સૌરાષ્ટ્રમાં બૌદ્ધ સ્થાપત્યો નિર્વાણ તરફ છે…

સૌરાષ્ટ્રમાં બૌદ્ધ સ્થાપત્યો નિર્વાણ તરફ છે...

કવર સ્ટોરી – નરેશ મકવાણા

ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણી બાબતે આપણે કઈ હદે લાપરવાહ છીએ તેના નમૂના એક માંગતા અનેક મળી આવે તેમ છે. છતાં ગુજરાતમાં, એમાં પણ સૌરાષ્ટ્રના એક આખા પટ્ટામાં જે રીતે બૌદ્ધ સ્થાપત્યોનો એક આખો યુગ ખતમ થઈ રહ્યો છે તે આપણી આંખ ઉઘાડવા માટે પૂરતો છે. દાયકા અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બૌદ્ધ સર્કિટ વિકસાવવાની જાહેરાત કરી હતી. એ વાતને પણ આજે વર્ષો વીતી ગયા છે ત્યારે અહીં સૌરાષ્ટ્રનાં બૌદ્ધ સ્થાપત્યો હાલ કેવી સ્થિતિમાં છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રસ્તુત છે…

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બૌદ્ધ સર્કિટ બનાવવાની જાહેરાત કરેલી તે વાત આજે રાજ્યના પુરાતત્ત્વ વિભાગને યાદ હશે કે કેમ તે સવાલ છે. છતાં આ બાબતને હાલ પૂરતી બાજુ પર મુકીને એટલું જરૃર કરી શકાય કે, ઐતિહાસિક સ્મારકોની જાળવણી અને સંવર્ધન બાબતે આપણે પહેલેથી આળસુ અને બેદરકાર પ્રજા છીએ. આ બાબત ઉચ્ચ સરકારી અધિકારીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી સૌ કોઈને એકસરખી લાગુ પડે છે. તેની ખરાઈ કરવા માટે વળી બહુ દૂર જવાની જરૃર નથી. તમારી નજીકમાં આવેલા કોઈ ઐતિહાસિક સ્મારક કે ઇમારતની મુલાકાત લઈ જુઓ. ત્યાંની દીવાલો પર પ્રેમીપંખીડાઓએ અમર થઈ જવા લખેલાં જોડિયાં નામો, દીવાલો પર ઠેર-ઠેર કોતરાયેલાં દિલને વીંધીને નીકળતાં તીર, પ્રેમનો એકરાર કરતાં વાક્યો આ બધું વગર કહ્યે આપણી કુટેવોનાં દર્શન કરાવી દેશે. હવે તો આવાં સ્થાપત્યોના અંધારિયા ખૂણામાં કોન્ડોમનું પેકેટ, લઘુશંકાના રેલા, નાસ્તાના ખાલી પેકેટ્સ અને ગેરકાયદે બાંધેલું એકાદ મંદિર પણ મળી આવે છે. આવી વરવી વાસ્તવિકતા વચ્ચે અહીં સૌરાષ્ટ્રના એક આખા પટ્ટામાં બૌદ્ધ સ્થાપત્યો ખતમ થઈ રહ્યાની વાત લઈને આવ્યા છીએ. એ કેટલી અપીલ કરશે એ તો ખ્યાલ નથી, પણ  પત્રકારત્વની જવાબદારી સમજીને વાસ્તવિકતા રજૂ કરીએ છીએ.

સૌરાષ્ટ્ર, જૂનાગઢ અને બૌદ્ધ ગુફાઓ…
વાત સૌરાષ્ટ્રનાં બૌદ્ધ સ્થાપત્યોની નીકળે એટલે એમાં સૌથી પહેલું નામ જૂનાગઢનું લેવું પડે. કેમ કે, ગુજરાતમાં એકલા સૌરાષ્ટ્રમાં જ ૧૫થી વધુ મોટાં બૌદ્ધ સ્મારકો આવેલાં છે. જેમાંના મોટા ભાગના જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં છે. અહીં જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ બૌદ્ધ ગુફાઓ આવેલી છે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે ઉપરકોટ પરની બૌદ્ધ ગુફાઓ, ખાપરા કોડિયાના ભોંયરા, બાબા પ્યારેની ગુફાઓ વગેરે પણ બૌદ્ધ સ્થાપત્યો છે. આ વાતમાં તથ્ય એટલા માટે પણ છે, કારણ કે છેક ઈ.સ. પૂર્વે બીજી અને ત્રીજી સદીમાં અહીં લાંબા સમય સુધી મૌર્ય વંશનું શાસન રહ્યું હતું. વળી, સમ્રાટ અશોકના સમયમાં તો જૂનાગઢ સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર પણ હતું.

સૌરાષ્ટ્રમાં બૌદ્ધ સ્થાપત્યો નિર્વાણ તરફ છે…વિષયની રસપ્રદ માહિતી વાંચવા માટે ‘અભિયાન’નું લવાજમ સબસ્ક્રાઇબ કરો…

 

કવર સ્ટોરીનરેશ મકવાણાબૌદ્ધ ગુફાઓસૌરાષ્ટ્ર
Comments (0)
Add Comment