ડાયાસ્પૉરા સાહિત્ય એટલે વાવણી વગર ઊગી નીકળેલું સાહિત્ય!

દુનિયામાં બિનનિવાસી ગુજરાતીઓ દ્વારા રચાતાં સાહિત્યએ પોતાનું અલગ સ્થાન ઊભું કર્યું છે.

સાહિત્ય –  નરેશ મકવાણા

ગુજરાતી સાહિત્યની દુનિયામાં બિનનિવાસી ગુજરાતીઓ દ્વારા રચાતાં સાહિત્યએ પોતાનું અલગ સ્થાન ઊભું કર્યું છે. આવા જ એક એનઆરજી કવિ-લેખક પ્રીતમ લખલાણી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનની સારી-નરસી બાબતો પર ખૂલીને વાત કરે છે…

 

ડાયાસ્પોરા સાહિત્યની તમારી વ્યાખ્યા શું છે?
ડાયાસ્પોરા ગ્રીકમાંથી આવેલો શબ્દ છે. યહૂદીઓને દેશનિકાલ કરી દેવાયા પછી અન્ય દેશોમાં રહીને તેમણે જે સાહિત્ય લખ્યું તે ડાયાસ્પોરા કહેવાયેલું. તેમાં ઘરઝૂરાપો, વતનઝૂરાપો, શેરીઝૂરાપો મુખ્ય હતા. ગુજરાત છોડીને વિદેશોમાં સ્થાયી થયેલા લોકોમાં પણ આ વિરહ પડેલો છે જે તેમના સર્જનમાં ડોકાય છે. મારી દૃષ્ટિએ ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય એટલે વગર વાવે ઊગી નીકળેલું સાહિત્ય.

વતન ઝૂરાપાના તમારા કોઈ અનુભવો ખરા?
હું રહું છું અમેરિકામાં, પણ મારું મન અને દિલ આજે પણ ગુજરાતમાં છે. અમેરિકાની ધરતી ભલે ગમે તેટલી રૃડીરૃપાળી હોય તો પણ તે મારી સ્ટેપ મધર છે. જ્યારે વતનની ધરતીમાં ભલેને સો થીંગડાં હોય તો પણ મારી આ માનો ખોળો ખૂંદવામાં મને જે આનંદ આવે તે સ્ટેપ મધરમાં ન આવે. આ તો કાળાપાણીની સજા જેવું છે. ડૉલર રળવાની લ્હાયમાં બીજું ઘણુંબધું ખોયું છે. વતનની યાદોના તો અનેક પ્રસંગો છે જે બધાં વર્ણવી શકાય તેમ નથી.

એનઆરજી કવિ-લેખક પ્રીતમ લખલાણી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનની વધુ વિગતો વાંચવા

———————.

એનજીઆરગુજરાતી ડાયસ્પોરાપ્રિતમ લખલાણી
Comments (0)
Add Comment