રાશી ભવિષ્યઃ તા. 22-04-2018 થી તા. 28-04-2018

મેષ :
આ સપ્તાહની શરૂઆત આપને અંગત અને પ્રોફેશનલ મોરચે કામકાજમાં સફળતાનો અહેસાસ કરાવનારી રહેશે. સપ્તાહના પહેલા દિવસે આપ અંગત જીવનમાં ખુશીનો અનુભવ કરશો. નવા મિત્રો બનશે તેમજ જુના મિત્રો સાથે ઘનિષ્ઠતા વધશે. તા. 23 અને 24 દરમિયાન દિવસ મધ્યમ રહેશે. કોઈની સાથે વાદવિવાદ થશે. તણાવ પૂર્ણ તબક્કાની અસર તમારા દાંપત્યજીવનને પણ વિક્ષેપિત કરી શકે છે. જીવનસાથી જોડે બિનજરૂરી દલીલબાજી થતા તેમને મનદુઃખ રહે. કોઈ અઘટિત ઘટના બની શકે છે. આપનો અતિ આત્મવિશ્વાસ આપના માટે ઘાતક બની શકે છે. તેના કારણે કામમાં નિષ્ફળતા મળતા આપનામાં નિરાશા વધશે. તા. 25, 26 સમય ફરીથી આપના પક્ષમાં રહેશે. આપનામાં નવું જોશ અને ઉત્સાહ રહેશે. કંઈક નવું શીખવા માટે આપનામાં અનોખો ઉત્સાહ અને તાલાવેલી જોવા મળશે. આપના સંતાનો વધુ લાગણીશીલ બનશે અને આપ પણ એની તરફ વધુ લાગણીથી જોડાશો. સાથોસાથ આપ બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરવા ઉત્સુક રહેશો. તા. 27, 28ના રોજ આર્થિક સમસ્યા પર ધ્યાન આપશો. વ્યવસાયમાં અને દરેક કાર્યમાં સફળતા મળશે. સપ્તાહનું અંતિમ ચરણ આપના માટે વધુ લાભદાયી રહેશે. સારા વસ્ત્ર અને સારા ભોજનની પ્રાપ્તિ થશે. આનંદપ્રમોદ માટે સારો સમય છે. ક્યાંયથી શુભ સમાચાર મળશે. મિત્રો તરફથી પણ સારો લાભ થશે. શેર-સટ્ટાથી લાભ થાય. સંગીત કે કલાક્ષેત્રે પ્રગતિ થાય. પરિચિત વ્યક્તિ સાથે મધુર સંબંધો વધે.
—————————.

વૃષભ :
તા. 22ના બપોર સુધી થોડું હતાશા ભર્યું આપને લાગશે. કમિશન કે દલાલી અથવા કન્સલ્ટીંગ કામથી આર્થિક લાભ થવાના યોગો છે. તા. 22ના બપોર પછી અને તા. 23, 24 દરમિયાન આપના માટે દિવસો લાભદાયી રહેશે. ધન પ્રાપ્તિના યોગ છે. આપના કરેલા રોકાણનું વળતર સારું મળશે. આવક વધારવાની અને અગાઉ કરેલા રોકાણનું વધુ વળતર મેળવવાના આયોજનના વિચારોમાં ગળાડૂબ રહેશો. નોકરીમાં આપને સફળતા મળશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. તા. 25 અને 26 દરમિયાન રાહુને ચંદ્ર હોવાથી પ્રતિકૂળ વાતાવરણ રહેશે. ઘરમાં કલેશ પૂર્ણ વાતાવરણ રહેશે. માનસિક ચિંતા રહેશે. આપના માટે દરેક વાતે સતર્કતા રાખવી જરૂરી છે. આપ કોઈ વાતને લઈને અંદરને અંદર ચિંતા કર્યા કરશો. આપનો સમય સાથ નહીં આપે. આપનાથી ભૂલ થવાની શક્યતા ખુબ છે. આપનો સમય વ્યર્થ કામમાં વેડફાશે. તમારું મન કોઈ પણ કામમાં લાગશે નહીં. તા. 27 અને 28 દરમિયાન વિધ્ન, નકારાત્મક પરિસ્થિતિ કે તેના વિચારો ધીરેધીરે દૂર થઇ રહ્યા હોય તેવું લાગશે. આપ પોતાની રીતે દૃઢ મનોબળથી અને સમજ શક્તિ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવશો.
—————————.

મિથુન :
તા. 22, 23 અને તા. 24 બપોર સુધી આપના કાર્યમાં અને અંગત બાબતોમાં બદલાવ આવશે. આપે ખાસ કરીને સ્વાસ્થ્યમાં કાળજી રાખવી જરૂરી છે. આપની વાણી પર નિયંત્રણ રાખવું. યોજનાબદ્ધ રીતે આપ દરેક કામને પૂર્ણ કરશો. ઘરમાં કોઈ શુભ કાર્ય થઇ શકે છે. પ્રેમસંબંધોમાં મધુરતા આવે તા. 24 બપોર પછી અને તા. 25 અને 26 દરમિયાન ધન પ્રાપ્તિના દિવસો રહેશે. આપ નવી આવક માટે પણ ગંભીરતાથી વિચારશો. વ્યાપારમાં લાભ મેળવશો તથા નોકરિયાતો નિર્ધારિત લક્ષ્ય પુરું કરી શકશે. આપના કાર્યની પ્રસંશા થશે જેથી તમારો આત્મવિશ્વાસ વધશે અને વધુ મોટુ કાર્ય હાથમાં લેવા માટે માનસિક તૈયારી પણ કેળવશો. આપના મિત્રવર્તુળમાં વિસ્તરણની સંભાવના છે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવાર સાથે બહારગામ જવાનો કાર્યક્રમ બનશે. તા. 27 અને 28 દરમિયાન કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આપ બચતનું રોકાણ ખૂબ સાવધાની પૂર્વક કરજો તેવી સલાહ છે અન્યથા અતિ વિશ્વાસમાં આપ નુકસાનનો સોદો કરી નાખો તેવી સંભાવના છે. આપ મનથી નિરાશા અનુભવશો. ગેરસમજના કારણે આપને કોઈ જગ્યા એ સમસ્યાનો સામનો કરવો પડે. કોઈની સાથે વ્યર્થ વિવાદ થઇ શકે છે. આપને પ્રબળ પુરુંષાર્થ કરવો પડે. સાથોસાથ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
—————————.

કર્ક :
શરૂઆતમાં તા. 22 બપોર સુધીનો સમય મધ્યમ રહેશે. જમીન મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આર્થિક લાભ થવાની શક્યતા છે. તા. 22 ના રોજ પગના રોગો થવાની શક્યતા છે. તા. 23ના રોજ આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદથી આપના અટકેલા કાર્ય ગતિ પકડશે. આપ પોતાની આંતરિક ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરશો. આપના કાર્ય પ્રત્યે પૂર્ણ રીતે સમર્પિત રહેશો. આપના મિત્રો આપને મદદ કરશે. નોકરીમાં તકલીફ થવાની શક્યતા છે. વિદેશગમન માટે અનુકૂળ સમય છે. ઘરમાં માંગલિક કાર્યો માટેનો ઉત્તમ સમય છે. તા. 25 અને 26 દરમિયાન આત્મસંતોષ મેળવશો. બીજાના પર ભરોસો ન રાખતા અને પોતાના કાર્ય પોતાની રીતે પૂર્ણ કરજો. આપને મહત્ત્વપૂર્ણ સુચના કે સમાચાર મળવાના આસાર છે. આર્થિક સ્ત્રોત વધારવાનું આયોજન કરશો. આપ જે તકની રાહ જોતા હશો તે તમને અવશ્ય મળશે. તા. 27 અને 28 દરમિયાન ભાગીદાર સાથે સંબંધમાં સુધારો આવશે. ગેરસમજનો ઉકેલ આવશે. આપની યાત્રા સફળ થવાની પુરી શક્યતા છે. આપ કોઈ નવી જાણકારી મેળવશો અને પ્રોફેશનલ મોરચે તેનો સદુપયોગ કરી શકશો. પરિસ્થિતિ સંપૂર્ણ આપની તરફેણમાં રહેશે. આપના કાર્યની પ્રસંશા થશે. જે પણ કાર્ય કરો તે પૂર્ણરૂપે સમજી-વિચારીને કરશો.
—————————.

સિંહ :
સપ્તાહના આરંભે તા 22થી 24ના મધ્યાહન સુધીના સમયમાં આપની રાશિથી 12મા સ્થાનમાં ચંદ્ર છે. આ કારણે આટલો તબક્કો પ્રતિકૂળ કહી શકાય. માનસિચ ચંચળતા અને અજંપો રહેશે. શક્ય હોય તો મહત્વના નિર્ણય લેવાનું ટાળવું. બીજાનો વાંક કાઢ્યા વગર પોતાની ભૂલ ઉપર ધ્યાન આપવું. આપના વર્તનમાં સુધારો લાવવો જરૂરી રહેશે. ધન-સંપત્તિની બાબતમાં વિચારીને નિર્ણય લેવો. આ સમયમાં અણધાર્યો ખર્ચ આવી શકે છે અથવા આયોજન વગરનો ખર્ચ આપને મુશ્કેલીમાં મુકી શકે છે. વગર વિચારે કરેલ કાર્યથી આપના પર દેવું થઇ શકે છે અથવા આપ આર્થિક મુશ્કેલીમાં પડી શકો છો. કોઈ પણ દસ્તાવેજ પર સમજી વિચારીને હસ્તાક્ષર કરવા. તા 24 બપોર પછી સમય ધીરે ધીરે અનુકૂળ થશે. તા 25 અને 26 દરમિયાન કારકિર્દી અને ભવિષ્યને સંબંધી યોજના આગળ વધશે. આપ પોતાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવશો. આર્થિક હાલતમાં તો સુધારો થશે. પરંતુ આપના ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે અન્યથા આપને મળેલ લાભ નુકસાનમાં પરિવર્તિત થઇ શકે છે. તા 27 અને 28 દરમિયાન માનસિક સંતોષદાયક સમય રહેશે. મિત્રો સાથે આપ સમય પસાર કરશો. મિત્રો સાથે આત્મિયતામાં વધારો થશે.
—————————.

કન્યા :
આપ રોજિંદા કાર્યોથી અલગ કંઈક નવી કેડી કંડારશો. મક્કમ મનોબળ આપને કાર્ય સફળતા અપાવશે. રચનાત્મક કે સાહિત્યના ક્ષેત્રે આપ નવસર્જન કરશો જેની ચારેબાજુથી કદર થશે. આપના સ્‍વભાવમાં ભાવુક્તા વધારે રહે. આપને આકસ્મિક ધનલાભનો યોગ છે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. સપ્તાહના મધ્યમાં આપની વાકપટુતા કામ લાગશે અને તેનાથી આપને સમાજમાં કિર્તી, સન્માન અને પ્રતિષ્ઠા મળશે. આ સમયમાં મિત્રો ઉપયોગી નીવડશે અને તેમણે આપેલા રેફરન્સ અને ભલામણોથી આપને ફાયદો થશે. આપની વ્યક્તિગત આશાઓ અને આદર્શોને પૂર્ણ કરવા માટે આપ મહેનત કરશો તો આપને વધુ મજા આવશે. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારો આપને માનસિક રાહત આપશે. સપ્તાહના અંતમાં અત્યાર સુધીની દોડધામના કારણે આપ થાક તથા બેચેનીનો અનુભવ કરશો. ઘરમાં માતા કે વડીલની તબિયત કથળવાની શક્યતા હોવાથી આપને ટેન્શન અને ખર્ચ બંનેનો સામનો કરવો પડશે. પારિવારિક મામલે, કોઈની સાથે નજીવી બાબતે વિવાદ થઈ શકે છે અથવા પરિવારના કોઈ સભ્યની માંદગી આપની ચિંતાનું કારણ બની શકે છે. પોતાના સ્વાસ્થ્યની પણ આપે ખૂબ કાળજી લેવી પડશે.
—————————.

તુલા :
તા 22 અને 23 દરમિયાન આપનું કાર્ય ધૈર્યથી પૂર્ણ કરશો. આપ દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશો. વ્યવસાય માટે ક્યાંય બહારગામ જવાનું થશે અને વ્યવસાયિક બાબતોમાં ખર્ચની સંભાવના પણ છે. જોકે, તે મુસાફરી અને ખર્ચ બંને એકંદરે આપના માટે લાભદાયી રહેશે માટે મનમાં કોઈ ફરિયાદ કે વસવસો નહીં થાય. સંબંધો મામલે આપ વધુ સંવેદનશીલ બનશો. જીવનની મુશ્કેલીઓનો સામનો મજબૂતાઈથી કરશો. તમારું મનોબળ એકંદરે મજબૂત રહેશે. તા 24 અને 25 અને 26 દરમિયાન લાભસ્થાનમાં ચંદ્ર હોવાથી દિવસ ચારે બાજુથી લાભદાયી રહેશે. પિતા અને મોટાભાઈ તરફથી વિશેષ લાભની આશા રાખી શકો છો. વારસાગત મિલકતો સંબંધિત કાર્યોમાં સાનુકૂળતા રહેશે. આર્થિક ગતિવિધિમાં તમે વદુ વ્યસ્ત રહેશો. આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે. જુના અટકેલા કાર્ય મિત્રોની મદદથી પૂર્ણ થશે. તા 27 અને 28ના રોજ કોઈ સરકારી મુસીબત આવી શકે છે. ટેક્સ સિસ્ટમ, ગુણવત્તા સંબંધિત કાયદા અથવા સર્વિસ સંબંધિત સરકારી નિર્ણયો તમારા કામમાં અવરોધ લાવશે જેથી તમારા કામકાજ પર વિપરિત અસર પડશે અને મનોમન તમે અકળામણ અનુભવશો. પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટે આ સમયમાં તમે વધુ ખર્ચ કરશો. કોઈ સંબંધી કે મિત્રના કારણે આપ સંકટમાં ફસાઈ શકો છો. આપે વાણી પર નિયંત્રણ રાખવું જ પડશે. કોઈ જગ્યાએ અપમાનનો સામનો કરવો પડે.
—————————.

વૃશ્ચિક :
સપ્તાહના પૂર્વાર્ધમાં તા 22, 23, 24 દરમિયાન ભાઈબહેનનો સહયોગ મળશે. પત્નીનો પણ સાથ રહેશે. અવિવાહિતોને લગ્ન અંગે ક્યાંય વાત આગળ વધી શકે છે તેમજ નવા સંબંધોની શરૂઆતના યોગ પણ જણાઈ રહ્યા છે. સંતાનને લગતી સમસ્યા દૂર થશે. સરકારી કાર્યમાં આવેલી મુશ્કેલી દૂર થશે. ઘરનો માહોલ સકારાત્મક રહેશે જે તમારામાં નવી ઉર્જાનો સંચાર કરશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં પણ રૂચિ રહેશે. આપે અગાઉ કરેલી મહેનતનું હવે ફળ મેળવવાનો સમય છે. વ્યવસાયમાં આપની યોગ્યતા અને હોંશિયારીનો ઉપયોગ કરીને નફામાં વધારો કરી શકશો. તા 25 અને 26 દરમિયાન કેરિયરમાં સ્થિરતા આવશે. ભાગ્ય પણ આપને સાથ આપશે. સંતાનના વિવાહને લઇને વાત ચાલતી હતી તે આગળ વધશે. આપ પોતાની જવાબદારી પ્રત્યે એકદમ સજાગ રહેશો. તા 27 અને 28 દરમિયાન દરેક કાર્ય અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીનો સાથ મળશે. કોર્ટ-કચેરીમાં વિજય મળશે. શત્રુઓ અને હરીફો તમારી સામે કાવાદાવા કરશે તો પણ પરાજય થશે. ધન અને યશની પ્રાપ્તિ થશે. આર્થિક લાભનો તબક્કો જણાઈ રહ્યો છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંપૂર્ણ રીતે તમે કર્તવ્યનિષ્ઠા અને કટિબદ્ધતા દાખવશો. તમે નવું રોકાણ કરો અથવા મોંઘી ચીજોની ખરીદી કરો તેવી સંભાવના પણ બનશે.
—————————.

ધન :
તા. 22, 23 અને તા. 24ના રોજ આપના સ્વાસ્થ્યમાં તકલીફ આવવાની શક્યતા છે. આપને શરીરમાં કળતર, નજીવો તાવ કે પછી માથાના દુખાવાની તકલીફનો સામનો કરવો પડી શકે છે. સંતાન સંબંધી કોઈ ચિંતા સતાવ્યા કરે. ખાસ કરીને તેમના ભણતર અને તેના પર આધારિત ભાવી કારકિર્દીની પસંદગી અંગે ચિંતામાં ઘેરાયેલા રહેશો. આપની લાગણીને કોઈ ઠેસ પહોંચાડશે. જોકે, તેમનો આવો કોઈ ઈરાદો નહીં હોય પરંતુ તમારી ગેરસમજના કારણે આ સ્થિતિ સર્જાશે. કોઈપણ વ્યક્તિ વિશે મનમાં ધારણા બાંધતા પહેલા દરેક પાસાનો ગંભીરતાપૂર્વક વિચાર કરવાની સલાહ છે. તા. 25 અને 26 દરમિયાન ધર્મ કાર્યમાં આપ રૂચિ રાખશો. નાની મોટી યાત્રાની સંભાવના જણાય છે. આપ કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને મદદ કરશો. તા. 27 અને 28 દરમિયાન માન-સન્માન તથા પ્રતિષ્ઠા મળી શકે છે. આપના કરેલા કાર્યની પ્રસંશા થશે. આપ મોટાભાગના સમયમાં કામકાજમાં વ્યસ્ત રહેશો. સરકારી કાર્યમાં સફળતા મળશે. આપ સામાજિક પ્રસંગમાં સહભાગી થશો. વિદેશ વ્યાપારમાં જોડાયેલા જાતકો માટે વિશેષ લાભદાયી તબક્કો છે.
—————————.

મકર :
નોકરિયાતો અને છુટક કામકાજો દ્વારા કમાણી કરતા જાતકો માટે શરૂઆત સારી છે. તા. 22 ના મધ્યાહન સુધી આપ ઉત્સાહ સાથે કામ પાર પાડીને લોકોને તમારી ક્ષમતાનો પરચો આપશો. જોકે, તમારા વલણમાં આક્રમકતા પણ વધુ રહેશે જેથી કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ તમારો ગુસ્‍સો જ નિમિત્ત બની શકે છે. ગણેશજી આપને ખાસ કરીને પોતાની શક્તિ સાચી દિશામાં કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. એક વાત ધ્યાનમાં રાખજોકે, “નમે તે સૌને ગમે”. તા. 23 અને 24 શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનની અસ્‍વસ્‍થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપને જવાનું થશે. તા. 25 અને 26 યાત્રાધામના પ્રવાસે જવાનું અથવા ઑફીસના કામથી બહારગામ જવાનું આયોજન થાય. નોકરી- ધંધાના સ્‍થળે તેમજ પરિવારમાં મનદુ:ખ થાય. નવું સાહસ ખેડવામાં તમે વધુ પડતો વિચાર કરશો. સપ્તાહના મધ્યમાં આગ, પાણી અને વાહન અકસ્‍માતથી સંભાળવાની ગણેશજી ચેતવણી આપે છે. ઑફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. તા. 27 અને 28 ભાગ્‍ય સાથ ન આપતું હોય તેમ લાગે. કાર્ય સફળતા ઝડપ થી ન મળે. તમે ચેરિટી અને ધાર્મિક કાર્યોમાં પણ વધુ રુચિ દાખવો તેમજ એકાંતપ્રિય બનો તેવી શક્યતા છે.
—————————.

કુંભ :
આ સપ્તાહે ખાસ કીરને ભાગીદારીમાં અડચણો આવી શકે છે. જાહેરજીવનમાં પ્રતિષ્ઠાને ધક્કો ના પહોંચે તે ધ્યાન રાખવાનું છે. આપનું શિડયુલ ઘણું જ વ્યસ્ત રહેશે અને તમે પોતાના માટે પણ સમય નહીં આપી શકો. સામાજિક બાબતોમાં તમે ઘણા વ્યસ્ત રહેશો. સરકારી અધિકારીઓ કે સરકારી લફરામાં ન પડવાની સલાહ ગણેશજી આપે છે. આપ પોતાની જાતને પહેલેથી વધારે મુક્ત અનુભવશો. પોતાના શોખની પ્રવૃત્તિઓ અને નવી શોધ કે તેને લગતા પ્રયત્નો આપ કરશો. તમારા જૂના સગા- સંબંધી કે લંગોટીયા મિત્રોનો ભેટો થઇ શકે છે. જેનો આનંદ આપના મોં પર ગણેશજીને દેખાઇ રહ્યો છે. આપ આપની ભાવનાઓને ખુલીને વ્યક્ત નહીં કરી શકો. જેને કારણે આપના પ્રિયજનો સાથે ગેરસમજ થવાની સંભાવના છે અને તેને કારણે આપનું કામ પાછું ઠેલાશે. આવા સમયે તમે તેમને નારાજ ના કરશો તેમજ બહુ સમાધાન પણ ન કરશો. આ બંનેની વચ્ચેનો રસ્તો આપે અપનાવવો પડશે અને ચતુરાઇ તેમજ સાવધાની સાથે આગળ વધવું પડશે. વડીલોનો સાથ સહકાર મળી રહે, આપના વર્તનમાં પરિવર્તન આવે. આપનું ધ્યાન સામાજિક પ્રવૃત્તિઓ પર વધે. તમે બીજાને સારી સલાહ આપો જેમાં તેનું અને તેમના કુટુંબ, બંનેનું હિત સમાયેલું હોય, સામાજિક માન- પ્રતિષ્ઠામાં વધારો થાય પણ સાથે- સાથે અહંકાર ન વધી જાય તેનું ધ્યાન રાખવું.
—————————.

મીન :
શરૂઆતમાં તા 22 બપોર સુધીના સમયમાં વિરોધીઓ આપની નિંદા કરશે જેથી આપ પરેશાન રહેશો. કોઈપણ સમસ્યા પર શાંત દિમાગથી વિચારવું આપના માટે હિતાવહ રહેશે. તા 22 બપોર પછી અને 23, 24 દરમિયાન સમય આનંદ પ્રમોદમાં પસાર થશે. દરેક વિઘ્ન અને પરેશાની દૂર થશે. કોઈને ત્યાં જવાનો કાર્યક્રમ થશે. આપની કાર્યકુશળતામાં વધારો થશે. આપની બુદ્ધિ અને પ્રતિભાની કદર થશે. વિદ્યાર્થીઓ પોતાનું મનપસંદ કાર્ય પૂરું કરી શકશે. તા 25 અને 26 દરમિયાન આપને નોકરીમાં કોઈ નવી જવાબદારી સોંપાઈ શકે છે. વ્યવસાયમાં કોઈ નવો ઓર્ડેર મળી શકે છે. ઉત્તમ પ્રકારની સુવિધા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ લેણ-દેણ કરશો. તા 27 અને 28 દરમિયાન સમાજ કલ્યાણના કાર્યમાં આપ ભાગ લેશો. કામને પૂરી લગનથી પૂર્ણ કરશો. લોકોમાં આપનો પ્રભાવ વધશે. અવિવાહિતોને વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. કોઈ સારા સમાચાર મળશે. સ્‍ત્રીવર્ગ પ્રત્‍યે આપ વધુ સંવેદનશીલ બનશો. બૌદ્ધિક ચર્ચાઓનો પ્રસંગ બને, પણ ત્યાં પોતાનો કક્કો ખરો સાબિત કરવાની કોશિશ ટાળજો. સંતાનો અભ્યાસમાં આપની સલાહ કે માર્ગદર્શન ન માનતા હોય તેવું લાગશે, તો બીજીતરફ જીવનસાથીની ચિંતાથી મનમાં ઉદ્વેગ રહે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી શરીરમાં અસ્વસ્થતા અનુભવાય. દવાખાના કે અન્ય કોઈપણ પ્રકારે ખર્ચનું પ્રમાણ વધારે રહે.

—————————.

અભિયાનમાં ‘તમારું વીક કેવું જશે?’ કોલમમાં સમસ્યા અને નિરાકરણ વિભાગમાં તમે પણ તમારી મૂંઝવતી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. પ્રશ્ન મોકલવા માટે મેઇલ આઇડી – abhiyaan@sambhaav.com

પ્રશ્ન મોકલતી વખતે જન્મનો સમય, સ્થળ, જન્મ તારીખ અને તમારો પ્રશ્ન ત્રણ કે ચાર મુદ્દામાં લખી મોકલી શકો છો.

તમારી સમસ્યાના નિરાકરણ માટે ગણેશાસ્પિક્સ ડોટ કોમ દ્વારા નિષ્ણાત જ્યોતિષાચાર્ય દ્વારા તેના જવાબો મળી રહેશે.

સાપ્તાહિક રાશી ભવિષ્ય
Comments (0)
Add Comment