ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
આંખ મીંચીને કે સ્ક્રીનને નીરખ્યા કરીને ફરવાનું બહુ થયું
પ્રવાસના નામે પાર્સલ બનીને સ્થળફેર કરવાનું બહુ થયું
સૂર્ય બપોરે બાર વાગે કેવો દેખાય છે એની ચર્ચા કોઈ નથી કરતું. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયના અસામાન્ય દૃશ્યની વાત થાય. ચંદ્ર દર્શનનું પણ લગભગ એવું જ. પૂનમ કે અવકાશશાસ્ત્રીઓની જાહેરાત ના હોય ત્યારે ચંદ્ર ચંદ લોકોનું ધ્યાન ચોથની રાતે ખેંચે છે. હા, રોજ દેખાતા તારા જોવાની મજા ખાસ હોય છે. તારાનો ઉદય કે અસ્ત માણવાનો નથી હોતો અને એમાંય જો તારા ‘ને નક્ષત્રના નામ આવડતાં હોય તો ઔર મજા આવે. કેમ? પછી વાત.
દૈનિક જીવનમાં કબૂતર કે કાગડા પર માણસની નજર પડે તો પડે. કદાચ ચણ ખવડાવે, ગાંઠિયા ખવડાવે અને પોતાના કામમાં આગળ વધે. કવિ હૃદય શક્યતઃ એમને નિહાળી ગુદગુદી અનુભવે. મે બી નવી ગઝલ માટે રદીફ યા કાફિયા મળી શકે. પોસિબ્લિ ચિંતક મનને કોઈ વિચાર જડી આવે. હા, ચકલી હોય તો સૌને કામ લાગે, ફોટો પાડી નેટ પર ફેરવવા! બહારગામ ગયા હોઈએ ‘ને ક્યાંક કોઈક પક્ષી એવું જોવા મળે જેનું નામ ના ખબર હોય તો? વધુ રસ પડે! એ પક્ષી કોઈ બર્ડ-વૉચર જુએ ‘ને તરત બોલી પડે કે આ ઇન્ડિયન રોલર છે, એરોબિક ઉડાન ભરે છે એટલે બેશક મૂડમાં છે. પેલું છે તે રૉક ઈગલ આઉલ, યુરેશિયન ઈગલ આઉલ પણ કહેવાય. એનું સાયન્ટિફિક નામ છે બ્યુબો બેન્ગાલેન્સીસ! આવા નામજ્ઞાનથી વધુ મજા આવે. કેમ?
જ્યાં મન ‘ને દિલથી હર્ષ પામવાનું હોય ત્યાં મગજનો હુંકાર સંતોષાય ત્યારે જાદુઈ યોગ સર્જાય છે. યસ, આઇ નો યુ. યસ,આઇ લાઇક યુ. ફૂલોના પ્રેમીને પણ આવું થાય. આવી નામ-વાત બીજાને કહેવા કે દેખાડવા થાય ત્યારે તું ‘ને હું નો ભેદ-ભાવ તથા હું કંઈક અનોખો છું, હું કંઈક મોટો છું, હું જે છું તે તું નથી તેવો અહંકાર કબજો લેવા માંડે છે અને પક્ષીપ્રેમ કરતા કરતા માણસ પ્રાણી બનીને રહી જાય છે. ફૂલનો પ્રેમ કરતા કરતા એક વનસ્પતિ જ રહી જાય છે. શું કુદરત સાથે ઓતપ્રોત થવા માટે તેનું ઓળખગત વિશ્લેષણ એ પૂર્વશરત છે? ના. આંકડા અને અક્ષરોનું ગણિત એ મગજનો કકરાટ બની જતાં વાર નથી લાગતી. હા, આ જ વાત જો ભૌતિકતાથી નીતરતા વાતાવરણમાં હોય તો? વાઉ વાઉ થાય. ફોર જીબી રેમ. ટ્વેલ્વ પિક્સલ કેમ. બાવીસની એવરેજ. સનરૃફ. વગેરે.
કુદરતની દુનિયા અલગ છે. દૂર ડાળ પર પક્ષી દેખાય તો આંખમાં વ્યક્તિગત વિસ્મય, આનંદ અને સંતોષની ચમક આવવી જોઈએ. એક નાનકડા તળાવના એક કાંઠા પર અનેકો ઝેન-ક્ષણો હોય છે. પહાડમાં ઘૂમતા હોઈએ ત્યારે ચૂપ રહી શકાય, કાનમાં ઘુસપુસ કરવા આવતા પવનના ધબકારા સાંભળી શકાય. જંગલમાં ચાલતા હો ‘ને પગ નીચે સૂકા પાંદડાં આવે કે તરત આંખ ચોમેર ફેરવીને ચેક કરી શકાય કે શું કોઈ વાઇલ્ડ એનિમલ જોતું તો નથી ને? પણ, મોટે ભાગે આપણે કશુંક બીજું કરીએ છીએ.
સાસણમાં મોરલો જોઈને અમારા ઘરની પાછળ રેગ્યુલર મોર આવે એવી બડાશ હાંકીશું. કુમાઓંના તીનતાલ જોેઈને કાંકરિયા કે સુરસાગરની સ્ટોરી કરીશું. બદ્રીનાથનો નીલકંઠ પહાડ જોઈને મનાલી કે સ્વિત્ઝરલેન્ડ યાદ કરીશું. ડાંગમાં આબુ, આબુમાં મહાબળેશ્વર, મહાબળેશ્વરમાં ઊટી મિસ કરીશું. જોડે ફરવા ગયા હોઈએ તેમાંથી કોણે અમારા જેવું નથી જોયું તે શોધી કાઢીશું. અનામી ધોધ પાસેની અલભ્ય ક્ષણ માણવાને બદલે સેલ્ફી ખેંચી ‘ને નેટ નથી પકડાતું એવો નિહાકો નાખીશું. દોઢમાંથી પોણા બે થવા ‘ત્યાં’ તો બધે નેટ પકડાય એવી વાત કરીશું.
ટૂર પર હોઈએ ત્યારે હોટલનો રૃમ એવો જોઈએ કે આપણને રઇસીની ફીલિંગ આવે! રૃમમાં પહોંચીને બીજી કે બારમી મિનિટે ટીવી ચાલુ કરીશું. હોટલના વાઈફાઈનો પાસવર્ડ હાંસિલ કરીશું. ઘૂરીને દસ મિનિટ મેનુ જોઈ અંતે પોતાના શહેરમાં જે સૂપ પીતાં હોઈએ એ જ ઓર્ડર કરવાનો. શાક ઘર જેવું જોઈએ કે પછી કાયમની ગમતી જગ્યા જેવું. ગોવામાં બીચની નજીકનો રિસોર્ટ હોય તોય
સ્વિમિંગપુલમાં કમ સે કમ ત્રણ કલાક ‘સુધારવા’ ફાળવવાના. કલાક જોલ્દાલ કપડાં પહેરીને સખત તૈયાર થવાનો ગણી જ લેવાનો અને શોપિંગ તો કેમ ભૂલાય? એય રેગ્યુલર ચીજ વસ્તુઓનું!………
‘ચર્નિંગ ઘાટ’ લેખનો નો વધુ રસાસ્વાદ માણવા તેમજ એક નવી જ વિચારણસરણીવાળી યુવામાં ખૂબ જ લોકપ્રિય બનેલી કોલમને નિયમિત વાંચવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.
—————————-.