તમારા માટે, તમારી સાથે, સતત…

યુવાનોમાં ફેવરિટ છે ફેબ્રુઆરી

યુવાનો મનભરીને એન્જોય કરતા હશે. આ વેસ્ટર્ન કલ્ચર જરૃર છે

0 131

– હેતલ રાવ

ફેબ્રુઆરી મહિનાની શરૃઆત થતાં જ યુવાનોમાં અલગ જ લાગણી જોવા મળે છે. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં હોય કે ફેબ્રુઆરી માસ એટલે બાર મહિનામાં યુવાનો માટેનો સૌથી મનપસંદ મહિનો. તેની પાછળનું કારણ માત્ર વેલેન્ટાઇન-ડે જ નથી, પરંતુ હવે સાત તારીખથી લઈને એકવીસ તારીખ સુધી ઉજવાતા જુદા-જુદા ડે છે. છેલ્લા કેટલાક સમયથી આ દિવસોને ઊજવવાનો યુવાનોમાં અલગ જ ઉત્સાહ જોવા મળે છે.

વેલેન્ટાઇન વીક તો ઊજવાય છે જ, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાત તારીખથી શરૃ થતાં ડે છેક એકવીસ તારીખ સુધી ઉજવવામાં આવે છે. જેમાં જુદા જુદા દિવસનું સેલિબ્રેશન જુદી-જુદી રીતે કરવામાં આવે છે. આ દિવસોની ઉજવણી માટે યુવાનો મહિના પહેલાંથી શરૃઆત કરે છે. જેની શરૃઆત ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી થાય છે. તારીખ ૭ એટલે રોઝ-ડે, ૮ પ્રપોઝ-ડે, ૯ ચોકલેટ-ડે, ૧૦ ટેડી-ડે, ૧૧ પ્રોમિસ-ડે, ૧૨ હગ-ડે, ૧૩ કિસ-ડે, ૧૪ વેલેન્ટાઇન-ડે, ૧૫ સ્લેપ ડે, ૧૬ કિક-ડે, ૧૭ પરફ્યુમ ડે, ૧૮ ફ્લટિંગ ડે, ૧૯ કન્ફેશન ડે, ૨૦ મિસિંગ ડે અને તારીખોમાં ઝાઝું જામ્યું ન હોય તે લોકો ૨૧ તારીખે બ્રેકઅપ ડે ઊજવે છે. પશ્ચિમના દેશોમાં ફેબ્રુઆરી મહિનાને લઈને ઘણુ એક્સાઇટિંગ જોવા મળે છે. ધીમે-ધીમે આપણા ત્યાં પણ આ મહિનાને લઈને ઉત્સાહ વધતો જાય છે. તેમાં પણ ખાસ કરીને યુવાનો આ દિવસોને લઈને ઘણા ક્રેઝી હોય છે.

Related Posts
1 of 289

આ વિશે વાત કરતાં ઝંખના મજમુદાર કહે છે, ‘કૉલેજમાં હોઈએ ત્યારે આ દિવસો ઉજવવાની ખરેખર મજા આવે છે. અમે ગ્રૂપના મિત્રો સાથે મળીને ૭ તારીખથી લઈને ૨૧ તારીખ સુધી દરેક દિવસની ઉજવણી કરીએ છીએ. તેમાં પણ ખાસ કરીને ૨૧ તારીખનો બ્રેકઅપ ડે ઉજવવાની તો ઘણી મજા આવે છે. મજાક-મસ્તીમાં પસાર થતા આ દિવસો આખું વર્ષ યાદ રહે છે. ખરેખર ફેબ્રુઆરીમાં મજા તો ઘણી આવે છે.

અવસર પંડ્યા કહે છે, ‘પહેલા ફેબ્રઆરી માસ શરૃ થાય એટલે વેલેન્ટાઈન ડે આવવાની રાહ જોવાતી હતી, પરંતુ હવે તો મહિનાના પહેલા વીકથી લઈને છેલ્લા વીક સુધી ઉજવણી કરીએ છીએ. આ દિવસોની ઉજવણી કપલ માટે તો ખાસ હશે જ, પરંતુ અમારા જેવા મસ્તીખોર મિત્રો માટે પણ ખાસ હોય છે. એક બીજાને રોઝ આપવા, ચોકલેટ આપવી, ટેડીબિયર લાવવા, મિત્રને કિસ કરવા આખા કૉલેજ કેમ્પસને માથે લેવાની જે મજા આવે છે તેવી મજા તો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે પણ નહીં આવતી હોય. અમારું સાત છોકરા અને ચાર છોકરીઓનું ગ્રૂપ છે. અમે બધા એકબીજાના ઘરે પણ જઈએ છીએ. માટે ફેમિલી પણ બધાને ઓળખે છે માટે ઘરના પણ ઘણીવાર આ દિવસોની ઉજવણીમાં ઇન્વોલ થાય છે. સાચે જ ફેબ્રુઆરીમાં બહુ મજા આવે છે.

વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરતા યુવાનો હવે ફેબ્રુઆરીના પહેલા વીકથી લઈને છેલ્લા વીક સુધીની ઉજવણી કરતા થઈ ગયા. વર્ષમાં આ એક જ મહિનો એવો હશે જેને યુવાનો મનભરીને એન્જોય કરતા હશે. આ વેસ્ટર્ન કલ્ચર જરૃર છે, પરંતુ કોઈનું નુકસાન ન થાય તે રીતે જો આ દિવસોની ઉજવણી થાય તો તે યુવાનો માટે જીવનભરના સંભારણા બની રહે.

—————

Leave A Reply

Your email address will not be published.

Translate »