ગુજરાતમાં દરિયા સામે બાથ ભીડાઈ,  કિનારા પરથી સાગરની પીછેહઠ

દરિયાની ખારાશ કેટલી હદ સુધી આગળ વધી ગઈ હતી તેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા

કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

ભારતમાં ૪૮૦૦ કિ.મી.ના લાંબા દરિયાકાંઠામાંથી ગુજરાતના હિસ્સામાં ૧૬પ૯ કિ.મી.નો વિસ્તાર આવે છે તેમાં સોૈરાષ્ટ્રમાં ૭૬પ કિ.મી.નો સાગર વિસ્તાર આવે છે. સાગર એ તો સમૃદ્ધિને તાણીને લાવે છે એવું કહેવાય છે અને એ સાચું પણ છે, પણ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સાગર કિનારો જ્યાં અડે છે એ વિસ્તારમાં સાગરથી સમસ્યાઓ પણ સર્જાઈ છે. કુદરતી અને માનવ સર્જિત કારણોથી કિનારાની જમીનમાં ખારાશની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ક્ષારની વિનાશક અસરોને નાથવા ત્રણેક દાયકા પહેલાં સાગર સાથે બાથ ભીડવાનું કાર્ય હાથ ધરાયું હતું તેનાં પરિણામો ભલે પૂરો સંતોષ આપે તેવાં ન હોય છતાં કાંઠાની જમીન પરથી સાગરની પીછેહઠ જરૃર થઈ છે. હજારો હેક્ટર જમીનને બચાવી શકાઈ છે. પાંચ એપ્રિલે રાષ્ટ્રીય દરિયાદિન ઊજવાય છે ત્યારે એક વિશેષ અહેવાલ…..

 

ગુજરાતને વિશાળ દરિયાકિનારો મળ્યો છે તેનો ભરપૂર લાભ ઉઠાવવાની કોશિશ સરકાર, સમાજ અને સ્થાનિક લોકો એમ તમામ સ્તરે થઈ રહી છે અને આ પ્રયાસોમાં જાગૃતિ અને ઝડપ આવી રહી છે એ હકીકતની સાથે બીજી બાજુ દરિયાકિનારાની જમીન અને પર્યાવરણનને મોટંુ નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય રીતે પર્યાવરણને નુકસાન બે રીતે થાય છે. એક, માનવ સર્જિત અને બીજું, કુદરતી રીતે. ગુજરાત – સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર જમીન અને પર્યાવરણના પ્રશ્નો ગંભીર બનીને સામે આવી રહ્યા છે. દરિયાઈ પટ્ટી પર પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી બચાવવા માટે પણ કામ થઈ રહ્યું છે. તેની રફતાર તેજ ભલે નથી, પણ આ પ્રયાસોથી રાહત જરૃર મળી છે. ડૂબતા માણસને તરણું તારણહાર લાગે છે એમ આ પ્રયાસો ભવિષ્યમાં ખૂબ સારું પરિણામ આપી શકે તેવી આશા અસ્થાને નથી. અહીં વાત કરવી છે દરિયાનું ખારું પાણી કિનારાની જમીનમાં આગળ વધતું જાય છે તેને અટકાવવાની સમસ્યા અને તેના સમાધાનની. આ પડકારજનક કામ છે. તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સાગર સામે બાથ ભીડવામાં આવી છે. સૌરાષ્ટ્રના ૭૬પ કિ.મી.ના દરિયાકિનારાની જમીનને ક્ષારગ્રસ્ત બનતી અટકાવવા માટે એક ઝુંબેશના સ્વરૃપમાં છેલ્લા ત્રણેક દાયકાઓથી કામ ચાલી રહ્યું છે. આ કાર્યમાં અનેક ચડાવ ઉતાર આવ્યા છતાં વિરાટ સમસ્યા સામે સફળતાની સારી શરૃઆત થઈ છે જે ભાવિ પેઢી માટે આશીર્વાદરૃપ બની શકે છે. આ ક્ષેત્રમાં કામ કરનારાઓ કહે છે એક સમયે સૌરાષ્ટ્રના સાગર કિનારાની ૬થી ૮ કિ.મી.સુધી દરિયાનું ખારું પાણી જમીનની અંદર ઘૂસી જતાં હજારો હેક્ટર જમીન ક્ષારગ્રસ્ત બની ગઈ હતી. પીવાનું પાણી પ્રદૂષિત બની ગયું હતું અને પાક લઈ શકાય તેવી સ્થિતિ ન હતી. ખારાશવાળું પાણી જમીનના તળમાં ઊંડે ઊતરી જતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા હતા. ખાસ કરીને ચામડીના રોગો વધી રહ્યા હતા. આવી ગંભીર સ્થિતિ નિર્માણ થઈ રહી હતી. ભલે મોડા પણ જો જાગ્યા ન હોત તો દરિયાકિનારાના કેટલાક વિસ્તારોમાંથી તો જીવ બચાવવા હિજરત કરવી પડી હોત.

લગભગ ત્રણેક દાયકા પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રના સાગર કિનારાની સ્થાનિક પ્રજાએ આ સમસ્યા અંગે ચૂંટાયેલા પદાધિકારીઓ અને સરકારનું ધ્યાન દોરવાનું શરૃ કર્યું હતું. દરિયાનું ખારું પાણી કિનારાની જમીનને અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરી રહી છે તેને વહેલી તકે અટકાવવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જામનગર જિલ્લામાંથી આ સમસ્યાઓ ઊઠી હતી.

કયા કારણો ગંભીર સમસ્યા માટે જવાબદાર હતા?
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છની ૧૧રપ કિ.મી.ની દરિયાઈ પટ્ટી પર પર્યાવરણ સમતુલા ન જળવાઈ તે પાછળ માનવ સર્જિત અને કુદરતી એેમ બંને કારણો જવાબદાર હતાં. સરકાર અને કેટલીક સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં દરિયાકિનારાના વિસ્તારમાં પર્યાવરણ સમતુલા ખોરવાઈ તેનાં મુખ્ય કારણો એ જોવા મળ્યાં હતાં કે આ વિસ્તારમાં અપૂરતો અને અનિયમિત વરસાદ પડે છે. આ વિસ્તારમાં છિદ્રાળુ ભૂસ્તરીય રચના છે. ચૂનાના પથ્થરોનું પ્રમાણ વધારે હોવાથી દરિયાનું ખારું પાણી પરકોલેટ થઈને જમીનમાં અંદર સુધી ઘૂસી જાય છે. વરસાદી પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા નથી. ખેડૂતો દ્વારા સિંચાઈ માટેે ખૂબ ઊંડા તળમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે પાકની પેટર્નમાં જે ફેરબદલ કરવો જોઈએ તે અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ છે.

સરકારી સ્તર પર સરવે કરાવવામાં આવ્યો તો દરિયાની ખારાશ કેટલી હદ સુધી આગળ વધી ગઈ હતી તેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. ગુજરાતના દરિયાકિનારાના કુલ ૭,૦૦,૧ર૦ હેક્ટર વિસ્તાર, પ૩૪ ગામડાંઓ, ૩ર,૭પ૦ કૂવાઓ ક્ષારને લીધે અસરગ્રસ્ત બન્યાં હતાં. લાખો લોકો અસરગ્રસ્ત બન્યાં હતાં અને ખેત પેદાશોનો મોટું નુકસાન થઈ રહ્યંુ હતંુ. સ્થિતિ ગંભીર બની હતી. આર્થિક અને સામાજિક રીતે વિપરીત અસરો જોવા મળી રહી હતી.

ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં કમિટી રચાઈ….

ગુજરાતની નદીઓના મીઠા પાણી દરિયામાં વહી રહ્યા છે. રાજ્ય પ્રશાસન મીઠા પાણીને રોકવાના પ્રયાસોની વધુ જાણકારી માટે ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો…

 

———————.

કવરસ્ટોરીખારાશવાળી જમીનદેવેન્દ્ર જાનીબંધારા
Comments (0)
Add Comment