તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

મિથુન : આપના અટકેલા કાર્ય પુરા થશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે.

0 440

તા. 19-08-2018 થી તા. 25-08-2018

મેષ : તા. 19 અને તા. 20ના રોજ ઉદાસીભર્યા દિવસો રહેશે. કાર્યમાં વિધ્ન આવશે. તણાવપૂર્ણ સમય પસાર થશે. જાણતા અજાણતા આપની ભૂલ દ્વારા અન્ય કોઈને દુઃખના થાય એનુ ધ્યાન રાખશો. નકારાત્મક વિચારોના લીધે ખોટા નિર્ણયયોથી મોટુ નુકસાન થવાની સંભાવના છે. પોતાનું મન સારા કાર્યેમાં લગાડવાથી ફાયદો થાય. બહાર ગામ ફરવા જાવ તો નદી કે તળાવ પર ન્હાવા જવુ નહીં. તા. 22 અને તા. 23 બપોર સુધી આપનો દિવસ મધ્યમ રહેશે. આપ થોડી બેચેની અને ઉદાસીનતા અનુભવશો. ચંદ્ર-શનિની સાથે હોવાથી આપના કોઈપણ કાર્ય કે પછી યોજના વિલંબમાં પડી શકે છે. આ સમય દરમિયાન આપ આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ કે વલણ તરફ વળી શકો છે. તા. 24 અને તા. 25 દરમિયાન આપને નોકરી ધંધામાં ફેરફાર કરવાની ઇચ્છા થશે. નિઃસંતાન દંપતી માટે સંતાન પ્રાપ્તિનો સારો સમય છે. શેરબજારથી લાભ માટેનો ઉત્તમ સમય છે. આપના વિચારોમાં જડતાના આવે એનું ધ્યાન રાખવું. આ સમય દરમિયાન લીધેલા નિર્ણયોને ખુબ શાંત મનથી અને ગહન વિચાર કરીને નિર્ણય લેજો જેથી નુકસાનના થાય અને તમે ફાયદામાં રહો.
—————————-.

વૃષભ : તા. 19ના રોજ મિત્રો તથા પરિવાર સાથે ખુબજ મોજ-મસ્તી પૂર્વક દિવસ પસાર કરશો. કોઈ જગ્યાએ પરિવાર સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ પણ થઇ શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં આત્મિયતા વધશે. અવિવાહિતો માટે લગ્ન કરવા માટેનો ઉત્તમ સમય છે. નોકરીમાં તકલીફ રહે પરંતુ કાર્યનિષ્ઠાથી તમે આગળ વધશો તો પરિસ્થિતિને અંકુશ કરવામાં સરળતા રહેશે. તા. 20 ના રોજ દરેક મોરચે આપ યથાસ્થિતિ જાળવી રાખવામાં સફળ રહેશો અને મુશ્કેલ સ્થિતિને ઓછી કરવા માટેના પ્રયત્નોમાં આશાનું કિરણ દેખાશે. આપને આર્થિક ઉપાર્જનની બાબતમાં એક પ્રકારનો સંતોષ રહેશે. કમિશન કે દલાલીના કામથી આર્થિક ફાયદો થાય. શુભ કાર્યોઓ માટે મુસાફરી થવાના યોગો છે. તા. 21 અને 22 દરમિયાન સમય ખરાબ છે. આપે સાંભળીને રહેવું. બીજાના કારણે આપની પરેશાની વધી શકે છે. આપના શત્રુ આપના પર હાવી થઇ શકે છે. બહુ ભાગ-દોડના કારણે થાક અનુભવાય. મનમાં ખોટી શંકા-કુશંકા રહેશે. આપની કોઈ ખાનગી કે પછી અંગત વાત જાહેર થઇ શકે છે. તા. 23 બપોર પછી અને ત. 24 તથા 25 દરમિયાન આપનું મન ધર્મ કાર્ય તરફ મન આકર્ષિત થશે. જીવનસાથીની પ્રગતિમાં થોડા અંતરાય પછી સફળતા મળી શકે છે. અને જો આપના કાર્યનો સંબંધ વિદેશથી છે તો સમય અનુકૂળ રહેશે.
—————————-.

મિથુન : તા. 19 અને 20 દરમિયાન આપના અટકેલા કાર્ય પુરા થશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. આપની આપના ખાસ પ્રિય વ્યક્તિ જોડે મુલાકાત થશે. આપ આશાવાદી રહેશો. આપના વિચારો પણ સકારાત્મક રહેશે. નવા મકાન – વાહનના ખરીદીના યોગ છે. માતા સાથેના સંબંધો સુધારો આવે. જીવનસાથી જોડે મતભેદ થવાના યોગો છે. અવિવાહિત માટે વિવાહ માટેનો અનુકૂળ સમય છે. આરોગ્યની બાબતે કાળજી રાખવી જરુરી છે. તા. 21 અને 22 દરમિયાન સમાજમાં અગ્રેસર થવાની તક મળશે. આપ આંગતુક લોકો જોડે મુલાકાત કરો તેવી શક્યતા છે. કામકાજ અર્થે આપને કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ થશે. આપના સાથી કર્મચારી આપના કાર્યનાં લક્ષ્ય માટે આપને સાથ આપશે. આપ લક્ષ્ય હાંસલ કરવામાં ખુબ મહેનત કરશો. આ સમય દરમિયાન નવા માણસો જોડે સામાજિક સંબંધો સ્થપાય. તા. 23, 24 અને તા. 25 દરમિયાન આઠમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ કષ્ટદાયી રહેશે. આપની વ્યસ્તતા તથા અથાગ મહેનતના પરિણામે આપ શારીરિક થાક, અશક્તિનો અનુભવ કરશો. શત્રુ અને વિરોધીઓ આપની નિંદા અને ટીકા કરશે. આપના ઉપરી અધિકારી આપની વાણી-વર્તનથી નારાજ થશે. વ્યાપારમાં કોઈ મોટો ઓર્ડર હાથમાંથી સરકી જવાના કારણે આપને વધુ નુકસાન થવાની સંભાવના છે.
—————————-.

કર્ક : તા. 19 ના રોજ પરિવાર સાથે પિકનિક માટેનો સારો દિવસ છે. શેરબજારથી આર્થિક લાભ થાય. પ્રેમ સંબંધોમાં સુધારો આવે. શારીરિર દૃષ્ટિએ જોવામાં આવે તો, આરોગ્યની કાળજી કરવી કારણ કે વાયુવિકારની સમસ્યા તેમજ ઋતુજન્ય રોગો થવાની શક્યતા છે. નોકરીમાં હેરાનગતિ થાય. આવકનું પ્રમાણ ઘટે. યોગ્ય નિર્ણય લેવામાં તકલીફ પડે. મહેનતના અંતે નિષ્ફળતા મળવાના યોગો છે. તા. 20 દરમિયાન વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સમય રહેશે. આપ ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં અથવા અભ્યાસ સિવાયના વિષયોમાં પણ રુચિ લેશો. વિઘ્નોનો સામનો કરવો પડશે પરંતુ તમારી જ્ઞાનપીપાસા એટલી વધારે હશે કે તમને કોઈપણ વિપરિત સંજોગો અવરોધી નહીં શકે. કોઈ મહત્ત્વના કાર્યને લઈને આપ ઉત્સાહિત રહેશો. ધાર્મિક કાર્યક્રમમાં આપ વ્યસ્ત રહેશે. આપના બેન્કિંગ કાર્યો નિર્વિધ્ન પુરા થશે. ભાગ-દોડ તથા પરિશ્રમ વધુ રહેશે પરંતુ તેટલો લાભ નહીં રહે. તા. 21 અને 22 દરમિયાન ઉત્તમ સંપત્તિની પ્રાપ્તિ થશે. મિત્રોની મદદથી કાર્યો પૂર્ણ કરવામાં સહાયતા મળશે. ક્યાંકથી ખુશીના સમાચાર મળશે. નાની-મોટી રોજબરોજની સમસ્યાઓનું આપ સમાધાન કુનેહપૂર્વક કાઢશો. એકંદરે તમારી ચિંતા ઓછી થશે જેથી સ્વાસ્થ્ય પર તેની સારી અસર પડશે. બેરોજગારને નોકરીની તક મળશે. તા. 23, 24 અને 25 દરમિયાન સુખ-શાંતિમય સમય પસાર થશે. ભાવનાત્મક રીતે આપ સુદૃઢ અને સક્ષમ બનશો. ભાગીદારો જોડે સતર્કતા રાખવીજરૂરી છે. કારકિર્દીમાં આગળ વધવા માટે પરિવારના સભ્યોને સહકાર ખૂબ સારી રીતે મળશે.
—————————-.

સિંહ : સપ્તાહની શરૂઆત આપના માટે જાહેર જીવનમા પ્રતિષ્ઠા વધારનારી થશે. તા 19 સામાજીક માન-સન્માન વધે. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 20 ના રોજ વાહનસુખમાં ઉણપ આવશે. વાહનમાં કોઈ રિપેરિંગની શક્યતા જણાય છે. આ સિવાય ઘરમાં કોઈ મશીનરી કે ઈલેક્ટ્રોનિક ચીજ ખરાબ થઈ શકે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આપને મુલાકાત થશે જે આપના માટે નુકસાનકારક રહેશે. અજાણી વ્યક્તિથી સાવધ રહેવું. આપની પ્રતિષ્ઠાને નુકસાન થઇ શકે છે. ધન હાનિના પ્રબળ યોગ છે. તા 21 અને 22 દરમિયાન પ્રણય પ્રસંગમાં સફળતા તો મળશે પણ આપના પ્રણય સંબંધો ગુપ્ત હશે તો જાહેર થઇ શકે છે. આપની ઓફિસમાં આપના સહકર્મચારીનો આપને સહયોગ મળશે. સંતાનની કોઈ વાત આપને ચિંતામાં નાખી શકે છે. આપ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો. તા 23, 24 અને 25 દરમિયાન નવા લોકો સાથે આપની મુલાકાત થશે. કામકાજમાં આપ નવા પ્રયોગ કરશો. ધનલાભ થઇ શકે છે. નોકરીમાં આપને મનપસંદ કાર્ય મળી શકે છે. જેથી આપ પ્રસન્નતા અનુભવશો. ક્યાંય ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે.
—————————-.

Related Posts
1 of 130

કન્યા :  શરૂઆતના તબક્કામાં વ્યવસાયિક અથવા કારકિર્દીના મામલે સાનુકૂળતા રહેશે. નોકરિયાતોને વિશેષ તક મળે. નવું સાહસ ખેડવા માટે તમે પ્રેરાશો. તમારામાં કંઈક નવું કરવાની તાલાવેલી ખૂબ વધારે રહેશે. તમારા કાર્યોમાં મિત્રો અથવા ભાઈબહેનોની ભૂમિકા ઘણી મહત્વની હશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ટુંકી મુસાફરીના યોગ નકારી શકાય નહીં. લગ્નોત્સુક જાતકોને વિવાહ સંબંધિત વાત આગળ વધી શકે છે. તમે રોમાન્સના વિચારોમાં ખૂબ પરોવાયેલા રહેશો અને કોઈની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકો તો પણ નવાઈ નહીં. મોજશોખ પાછળ ખર્ચ કરો ત્યારે ચાદર પ્રમાણે પગ લંબાવવાની નીતિ રાખજો. સપ્તાહના મધ્યમાં સરકારી કાર્યોમાં તેમજ કાયદાકીય પ્રશ્નોમાં વિઘ્નોનો સામનો કરવો પડે. આરોગ્‍યમાં ખાસ કરીને માઈગ્રેન, આંખોમાં બળતરા, પીઠમાં દુખાવાની ફરિયાદ રહેશે. સપ્તાહના અંતમાં આપના મનમાં કોઈને કોઈ બાબતે મુંઝવણ થઈ શકે છે. પ્રિયપાત્ર સાથે સંબંધોમાં શંકા-કુશંકાઓ જાગી શકે છે. વિદ્યાર્થીઓમાં વધુ પડતી ઉતાવળની વૃત્તિ રહેશે જે તમારા આયોજનને ખોરવી શકે છે. અભ્યાસમાં તમારે વધુ ધ્યાન આપવું જ પડશે.
—————————-.

તુલા : તા 19 અને 20 દરમિયાન માનસિક સુખ-શાંતિમાં વધારો થશે. શેરબજારમાં વિચારીને રોકાણ કરવું. વાતાવરણ બદલાતા થતી બીમારીથી સાવધ રહેવું. તમને અત્યારે નવું નવું ખાવાની ખૂબ ઈચ્છા થશે પરંતુ પેટનો સાથ પુરતો ન મળવાથી પેટ સંબંધિત પ્રશ્નો થઈ શકે છે. આ સમયમાં તમારી વિશ્લેષણ શક્તિ સારી રહેવાથી કોઈ મોટા રોકાણની યોજના બનાવશો. આપની વ્યવસાયિક ગતિવિધિમાં અચાનક બદલાવ આવશે. કોઈ મોટો ઓર્ડેર મળી શકે છે. તા 21 અને 22 દરમિયાન આપને અહેસાસ થશે કે મહેનતનો કોઈ પર્યાય નથી. ખૂબ મન લગાવીને કામ કરજો. આવકના સાધનોમાં વધારો થશે. દિલના બદલે દિમાગથી કામ લેશો તો ફાયદામાં રહેશો. આપના સકારાત્મક વિચારોનું પરિણામ શુભ આવશે. આપ સમાજસેવા અને પરોપકારના કાર્યમાં વ્યસ્ત રહેશો. તા 23,24 અને 25 દરમિયાન કોઈ નજીકની વ્યક્તિના માટે અશુભ કે અપ્રિય સમાચાર મળી શકે છે. કોઈ દ્વિધા કે સંકટમાં ફસાઈ શકો છો. અજાણ વ્યક્તિ પર ભરોસો કરવો નુકસાનકારક સાબિત થશે. કાનૂની બાબતમાં યોગ્ય તજજ્ઞની સલાહ લઈને આગળ વધવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. ઘરની કોઈ વ્યક્તિ સાથે બોલચાલ વધી શકે છે જેથી આપનું મન ખાટું થઇ શકે છે.
—————————-.

વૃશ્ચિક : તા 19 અને 20 દરમિયાન આપ તણાવ વગર કામ કરશો. તમારામાં ઉત્સાહનું પ્રમાણ રહેશે. લાંબા સમયથી જે ઈચ્છા રાખતા હતા તે મેળવશો. તમારા આયોજનો હવે પાર પડતા હોવાનો મનોમન આનંદ થશે. પારિવારિક સુખશાંતિમાં વધારો થશે. અગાઉ કરેલા રોકાણ અથવા કોઈને ઉધાર આપેલા પૈસા પાછા આવશે જેથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. ઉઘરાણી અને લોન જેવા કાર્યો માટે કરેલી મુસાફરી પણ ફળદાયી રહેશે. આપને મહેનતના પ્રમાણમાં ફળ વધુ મળશે. આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. આપ મહત્વાકાંક્ષી રહેશો જેથી પ્રોફેશનલ અને આર્થિક પ્રગતિ માટે સતત મનમાં કોઈને કોઈ યોજના ઘડશો. તા 21 અને 22 દરમિયાન વ્યાપાર વ્યવસાયમાં સૂઝ-બુઝ અને વિવેકથી નિર્ણય લેશો. લાંબા સમયથી ચાલતી ચિંતામાં રાહત મળશે. આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે. તમે બીજા કોઈને મદદરૂપ થશો. ક્યાંય કોઈ સામાજિક પ્રસંગે જવાનું થશે. તા 23,24 અને 25 દરમિયાન સમય ધનદાયક અને લાભદાયક રહેશે. અચાનક લાભની આશા પણ રાખી શકો છો. ભાઈબહેનોના સંબંધમાં પ્રેમ વધશે. પારિવારિક સબંધોમાં પરસ્પર સમન્વય રહેશે. ભાગદોડ અને મહેનત વધુ રહેશે. કાર્યોનું ઉચિત પરિણામ મળશે. રાજકીય કામ નિર્વિઘ્ને પુરા થશે. ફાઈનાન્સના કાર્યમાં વ્યસ્ત રહેશો. કોઈ નવી વસ્તુની ખરીદી કરશો.
—————————-.

ધન : તા. 19 અને 20 દરમિયાન બારમાં સ્થાનનો ચંદ્ર આપના માટે ચિંતાદાયક રહેશે. આપને અનિદ્રા અને અજંપો રહેશે. અકળામણમાં તમે ખોટો નિર્ણય લો અથવા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે વૈચારિક ગડમથલના કારણે તમારી પાછીપાની થાય તેવી વધુ સંભાવના છે. આપ કોઈ જગ્યાએ છેતરામણીનો ભોગ બનશો. કોર્ટ કેસની બાબતમાં આપના માટે નિર્ણય સંતોષકારક નહીં હોય. આંખના રોગના કારણે ઓપરેશનની સંભાવના રહે. સરકારી કામકાજમાં અપજશ મળે. આર્થિક સમસ્યાઓ વધે. ઘરમાં શુભ કાર્યેના લીધે ખર્ચઓનું પ્રમાણ વધે. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં તિરાડ આવે. તા. 21 અને 22 દરમિયાન આર્થિક બાબતમાં તકલીફ થશે. તમારામાં આળસમાં વધારો થશે. તમે એકલતામાં રહેવાનું વધુ પસંદ કરશો. તમારી વિચારવાની ક્ષમતા ઘટી ગઈ હોય તેવું લાગશે. પ્રેમસંબંધોમાં પણ જાણે સ્થિતિ સ્થિર થઈ ગઈ હોય તેવું લાગશે. તા. 23, 24 અને તા. 25 દરમિયાન આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. ક્યાંક જુના ઉધાર આપેલા નાણાં છુટા થશે. બેરોજગાર હશો તો નોકરી મળવાના યોગ છે. યુવાનો પોતાના અભ્યાસ માટે કે પછી કેરિયર માટે કોલેજ તથા યોગ્ય ક્ષેત્ર નક્કી કરી શકે છે.
—————————-.

મકર : જો આપ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો તેમાં વિસ્તરણ કે નવા પ્રોજેક્ટનું આયોજન પ્રથમ દિવસે શક્ય બનશે. વડીલો અને મોટાભાઈ બહેનો તેમજ મિત્રોના સહકારથી તમે લાભ થાય તેવા કાર્યો પાર પાડી શકશો. તારીખ 20 દરમિયાન વિદ્યાર્થીઓને વિધ્ન આવી શકે છે. તમારી માનસિક ચંચળતા વધુ પડતી રહેશે અથવા કોઈ અજાણી બેચેની તમને અભ્યાસમાં એકચિત્ત નહીં થવા દે. ખર્ચની સંભાવના પણ રહેશે. તારીખ 23થી આપના બેન્કિંગ કાર્યો નિર્વિધ્ન પુરા થશે. ભાગ-દોડ તથા પરિશ્રમ વધુ રહેશે પરંતુ તમારામાં જાણે ઉર્જાનો સંચાર થતો હોય તેવું લાગશે અને તમારો ઉત્સાહ તમને કોઈપણ કામ ઝડપથી કરવા માટે પ્રેરશે. તારીખ 23 અને 24ના રોજ આકસ્મિક ઈજા, વીજ કરંટ, વિવાદોથી બચવાની સલાહ છે. વિજાતીય સંબંધોમાં પણ તમારામાં આક્રમકતા વધુ દેખાશે. સપ્તાહના અંતિમ ચરણમાં ભાવનાત્મક રીતે આપ સુદૃઢ અને સક્ષમ બનશો. વ્યવસાયિક નિર્ણયો સંપૂર્ણપણે આપની તરફેણમાં રહેશે. પ્રોફેશનલ જીવનમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની ખ્યાતિ વધશે. ભાગીદારો સાથે સંબંધો સૂમેળભર્યા રહેશે. આયાત- નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે.
—————————-.

કુંભ : સપ્તાહના આરંભે આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓ ખીલશે. કામકાજ કે ફરવા માટે લાંબા અંતરની મુસાફરીનું આયોજન કરી શકશો. ધન પ્રાપ્તિના યોગ છે. સમાજમાં આપને માન-સન્‍માન મળે. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ થાય. ભાવુક્તા આપને કલ્‍પના જગતમાં વિહાર કરાવશે. આપની અંદર રહેલી સાહિત્‍ય કે કલાસૂઝને બહાર લાવવા માટે યોગ્‍ય સમય છે. સંતાનો પાછળ ખર્ચ થાય. મિત્રો સાથે પાર્ટી કે પિકનિકમાં જવાની તકો પણ સાંપડશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે તેમજ પ્રણય સંબંધો સારા રહેશે. આપ કોઈને નડતા નથી પરંતુ લોકો આપની ભલમનસાઇનો ગેરલાભ ન લે તેનું ધ્યાન રાખવું. સહકાર્યકરોનો સારો સાથ સહકાર મળી રહેશે. હરીફો પર વિજય મેળવી શકશો. સપ્તાહના મધ્યમાં વિજાતીય પાત્રો સાથે ડીનર લેશો. નવીન વિચારો અને અને વાણીની મધુરતાથી કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરી શકશો અને તેનાથી લાભ મેળવી શકશો. અન્ય લોકો સાથેના આપના સંબંધો સુમેળભર્યા રહેશે. આપ પ્રવચન, મીટિંગ, વક્તવ્ય કે ચર્ચામાં સફળતા મેળવી શકો. કોઈપણ કામમાં આપ ચીવટતા રાખી આગળ વધી શકશો. સપ્તાહના અંતે શરીરમાં થાક અને આળસ અનુભવાય. અનિર્ણાયકતા આપને મહત્વના નિર્ણયો લેતા અટકાવશે. મન અસ્વસ્થ રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું આવશે. વ્‍યવસાયમાં હરીફો આડખીલી ઊભી કરશે.
—————————-.

મીન : તા 19 અને 20ના રોજ જે કાર્ય સંપન્ન થવામાં સંદેહ હશે તે કાર્ય પણ સરળતાથી પૂર્ણ થશે. સરકારી કાર્ય ગતિ પકડશે. વ્યવસાયમાં અનુકૂળ પરિવર્તન કરશો. આપની કાર્યશૈલીમાં બદલાવનું પરિણામ સારું આવશે. ઘરના સભ્યોનો પૂરો સહયોગ મળશે. આપની આસપાસનું વાતાવરણ સારું બનાવવા પૂરો પ્રયત્ન કરશો. શાંતિ અને ધૈર્યથી આપનું કાર્ય પૂર્ણ કરશો. તા 21 અને 22 દરમિયાન આપના માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આપના કાર્યોની પ્રસંશા થશે. આપ આત્મવિશ્વાસ સાથે મુશ્કેલ કાર્યો પણ હાથમાં લેશો અને તેને પુરા કરી પોતાનું સામર્થ્ય પુરવાર કરશો. આપ દરેક કામ મહેનત, લગન અને વફાદારીથી પૂર્ણ કરશો. આપની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે ઉચિત સમય છે. ભૌતિક સુખસુવિધામાં વધારો થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તા 23, 24 અને 25 દરમિયાન સમય ઉત્તમ છે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. વ્યવસાયમાં વિસ્તરણની યોજના અમલમાં મુકશો. ક્યાંયથી અટકેલા રૂપિયા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. અતિ કામના કારણે આપ થોડો થાક અનુભવશો અને મનમાં પણ મજા નહીં હોય. પરિવારમાં ખટરાગ થાય. મકાન- વાહનના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં આપ મૌનવ્રત ધારણ કરીને બધો ખેલ જોયા કરજો, ફાયદામાં રહેશો. સપ્તાહના અંતે સંતાનો અને જીવનસાથીના આરોગ્‍ય વિષેની ચિંતા સતાવશે. સ્‍વમાનભંગ થાય તેમજ સ્‍ત્રી મિત્રો દ્વારા ખર્ચ કે નુકસાન થવાની શક્યતા છે. પત્નીને હોસ્પિટલમાં લઈ જવાના સંજોગો પણ ઊભા થઈ શકે છે. પેટને લગતી બીમારીઓથી તકલીફ થાય. હાલમાં નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ ન કરવાની આપને ખાસ સલાહ છે.
—————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »