ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની
કોંગ્રેસમાં યુવાઓને સુકાન સોંપવાનો એક વાયરો શરૃ થયો છે. ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો વિધાનસભાના વિપક્ષી નેતા પદે ધાનાણીની નિયુક્તિ બાદ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી પદે બે યુવા ચહેરાઓની પસંદગી કરાઈ છે. પરિવર્તન જરૃરી હોય છે. સવાલ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે જેમને પૂરા ગુજરાતના કાર્યકરો ઓળખતા નથી તેવા નેતાઓને મોટી જવાબદારી સોંપી કોંગ્રેસ નેતાગીરી સફળ થશે?
નાના ગામ કે મહોલ્લામાં વસતા કાર્યકરો જ રાજકીય પક્ષોની કરોડરજજુ હોય છે જે પક્ષે આ પાયાના કાર્યકરોની અવગણના કરી છે તેને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. પક્ષના મોટા નિર્ણયોમાં પાયાના કાર્યકરોની લાગણીઓનો પડઘો પડવો જોઈએ તેવું દરેક કાર્યકર ઇચ્છતો હોય છે. વાત કરીએ કોંગ્રેસની તો ગુજરાત કોંગ્રસમાં નવી નેતાગીરી ઊભી કરવા માટે હાઈકમાન્ડ એક પછી એક પગલાંઓ લઈ રહી છે. પ્રદેશ પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી જેવા મહત્ત્વના હોદ્દાઓ પર નિયુક્તિ કરવામાં આવી છે. બંને પદ માટે હાઈકમાન્ડે યુવા ચહેરાઓની પસંદગી કરી છે. આ નિર્ણયને આવકાર તો મળી રહ્યો છે, પણ સાથે સવાલો કરનારા કાર્યકરોનો એક વર્ગ પણ નાનો નથી.
૭ માર્ચ, ર૦૧પના રોજ પ્રદેશ કોંગે્રસના પ્રમુખ પદની જવાબદારી ભરતસિંહ સોલંકીએ સંભાળી હતી. ત્રણ વર્ષનો તેમનો કાર્યકાળ રહ્યો હતો. તેઓ ર૦૧૭ની વિધાનસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં કોંગ્રેસને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી ન શક્યા. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં એક નવી નેતાગીરી જોવા માગે છે તેમણે વિપક્ષી નેતા પદે પાટીદાર યુવા પરેશ ધાનાણીને બેસાડ્યા અને ત્યાર બાદ યુવા નેતા અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપ્યું છે. પ્રદેશ કોંગ્રેસના સ્તર પરના આ મોટા ફેરફારને પક્ષમાં આવકાર જરૃર મળ્યો છે, પણ સાથે કચવાટ એ પણ સંભળાઈ રહ્યો છે કે અમિતભાઈ ચાવડાનું રાજકીય કાર્યક્ષેત્ર મધ્ય ગુજરાત જ રહ્યું છે. તેઓ ભલે ચાર વખત ધારાસભામાં ચૂંટાયા, પણ સમગ્ર ગુજરાતના કાર્યકરો સાથે તેમનો પૂરો પરિચય રહ્યો નથી…
ગુજરાતકારણની વધુ વિગતો તેમજ – ગુજરાતના રાજકારણની સાંપ્રત ઘટનાઓનું વિશ્લેષણ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો અને નિયમિત રીતે ગુજરાતના રાજકારણ પરની ટીપ્પણી વાંચો…………
——————————-.