લેવો. લોકહિતનું કાર્ય આપના હાથે થશે. વિદ્યાભ્‍યાસ માટે સમય મધ્‍યમ છે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો પ્રોજેક્ટ વર્કમાં વ્યસ્ત રહેશે. નિકટના લોકોના કાર્યમાં ઇચ્‍છા- અનિચ્‍છાએ જોડાવું પડે. સપ્તાહના મધ્યમાં આપ શારીરિક અને માનસિક થાક અનુભવો. તા. 9 અને 10 ના રોજ સંતાનોની બાબતમાં આપને ચિંતા રહે. કામની દોડાદોડમાં પરિવાર પ્રત્‍યે ઓછું ધ્‍યાન અપાય. ગુસ્સા પર અંકુશ રાખવો અને જોખમોથી દૂર રહેવું. પેટના દર્દ, અપચો, મંદ જઠરાગ્નિની ફરિયાદ રહે. સરકારી કાર્યોમાં સફળતા મળે. સપ્તાહના અંતે આર્થિક લાભ મળશે. તા. 11 અને 12 મ્યુચ્યુઅલ ફંડ, શેર, બોન્ડ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાનું રોકાણ કરી પરિવારનું અને પોતાનું ભાવિ સુરક્ષિત કરશો. સ્‍વાસ્‍થ્ય સુખાકારી જળવાઈ રહેશે. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થવાની શક્યતા છે. ઉતાવળે નિર્ણય લઈને પસ્તાવું ન પડે તેનું ધ્યાન રાખવું. પ્રેમ પ્રસંગોમાં સમર્પણની ભાવના વિકસાવી સુખી લગ્નજીવનનો પાયોનાખી શકશો. મિત્રો અને કુટુંબના સ્‍વજનો સાથે ખૂબ આનંદમાં સમય પસાર થાય.

———————————.

કુંભ : કોર્ટ કચેરીને લગતા કામકાજમાં મહેનતને અંતે અંશત: સફળતા મળી શકે છે. કોઇપણ પ્રકારનું દેવું ન કરવું, તેમજ ઉધાર ન લેવું. ભૂલથી પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારે ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. સાથે- સાથે ગુસ્સો અને વિના કારણનો આક્રોશ ન કરવો. પડોશી જોડે સંબંધો બગડવા, ઝઘડા થવાની શક્યતા છે. તમે પોતાના માટે જો સમય નહીં કાઢો તો તમારો સ્વભાવ ચીડિયો થઇ જશે અને જેથી તબિયત પણ બગડી શકે છે. તમારી આસપાસના લોકો તમારી પ્રગતિની ઇર્ષ્યા કરીને તમારી સામે પડી શકે છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જો સાચી દિશામાં આ શક્તિને વાળશો તો ઘણા અદભૂત અને ઉત્તમ પરિણામો મળશે. મનમાં થોડો ઉચાટ, ગભરામણ અને અજ્ઞાત ડર હશે. ખોટા માણસોનો જો સંગાથ હોય તો તેમનાથી દૂર રહેવામાં જ ગણેશજી ભલાઇ જોઇ રહ્યા છે. જેમાં હાથ નાંખો ત્યાં નિરાશા ઉત્પન્ન થઇ શકે છે. ઇલેક્ટ્રોનિક્સના સાધનો જેવા કે એ.સી, ફ્રીઝ, કુલર પણ વસાવી શકો છો. શુક્ર પોતે વૈભવનો કારક હોવાથી આપ હિલસ્ટેશને જઇને પણ મનોરંજન પાછળ ખર્ચ કરી શકો છો. આપની આવકની ગતિ ધીમી પડશે પણ મક્કમ ગતિએ આગળ વધતી હશે. વડીલો અથવા સંત જેવું વ્યક્તિત્વ ધરાવતી વિભૂતિઓનું સાનિધ્ય પ્રાપ્ત થાય તેમજ તેમના આશીર્વાદ મેળવવાની તક સાંપડે. આવા સમયે પોતાની જાતને ઓળખવાનો સમય મળશે અને આપ અંતરાત્માને જગાડી શકશો.
———————————.

મીન : તા 6, 7 અને 8ના રોજ આપની પ્રગતિનો આનંદ લશો. પારિવારિક બાબતોમાં સમાધાન થશે. પ્રણય પ્રસંગોમાં સફળતા મળશે. મુલાકાતના પ્રયાસો સાર્થક રહેશે. પહેલી વખત ડેટિંગ પર જતા જાતકો માટે પણ સમય તમારી તરફેણમાં છે. વ્યવસાયમાં પ્રગતિ થશે. આપનું પૂરું ધ્યાન આર્થિક પ્રગતિ પર હશે અને તે લાભ પણ અપાવશે. તા 9 અને 10ના રોજ વ્યવસાયમાં નફાનું પ્રમાણ નહીંવત્ત રહેશે. પતિ-પત્ની વચ્ચે નાના-મોટા મતભેદ થઇ શકે છે. આપની પ્રગતિમાં અવરોધ આવશે. કોઈ બાબતનું મનમાં જ દુઃખ રહેશે. આપના કામમાં ભૂલ થશે તેમજ કાર્યમાં વિલંબ પણ થશે. તા 10થી પરિવારમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહેશે. પરિવાર અને સગાસંબંધીથી લાભ રહેશે. વિદ્યાભ્યાસમાં પ્રગતિ રહેશે. તા 11 અને 12ના રોજ દિવસો અનુકૂળ છે. આપની તિજોરીમા ધનનું આગમન થશે. આપને કાર્યસફળતા મળે તથા યશકીર્તિ મળતા આપની ગાડી ફરી પાટે ચડી જશે. જીવનસાથી અને સંતાનો સાથે નિકટતા વધશે. આવક-જાવકનું પલ્લું સરખું રહેવાથી આર્થિક બાબતોની ચિંતા નહીં સતાવે. સ્ત્રી જાતકોને ઘરવપરાશની ચીજો પાછળ થોડો ખર્ચ કરવો પડશે. વિકએન્ડમાં પ્રિયપાત્ર કે જીવનસાથી જોડે ડીનર કે લોંગ ડ્રાઈવ પર જવાની શક્યતા હોવાથી આપ ઘણા પ્રફુલ્લિત રહેશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથે પિકનિક- હોટેલ કે સિનેમા-નાટકમાં હળવી પળો માણશો,
———————————.

અભિયાનમાં ‘તમારું વીક કેવું જશે?’ કોલમમાં સમસ્યા અને નિરાકરણ વિભાગમાં તમે પણ તમારી મૂંઝવતી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. પ્રશ્ન મોકલવા માટે મેઇલ આઇડી – abhiyaan@sambhaav.com

પ્રશ્ન મોકલતી વખતે જન્મનો સમય, સ્થળ, જન્મ તારીખ અને તમારો પ્રશ્ન ત્રણ કે ચાર મુદ્દામાં લખી મોકલી શકો છો.

તમારી સમસ્યાના નિરાકરણ માટે ગણેશાસ્પિક્સ ડોટ કોમ દ્વારા નિષ્ણાત જ્યોતિષાચાર્ય દ્વારા તેના જવાબો મળી રહેશે.

સાપ્તાહિક રાશી ભવિષ્ય
Comments (0)
Add Comment