ડીપ નૅકને સુંદર બનાવતી બૅક જ્વેલરી 

આજે પણ આપણે સહુ એ પ્રકારના હાર પહેરવાનું જ પસંદ કરીએ છીએ.

જ્વેલરી એટલે કે આભૂષણોની વાત આવે એટલે લાંબા-લાંબા હાર, બુટ્ટીઓ-કડાં કે બંગડી વગેરે વગેરે નજર સામે તરવરવા લાગે. એમાંય ખાસ કરીને લગ્નસરાની મોસમ ચાલતી હોય ત્યારે તો વિશેષ કરીને ઘરેણાં મહિલાઓનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. જોકે, આજકાલ જ્વેલરીનો એક અનોખો ટ્રેન્ડ મહિલાઓને મોહિત કરી રહ્યો છે. આ ટ્રેન્ડ છે બૅક જ્વેલરીનો.

અગાઉ માત્ર આગળની તરફ લટકતા હોય એ પ્રકારના હાર પહેરવામાં આવતાં. આજે પણ આપણે સહુ એ પ્રકારના હાર પહેરવાનું જ પસંદ કરીએ છીએ. જોકે, હવે આ હાલ આગળની તરફ તો લટકતાં હોય જ છે, પણ પીઠના ભાગે પણ ડીપ નૅક તરફ પણ તેની સેર લટકાવવાનો ટ્રેન્ડ પ્રચલિત બન્યો છે. એટલે કે પીઠના ભાગે પણ વિવિધ ડિઝાઇન અને પેટર્નવાળા હાર પહેરવાની ફેશન માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. તેમાંય ખાસ કરીને ડીપ નૅક ધરાવતાં બ્લાઉઝ અને ગાઉનની સાથે આ રીતે બૅક જ્વેલરી પહેરવામાં આવી રહી છે.

ડીપ નેક બ્લાઉઝની સાથે વિવિધ પેટર્નવાળાં આભૂષણોની ફેશન ચાલી રહી છે. સ્લીવલેસ બ્લાઉઝની સાથે છેક પીઠને સ્પર્શ કરતાં આભૂષણોની માળા પહેરી યુવતીઓ વધારે સોહામણી લાગે છે. આજકાલ ગાઉનની પણ ફેશન ચાલી રહી છે જેમાં સિંગલ સેરની મોતીની એક લેયરની જ્વેલરી વધુ સારી લાગે છે. સાથે જ ડાયમંડનો યુઝ કરીને આવાં આભૂષણોને વધુ આકર્ષક બનાવવામાં આવે છે. આ અભૂષણ ખાસ ઓર્ડર પર બનાવી આપવામાં આવે છે. બ્રાઇડલથી લઈને ઘરની દરેક યુવતી આ રીતના ખાસ પ્રકારનાં આભૂષણો બનાવડાવે છે. માર્કેટમાં આવી જ્વેલરી સામાન્ય રીતે ૬૦૦-૭૦૦ રૃપિયાથી શરૃ થાય છે અને ૫૦૦૦ રૃપિયા સુધીમાં અનેક વેરાઇટીઓ મળે છે.

ડીપ નૅક બ્લાઉઝ પણ ઘણીવાર ભરાવદાર સેટ પહેરવામાં આવે છે તો ડીપ નૅક ધરાવતાં ગાઉનની સાથે એક સેરની ડેલિકેટ માળા કે નૅકલેસ પહેરવાનું ચલણ જોવા મળે છે. મહત્ત્વની વાત તો એ છે કે બૅક જ્વેલરી પહેરવા માટે મહિલાઓ બ્લાઉઝ અને ગાઉનની વિશિષ્ટ ડિઝાઇન બનાવડાવતી હોય છે, જેથી બૅક જ્વેલરીનો ઉઠાવ આવે.

—————————–.

આભૂષણોગાઉનડીપ નૅક બ્લાઉઝફેશનબૅક જ્વેલરી
Comments (0)
Add Comment